અધૂરો પ્રેમ - ૧૨ Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - ૧૨

આગળ જોયું કે જય અને ખુશી કાયરા ને શોધવાના પ્રયત્નો કરે છે....પણ તેમણે કશું મળતું નથી..છેવટે નિરાશ થઈ તેઓ હોસ્પિટલ માંથી જતા હોય છે ત્યાં જ બહાર જીયાના મળે છે.....અને તે હોસ્પિટલ માં કામ કરતી એક વૃદ્ધ નર્સ વિશે જણાવે છે.

દાદુ અને ખુશી જિયાના સાથે હોસ્પિટલમાં જાય છે.ત્યાં એક રૂમ માં વૃદ્ધ મહિલા દીવાલ તરફ મોઢું કરીને ઉભી૊ હોય છે. જય ની હિંમત જ ન થતી હતી એની સામે જવાની એટલે એ ખુશી ને કહે છે કે તે એકલી એ વૃદ્ધ નર્સ ને મળી લે...તે બહાર ઉભો રહે છે.

જીયાના : " આંટી...મારી કેબિન માં આવો...."

વૃદ્ધ નર્સ પાછળ ફરીને જોઈ છે.

નર્સ : "હા......"

જય બહાર થી બધું સાંભળતો હતો. પણ તેની હિંમત જ નહિ થઈ કે એક વાર એ મહિલા ને જોઈ....

ખુશી એ પેલી નર્સ ને જોઈ....અને બહાર આવી.

"દાદુ...એ નર્સ કાયરા દાદી હોય એવું નથી લાગતું.... મેં ફોટો જોયેલો તે અને આ નર્સ બહુ અલગ દેખાય છે...તમે જુઓ ને એક વાર....." ખુશી એ કહ્યું.

પેલી નર્સ બહાર આવી ત્યારે જય એ તેને જોઈ.

"આ કાયરા નથી......" જય એ કહ્યું.

"ચાલો દાદુ....કાયરા દાદી નહીં મળે આપને જતા રહીએ." ખુશી એ ઉદાસ થઈ કહ્યું.

એવામાં જીયાના આવી.

" ચાલો.....આપને મારી કેબિન માં બેસીએ....."

બંને જીયાના સાથે જાય છે.

જીયાના નર્સ સાથે વાત કરે છે.

"આ ખુશી છે એણે એની દાદી ને મળવું છે જે અહીં ઘણા વર્ષો પહેલાં કામ કરતી હતી....તમે કઈ જણાવી શકો છો...?"

"એનું નામ શું છે...?"

"કાયરા....કાયરા નામ છે એમનું ...."

"કાયરા.....હા ....."હજી તે કઈ બોલે એ પહેલાં જ જીયાના બોલી.....,"એમને તો કેવી રીતે ખબર હોવાની....એતો કેટલા ટાઇમ પહેલાં ની વાત છે....એવું યાદ થોડું હોય...."

જીયાના અને નર્સ એકબીજા ને જોઈ રહ્યા.પછી નર્સ એ કહ્યું....."યાદ તો નથી મને એવા કોઈ નામની નર્સ....પણ હું કોશિશ કરું....."

જીયાના : "પણ તમે તો ઇન્ડિયા નાં છો તો દાદી કેમ અહીં...,અને તમે એમને શોધો કેમ છો.....કદાચ તમે અમને કઈ કહો તો અમે તમારી મદદ કરી શકીએ અને આંટી ને પણ કઈ યાદ આવી જાય ...."

ખુશી : "મારી દાદી અહી નાં જ છે....પણ અમુક કારણો ને લીધે દાદુ અને દાદી અલગ પડી ગયેલા....એટલે અમે એમને મળવા આવ્યા છે..."

જીયાના : " પણ વિચારવા જેવી વાત છે તમને એના માટે એટલું જ લાગતું હતું તો અત્યારે જ કેમ આવ્યા..?"

જય : "ભૂતકાળ નાં પન્ના અત્યારે પાછા ખોલ્યાં એટલે ભૂતકાળ વર્તમાન માં આવી ગયું છે."

જીયાના : "એ કેવી હતી...?"

જય : "રૂપ માં તો એટલી સુંદર હતી કે એની ખૂબસૂરતી હું શબ્દો માં જણાવી શકતો નથી.એની આંખો ભૂરી હતી અને સોનેરી વાળ...એ સ્વભાવે ખૂબ જ જિદ્દી હતી .એક વાર કઈ વિચારી લે તો એ પૂરું કરી ને જ બેસતી.અત્યારે ખબર નહિ કેવી હશે.....?"

જીયાના : "તો ખુશી તમારા અને કાયરાનાં છોકરાની છોકરી છે...?

જય : "ના.....આ મારી બીજી પત્ની નિશા નાં છોકરા ની છોકરી છે."

જીયાના : "તો હવે તમે કાયરાને કેમ મળવાના....એ જીવતી પણ હશે કે કેમ.....જીવતી હોય તો પણ એનું એક ફૅમિલી હશે....તેનું શું....હા..એ વાત અલગ છે કે તમારા થી છૂટા પડ્યા પછી એને બીજા લગ્ન ન કર્યા હોય.... ?"

જય :"હું એને નહિ મળીશ....મારા લીધે એને કોઈ તકલીફ ન થવા દઈશ....એતો ખુશી ની જિદ્દ છે કે એને કાયરાને જોવી છે...અને એનું પરિવાર તો હશે જ કેમકે અમે છુટા પડેલા ત્યારે એને મહિના હતા."

જીયાના : "ચાલો.....હું મળવા લઈ જાવ...કાયરા પાસે.."

જય : "તું જાણે છે....એને..."

જીયાના : "હા...."

જય:" તો પહેલા કેમ કહ્યું નહિ..?"

જીયાના :" એ બધું છોડો....હું તમને કાયરા પાસે લઈ જાવ છું..."

જય : "કેવી છે એ....સારી તો છે ને...?"

જીયાના :"હા ...."

તેઓ જીયાના સાથે કાયરાને મળવા જાય છે.

તેઓ એક બંગલા પાસે ઊભા રહે છે. જીયાના તેના પર્સ માંથી ચાવી કાઢે છે અને દરવાજો ખોલે છે.

ઘર માં તેઓ જાય છે..

"વાઉ.... દાદુ..; કેટલું સરસ ઘર છે..."ખુશી એ કહ્યું.

"આ ઘર તારું છે.....?" જય એ પૂછ્યું.

"કાયરા નું....." જીયાના એ કહ્યું.

"ક્યાં છે કાયરા઼....?"જય એ પૂછ્યું.

જીયાના એક રૂમ માં ગઈ.જય અને ખુશી પણ સાથે ગયા.જય એ રૂમ માં જોયું તો એના પગ નીચે થી જમીન જ ખસી ગઈ. સામે પલંગ પર કાયરા ‍સૂતેલી હતી. તેની આજુબાજુ બધા મશીનો મૂકેલા હતા. જય એકદમ ગભરાય ગયો....અને કાયરા પાસે જઈ જીયાના ને પૂછ્યું," આ શું થયું...મારી કાયરાને...?" તેની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા.જય ને સપના માં પણ ખ્યાલ ન હતો કે તે કાયરા ને આવી હાલત માં જોશે.

ખુશી દાદુ પાસે જઈ બોલી..,"દાદુ.... શાંત થઈ જાવ..."

જીયાના : "એ કોમા માં છે...સાત વર્ષો થી.... એ આપણે સાંભળી શકે છે અને જોઈ શકે છે.....પણ બીજી કોઈ ક્રિયા કરતા નથી અને મારા સિવાય કોઇને ઓળખતા પણ નથી ."

જય : " એને સારું ક્યારે થશે....?"

જીયાના : "કઈ કહી ન શકાય....ગમે ત્યારે કશું પણ થઈ જાય...."

જય: "એના પરિવાર માં કોઈ નથી.....?"

જીયાના : "એક છોકરી છે એમની અને એને એક છોકરો છે ....બીજું કોઈ નથી.."

જય : "પણ એને આવું થયું કેવી રીતે...?"

જીયાના : "એક દિવસ ઇન્ડિયા થી ફોન આવ્યો હતો એ ખુશી માં એ જલ્દી જલ્દી ફોન ઊચકવા ગયા એમાં દાદર પર થી પડી ગયા..."

જય: "ઇન્ડિયા થી....ઇન્ડિયા થી કોને ફોન કર્યો....?"

જીયાના : " એ મને નથી ખબર...."

ક્રમશ......