Adhuro Prem - 2 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - 2

આગળ જોયું કે જય અને આનંદ સ્ટીમરમાં લંડન જાય છે.તેઓ ત્યાં સાત દિવસ રોકાવાના હતા તેથી ત્યાં જલ્દી કામ પટાવી બચેલા ત્રણ દિવસ લંડન ફરવાનું વિચારે છે.

જય અને આનંદ તેમજ તેમના સાથીઓ લંડનનાં અલગ અલગ સ્થળોની મજા માણતા હતાં. ફરીને રાતે તેઓ હૉટલ જતાં જ હતાં કે રસ્તામાં એક બેફામ કાર આવીને જય અને આનંદને અડફેટમાં લઈ લે છે. આનંદને નાની એવી ઈજા થાય છે પણ જય ની હાલત એકદમ ગંભીર બની જાય છે.

આનંદ ઊભો થઈ જય પાસે ગયો. જયનું લોહી વહેતું જોઈ આનંદ એ આજુબાજુ લોકો પાસે મદદ માંગી ત્યારે એક મહિલાએ એમ્બ્યુલન્સને બોલાવી અને જયને હોસ્પિટલમાં દાખલ કર્યો.

આનંદ: ડૉક્ટર , જયને કેવું છે?

ડૉક્ટર : ડોન્ટ વરી.....હી ઈઝ ફાઈન નાવ..... પણ તેનાં પગમાં ફેક્ચર થયું છે અને માથામાં પણ ઈજા થઈ છે એટલે પુરેપુરો બૅડ રેસ્ટ કરવો પડશે.

આનંદ : પણ અમારે તો બે દિવસમાં ઇન્ડિયા જવાનું છે....

ડૉક્ટર : ઈન્ડિયા એનાથી તો ના જવાશે.....

આનંદ : હું એને મળી શકું ?

ડૉક્ટર : યા સ્યોર , પણ એ હમણાં બેહોશ છે. તેને હોંશમાં આવતા સમય લાગશે.

આનંદ : ઓકે , ડૉક્ટર....

જય ધીમેથી આંખો ખોલે છે અને આજુબાજુ જોઈ છે. માથામાં થયેલી ઈજાઓમાં પીડા થતાં તે માથા પર હાથ અડે છે અને બેઠો થાય છે ત્યાં એક નર્સ આવે છે.

"વેર ઈઝ માય ફ્રેન્ડ આનંદ....." નર્સ સામે જોતા જય એ પુછયું.

"હિ'ઝ નૉટ હિયર નાવ...." નર્સ એ કહ્યું.

થોડી વાર પછી આનંદ આવ્યો.

"જય, સારું છે હવે તને..?" આનંદે કહ્યું.

"હા, થોડું માથું દુખે છે......પણ મારા પગમાં શું થયું છે આટલાં બધાં પાટાં કેમ બાંધ્યા છે....પગ ઉંચકાતો પણ નથી."
જય એ કહ્યું.

"તારા પગનાં હાડકાંમાં સાત તડ પડી છે એટલે આ પાટાં બાંધ્યા છે અને એક મહિના સુધી તારે અહીં જ રહેવું પડશે."આનંદ એ કહ્યું.

"શું......, કાલે તો આપણે જવાનું છે..." જયે કહ્યું.

"હા.....પણ તું નહિં.... અમે. ડોક્ટરની વાત થઈ ગઈ છે અહીં ......તું સારો થઈ જાય ત્યાં સુધી અહીં રહી શકે છે....તારું રહેવાનો જમવાનો ખર્ચ જેણે એકસીડન્ટ કર્યું તે કરશે." આનંદ એ કહ્યું.

"પણ ઘરે રાહ જોશે મારી...." જય એ કહ્યું.

"તેની ચિંતા તું ન કર....હું પહોંચીને કહી દઈશ." આનંદ એ કહ્યું.

"સારું....." જય એ કહ્યું.

"હવે હું જાઉં છું જવાની તૈયારી કરવાની બાકી છે." આનંદ એ કહ્યું.

આનંદ જતો રહ્યો. જય રુમમાં એકલો હતો. તેને પાણી પીવું હતું એટલે તે બેઠો થયો અને પાસે ટેબલ પર મુકેલા પાણીનાં ગ્લાસ તરફ હાથ લંબાવ્યો પણ હાથ બરાબર ન પહોંચતા ગ્લાસ ટેબલ પરથી પડી ગયો.

ગ્લાસનો તુટવાનો અવાજ આવતા નર્સ રુમમાં આવી.

નર્સ : સર , શું જોઈએ છે?

જય : મને પાણી પીવું છે.

નર્સ પાણી આપતાં બોલી : તમને કંઈ જરૂર હોય તો મને બોલાવજો....હું આવી જઈશ.

જય : યોર નેમ....?

નર્સ : કાયરા

જય : નાઈઝ નેમ..

નર્સ : અને તમારું

જય : જયવીર

નર્સ : જય...વીર... આર યુ ઈન્ડિયન....

જય : યસ...આમ ઈન્ડિયન...

નર્સ : ઓહ....

આમ બે દિવસ વીતી ગયાં.આનંદ ભારત જતો રહ્યો હતો.
અને બીજી બાજુ જય હોસ્પિટલમાં એકલો..અજાણ દેશમાં..

એક દિવસ જય કાયરા(નર્સ) પાસે કાગળ અને પેન મંગાવે છે.

કાયરા : કાગળ?

જય : હા, મારી ફેમેલી મારી રાહ જોશે એટલે હું એમને પત્ર
મોકલી દઉં.

કાયરા : શું ફરક પડી જાય....નહીં મોકલો તો..

જય : ઘણો ફરક પડે....હું ઇન્ડિયન છું...અમારી સંસ્કૃતિમાં પરિવાર વચ્ચે અપાર પ્રેમ હોય છે.....એટલો પ્રેમ કે અહિં મારી આવી હાલત છે તેનો અહેસાસ આટલાં મિલ દૂર પણ મારાં પરિવાર ને થઈ ગયો હશે.

કાયરા : આર યુ સિરિયસ.....? એવું પણ હોય....

જય : યા અફકોર્સ.....ટ્રસ્ટ મી...

કાયરા : નો... નેવર

જય : જયારે તને પ્રેમ થશે ત્યારે જાણી જશે...

કાયરા : પ્રેમ......અને હું

(કાયરા હસીને જતી રહી..)

જય ત્યાં એકલો હોવાથી મેગેઝિન અને છાપું વાંચીને સમય કાઢતો. ઘણી વાર કાયરા સાથે વાતચીત કરતો.કાયરા જયની ખુબ દેખભાળ રાખતી....એક નર્સ ની રીતે.....

ક્રમશ........

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

ગુજરાતી ભાષામાં વાર્તા છે એટલે એને માન આપવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ઓછો કર્યો છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED