આગળ જોયું કે જયનું એકસીડન્ટ થઇ જાય છે એટલે તેને ડોક્ટર લંડન માં જ રહેવાની સલાહ આપે છે. જયના મિત્રો ભારત જતા રહે છે.
ડોક્ટર કાયરા (નર્સ) ને થોડી પગ ની કસરત કરાવવા કહી જાય છે.તેથી કાયરા જય ને કસરત કરાવે છે.
"અહીં કોઈને જાણો છો.....?" કાયરા એ પૂછ્યું.
"ના...." જય એ કહ્યું.
"તો લંડન ફરવા આવ્યા છો....?" કાયરા એ પૂછ્યું.
"ના...., હું સ્ટીમર માં જોબ કરું છું એટલે અહીં આવ્યો છું." જય એ કહ્યું.
"ઓહ તો તમે તો અહીં કંટાળી જશો..." કાયરાએ કહ્યું.
"હા, પણ બીજો કોઈ ઓપ્શન પણ નથી ને...." જયએ કહ્યું.
"હમમ....ઓકે તો આ અજાણ દેશ માં એક ફ્રેંન્ડ તો બની જ શકે છે...." કાયરાએ કહ્યું.
"હા...એમ પણ તારા અને ડોક્ટર સિવાય કોઈ ને જાણતો જ નથી ને.." જય એ કહ્યું.
"ઇન્ડિયામાં તમારું ફેમિલી તમારી સાથે જ રહેતા હશે ને...ઇન્ડિયન કલ્ચર પ્રમાણે..." કાયરા એ કહ્યું.
"હા....,કેમ અહીં તું ફેમિલી સાથે નથી રહેતી..?" જય એ કહ્યું.
"ના , ફેમિલી સાથે જ રહું છું.." કાયરાએ કહ્યું.
આમ બંને ની મિત્રતા દિવસે દિવસે ગાઢ બનતી ગઈ. અને હવે જય થોડું થોડું ચાલતો પણ થઈ ગયો. કાયરા રોજ તેના માટે અલગ અલગ મેગેઝિન અને પુસ્તકો લઈ આવતી. બંને હોસ્પિટલ નાં ગાર્ડન માં બેસી ને કલાકો સુધી વાત કરતા.
એક દિવસ કાયરા હોસ્પિટલ નહીં આવી.જય આતુર બની ગયો.બપોર થઇ ગઈ હવે એના મન માં હલચલ થવા લાગી. તે ધીમે ધીમે પલંગ પરથી ઉભો થઇ બહાર ગયો. તેણે એક નર્સને પૂછ્યું કાયરા કેમ નહીં આવી તો તેણે કહ્યું કે કાયરાની તબિયત સારી નથી એટલે નથી આવી.
આટલું સાંભળતાં જ જય નાં હૃદય ના ધબકારા વધી ગયા. તે પાછો રૂમ માં ગયો. તે ચિંતા કરવા લાગ્યો.... કાયરાને શું થયું હશે...તે ઠીક તો હશે ને...
તેવામાં ડોક્ટર આવ્યા. જય નાં મોઢા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.
"બધું બરાબર છે ને...ટેન્શન હોય એવું લાગે છે ને...."ડોક્ટર એ પૂછ્યું.
"હા...બધું ઓકે છે..... કાયરા ને શું થયું છે...?"જય એ પૂછ્યું.
"ઓહ....તો તને કાયરા ની ચિંતા થાય છે....એને કશું નથી થયું... ડોન્ટ વરી... પણ એક નર્સ માટે તને આટલી ચિંતા.....?" ડોક્ટરે કહ્યું.
"સી ઇઝ માય ફ્રેન્ડ...એટલે ચિંતા તો થાય જ ને... " જય એ કહ્યું.
ડોક્ટર હસી ને જતા રહ્યાં.
"ડોક્ટર સાચું જ તો કહે છે મને એની આટલી ફિકર કેમ થાય છે...આનંદ તો મારો બાળપણ નો મિત્ર છે પણ મેં એના માટે આવું ફીલ ક્યારેય નથી કર્યું.... " જય મન માં વિચારે છે.
બીજા દિવસે કાયરા હોસ્પિટલ આવી....જેમ જેમ તે જય નાં રૂમ પાસે આવતી તેમ તેમ જયની ધડકન વધતી જતી. કાયરા રૂમ માં આવી તેણે જોઈ ને જય પલંગ પરથી ઉભો થયો અને તેને ભેટી પડયો.....અને બોલ્યો,તું સારી તો છે ને તને કઈ થયું તો નથી ને.....તેના મોઢા પર ચિંતા જોઈ કાયરાને નવાઇ લાગી.
તેણે જય ને કહ્યું," હું સારી છું.... થોડો તાવ હતો બીજું કઈ નહિ....તું પલંગ પર બેસી જા પગમાં હજી સારું નથી થયું.... "
"આ જ્યને શું થાય છે મારા માટે એ આટલો વ્યાકુળ કેમ બની ગયો કે એને એના પગ નું ભાન જ ના રહ્યું...." કાયરા મન માં વિચાર કરતી હતી.
"શું તમે ઇન્ડિયન લોકો બધા ની આવી જ રીતે ફિકર કરો છો?" કાયરાએ પૂછ્યું.
"હા ." જય એ કહ્યું.
એવામાં એક નર્સ આવી ને કાયરા ને કહ્યું કે એક ઇમરજન્સી કેસ છે ..ડોક્ટર બોલાવે છે.કાયરા જતી રહી.
"આ મને શું થાય છે આટલી ફિકર કાયરા ની....કે હું મારા પગ ની હાલત પણ ભૂલી ગયો...." જય મન માં વિચારતો હતો. એ પ્રેમ અને દોસ્તી વચ્ચેનો ભેદ સમજી શકતો ન હતો.પણ એની આ ભાવનાઓનો અહેસાસ કાયરા ને થઈ ગયો હતો. તો પણ કાયરા જય સાથે પહેલાની જેમ જ રહેતી..કેમકે તે જાણતી હતી કે જય ને આ વિશે હજી ખબર નથી.
સમય વીતતો ગયો અને ધીરે ધીરે જય ને પોતાની
ફિલિંગસ વિશે ભાન થવા લાગ્યું. હવે તો કાયરા હોસ્પિટલમાં પગ મૂકે એટલે જ જયના હૃદય ના ધબકારા વધી જતાં.તે કાયરા નું ધ્યાન રાખવા લાગ્યો. નાની નાની વાત માં પણ તેની ખુબ કૈર કરતો. આ જ તેની નાની નાની વાતો હવે કાયરા ને ગમવા લાગી હતી.
થોડા સમય બાદ ડોક્ટર એ જય ને કહ્યું કે ,"હવે તું ધીમે ધીમે ચાલતો થયો છે એટલે ઇન્ડિયા જવાની તૈયારી કરવા માંડ..."કાયરા પણ ત્યાં જ હતી.
કાયરા આટલું સાંભળતાં જ ત્યાં થી જતી રહી. એને જય નાં ઇન્ડિયા જવાથી ખુશી ન હતી.....તે ઉખડી ઉખડી રહેવા લાગી...કામ માં એનું મન લાગતું ન હતું....એને તો બસ એક જ વિચાર ચાલતો હતો કે જય જતો રહેશે..
એક દિવસ જય ગાર્ડન માં બેઠેલો હતો. તે ગુલાબ નાં ફૂલ ની દાંડી કાપી ને ફૂલ અલગ કરતો હતો. દૂર થી કાયરા આ બધું જોતી હતી.....તે જય પાસે ગઈ અને એણે પૂછ્યું કે આ શું કરે છે?
તો જય એ કહ્યું ," 2 મિનિટ ....હું કહું છું..."
જય એ છૂટાં પડેલા ફૂલ ને ભેગા કરીને દોરી બાંધી ગુલદસ્તો બનાવ્યો. અને કાયરા નાં પગ પાસે બેસી ગયો... કાયરા જોતી જ રહી ગઈ...તેના હૃદયની ગતી વધી ગઈ.
"આ શું છે..?" કાયરા એ ચકિત થઇ પૂછ્યું.
જય ને કહેવામાં સંકોચ થતો હતો.....હિંમત કરી તે બોલ્યો, " કાયરા....આઇ....આઇ..આઇ લવ યુ...જો હું તારી પર કોઈ દબાવ નથી નાંખતો....તારે ના કહેવું હોય તો કહી શકે છે .... તારી ના ની અસર આપણી દોસ્તી પર ન પડશે.."
કાયરા જય ને જોતી રહી અને પાછળ ફરી જવા લાગી. જય ઉભો થયો. તે ઉદાસ થઈ ગયો.
ક્રમશ.......
જય હિન્દ....જય જવાન...🇮🇳🇮🇳🇮🇳