પ્રેત યોનિની પ્રીત.. - 2 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત.. - 2

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-2
આશરે 400/500 માણસો ખૂબ શ્રધ્ધા સાથે શેષનાથ ટેકરીની તળેટી સુધી પહોંચી ગયાં હતાં હવે અહીં બધાજ સાધન ચંપલ સુધ્ધાં અહીં જ ઉતારી ખૂલ્લા પગે પગપાળા ઉપર જવાનું હતું. પૂજા સામગ્રી ફળફળાદી, ફૂલો, હવન સામગ્રી અને ધાર્મિક કામની વસ્તુઓ સિવાય કંઇ જ ઉપર લઇ જવાની છૂટ ન હોતી.
અજીતે એનાં માઇક દ્વારા બધી જ જાહેરાત કરવા માંડી. જાણીતાને બધી ખબર જ હતી પણ અજાણ્યાં અને પહેલીવાર આવનારને બધી રીતે સાવધાન કરવા જરૂરી હતાં.
અજીતે માઇક પર જાહેરાત કરતાં કહ્યું. "બધાં પોતપોતાને સાધનો સાથે આવ્યા હોય એ ત્થા સાથેના પૂજા સિવાયનો સામન, ખાવાની સામગ્રી, ચંપલ જૂતા બૂટ કંઇ પણ બધાં નીચેજ ઉતારી દેજો. અહીં કોઇની કોઇ જ વસ્તુ ખોવાશે કે ચોરાશે નહીં એની હું ખાત્રી આપું છું. એકદમ સુરક્ષિત રહેશે જે ભાઇ બહેને પટ્ટો કે ચામડાની વસ્તુ સાથે હોય એ બધુ જ અહીં રાખી દેવું સાથે કંઇ જ લઇ જવું નહીં ભૂલમાં પણ ઉપર ના લઇ જતાં જો ભૂલ કરશો તો ભોગવવી પડશે એટલે અહીંથી જ ચેતવણી આપું છું.
બીજું ખાસ કે ઉપર ટેકરી ચરતાં કોઇ જ વૃક્ષ, છોડ કે કોઇ કુદરતી સંપત્તિને નુકશાન ના પહોચાડવું તોડવુ ચૂંટવું. નહીં ફક્ત જોઇને આનંદ લેવો. પ્રકૃતિ અહીં બાબાની નજરમાં સુરક્ષિત છે તેથી કોઇએ અવજ્ઞા કરી ગુનો કે પાપ કરવું નહીં માં માયા અને બાબાને સમર્પિત થઇને પૂરી શ્રધ્ધા સાથે ઉપર આવો માં સૂપર્ણ આશીર્વાદ આપી સુરક્ષિત રાખશે જ.
બધાએ સૂચનાં સાંભળી એ પ્રમાણે નીચે તળેટીમાં જ બધુ મૂકવા માંડ્યુ. ગાડીઓ ટ્રેકટર, ટેમ્પા, કાર, જે કંઇ સાધન હતાં બસો હતી બધું જ નીચે થંભી ગયું અને જરૂરી પૂજા, સામાન, શ્રીફળ વગેરે લઇને જ બધાં ઉપર આવવા લાગ્યાં.
માનસે પણ બધી સૂચના સાંભળી.. એ મનમાં ને મનમાં જ મલકાયો હું તો સાવ. એમ જ આવ્યો છું મારી પાસે તો કંઇ છે જ નહીં ડીલ પર ફક્ત કપડાં અને ગળામાં માળા બસ બીજુ કિં ઉપર લઇ જવાં છે જ નહીં. વ્યારાધી ભાડાની પબ્લીક રીક્ષામાં આવ્યો છું બસ આ ચંપલા અહીં ઉતારી લઊં અને માંનુ નામ અને બાબાનાં આશીર્વાદ સાથે ઉપર જઊં.
એક કલાકમાં તો બધુ માણસ ટેકરી ઉપર તરફ આવી જવા માંડ્યુ બધાને ખૂબ કૂતૂહુલ હતું કુદરતની લીલા જાણે અપરંપાર હતી. બધાં ધીમે ધીમે આગળ બધી રહેલાં અને જોયું કે નચે થોડું પાછું ઉતરવાનું સામે વડલાં દેખાય છે એની વિશાળ બીહામણી વડવાઇ જાણે ખસી ગઇ છે રસ્તાને જગ્યા આપી છે નદીનાં વહેણ બે બાજુ થઇ ગયાં છે. વચ્ચે સ્પષ્ટ પણ ભીનો રસ્તો દેખાઈ રહ્યો છે ચારે બાજુની જગ્યાએ લપસણી છે. આવી અદભૂત લીલા આજે નજરે જોઇ રહ્યાં હતાં. બધાં વાતો કરતાં માં નું મનમાં રટણ કરતાં આગળવધી રહ્યાં છે. અજાયબ સૃષ્ટિનું દર્શન કરી રહ્યાં છે.. આવું કેવી રીતે શક્ય છે ? નદી ખસી જાય ? તે પણ માત્ર 1 દિવસ મહાશિવરાત્રી માટે પછી પાછી ફરી જતી હશે જે રોકાયા હોય વિધી માટે જેને બાબાએ મંજૂરી આપી હોય તેઓ કેવી રીતે પાછા વળશે.
બધાંનાં મગજમાં અનેક પ્રશ્નો હતાં પણ સાથે શ્રધ્ધાનો ઉમ્ળકો પણ અપાર હતો બધાં અંદર એ રસ્તા પરથી સામે મંદરિ તરફ જઇ રહેલાં. ગોકર્ણા જે સેવક હતો એ થોડો વિચિત્ર દેખાતો હતો એનાં કાન ગાયનાં કાન જેવા મોટાં અને લાંબા હતાં નાકનાં ફોયણાં મોટાં એટલો વિચિત્ર અને ભયાનક દેખાતો હતો. ધોળે દિવસે આવો ભયંકર દેખાવ છે રાત્રે અંધારામાં તો હાડ જ બેસી જાય.
પરંતુ એનું કપાળનું તિલક અને તેજ કહેવું હતું કે ખૂબ પવિત્ર છે જરૂર ઇશ્વરની નજીકનો જીવ છે. એ બધાને માંનાં મંદિરની પાછળની વિશાળ જગ્યા તરફ જવા દોરવણી આપી રહેલો બધાં ધીમે ધીમે પાછળનાં વિશાળ મેદાન તરફ જઇ રહેલાં.
માનસ અને ગોકર્ણની આંખો મળી અને ગોકર્ણાની આંખો વિસ્સરીત થઇ એણે માનસને કહ્યું "એય છોકરાં તું અહીં મારી બાજુમાં ઉભો રહે બધાને જવા દો.. હું તને મારી સાથે લઇ જઇશ. માનસ પણ જાણે એને જાણતો હોય એવી ભાવના સાથે ચૂપચાપ બાજુમાં ઉભો રહી ગયો. અને થોડેક આગળ સ્ત્રોનાં ટોળાં આવી રહેલાં બધી જ સ્ત્રીઓ માતાની સ્તુતિ ગાતી ગાતી આવી રહી હતી.
ગોકર્ણએ સ્ત્રીઓનાં ટોળા સાથે આવી રહેલી વીરબાળાને બૂમ પાડી સૂચના આવી નદીનાં રસ્તે ચીકાશ છે બધાને કાળજીથી લાવો અને પછી પાછળનાં જે રોકાનારાં છે એ 50-60 જણાને અંદર લઇ લો પછી પ્રવેશ બંધ થઇ જશે.
આ સાંભળી ગોકર્ણ પાસે ઉભેલો માનસ બોલ્યો આપે કીધું મેં સાંભળ્યુ.. અહીં શું શું થવાનું છે ? હું પ્રથમ વાર જ અહીંની લોકવાતો સાંભળીને આવ્યો છું આકર્ષાયો છું મારે કેવું રહેવું ? મારે પણ બધી વિધી જોવી છે એમાં ભાગ લેવો છે. ગોકર્ણએ કહ્યું "તારે તો અહીં રહેવાનું જ છે ઓછામાં ઓછાં ત્રણ દિવસ ચિંતા ના કર તને બાબાએ જ બોલાવ્યો છે.. એટલે તું ખાસ છે એમ કહી હસવા લાગ્યો.
માનસ વિચારમાં પડ્યો હું ખાસ છું ? બાબાએ મને બોલાવ્યો છે ? શું છે આ બધુ ? ઠીક છે પણ હું આવવા ખૂબ અધીરો હતો અહીંની એક એક જગ્યા મને આકર્ષાય રહી છે જાણે મને પોકારી રહી છે અહીની ધરતીનાં ધબકાર હું સાંભળી રહ્યો છું ખૂબ ઉત્તેજીક છું મારે પણ જાણવું છે કે મારે અહી શું લેણદેણ છે ?
ગોકર્ણ માનસ તરફ જ જોઇ રહેલા અને સમજી રહેલો કે આને સંવેદના અને આહટ સંભળાતી સમજીતી અનુભવાતી લાગે છે. અને માનસે એકદમ જ ગોકર્ણ સામે જોઇને હાથ જોડીને બોલ્યો "આપનો શું પરિચય છે ? હું જાણે તમને ઘણાં સમયથી ઓળખતો હોઊં એવો એહસાસ થાય છે મહેરબાની કરીને જણાવશો.
ગોકર્ણ એનાં માથે હાથ દઇને કહ્યું "તું માનસ છે ને ? મારું નામ ગોકર્ણ છે અહીં બાબાની સેવામં જ રહુ છું પણ મને પણ ઉપર રહેવાની રજા નથી હું કામ હોય ત્યારે જ બાબા પાસે આવું છું એ મંગાવે એ લાવી આપું છું બાકી નીચે તળેટીમાં જો સામે મંદિર જેવું દેખાય છે એમાં જ રહુ છું એકલો.. સાવ એકલો.
માનસ નજર કરીતો નીચે દૂર દૂર તળેટીમાં ઘણી ગીચ ઝાડી વચ્ચે મંદિરનાં શીખર જેવું દેખાયુ એણે આંગળી કરી હાથ લાંબો કર્યો ? ત્યાં ? ખૂબ આશ્ચર્ય અને ભયથી પૂછ્યું ? એકલા રહો છો ?
ગોકર્ણએ કહ્યું "હાં ત્યાંજ મારું નિવાસસ્થાન છે બાબાની આજ્ઞા પ્રમાણે હવન યજ્ઞ કરુ છું આહીની વનસ્પતિ કુદરતીની સૃષ્ટિની રક્ષા કરુ છું માં બાબાનું મને રક્ષા કવચ છે.
માનસે કહ્યું "પણ આવા ગીચ જગલમાં એકલાં કેવી રીતે રહેવાય ? જંગલી જાનવરો, સર્પ, નાગ અનેક જીવાણું કેવી રીતે રહેવાય ? ગોકર્ણએ હસતાં હસતાં કહ્યું "હું એ બધાની રક્ષા કરુ છું બધાંજ મારાં મિત્ર છે મને કોઇ નુકશાન નથી પહોચાડતાં અને ફળફળાદી મારો ખોરાક છે અને મંદિર પાસે જ મીઠું પાણીનું ઝરણું વહે છે મારાં માટેનો બધોજ બંદોબસ્ત માં બાબાએ કર્યો છે.
માનસ તને ખબર છે ? તું કોણ છે ? હું તને ઓળખું છું એટલે જ તને બધુ જણાવું છું બાકી અહી કોઇને મારી સાથે વાત કરવાની હિંમત નથી મારો દેખાવ જ માં એ એવો કર્યો છે કે બધાને ખૂબ ભય લાગે છે.
માનસને થોડું આશ્ચર્ય થયુ.. એણે કહ્યું તમે બોલી રહ્યાં છો એ મારાં માટે નવાઇ પમાડે એવું છે પણ એટલું નક્કી જ કે હું જ્યારથી અહીની ધરતી પર આવ્યો છું મને એનાં ધબકારા સંભળાય છે માં માટે ખૂબ દીલ ખેચાય છે બાબાનાં દર્શન કરવાં છે સાચું કહ્યું તો કંઇક અગમ્ય જ એહસાસ છે કે મારી જન્મ સમયની મારી માં સાથેની ગાભની ઓળનો નાયણો જાણે અહીંજ જુદી થઇ છતાં હજી જાણે આ મારાં ઉદરમાં જાગ્રત લાગે છે એમ કહેતાં કહેતાં એનો આંખમાં પાણી આવી ગયાં. બધાંજ યાત્રીકો મંદિરની પાછળનાં મેદાનમાં આવી ગયાં.
હવનયજ્ઞનાં ભાગ લેનાર ત્થા ગોકર્ણ માનસને મંદિરના પ્રાંગણમાં લઇ આવ્યો. અંદર મંદિરમાં અધોરીબાબા પૂજા કરી રહ્યાં હતાં એમનાં મુખથી બોલાતી ઋચાઓ અને શ્લોકો બહાર સંભળાતાં હતાં. એકદમ નીરવ શાંતિમાં સંભળાતો ઓમકાર અને શ્લોકો કંઇક અદભૂત વાતાવરણ પ્રક્ટ કરતો હતો. બધાનાં હાથ આપો આપ જોડાઇ ગયાં હતાં.
સ્ત્રીઓનાં મંડળમાં એક યુવાન યુવતી હાથ જોડી આંખો બંધ કરી નીતરતાં આંસુએ પ્રાર્થના કરી રહી હતી અને મધરાત્રીની રાહ જોઇ રહી હતી...
વધુ આવતા અંકે .... પ્રકરણ-3