અધૂરો પ્રેમ - 1 Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - 1

એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું.

"દાદુ......દાદુ, આ કોણ છે?" તેણે ફોટો બતાવતાં કહ્યું.

"આ તને કયાંથી મળ્યો?" જયવીર ઉર્ફે દાદુ એ કહ્યું.

"દાદુ.....પહેલાં એ તો કહો આટલી બ્યુટીફૂલ છોકરી છે કોણ?"ખુશીએ પુછયું.

દાદુ ફોટો જોતાં વિચારમાં ડૂબી ગયા. ખુશીએ બે વાર કહ્યું દાદુ....દાદુ ....ત્યારે તેનાં દાદુ નું ધ્યાન ખુશી તરફ ગયુ.

"દાદુ.....ક્યાં ખોવાઈ ગયા...કહોને...આ કોણ છે.?" ખુશીએ કહ્યું.

"એ....હું નથી જાણતો..."દાદુ એ કહ્યું.

"ઓહ્....દાદુ હું હવે નાની નથી રહી......તમારા કબાટમાં દાદીનાં ફોટા સાથે આ ફોટો પણ સાચવીને મુક્યો હતો..અને આને હું તો જાણતી નથી એટલે આ કોઈ સ્પેશિયલ વ્યક્તિ જ હશે.......ઘણી ખાસ...નઈ..." ખુશીએ દાદુ સામે મલકાઈને જોતાં કહ્યું.

દાદુ ખુશીને જોતાં જ રહી ગયાં.

(અહીં દાદુ અને ખુશી વચ્ચે દાદા-પોતી કરતાં ફ્રેન્ડનો સંબંધ વધારે છે. એટલે તેઓ બધી વાતો એકબીજા સાથે શૅર કરતાં હતાં.)

"નાવ..ટેલ મી...! તમે કયાં મળ્યા હતા...અને આનાં હોવા છતાં દાદી સાથે કેમ મેરેજ કર્યા?" ખુશીએ કહ્યું.

"તું તો ઘણી હોંશિયાર નીકળી.." દાદુએ કહ્યું.

"હા, પોતી કોની છું...ચાલો કહો...હવે..પહેલેથી બધું....મારે બધું જાણવું છે...તમારી લવસ્ટોરી....." ખુશીએ કહ્યું.

"હા...બસ હવે.....કહું છું" દાદુએ કહ્યું.

(વાર્તા ફલેશ બેક માં જઈ રહી છે.)

1962 નો સમય.....

જયાં પ્રેમ વિવાહ કરવાં તો દુર કોઈ એ વિશે વિચાર કરતા પણ ડરતું હતું...

ભારત આઝાદ થઈને તે સમયે તેનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયત્ન કરતું હતું. આ એવો સમય હતો જેમાં લગભગ ભારતમાં ઘણાં ઓછા લોકો હશે જે અમીર હશે.

ઘરનાં બારણે એક ટપાલ આવે છે. એક વીસ વર્ષનો છોકરો દરવાજા પાસે ઊભો રહીએ પત્ર ખોલે છે અને વાંચે છે. તે ખુશ થઈને ઘરમાં જાય છે.

"બાપુજી,મારી નોકરી લાગી ગઈ છે...."

"ચાલો..., સારું થયું. કયારથી જવાનું છે દિકરા.."

"સોમવારથી....."

આ વીસ વર્ષનાં છોકરાનું નામ જયવીર(ખુશીનાં દાદુ) છે.ઘરમાં એને પ્રેમથી જય બોલાવે છે. તેની સ્ટીમરમાં નોકરી લાગી છે.જયની માતા તેનાં ભાઈનાં જન્મ પછી મૃત્યુ પામ્યા હતા તેથી બંને ભાઇઓની પરવરિશ તેમની મોટી બહેન કૃપા એ કરી હતી.

સોમવારની સવારે સ્ટીમરમાં નોકરીનો પહેલો દિવસ હોવાથી જય વહેલો ઊઠી ગયો હતો. તે સમયે શુટ અને ટાઇ કે ફોર્મલ કપડાં માં જ જવાનું એવા કોઈ નિયમો નહીં હતાં અને એવી આર્થિક સ્થિતિ પણ ન હતી.તો પણ તે સાદા શર્ટ પેન્ટ પહેરીને જ જાય છે.

સ્ટીમરમાં નોકરી કરતા કરતા તેનું પ્રમોશન થવા લાગ્યું અને ધીરે ધીરે જય હવે વિદેશ જવા લાગ્યો.તે જયાં જતો ત્યાંની રહેણી કરણી અને ભાષા શીખી લેતો.ત્રણ વર્ષ વીતી ગયા પછી તેણે દુનિયાની 12 ભાષાઓ બોલતાં આવડી ગઈ હતી.

જયનો મિત્ર આનંદ ઘરે આવ્યો.જયનાં બાપુજી બહાર ખુરશીમાં બેસીને છાપુ વાંચતાં હતાં.

"પ્રણામ...કાકા, કેમ છો?" આનંદ એ પગે લાગીને પુછયું.

"હા દિકરા, બધું સારું જ છે." બાપુજીએ કહ્યું.

"કાકા, જય ક્યાં છે?" આનંદે કહ્યું.

"જય અંદર જ છે." બાપુજી એ કહ્યું અને જયને બુમ પાડી...અલ્યા....જય , આ આનંદ આવ્યો છે. અંદરથી અવાજ આવ્યો,"હા, બાપુજી...આવું."

જય બહાર આવ્યો.

"કાકા મારે અને જય એ લંડન જવાનું છે...આ વખતે લંડનની સિફ્ટ છે." આનંદ એ કહ્યું.

"હા..સરસ....કયારે જવાના છો?" બાપુજીએ કહ્યું.

"બે દિવસ પછી....એટલે હું જયને કહેવા આવ્યો કે પત્ર આવ્યો હતો લંડન માટે....." આનંદ એ કહ્યું.

"સારું , હું તૈયારી કરી લેવા......" જય એ કહ્યું.

"બેન...હું લંડન જવાનો છું તમે મારો સામાન તૈયાર કરી લેશો...હું આનંદ સાથે બહાર જાઉં છું." જય એ કૃપાબહેન ને કહ્યું.

"હા....જા..." બહેન એ કહ્યું.

બે દિવસ બાદ જય લંડન જવા નીકળ્યો.ઘરમાં બધાને મળીને આનંદ સાથે તે રેલગાડીમાં બોમ્બે ગયાં.(બોમ્બે...આ એ સમય હતો કે જયારે બોમ્બે રાજય છુટું પડીને ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજય બન્યા.)

તેઓ બોમ્બેથી સ્ટીમરમાં લંડન જવા નીકળ્યા.

લંડન પહોંચતા લગભગ 20 દિવસ થઈ ગયાં.તેઓ સાત દિવસ લંડનમાં રોકાવાના હતાં. સ્ટીમર માં આવેલો સામાન લંડનમાં પહોંચતો કરીને અને અન્ય કામ પતાવીને તેમની પાસે હવે ત્રણ દિવસ હતાં.તેથી તેઓ લંડન માં ફરવા નીકળે છે.એવું કહેવાય છે ને કિસ્મતમાં પહેલેથી જ બધું લખાયેલું હોય છે તેવું જ કંઈ જય સાથે પણ બને છે.

ક્રમશ....