જીવનનું સત્ય અને નિયમ પરિવર્તન છે.
પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સૃષ્ટિનું સત્ય છે.
પરિવર્તન એ પુનરાવર્તન નથી. પરતું કેટલીક વાર એમ પણ બને છે.
પરિવર્તન જીવનમાં અનિવાર્ય છે.
જો રાત પછી દિવસ હોય અને પછી રાતનું પરિવર્તન થયા કરે
તો પરિવર્તન જ સત્ય છે.
એને અનુસરો અને જીવન બદલતા રહો.
પરિવર્તન વગર જીવનની મજા જ નથી.
સાવ બોર થઇ જાય બધું.
જીવનને એવરગ્રીન રાખવા અને અlપણે પણ તરો તાજા
રહેવું હોય તો પરિવર્તનના કુદરતી નિયમને અનુસરો..
સદા બહાર થવું છે ?
બસ પરિવર્તનનો સિદ્ધાંત સમજો અને અમલમાં મુકો.
પરિવર્તન એટલે પુનરાવર્તન એવું કોણે કહ્યું?
વર્ષા ઋતુ પછી આવે શિયાળો અને ફરી ઉનાળો એમ
ઋત ચક્રનું પરિવર્તન
થયા જ કરે છે કહો પુનરાવર્તન….
પણ આજ સત્ય છે….જીવન પરિવર્તન શીલ રહેશો તો જ થોડી મજા રહેશે..
પ્રવાસ કરો અને પરિવર્તન લાવો….
નવા નવા કપડા પહેરો...કે નવી નવી વાનગીઓ માણો…
બસ જીવનમાં અlજ આપણને આનંદ આપે છે.. સુખ આપે છે..
નિત નવું કાર્ય કરો કે શીખ્યા કરો..
અને
જીવનનો આનંદ માણો….
જીવનની મજાજ અlમl છે ..
આખરે મનુષ્ય વિકાસ કરવા જ જન્મ્યો છે.
આનંદ કરવો ,માણવો અને પરીવર્તન ની સફર કરવી
એજ જીવનનું સત્ય છે.
પ્રાચીનતાની મહાનતાની ગમે તેટલી વાતો કરીએ પણ
પ્રાચીન સમયની ભયાનકતા અને હિસા, લડાઈ
મારકાપ પણ ભૂલી ન શકાય.
વર્તમાન સમયમાં મનુષ્ય વિશેષ સંસ્કૃત બન્યો છે.
કાયદો અને ન્યાય
વ્યવસ્થા, લોકશાહી વ્યવસ્થા એ આધુનિક સમયની માનવની
પોતાની શોધ છે. પરીવર્તન છે.
સ્ત્રીઓની બાબતમાં જોઈએ તો દુનિયાના મોટાભાગના દેશોમાં સ્ત્રીઓએ જબરજસ્ત વિકાસ કર્યો છે.
સ્ત્રીઓની સ્થિતિ અને સ્ત્રીઓ વિશેની માન્યતાઓ અને વ્યવહારમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે.
એક અભ્યાસ પ્રમાણે સ્ત્રીઓની દશામાં આ મોટું પરિવર્તન બીજા વિસ્વ્યુદ્ધ પછી અને ઓદ્યોગિક ક્રાંતિ પછી આવ્યું છે.
ભારતમાં એક અભ્યાસ મુજબ સ્ત્રીઓની સ્થિતિમાં મોટું પરિવર્તન ૧૯૯૦ થી ૨૦૧૦ ના બે દાયકામાં આવ્યું છે.
જેમાં સ્ત્રીઓના રાર્જ્કીય આરક્ષણ થી માંડીને ટેકનોલોજીનો વિકાસ મુખ્ય બાબત રહી છે.
જોકે ઇન્દિરા ગાંધી જેવી મહિલા એટલા બધા વરસ આ દેશમાં વડા પદે રહી એ પણ સ્ત્રીના ભારતના ઇતિહાસનું મોટું પરિવર્તન કહી શકાય.
એવું જ પછાત જાતિઓ બાબતે કહી શકાય.
હરિજનોની સ્થિતિમાં ગાંધીજી દ્વારા પરિવર્તન આવ્યા બાદ આઝાદી પછી જે આરક્ષણ અને કાયદા ઘડાયા તે થી મોટું પરિવર્તન લાવી દીધું છે.
શાળાઓ અને કોલેજો ,શિક્ષણની વ્યવસ્થામાં આવતા
પરિવર્તન અને અનેક વિજ્ઞાનિક શોધો અને શંશોધનો
મનુષ્યની વિકાસ અને પરિવર્તનની દિશામાં કૂચના પરિણામો છે.
અlવl તો અનેક ઉદાહરણો આપી શકાય..
જીવનને પરિવર્તનશીલ રાખો ગતિશીલ રાખો તો જ
જીવનનો આનંદ માણી શકશો .
વિકાસ પણ કરી શકશો
અને આગળ વધી શકાશે.
આખર અlપણl જીવનનો ધ્યેય જ આગળ વધવાનું,
વિકાસ કરવાનું અને આનંદ માણવાનો છે.
વિકાસ માટે પરીવર્તન જરૂરી છે.
આનંદ માટે પણ પરિવર્તન જરૂરી છે …
અને એવરગ્રીન રહેવા ,સુખી થવા પણ પરિવર્તન આવશ્યક શરત છે.
તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ સંબધોમાં પણ પરિવર્તન
જીવન દરમ્યાન આવે જ છે..
એ પછી પરીવારના સંબધો હોય કે મિત્રોના કે અન્ય…
પરિવર્તન જીવનમાં આવે જ છે અને તે આવે તે જરૂરી પણ છે.
કારણ શરીરમાં પણ પરિવર્તન આવે જ છે.
મનમાં પણ પરિવર્તન આવે છે
અને વિચારો માં પણ પરીવર્તન આવે છે.
માન્યતાઓ પણ બદલાય છે અને રીતરીવાજો પણ બદલાય છે.
જીવનને પાચ થી દસ વરસ ના તબક્કામાં વહેચી શકો છો.
અને પછી plan પરિવર્તન પણ કરી શકો છો.
એટલે કે અlયોજન પૂર્વકનું અને વ્યવસ્થિત પરીવર્તન ..
lifestyle માં અને જીવનની અન્ય બાબતો માં શક્ય છે.
જે જીવનને વધુ સરળ અને easy બનાવે ..
ખlસતો lifestyle ને
સlદી અને સરળ બનાવે ...
simplicity હમેશા વિશેષ સુખ દાયક હોય છે.
આ simplycity માં પણ પરિવર્તન તો થાય જ છે..એ યાદ રહે..
માત્ર ૧૨ લાખની વસ્તીવાળું અમદાવાદ હતું તેની કલ્પના કરો
૮૦ આસપાસ...
પછી ૩૦ લાખ …
૪૦ લાખ અને
થયા ૬૦ લાખ ૨૦૧૫ માં….૨૦૧૬-૧૭---
આ કેવડું મોટું પરીવર્તન ? છેલ્લા
૨૦ થી ૨૫ વરસમાં જ આ મોટું પરીવર્તન આ શહેરમાં આવ્યું છે
જેને પર્યાવરણ થી માંડી ને ટ્રાફિક અને ઘણું બધું બદલીનાખ્યું…..
ત્યાં સુધી કે હવામાન અને સીજનમાં પણ મોટા ફેરફાર દેખાય છે
આવું તો ઘણા બધામાં દેખાય છે..
અlપણી lifestyle જ આખી બદલાઈ ગઈ છે…
internet અને ટીવી ની ચેનલોએ ઘણોબધો ભાગ ભજવ્યો છે
અને હવે તો સ્માર્ટફોન અને એપ નો સમય આવી ગયો..
દેશ વિશ્વના વિકસિત દેશોની હરોળમાં આવે પછી પરીવર્તનો તો થવાનાજ..
મનુષ્યના અનેક સંશોધનોએ જીવનને વધુ સરળ અને
સુવિધાઓથી ભરપુર બનાવ્યું છે.
માનવીએ ઘણો વિકાસ કર્યો છે.
ભલે તે સંશોધનો બે પાંચ લોકોના હોય તેનો લાભ
વિશ્વના કરોડો લોકો લઇ રહ્યા છે.
અનેક પેઢીઓ ને એનો ફાયદો મળે છે..
જીવનમાં પરિવર્તન અlવl શંશોધનો થી પણ થાય છે.
માનવજાતને આનો મોટો ફાયદો પણ થયો છે.
પરિવર્તન કુદરત સર્જિત પણ છે .
અને માનવસર્જિત પણ છે.
જીવનમાં પરિવર્તન જ નવીનતા લાવે છે તેમજ આનંદ લાવે છે.
નેગેટીવ પરિવર્તન થી બચતા રહો.
જિંદગી વહેતા નીર જેવી છે.
સમય વહે છે અને પરિવર્તન આવ્યા કરે છે.
સમયને પરિવર્તનનો પ્રવાહ ઓળખશો તો
તરતા શીખી જશો અને મજા પડશે.
સમય અને પરીવર્તનની ઝપટમાં ઘણા હતા નહતા થઇ ગયા
અને કેટલાય કિસ્મતને દોષ આપી
નસીબને રડતા બેસી રહે છે
અને દિવસો વિતાવે જાય છે.
સમય અને પરિવર્તનની સાથે adjust થશો
તો આગળ વધી શકશો
જીવનનો આનંદ માણી શકશો …
અને સુખી પણ રહેશો.
દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. વિજ્ઞાને જબરર્જસ્ત પ્રગતી કરી છે.
અનેકવિધ શોધો થઇ છે. અને થઇ રહી છે.
કોઈ ભાવી ભાખી નથી શકતું કે હવે મનુષ્ય અને દુનિયા પૂર્ણ થઇ ગઈ...અલબત મૃત્યુ પરિવર્તન જેટલું જ સત્ય છે.
શરીર પરિવર્તન થાય છે ...પણ દુનિયા રહે છે.
સમય સાથે કદમ મિલાવતા રહો અને પરિવર્તનને સ્વીકારી લો..
જિંદગીને સફળ બનાવી શકાશે.
પરિવર્તન વિકાસ માટે જરૂરી છે…
પરિવર્તન આગળ વધવા જરૂરી છે…
પરિવર્તન સુખી થવા માટે….
પરિવર્તન આનંદ માટે જોઈએ…
પરિવર્તન જ જીવન છે…
પરીવર્તન જ કુદરતનો નિયમ છે..
પરિવર્તનને સ્વીકારો ,
મlત્ર સ્વીકારો નહિ આવકારો અને વધાવો..
પરિવર્તન એટલે પ્રગતી...અને વિકાસ..
મનુષ્યે પૃથ્વીની શરૂઆતથી તે આજસુધી કેટલો વિકાસ કર્યો છે અને કરી રહ્યો છે તેનો કોઈ હિસlબ નથી માત્ર ઈતિહાસ છે.
વિજ્ઞાન કેટલી ઝડપે અlગળ વધી રહ્યું છે .
ટેકનોલોજી માં મનુષ્યે અદ્ભુત શોધો કરી છે અને થઇ રહી છે.
આથીજ વિશ્વમાં પરિવર્તન થયું છે.
.