HaPpY vAlEnTiNe DaY books and stories free download online pdf in Gujarati

HaPpY vAlEnTiNe DaY

HaPpY vElEnTiNe DaY
🌹💞🌹💞🌹💞🌹
એ ક્ષણ , એ સમય મારા જીવનમાં એક ધબકાર કરી ગયો .
પોતાના જીવનના અંતિમ પડાવ.પર પહોંચેલી મારી પોતાની જીવનસંધ્યા અને .....
આજ સાંજની સંધ્યા ખરેખર અદભૂત હતી . સાંજના સમયે પોતાના માળામાં જતા પક્ષીઓનો શાંત કલબલાટ મારી સાથે મારા આનંદમાં ભાગ લઈ રહ્યો હતો

બગીચાના એક વૃક્ષની છાયા નીચે રહેલ બાંકડા પર અશ્રુઓને છુપાવતી બેઠી હતી ...

ચારે તરફ ખુશીઓનો માહોલ હતો . આજ તો ન્યૂઝ પેપર પણ વેલેન્ટાઈન ડે ની ઉજવણીની જાહેરાતો ભરેલું હતું .

વર્ષો પહેલા સાહિલ સાથે ફેસબૂક અને પછીતો વ્હોટસેપ ચેટિંગ દ્વારા પ્રેમભરી લાગણીઓનો સમન્દર લહેરાઈ રહ્યો હતો .

એ પછી તો ફેબ્રુઆરી મહિનો આવતા જ બંનેનું મન પ્રેમથી છલોછલ છલકાઈ રહ્યું હતું . ક્યારે વેલેન્ટાઈન ડે આવે અને ક્યારે એકબીજાને પ્રપોઝ કરીયે .
બે દિવસથી બ્યુટીપાર્લરના ચક્કર લગાવ્યા જ કર્યા નવા કપડાંની ખરીદી ...
કેટલી ઈચ્છાઓ અને કેટલીયે વાતો ....જે સાહિલની સમક્ષ રજુ કરવાની હતી . વારંવાર મન એક ક્ષણ માટે ધ્રુજી ઉઠતું હતું . ચહેરા પર બેચેની અને હૃદયની ધડકન જે ધબકારા લઈ રહી હતી બાપ રે...

બંને જણાએ નક્કી કરેલી રેસ્ટોરેન્ટમાં મળવાનો સમય પણ નક્કી થઈ ગયો .

અને હું નક્કી કરેલા સમય કરતાં થોડી વ્હેલી પહોંચી ગઈ .
નક્કી કરેલો ટાઈમ નીકળી ગયો . પણ સાહિલ ...એ ક્યાં ?

કેટલાય ફોન કર્યા પણ નો રીપ્લાય
અંતે ઉદાસ મન અને સાહિલના પ્રેમને કોસતી કોસતી અને પોતાના નસીબને દોષ દેતી કંટાળીને હું પોતે રેસ્ટોરેન્ટની બહાર નીકળી અને જોયું તો રસ્તા પર વિખરાયેલા ફૂલોનો ગુલદસ્તો અને એકસિડેન્ટ થયેલી કારની કાંચના ટુકડા ... , ચારે તરફ બધુ વેરાયેલું... મારી નજર ફૂલોના બુકે પર પડી .... અને લોકોના વાહનોની અવરજવરથી એ સુંદર મજાના ફૂલોનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું ....
હું પોતે ફૂલોના ગુલદસ્તાને લેવા આગળ વધી અને એમાં અંગ્રેજીમાં લખેલું વાક્ય મારી નજરે પડ્યું ,
' My Valentine , My Dear Ruchi I LOVE YOU ....

મારુ જ નામ વાંચીને હું પાગલ થઈ ગઈ . આસપાસની બે /ચાર દુકાનોમાં પૂછતાં ખબર પડી કે એ ભાઈનું તો આજ સ્થળે મૃત્યુ થઈ ગયુ અને એમને એમ્બ્યુલન્સમાં લઇ ગયા ...

રુચીના માથે તો જાણે આભ તૂટી પડ્યું . હજુ તો એની એક જલક પણ જોઈ ન્હોતી અને.....

મારા એકાંત જીવનમાં ઇશ્વરે પ્રેમ કરવા પાત્ર મોકલ્યું અને હજુ તો મળું એ પહેલાં જ છીનવી લીધું . શુ ખરેખર સાહિલ ? અને એ વિચાર માત્રથી કાંપી ઉઠી . પરસેવે રેબઝેબ ...
ઘરમાં પણ પિતા સિવાય કોઈ નહોતું . અને એ પણ હંમેશા પોતાના કાર્યમાં વ્યસ્ત ...

ઘેર પહોંચતા જ સોફા ઉપર ઢગલો થઈને બેસી પડી ....
પોતાની સાથે ઇશ્વરે કરેલો અન્યાય એ ભૂલી સકે એમ નહોતી ...
ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનું ફેસબુક એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું .વ્હોટસએપ વાળો મોબાઈલ સોશ્યિલ નેટવર્ક વાળી દરેકને પોતાના જીવનમાંથી જાકારો આપી દીધો .

નાની હતી ત્યારે માં ના પ્રેમની જરૂર હતી એ પણ પ્રભુએ છીનવી લીધી . પિતાને તો પોતાના કામથી જ વિશેષ પ્રેમ હતો , અને હવે સાહિલને પણ મારાથી છીનવી લીધો .

પોતાને હજુ થોડા સમય પહેલા જ બેંકમાં સર્વિસ મળી હતી . બેંકના મેનેજર ને રુચીએ ઘણી વિનંતી કર્યા બાદ એમણે રુચિની ટ્રાન્સફર પોતાના શહેરથી કોંસો દૂર રાજ્યમાં કરાવી લીધી .

મારે પોતાને લગ્ન નથી જ કરવાની મારી જીદ આગળ પપ્પાનું પણ કંઇ ચાલ્યું નહીં ... અને અંતે હું મારું શહેર છોડીને ચાલી નીકળી ...

જિંદગીના અંતિમ વર્ષો મને ફરી મારા જુના અને જાણીતા શહેરમાં ખેંચી લાવ્યા .
રિટાયર્ડ થવાને હજુ થોડા વર્ષો બાકી હતા .
અને આજે રવિવારની રજા અને વેલેન્ટાઈન ડે ની ઉજવણીનો માહોલ ...
બગીચામાં બેઠા-બેઠા સાહિલ સાથે ચેટિંગ દ્વારા થયેલી વાતો યાદ આવતા જ મન ભરાઈ ગયું ..
અને આંખોમાંથી અશ્રુઓ સરી પડ્યા .
બગીચામાં સામેની સાઈડ વ્હીલલચેર પર બેઠેલા એક સજ્જન પુરુષ ક્યારના મને જોઈ રહ્યા હોય એવું લાગ્યું . એ જ સમયે પોતાની મસ્તીમાં દોડી રહેલા બે બાળકો એકદમથી એ વ્હીલચેર સાથે અથડાયા અને પેલા સજ્જન પુરુષનું ચેર પર બેલેન્સ ના રહેતા એકદમ ગબડી પડ્યા . અને રુચિ તુરંત એમને પકડવા દોડી ..
પોતાના બંને હાથોના સહારા વડે એને ઉભા કરી ફરી ધ્યાનથી ચેર પર બેસાડી અને ચાલવા લાગી ...

ત્યાં જ એક અવાજ આવ્યો !!!!

' હેપી વેલેન્ટાઈન ડે રુચિ '
પોતાનું નામ સાંભળતા જ અચંભિત થઈ ગઈ . પાછળ વળી ને જોતાજ લાગ્યું કે વ્હીલચેર પર બેઠેલા એ સજ્જન પુરુષનો જ અવાજ હતો ?
પાસે આવીને ધારી ધારીને જોવા લાગી .
એ સજ્જન પુરુષે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને રુચીનો ફોટો દેખાડતા બોલ્યો આ જ છે ને તું ?

રુચીના મોઢામાંથી કોઈ શબ્દ નીકળે એમ ન્હોતા ... ફક્ત એટલું જ બોલી તમે કોણ ?

હું સાહિલ .....

નામ સાંભળતા જ રુચિ ત્યાને ત્યાં ઢગલો થઈને બેસી પડી .

તો પછી... વર્ષો પેલા...

એ દિવસે મારી સાથે કારમાં અમારો ડ્રાઇવર પણ હતો અને એનું ત્યાને ત્યાં જ મૃત્યુ થયું હતું . અને એ જ એક્સીડેન્ટમાં મારા બંને પગ કપાઈ ચુક્યા હતા .
એ પછી મને મારા નસીબ પરથી ભરોસો ઉઠી ગયો હતો . અને ફરી તને મળીને તારી જિંદગી ખરાબ કરવાનો કોઈ અર્થ જ નહોતો ...
બસ આમને આમ તારી સાથે કરેલી પ્રેમભરી વાતોની યાદોને વાગોળતા વાગોળતા જ જિંદગી કાઢી નાખી .

અને હમણાં છેલ્લા અઠવાડિયાથી હું રોજ અહીં સામે બેસીને તને જોતો રહુ છું ...
એ પછી તારી વિશેની બધી જ જાણકારી મેં મેળવી લીધી ...

આ બધુ સાંભળતા જ રુચિ એક સેકન્ડની રાહ જોયા વગર દોડીને બગીચાની બહાર આવેલી ફૂલોની દુકાનમાંથી લાલ ગુલાબના ફૂલોનું બુકે લાવી સાહિલને આપતા બોલી ...
You R my valentine
Will U merry me ?

સંધ્યાનો સમય એટલે સૂરજ અસ્ત થવાનો સમય પણ રુચિ અને સાહિલની જિંદગીનો સૂર્યોદય આજે થયો હતો . અને બંને જણા સાચા અર્થમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી આનંદ માણી રહ્યા હતા .
🌹💞🌹💞🌹💞🌹
'HAPPY VALENTINE DAY '

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED