સપનું Jay Piprotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનું

નાના હતા ત્યારે દાદા દાદી ની ઘણી બધી લોક વાર્તાઓ સાંભળેલી , પણ અત્યાર ની પેઢી ને એ લાભ નસીબ નથી થતો એટલે જીવનમાં ચાર , પાંચ બાળ વાર્તા / લોક વાર્તા થોડાક બાળગીત અને બહેનો એ તો ફરીજિયાત હાલરડાં શીખવા જોય તો આપડે નવી પેઢી ને આ બધું ભેટ સ્વરૂપે આપી શકસુ અને સંસ્કાર નાં સિંચન ની શરૂઆત બાળપણથી જ થાય છે , તો જેને કોઈ દિવસ લોક વાર્તા કે બાળગીત સાંભડ્યા જ નથી એ દેશનું ભલું ન કરી શકે .


ગિરનારની બખોલમાં આવેલા એક નાનકડા નેહડાની અંદર રવીના તેના પરિવાર સાથે રહે , સાત વર્ષની રવીના ને ભાઈ દસ વર્ષનો , મમ્મી પપ્પા અને દાદી સાથે નાનકડો પરિવાર , મમ્મી પપ્પા આખો દિવસ જંગલમાં લાકડા કાપવા જાય તો રવીના પણ તેમના ભેગી જાય નાનેથીજ સિંહના બચ્ચા ભેગી રમતી રવીના દેખાવે ખુબ નમણી લાગે , પોચા પોચા પગ , સુંદર મુખ , સ્વેત કાયા જાણે સાક્ષાત જોગ માયા જેવું સ્વરૂપ .

બાળપણ થીજ પોઢવા નાં સમયે તેને દાદીની વાર્તા માંથી પરીઓના દેશ વિષે સાંભળીયુ હતું એના મનમાં સતત ઈચ્છા થતી પરીઓના દેશમાં જવાની .

એક વખતની વાત છે રવીના અચાનક પરીઓના દેશમાં પહોંચી ગઈ સૂરજની આછી આછી કિરણ , ઝાકળથી ઝબૂકતા પાણીના ટીપા , ચોકલેટની નદીઓ આવું અદભુત દ્રશ્ય રવીના પહેલી વાર નિહાળી રહી હતી એટલામાંજ તેનું ધ્યાન એક સુંદર વહેતી નદી તરફ ગયું , નદી પાસે જય એ પોતાને નિહાળે છે , રવીના ખુદ એક પરી બની ગય હતી . પોતાના સુંદર રૂપને નિહાળતી રવીના ઘેલી થય ગય અને પાણીને સ્પર્શ કર્યો પાણીને સ્પર્શ તાજ રવીના એક વિશાળ નગરીમાં પહોંચી ગય , મોટા મોટા પીલોર અને સોનાથી મઢેલો એ મહેલ હતો પણ મહેલની અંદર પ્રવેશ તાજ તે સ્તબ્ધ થય ગય તેની આંખો ચોંટી ગય , કારણકે મહેલની અંદર પરીઓની પાંખ કાપીને તેને કેદ કરેલી હતી અંદર પ્રવેશ તાની સાથેજ રવીનાને પણ ત્યાંના ક્રૂર રાજાએ કેદ કરી લીધી અને એક કેદ ખાનામાં નાખી દીધી . પણ રાજાના દીકરા ઉત્તમનું મન રવીના પર મોહિત થય ગયું હતું ઉત્તમને તે રાતના ઊંઘ પણ ના આવી આખી રાત એ કેદખાનામાં કેદ રવીના વિશે વિચારતો રહીયો અને બીજે દિવસે સવારે એ કેદખાનામાં રવીનાને મળવા ગયો અને પોતાના દિલની વાત કીધી , રવીનાને ત્યાંથી છોડાવી મુકવાનો વિશ્વાશ જતાવ્યો , પણ રવીનાએ તેની વાત ન માની . રવીનાએ કીધું રાજકુમાર જો તમે મને પ્રેમ કરતા હોવ , તો મારી સાથે બધી પરીઓને પણ મુક્ત કરાવો અને તેમની પાંખ પાછી અપાવો , આ શબ્દ સાંભળી રાજકુમારનું મોં ઉતરી ગયું તે પાછો તેના કક્ષમાં ગયો અને કય ક વિચારવા લાગ્યો , તે રાતે જ રાતના બાર વાગે રવીનાના કેદખાનાનો દરવાજો ખુલ્યો રવીનાએ જોયું કે ઉત્તમ છે , ઉત્તમે રવીનાના કેવા પ્રમાણે રાજકુમાર હોવાનો ફાયદો ઉઠાવી કોઈ શક ન કરી જાય તે રીતના રવીનાને અને પરીઓને છોડાવી લીધી અને સવાર પડતાંતો રવીના અને ઉત્તમ મગર ઉપર બેસીને નદીમાં સવારી કરતા હતા , પછીતો શુ વાર હતી ઉત્તમ અને રવીનાના પરીઓના દેશમાં લગ્ન લેવાના જાણે સ્વર્ગને પણ શણગાર્યું તેવો માહોલ સર્જાણો , ધીરે ધીરે લગ્નનુ મુરત આવ્યું ફેરા લેવાના એક , બે ,ત્રણ ..

એ રવીના , ઓ રવીના ઉઠ સાત વાગી ગયા લાકડા કાપવા જવું છે , વાસીંદા કરવાના છે રવીનાના મમ્મી એ સાદ પાડ્યો અને પોતાના લગ્ન અધૂરા છોડી રવીના પાછી મમ્મી પપ્પા ભેગી લાકડા કાપવા હાલતી થઈ ..