અધૂરો પ્રેમ - 8 Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - 8

આગળ જોયું કે જય અને કાયરા‌ હવે અલગ થઈ ગયા છે. કાયરા‌ ને મનાવવાની જય ની બધી જ કોશિશ નાકામ રહી હતી.છેવટે જય પાસે ઇન્ડિયા જવા સિવાય છૂટકો જ ન હતો.

જય ઇન્ડિયા જવા નીકળી જાય છે પણ કાયરા‌ એને મળવા પણ નથી આવતી.

[ વાર્તા વર્તમાન માં આવે છે.]

"તો દાદુ તમે ઇન્ડિયા આવી ગયા.....?" ખુશી એ પૂછ્યું.

" હા....હું ઇન્ડિયા આવી ગયો." જય દાદુ એ કહ્યું.

" દાદુ એણે તમને આમ છોડી દીધા....તો શું એ તમને પ્રેમ ના કરતી હતી....?" ખુશી એ પૂછ્યું.

"પ્રેમ તો એ મને ઘણો કરતી હતી પણ એ અમારા બેબી માટે વિચારતી હતી...."દાદુ એ કહ્યું.

" એ તમને ઘણો નહીં.....અધૂરો પ્રેમ કરતી હતી.." ખુશી એ કહ્યું.

"અધૂરો....?" દાદુ એ પૂછ્યું.

" હા...તમે જ કહ્યું હતું ને કે પ્રેમ માં એ જરૂરી નથી કે આપણે હંમેશા સાથે જ રહીએ....જરૂરી એ છે કે એકબીજા નાં મન અને યાદો હંમેશા સાથે રહે અને પ્રેમ ક્યારેય કોઈને અનૈતિક બંધન માં બાંધતો નથી....એનો તો પ્રેમ જ તમારા માટે બંધન બની ગયો....દાદુ..એટલે એ પ્રેમ તો કરતી હતી પણ પૂરેપૂરો નહિ...." ખુશી એ કહ્યું.

"મારા મનમાં એના માટે કોઈ નફરત નથી.." દાદુ એ કહ્યું.

"પણ....દાદુ...એ જો તમારી સાથે ઇન્ડિયા આવી ગઈ હોતે તો આજે આટલા મોટા મેન્શન માં રહેતી હોતે...અને આટલા મોટા બીઝનેસ મેન ની વાઇફ તરીકે ઓળખાતી હોતે." ખુશી એ કહ્યું..

" તને તો ખબર છે આજે જે કંઈ છે તે બધું તારી દાદી ને લીધે છે....અને એ હોતે તો તું પણ નહિ હોતે ને.....મારી નીશા ની પડછાય...." દાદુ એ ખુશી નાં ગાલ પર હાથ મૂકી પ્રેમ થી કહ્યું.

"દાદુ એક વાત પૂછું...?" ખુશી એ કહ્યું.

"હા....બોલ.." દાદુ એ કહ્યું.

"તમે કાયરા‌ ને પ્રેમ કરતા હતા.... તો દાદી સાથે મેરેજ કેવી રીતે કર્યા...? તમે એને એમજ ભૂલી ગયા...?"
ખુશી એ પૂછ્યું.

"પ્રેમ કર્યો હોય તો એમજ થોડી નાં ભુલાય.." દાદુ એ કહ્યું.

[વાર્તા પછી ભૂતકાળ માં જાય છે..]

જય સ્ટીમર માં બેઠો છે ઇન્ડિયા પહોંચવાની તૈયારી જ છે.
થોડા સમય બાદ તે તેના ઘરે પહોંચે છે અને દરવાજા પાસે ઊભો રહે છે.

અંદર થી જય ની બહેન કૃપા બહાર આવે છે અને જય ને જોઈ છે.

કૃપા : બાપુજી.....બાપુજી...જય આવી ગયો.

બાપુજી બહાર આવે છે. જય તેમની પાસે જઇ પગે લાગે છે કૃપા અને બાપુજી ને ગળે મળે છે.

બાપુજી :" આટલા મહિના થઈ ગયા.....ક્યાં હતો તું અને શું થયું હતું તને...આનંદ કહેતો હતો કે અકસ્માત થયો હતો તમારો....તું ઠીક તો છે ને...બેટા...?"

જય :" હા....બાપુજી , હું સારો છું...પહેલાં તમે બેસો હું કહું છું બધું..."

જય બાપુજી ને ખાટલા પર બેસાડે છે.

જય : "બાપુજી લંડન માં એક્સિડન્ટ થયેલું એટલે પગ માં વાગ્યું હતું. ડોક્ટર એ આરામ કરવા કહ્યું હતું એટલે હું નાં આવી શક્યો. હવે મને સારું છે ચિંતા નાં કરો.."

બાપુજી : " સારું કંઈ નહિ..બેટા..., હવે તારે કશે જવાનું નથી. હું તને ભારત ની બહાર જવા જ નહિ દઉં...તું એ નોકરી છોડી દે અને અહીંજ કંઈ બીજું કામ કરજે..."

જય : "ઠીક છે....બાપુજી"

કૃપા :"તું ઠીક તો છે ને જય......ઉદાસ દેખાય છે.. કંઈ થયું છે....?"

જય :" નાં... કંઈ નથી થયું....."

જય રૂમ માં જતો રહે છે. એ કોઈ સાથે વધારે વાત ન કરતો...બરાબર ખાતો પણ નહીં....એટલે ઘર માં બધા ને જય નો આવો વ્યવહાર અજીબ લાગતો.જય સાથે ઘર માં બધા એ બાબતે વાત કરતા પણ જય બધું ઠીક છે એમજ કહી દેતો. આખરે કૃપા એ બાપુજી ને કહ્યું કે જય નાં મિત્ર આનંદ ને ઘરે બોલાવી જય સાથે વાત કરાવે.
ત્યારે બાપુજી આનંદના ઘરે ગયા. ત્યાં બાપુજી આનંદ ના પિતા ને મળે છે.

આનંદ ના પિતા :" હું તમારી પાસે જ આવતો હતો..…"

બાપુજી :"કેમ કઈ કામ હતું....?"

આનંદ ના પિતા :" હા....એ મારા નજીક માં એક છોકરી છે....દેખાવડી છે અને ગુણી પણ છે.....એની તમારા જય સાથે વાત ચલાવવી હતી."

બાપુજી :"હા....હા...એમ પણ જય ઉંમર લાયક થઈ ગયો છે...."

આનંદ ના પિતા : "તો ચાલો ,હમણાં જ મારી સાથે....હું છોકરી બતાય દઉં...તમે જોઈ લો...પછી જય ને વાત કરજો.."

બાપુજી :" હા..ચાલો ત્યારે..."

બંને જય માટે છોકરી જોવા જાય છે.

ક્રમશ......