Adhuro Prem - 6 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - 6

આગળ જોયું કે કાયરા માતા બનવાની છે એ વાત જાણી તેનાં માતા-પિતા જય નો વિરોધ કરે છે. કાયરા નાં પિતા વિવાહ કરાવવા પહેલા ત્રણ શરતો જય સામે મૂકે છે.ત્રીજી શરત સાંભળતાં જ જય કાયરા ને એકલા માં લઈ જઈ વાતચીત કરે છે..

જય : " તું મને પ્રેમ કરતી હોય તો ચાલ...હમણાં જ મારી સાથે બધું છોડી ને...!"

કાયરા : " જય આ તું શું કહે છે.....શું કામ જાવ છોડી ને.. ?"

જય : " તારા મોમ ડેડ ને આપણો પ્રેમ નથી દેખાતો એટલે આવી બધી શરતો રાખે છે..આપનો પ્રેમ કોઈ શરતો ને આધીન નથી....એટલે આપણે અહીં નથી રેહવાનું..."

કાયરા : "હા...પણ એ મારા મોમ ડેડ છે એમને મારા ભવિષ્ય ની ચિંતા છે એટલે આવું બધું કહે છે.....અને મને એમની શરતો માં કંઈ ખોટું નથી દેખાતું."

જય(ગસ્સેથી) : " તારું ભવિષ્ય..... એમાં તારા ભવિષ્યનું શું વિચારે છે...? એક માબાપ તેની છોકરી માટે એવું વિચારે છે કે એનો પતિ એને ખુશ રાખે....પોતાના કરતાં પેહલા એમની પુત્રી નું વિચારે....જ્યારે છોકરી પોતાના માબાપ નાં ઘરે આવે ત્યારે તેના મોઢા પર ખુશી હોય....એનાથી વિશેષ બીજું એમના માટે એટલું મેટર નથી કરતું....અને મેં પહેલી બે શરતો સ્વીકારી જ છે ને...હજી શું જોઈએ એમને..."

કાયરા : " તારા ગુસ્સે થવાથી કશું થવાનું નથી....ફક્ત ધર્મ બદલવા જ કહ્યું છે ને એમાં ખોટું શું છે....?"

જય : " હું તને તું જેવી છે તેવી સ્વીકારી શકતો હોઉં તો તારે પણ મને આજ રીતે સ્વીકારવો જોઈએ.... મેં તને ક્યારેય નથી કહ્યું કે તું હિન્દુ બની જા...નાં મેં તને કહ્યું છે કે પોતાની પહેચાન બદલી નાખ...."

કાયરા : " હા...જય હું જાણું છું...પણ વાત મારા ફૅમિલી ની છે....એ લોકો કદી એક હિન્દુ ને પોતાના ઘર માં સ્થાન નહિ આપશે....તું મારા માટે એટલું નથી કરી શકતો..હું નથી ઈચ્છતી કે અહીંનાં લોકો મારા બેબી થી હિન્દુ હોવા ને લીધે દૂર રહે..."

જય : " એટલે જ કહું છું ને ચાલ.....મારી સાથે....આપને અહીં થી દૂર જતા રહીએ.."

કાયરા :" મેં તને પહેલાં જ કહેલું કે આપને લંડન માં જ રહીશું....ઇન્ડિયા નહિ...."

જય (ગુસ્સાથી): " પણ લંડન માં તો અલગ રહી શકીએ ને.....કે પછી તારે આવવું જ નથી...?"

કાયરા : " મેં તને કહ્યું કે મારા બેબી થી લોકો દૂર રહે એ હું ક્યારેય સ્વીકારીશ નહીં.....તારે ડીસાઈડ કરવાનું છે કે તારે મારી સાથે રહેવુ છે કે પછી પોતાની જીદ ચલાવવી છે.."

જય : "તો ઠીક છે.....પણ જો મેં તને કહ્યું હોતે કે તું હિન્દુ બની જા.....તો તું શું કરતે....?"

કાયરા મૌન રહી.

જય : " તારો જવાબ હું જાણું છું...કાયરા....પણ હવે મારો જવાબ પણ સાંભળી લે....તે મારા પ્રેમ ને અપનાવવાને બદલે તે એ સંતાન નાં ભવિષ્ય વિશે વિચાર્યું જે હજી દુનિયા માં આવ્યું પણ નથી....તો હવે તું એની સાથે જ રેહજે.... આજ પછી હું તારી પાસે કયારેય નહીં આવું....હા,પણ જો તને તારી ભૂલ નો અહેસાસ થાય તો તું મારી પાસે આવી શકે છે....હું તને માફ કરી દઈશ....જાણે છે કેમ..કેમકે મારા હિન્દુ ધર્મ એ મને શીખવ્યું છે કે કોઈ ભૂલ કરે અને એ માફી માંગે તો તેને માફ કરી દેવું..."

જય જવા લાગ્યો...અને જતા જતા તેણે કાયરાને કહ્યું...."તું ભલે મને ભૂલી જાય પણ એ યાદ રાખજે...કે હું મારા છેલ્લાં શ્વાસ સુધી તને ક્યારેય ની ભૂલીશ."

જય જતો રહ્યો.

કાયરા મન માં વિચાર કરતી જ રહી ગઈ કે જય મને આમ છોડી ને જતો રહ્યો.
કાયરા નાં મોમ ડેડ એ જય વિરુદ્ધ કાયરાનાં કાન ભરવાના શરૂ કરી દીધાં.

કાયરા નાં ડેડ: " તું કહેતી હતી ને કે જય તું કહેશે એટલું જ કરશે....જોયું.., એ જતો રહ્યો ને....એક વાર પણ તારો વિચાર કર્યો..!"

આ બાજુ જય કાયરા નાં ઘર ની બહાર ગુસ્સા માં નીકળી તો ગયો પણ રસ્તા માં ચાલતાં ચાલતાં ક્યાં જતો હતો તે પણ એને ભાન રહ્યું નહીં...એ પૂરો તૂટી ગયો હતો....એને મન માં એવું જ હતું કે હમણાં કાયરા એને પાછળ થી બુમ પાડશે...પણ એવું કશું થયું નહીં..તે ગાર્ડન ની એક બેન્ચ પર બેઠો....તેને કાયરા સાથે વિતાવેલા એક એક પળ ની યાદ આવતી હતી. તેની આંખો માંથી આંસુ વહેતાં હતાં પણ એને રોકવા વાળું કોઈ ન હતું...

તે થોડી વાર પછી પાછો ચાલવા લાગ્યો...રસ્તા માં પેલી નદી આવી જ્યાં કાયરા એ સિક્કો નાખી વિશ માંગેલી....જય ને નદી જોઈ એ યાદ આવવા લાગ્યું કે કાયરા એ માંગ્યું હતું કે આપને આવી રીતે જ હંમેશા સાથે રહેશું..જય ની આંખો માંથી આંસુ છલકાવા લાગ્યા.

" વિશ તો તે માંગેલી...તારી વિશ પણ તું પૂરી ન કરી શકી...કાયરા...કેમ તું સમજી નાં શકી..." જય રડતા રડતા બોલ્યો.

વિચારોમાં ડૂબી જય નદી સામે જોઈ રહ્યો..

"જે જીવન માં કાયરા નથી તે જીવન શું કામ જીવું અને કોના માટે જીવું..?" જય મન માં વિચાર કરતા કરતા નદી માં કૂદવા જ જતો હતો કે પાછળ થી અવાજ આવ્યો...

જય.....

ક્રમશ.....

આગળ નો ભાગ : 1 /3 /2019


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED