Adhuro Prem - 10 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - 10

આગળ જોયું કે જય નાં બાપુજી જય માટે છોકરી જોવા જાય છે.છોકરી ગમી જતાં તેઓ તેના બાપુજી ને હા પણ કહી દે છે . જય ને લગ્ન ન કરવા હોવા છતાં પિતા ની મરજી અને ઈજ્જત ને લીધે તે છોકરી ને જોવા જાય છે.જય નિશા ને હા કહી દે છે....પણ તેના મન માં હજીય કાયરા વસેલી છે.

જય નિશા ને વિવાહ માટે હા કહી દે છે.રિવાજ મુજબ છોકરા છોકરી ની હા થાય તો તેમને ત્યાંથી જ મંદિરે એકલા મોકલવામાં આવે છે. એ જ જય અને નિશા સાથે પણ બન્યું. બંને પરિવાર એ એકબીજા ને મીઠાઈ ખવડાવી અને નિશા અને જય ને નજીક માં આવેલા ભગવાન શિવના મંદિરે જવા કહ્યું.

જય અને નિશા મંદિર જવા નીકળ્યા.મંદિર નજીક જ હતું એટલે બંને ચાલતાં જ ગયા. થોડી વાર માં મંદિર આવી ગયું. બંને દર્શન કરી મંદિર ની બહાર નીકળ્યા.

નિશા એ કહ્યું , "સાંભળો છો....?"

"હા...શું કહે..?" જય એ પૂછ્યું.

"આપણે થોડી વાર અહીં મંદિર નાં ઓટલે બેસીએ...?" નિશા એ પૂછ્યું.

"હા...મને કોઈ વાંધો નથી..." જય એ કહ્યું.

બંને મંદિર નાં ઓટલે બેઠા.

"તમે ખુશ તો છો ને.....?" નિશા એ ધીમે થી પૂછ્યું.

"હા....કેમ આમ પૂછે..?" જય એ પૂછ્યું.

"કેમકે તમે કઈ ચિંતા માં હોય એવું મને દેખાય છે તમારા મોઢા પર ......" નિશા એ કહ્યું.

"ના.....એવું કંઈ નથી..." જય એ કહ્યું.

"તો ઠીક છે....." નિશા એ કહ્યું.

"તારી મરજી થી જ થાય છે ને આ મેરેજ....ઘર માંથી કોઈ દબાણ નથી ને તને.....?" જય એ કહ્યું.

"ના.....મને કોઈ દબાણ નથી...." નિશા એ કહ્યું.

"મારે તને કઈ કહેવું છે...?" જય એ કહ્યું. તે હવે વધારે મન માં રાખી શકતો ન હતો.

"હા...બોલો ને...." નિશા એ કહ્યુ.

"હું હમણાં જ લંડન થી આવ્યો છું....લંડનમાં મારું આખું જીવન જ બદલાય ગયું...." જય એ કહ્યું.

"એવું તો શું થયું...?"નિશા એ કહ્યું.

"લંડન માં એક છોકરી હતી.....કાયરા......અમે એકબીજા ને પ્રેમ કરતા હતા....તેના પેટ માં મારા પ્રેમ ની નિશાની પણ છે.....પણ અમારા પ્રેમ ને દુનિયા ની નજર લાગી ગઈ....." જય એ કહ્યું.

"કેમ..,...?" નિશા એ પૂછ્યું.

જય એ લંડન માં વીતેલી તમામ યાદો કહી સંભળાવી.

"તો હવે તમે એની પાસે નહિ જશો.....?" નિશા એ કહ્યું.

"ના.....જવાનું તો હવે સંભવ જ નથી.." જય એ કહ્યું.

"અને તમારી સંતાન...." નિશા એ પૂછ્યું.

"જેને ને જોયો જ નથી તેના માટે હું વિચારી ને પણ શું કરું..." જય એ કહ્યું.

"તો હવે તમારે શું કરવું છે...?" નિશા એ પૂછ્યું.

"મારા હાથ માં કશું નથી.....પણ હું તને અંધારા માં રાખવા માંગતો ન હતો એટલે મેં તને કહી દીધું હવે જે કરવાનું છે તે તારે કરવાનું છે....તારા હાથ માં છે..." જય એ કહ્યું.

"હું તો તમારી સાથે જ વિવાહ કરીશ...." નિશા એ કહ્યું.

"હું બીજા કોઈ ને પ્રેમ કરું છું એવું જાણવા છતાં તું મારી સાથે વિવાહ કરવા માંગે છે....?" જય એ કહ્યું.

"હા....કેમકે એ તમારું અતીત હતું...અને હું તમારું આજ છું....અને ભવિષ્ય પણ......અને જે વ્યક્તિ વિવાહ થવા પહેલાં જ મારા થી એના જીવન ની બાબતો છૂપાવી શકતો ન હોય તેની સાથે મારું ભવિષ્ય સારું જ હશે અને મને પોતાના પર એટલો વિશ્વાસ છે કે હું એની જગ્યા તો નહીં લઉં પણ એના થી વધારે તમારા દિલ માં મારી જગ્યા જરૂર બનાવી દઈશ...." નિશા એ કહ્યું.

"શું.......તને એટલો બધો વિશ્વાસ છે પોતાના પર....?" જય એ કહ્યું.

"હા.......પોતાના પર પણ અને પ્રેમ પર પણ....કેમકે મારી મમ્મી એ મને સમજાવ્યું હતું કે પ્રેમ બધું બદલવાની તાકાત રાખે છે....તો તમે કોઈ ચિંતા વિના મારી સાથે વિવાહ કરી શકો છો..." નિશા એ કહ્યું.

"તે મારા મન પર થી બોજ ઉતારી દિધો.....તારા વિશ્વાસ પર હું પણ વિશ્વાસ કરી ને હું તારી સાથે વિવાહ કરવા તૈયાર છું...." જય એ કહ્યું.

"તો ચાલો , હવે આપણે ઘરે જઈએ ......બધા રાહ જોતા હશે...." નિશા એ કહ્યું.

"હા...ચાલ..." જય એ કહ્યું.

બંને ત્યાં થી નીકળી ઘરે ગયા.ઘરે ગયા ત્યારે બંને ને જાણવા મળ્યું કે તેમના વિવાહ ની તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને એ ચાર દિવસ પછી જ છે.

જય:"બાપુજી....એટલી પણ શું ઉતાવળ છે..એક મહિના પછી લગ્ન કરીશું ને...."

બાપુજી : "દીકરા.....જેટલા જલ્દી વિવાહ થાય એટલું સારું છે....અને નિશા નાં મમ્મી ની તબિયત પણ સારી રહેતી નથી.....નિશા ને સુરક્ષિત હાથો માં જતા જોઈ શકે ને.... સમજને..."

જય : "નિશા...તું તૈયાર છે ને.....?"

નિશા : "હા...મને કંઈ વાંધો નથી....."

જય અને બાપુજી તેમના ઘરે જતા રહ્યા.

તે જમાના માં ફોન ન હતો એટલે પત્ર વ્યવહાર જ ચાલતો. બીજા દિવસે સવારે જય ને ઘરે પત્ર આવ્યો.જય એ પત્ર ખોલ્યો.નિશા નાં નામ નો પત્ર હતો. તેમનો પહેલો પ્રેમ પત્ર.....જય એ પત્ર વાંચ્યો.

""આવ્યા મારા જીવન માં એક એવી વ્યક્તિ...
જેને જોઈ ને મન માં વાગી અજીબ ગંટડી.....
ક્યારેય જાણ્યું ન હતું આવશે એક એવી પણ ઘડી..
કે જે ચૂરાવી લેશે મારા મન ના ચેન અને ચિત્ત...
પેહલી નજર માં બની ગયા તમે મારા મન મિત્ત..
હવે વિસરાય ગઈ બધી સમાજ ની રૂઢિ રીત.....""

પત્ર વાંચી જય ખુશ થઈ ગયો. પણ લગ્ન ની તૈયારી માં તે નિશા ને તેના પત્ર નો જવાબ આપવાનો જ ભૂલી ગયો. સીધા તે બંને લગ્ન મંડપ માં જ મળ્યા.

[વાર્તા વર્તમાન માં જાય છે..]

દાદુ : "તો એવી રીતે અમારા મેરેજ થયેલા..."

ખુશી : " તો દાદુ....લગ્ન પહેલા જ તમને દાદી થી પ્રેમ થઇ ગયેલો....?"

દાદુ : "ના.....પ્રેમ તો મને લગ્ન પછી થયો...જ્યારે અમે તકલીફ માં હતા....એ નિશા ની જ મહેનત નું પરિણામ છે કે આજે આપણે આટલા સુખી છે."

ખુશી :" તકલીફ માં એટલે...શું થયું હતું .?"

દાદુ : "લંડન થી આવ્યાં પછી મે સ્ટીમર માં નોકરી છોડી દીધી અને લગ્ન માં ખર્ચો ઘણો થઈ ગયો હતો. એટલે મેં મારા બાપુજી નો કાપડ નો ધંધો કરવાનું વિચાર્યુ. પણ તે ફરી થી ચાલુ કરવા પૈસા ન હતા.ત્યારે તારી દાદી એ મને પૂછ્યા વગર એના દાગીના ગીરવે મૂકી પૈસા મને આપ્યાં હતાં.ધંધો ચાલુ કર્યા પછી પણ એ ઘર નું બધું કામ સવારે પૂરું કરી દેતી અને પછી મારી સાથે કારખાને કામે આવતી. તે જમાના માં આ બહુ મોટી વાત કહેવાતી.ત્યારે તો ઘર માં થી છોકરીઓ બહાર જતી પણ નહિ....પણ તારી દાદી એ સમાજ ની ચિંતા છોડી મારી હંમેશા મદદ કરી હતી. તેનો આ જ સ્વભાવ મને ઘણો ગમી ગયો હતો.એ એક રોબોટ જેવી હતી. ઘર માં સસરા નું અને મારું ધ્યાન પણ રાખતી અને બહાર કારખાના માં પણ કાપડ બનાવવું રંગ,ડિઝાઇન પસંદ કરવી બધું જ કરતી હતી...પણ ક્યારેય એને મને એવું નથી કહ્યું કે હું થાકી ગઈ છું...અમારા મેરેજ નાં ત્રણ વર્ષ પછી તારા પપ્પા નો જન્મ થયો હતો.ત્યાર સુધી માં તો અમારો કાપડ નો ધંધો અને અમારો પ્રેમ પણ આગળ પડતો બની ગયો હતો.લગ્ન પછી મને ક્યારેય કાયરાનો પ્રેમ યાદ નથી આવ્યો.હા...કાયરા યાદ આવતી હતી પણ તે પણ એક મિત્ર ની જેમ....કેમકે ખરો પ્રેમ તો મને તારી દાદી સાથે થયો હતો...તેણે જ મને શીખવ્યું હતું કે પ્રેમ કોને કહેવાય."

ખુશી :"વાહ્....દાદુ એટલે તમે કાયરા કરતા દાદી ને વધારે પ્રેમ કરો છો..."

દાદુ :" હા.....નિશા એ મંદિર માં જે કહ્યું હતું તે તેણે સાબિત કરી બતાવ્યું..."

ખુશી : " અત્યારે કાયરા શું કરતી હશે એવો તમને વિચાર નહીં આવે દાદુ......?"

દાદુ : "હા..આવે ને....પણ હું એને યાદ કરી ને મારી નિશા ને એક પળ માટે પણ ભૂલવા નથી માંગતો....એટલે મારે જાણવું નથી કે એ અત્યારે શું કરતી હશે..."

ખુશી : "પણ દાદુ....મારે તો જાણવું છે ને...મારે એને મળવું છે..."

દાદુ : "મને એના વિશે કશું ખબર નથી.... આટલા વર્ષ થઈ ગયા એ જીવતી પણ હશે કે કેમ...તું એના વિશે જાણી ને શું કરવાની....?"

ખુશી : " બસ...મારે તો જાણવું જ છે...અને બતાવવું છે કે એનામાં અને મારી દાદી માં શું ફરફ છે...."

દાદુ : " ભૂતકાળ નાં પાના જેટલા ખોલવામાં આવે તે એટલું જ વર્તમાન અને ભવિષ્ય પર અસર પણ કરે.."

ખુશી : "ઓહ્ દાદુ....હું છું ને હવે....ચાલો મને લંડન નું એડ્રેસ આપો.."

ક્રમશ.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED