VISHADYOG - CHAPTER - 60 books and stories free download online pdf in Gujarati

વિષાદયોગ - પ્રકરણ - 60

વિષાદયોગ-પ્રકરણ-60

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####-----------

નિશીથ અને સમીર દિશાના ઘરે પહોંચ્યા ત્યારે કશિશ તેની રાહ જોઇ રહી હતી. નિશીથને સલામત આવેલો જોઇને તેને નિરાંત થઇ. તે ભાવનગરથી નીકળી ત્યારથી તેના મનમાં શંકા હતી કે નિશીથ તેનાથી કંઇક છુપાવે છે. તેને ડર હતો કે નિશીથ ક્યાંક કોઇ અવળુ પગલુ ભરી ના લે. આ ડરને લીધેજ તે ત્યાંથી જવા નહોતી ઇચ્છતી પણ નિશીથના આગ્રહને કારણે જ તે અમદાવાદ આવી હતી. આજે નિશીથને સલામત જોઇને કશિશને હાસ થઇ, તેણે વિચાર્યુ કે ચાલ નિશીથે કોઇ એવુ કામતો નથી કર્યુ જેથી તેને તકલીફ પડે. નિશીથ અને સમીર બેઠા એટલે દિશાએ પાણી આપ્યુ અને પછી કહ્યું “જો મારા ઘરે પહેલીવાર આવ્યા છો એટલે જમ્યા વિના તો જવા જ નહીં દઉં. તમે વાતો કરો ત્યાં હમણા રસોઇ બનાવી નાખુ છું.”

“અરે દિશા, એવુ કંઇ કરવાની જરુર નથી અમે નીકળીએ જ છીએ. ત્યાં મમ્મીને એ લોકો પણ ચિંતા કરતા હશે.” નિશીથે કહ્યું.

“જો તું ઘરે ફોન કરીને કહી દે કે હું થોડો લેટ આવીશ. બાકી આજે જમ્યા વિના જવાનું નથી.” દિશાએ આગ્રહ કરતા કહ્યું. દિશાનો આગ્રહ જોઇને નિશીથે હાર માની લીધી.

-----------------***************----------------***********--------------------*********----------

પ્રશાંત થોડો રાકાયો એટલે પ્રથમે કહ્યું “ચાલ જલદી કર તારી પાસે વધુ સમય નથી. જો લોકલ પોલીસને ખબર પડી જશે તો પછી તને કોઇ બચાવી શકશે નહીં.” આ સાંભળી પ્રશાંતે ફરીથી બોલવાનુ ચાલુ કર્યું “ઉર્મિલાદેવીએ મને કહ્યું જો તારે ખજાનો જોઇતો હોય તો મારી પાસે એક પ્લાન છે. પણ તેમા કામ બધુ તારે કરવાનું છે, બાકી બીજી બધી મદદ હું તને કરીશ.” આટલુ બોલી ઉર્મિલાદેવી રોકાયાં એટલે મે કહ્યું “હું બધુજ કામ કરવા તૈયાર છું. મારે ગમે તેમ કરીને તે ખજાનામાં ભાગ જોઇએ છે.” આ સાંભળી ઉર્મિલાદેવીના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યાં “ઓકે, તો સાંભળ, તારે બે કામ કરવાના છે. વિલીની પાછળ તારે પડછાયાની જેમ રહેવાનું છે. ખજાનાનું તે શું કરે છે? તેને કયાં રાખે છે? તેને કઇ રીતે રુપીયામાં ફેરવે છે? તેને કોણ કોણ મદદ કરે છે? તે બધુજ તારે જાણવુ પડશે. અને બીજુ એક કામ તારે એ કરવાનું છે કે વિલી અને કૃપાલસિંહના ગોરખધંધા જેટલા પણ છે, તેના સબૂત એકઠા કરવાના છે.” આ સાંભળી મે કહ્યું

“પણ આ બધામાં તો ખૂબ સમય જશે. આપણને ખજાનો હાથમાં આવતા ઘણા વર્ષો જતા રહેશે.” આ સાંભળી ઉર્મિલાદેવી ગુસ્સે થઇ ગયાં અને બોલ્યા “સોરી, મારી જ ભૂલ છે કે, મે તારી હેસીયત જોયા વિના પ્લાન કહી દીધો. હવે તું જા મારે તારી સાથે કોઇ વાત કરવી નથી અને ભૂલી જજે કે મે તને કંઇ કહ્યું છે.” આ સાંભળી હું ઢીલો થઇ ગયો. મે ઉર્મિલાદેવીની માફી માગી અને તે જે કહે તેમ જ કરવાનું વચન આપ્યું એટલે તે આગળ બોલ્યા

“જો પ્રશાંત, આ કોઇ રમત નથી કે તરત પતી જાય. આ એક એવો પ્લાન છે કે જેમા વર્ષો લાગશે. જ્યારે આપણને ખબર પડશે કે હવે ઘા કરવા માટે ના પૂરતા સાધનો આપણી પાસે છે અને ઘા કરવાનો યોગ્ય સમય પણ થઇ ગયો છે, ત્યારે જ આપણે આગળ વધીશું. તું એ ના ભૂલી જા કે તારી અને મારી લડાઇ કોની સામે છે? આપણી લડાઇ એવી વ્યક્તિઓ સામે છે કે જેમાં આપણે જો ઘા ચૂકી જઇશું તો આપણી લાશ પણ કોઇને નહીં મળે.” આટલુ બોલી તે થોડુ રોકાયા એટલે મે કહ્યું “મને તમારી વાત સમજાય છે. હવે તમે ચિંતા નહી કરો. હું બધુજ સંભાળી લઇશ.”

“ના તારે કશું જ સંભાળવાનું નથી. તારે દરેક વાતની મને જાણ કરવાની છે. પહેલા તું ખજાના વિશે માહિતી મેળવ અને સાથે સાથે તે લોકો વિરુધ સબૂત એકઠા કરવા માંડ. જે પણ ખર્ચ થશે તે હું આપીશ.” ત્યારબાદ મે વિલી અને કૃપાલસિંહ પર સતત વોચ રાખી અને બધીજ માહિતી ઉર્મિલાદેવીને આપતો રહ્યો. એમા વર્ષો જતા રહ્યા ત્યાં એક દિવસ મને ખબર પડી કે વિલીએ ખજાનાને કેસમાં ફેરવી નાખ્યો છે અને કેસને દેશની બહાર લઇ જાય છે. આ માહિતી ઉર્મિલાદેવીને આપતા મે કહ્યું “જો હવે આપણે કઇક કરવુ જ પડશે. જો એકવાર ખજાનો દેશની બહાર જતો રહેશે તો પછી આપણે કંઇ કરી શકીશું નહી.” આ સાંભળી ઉર્મિલાદેવી થોડીવાર વિચારમાં ખોવાઇ ગયા અને પછી બોલ્યા “નહીં પ્રશાંત, હજુ આપણી પાસે એવા કોઇ સબૂત નથી કે આપણે લડત આપી શકીએ. બુઠ્ઠી તલવારથી ક્યારેય જંગ જીતી શકાતો નથી.” મને પણ ઉર્મિલાદેવીની વાત સમજાતી હતી એટલે અમે રાહ જોવાનું નક્કી કર્યું. ત્યારબાદ વિલીએ બધાજ રુપીયા સ્વીસ બેન્કમાં જમા કરાવ્યા. આ ખબર પડતાજ મે સ્વીસ બેંકની આખી પ્રક્રીયાનો અભ્યાસ કર્યો અને તેના પરથી મને ખબર પડી કે સ્વીસ બેંકમાંથી કેસ ટ્રાંસફર કરવા માટે એક કોડની જરુર પડે છે અને આ બધાજ કોડ વિલીએ યાદ રાખ્યા છે. આ વાત મે જ્યારે ઉર્મિલાદેવીને કહી ત્યારે તે ખૂબ ખુશ થઇ ગયા અને મને કહ્યું “વાહ પ્રશાંત! તું ખરેખર સારી માહિતી લઇને આવ્યો છે. હવે તું એક કામ કર. તારા બધાજ સોર્સ વિલીની પાછળ લગાવી દે. એવી બધીજ માહિતી મેળવી લે કે જેનાથી વિલીને બ્લેકમેઇલ કરી શકાય અને સાથે સાથે વિલીની દરેકે દરેક હિલચાલ પર નજર રાખ. હવે આપણો પ્લાન અમલમાં મુકવાનો સમય નજીકમાં છે.” પછી થોડુ રોકાઇને બોલ્યાં “વિલીની ફેમીલી અને તેના બધાજ લફડાની માહિતી મેળવજે. હવે આ વિલીજ આપણા કામનો માણસ છે.”

ત્યારબાદ મે સતત વિલી પર ધ્યાન રાખ્યું. મે વિલી પર સતત નજર રખાવી અને મને એવી ઘણી માહતી મળી જેનાથી વિલીને બ્લેક મેઇલ કરી શકાય. આ બધી માહિતી મેળવવામાં ફરીથી થોડા વર્ષો જતા રહ્યાં. ત્યારબાદ અમે વિલીને ફસાવવા માટે પ્લાન બનાવવા લાગ્યા. ઉર્મિલાદેવી ઇચ્છતા હતા કે આ પ્લાનમાં આપણે માત્ર સંચાલક તરીકે જોડાવાનું છે પ્લાનનો અમલ તો બીજા કોઇ પાસેજ કરવવો છે. જેથી કંઇ આડા અવળુ થાય તો આપણે બચી શકીએ. અમે આવા કોઇ માણસની તલાશમાં હતા કે જેને કૃપાલસિંહ સામે દુશ્મની હોય. અમારે એવો માણસ જોઇતો હતો જે અમારા પ્લાનને અમલમાં મૂકી શકે અને જો પ્લાનમાં કંઇ આડા અવળુ થાય તો તેને ફસાવી અમે છટકી જઇ શકીએ. અમે આવા માણસની તલાશમાં હતા ત્યાં અમને ખબર પડી. એક માણસ છે જે થોડા વર્ષોથી કૃપાલસિંહ વિરુધ તૈયારી કરી રહ્યો છે. તે હતો વિરમ. જેલમાંથી છુટીને વિરમ કૃપાલસિંહ વિરુધ તપાસ કરી રહ્યો હતો. અમે તેના પર નજર રખાવવાની ચાલુ કરી ત્યાં અમને ખબર પડી કે સુરસિંહ પણ જેલમાંથી છુટી ગયો છે. આ વિરમ અને સુરસિંહ બંને પહેલા કૃપાલસિંહના ખાસ માણસો હતા પણ કૃપાલસિંહે તે બંનેને શક્તિસિંહના ખુનના ગુનામા ફસાવી દીધા હતા ત્યારથી તે લોકો વેર વાળવા માટે મોકો શોધતા હતા. અમારા ધ્યાનમાં આ બંને આવ્યા એટલે અમે તેના પર નજર રાખતા હતા. છેલ્લે જ્યારે અમે નક્કી કરી નાખ્યુ કે સુરસિંહ અને વિરમનેજ આમા સામેલ કરવાના છે. ત્યાં એક દિવસ સુરસિંહ અને વિરમ પર નજર રાખી રહેલા માણસે અમને સમાચાર આપ્યા કે શહેરનો કોઇ યુવાન અનાથાશ્રમમાં તપાસ કરી રહ્યો છે. અમે તેના વિશે તપાસ કરવા કહ્યું તો ખબર પડી કે, તેને કોઇએ આ જ અનાથાશ્રમમાંથી દત્તક લીધો હોય છે અને તેને રાત્રે સ્વપ્ન આવે છે. આ સ્વપ્ન વિશે જ્યારે ઉર્મિલાદેવીને ખબર પડી તો તે ચોંકી ગયા. તેણે મને કહ્યું “આ છોકરો ચોક્કસ શક્તિસિંહ અને સરસ્વતીનો છોકરો છે. તેના વિશે તપાસ કરાવ.” ત્યારબાદ મે તે યુવાન પર નજર રાખવા માટે બે માણસો મૂકી દીધા. બે દિવસ પછી મારા માણસે આવીને માહિતી આપી કે ઉર્મિલાદેવીનો શક સાચો છે. તે યુવાનનું નામ નિશીથ છે અને તે શક્તિસિંહનો પુત્ર નિશીથ જ છે. પણ તેને હજુ તેના ભુતકાળની બીજી કોઇ માહિતી નથી. આ વાત મે ઉર્મિલાદેવીને કરી તો તેના હાવભાવ બદલાઇ ગયા અને તેના ચહેરા પર એક એવી ચમક આવી જે જોઇ મને પણ ડર લાગ્યો. તે થોડીવાર વિચારી અને પછી બોલ્યા “આ છોકરો સારા સમયે આવ્યો છે. તેના મા-બાપનું કામ તે પુરુ કરશે. તેની માએ મારી સાથે જે કર્યુ છે તેની સજા તેના દીકરાએ ભોગવવી પડશે.” આટલું બોલી તે થોડીવાર એમજ વિચારવા લાગ્યા. હું તેને વિચારતો જોઇ રહ્યો. તેના ચહેરાના હાવભાવ સતત બદલાતા રહ્યા. થોડીવાર બાદ તે બોલ્યા “આપણે આ છોકરા પાસે જ આપણો પ્લાન અમલ કરાવવો છે.” આ સાંભળી હું ચોંકી ગયો. જે છોકરા વિશે અમે કંઇ જાણતા નહોતા તેના પર વિશ્વાસ કેમ કરવો? અને આખી જિંદગી જેના માટે મહેનત કરી હતી તે પ્લાન આવા અજાણ્યા છોકરાના હાથમાં કેમ સોપી દેવો.

“પણ તેના વિશે આપણે કંઇ જાણતા નથી. તેના પર આટલો બધો વિશ્વાસ મૂકી શકાય નહીં. જો કોઇ ગરબડ થાય તો આપણી આખી જિંદગીની મહેનત પાણીમાં જાય.”

“ના, ના, આ કામ તેની પાસેજ કરાવવાનું છે અને કામ પત્યા પછી તેને એવી રીતે ફસાવી દેવાનો છે કે આખી જિંદગી તેની જેલમાં જાય. તેની માએ મારી સાથે જે રમત રમી હતી તેનો બદલો હું તેના દિકરા સામે લઇશ.” ઉર્મિલાદેવી આવેશમાં બોલતાં હતાં.

મે તેને વચ્ચેથી જ રોકીને કહ્યું “પણ તે આ કામ કરવા માટે તૈયાર નહીં થાય તો શું કરીશું?”

“તેના પર નજર રાખો અને તેની દરેક હિલચાલની મને ખબર કરતા રહો. યોગ્ય સમયે હું તમને કહીશ.” ઉર્મિલાદેવીએ વાત પૂરી કરતા કહ્યું. ત્યારબાદ હું ત્યાથી નીકળી ગયો. તે પછી મે નિશીથ પાછળ મારા માણસો મૂકી સતત નજર રખાવી. આ માણસો પાસેથી માહિતી મળતા, મને ખબર પડી કે તે લોકો પણ ખજાનો જ શોધે છે. આ વાતની મે ઉર્મિલાદેવીને જાણ કરી તો તે ખૂબ ખુશ થઇ ગયા અને બોલ્યા “આ તો માછલી સામેથીજ જાળમા ફસાવા આવી રહી છે.” પછી થોડુ રોકાઇને બોલ્યા “નસીબ આપણી સાથે છે. જો અત્યારે વિલી પણ સામેથી જ અહીં આવ્યો છે. બંને સામેથી જ જાળમાં ફસાવા માટે આવી રહ્યા છે. હવે તારે નિશીથ સાથે ફોન પર વાત કરી કહેવાનુ છે કે તે લોકો જે ખજાનો શોધે છે તે ક્યાં છે તેની તને ખબર છે. અને પછી તેને મળી તારે આપણા પ્લાનમાં સામેલ થવાનું સમજાવવાનું છે.” આટલુ બોલી પ્રશાંત થાક ખાવા રોકાયો એટલે એજન્ટ પ્રથમે રેકોર્ડરની સ્વીચ દબાવી બંધ કરી દીધી અને બોલ્યો “બસ હવે અહીંથી આગળ તો અમને ખબર છે.” હવે તારે એક કામ કરવાનું છે કૃપાલસિંહ અને વિલી વિરુધના બધાજ સબૂત અમને સોંપી દેવાના છે. તને અમે અહીંથી છોડીએ એટલે તું સીધો જ તું ગુજરાત બહાર જતો રહેજે, નહીંતર કૃપાલસિંહના માણસો તને છોડશે નહીં. અને એક વાત યાદ રાખજે, આજ પછી આ ઘટના વિશે કોઇને ક્યારેય કહેતો નહીં. ત્યારબાદ પ્રશાંતે બધાજ સબૂત જમા કરાવી દીધા અને ત્યાંથી નિકળી તે જતો રહ્યો.

----------------*************-------------------****************--------------------

નિશીથની કાર અમદાવાદની બહાર નીકળી રાજકોટ તરફના હાઇવે પર દોડી રહી હતી. નિશીથ કાર ચલાવતો હતો કશિશ તેની બાજુમાં બેઠી હતી અને સમીર પાછળની સીટ પર બેઠો હતો. કાર સીટીની બહાર નીકળી અને હાઇવે પર આવી એટલે નિશીથે કશિશને કહ્યું “કશિશ યાર સોરી મે તારાથી એક વાત છુપાવી છે. અમે આ બે દિવસમાં એક એવુ કામ કરીને આવ્યા છીએ, જે કદાચ અમારી જિંદગીનું સૌથી મોટુ સાહસ હશે.” આ સાંભળીને કશિશ ચોકી ગઇ અને બોલી મને તે જ્યારે અમદાવાદ જવાનું કહ્યું હતુ ત્યારે જ શંકા ગઇ હતી કે તુ મારાથી કંઇક છુપાવે છે. પણ મને એમ કે તું કદી મારી પાસે જુઠ્ઠું નહી બોલે એટલે હું તારી વાત માની ગઇ હતી.” કશિશે થોડા ગુસ્સામાં કહ્યું.

“યાર, તારો ગુસ્સો એકદમ યોગ્ય છે. મે કામ જ એવુ કર્યુ છે કે તુ ગુસ્સે થાય. પણ મે જે પણ કર્યુ છે તે આપણી ભલાઇ માટે કર્યુ છે. એ કામ થોડુ રીસ્કી હતુ અને તેમા તને જો કંઇ થઇ જાય તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકું. તુ મારી જરૂરીયાતની સાથે મારી જવાબદારી પણ છે. તારા મમ્મી-પપ્પાએ તને મારી સાથે મોકલી જે વિશ્વાસ મારામાં મુક્યો હતો તે હું કોઇ પણ હિસાબે તોડી શકુ તેમ નહોતો. એટલેજ મે તને અમદાવાદ મોકલી હતી.” નિશીથે કશિશને સમજાવતા કહ્યું.

“પણ મે તારા પર જે વિશ્વાસ તારા પર મુક્યો હતો તેનું શું? તને મારી ચિંતા હતી તો, મને શું તારી ચિંતા નહીં હોય?” કશિશે લાગણી મિશ્રીત ગુસ્સમાં કહ્યું.

આ સાંભળી નિશીથે કારની સ્પીડ ઓછી કરી અને કારને સાઇડમાં લીધી અને ધીમે ધીમે ઊભી રાખી. ત્યારબાદ નિશીથે સમીરને કાર ચલાવવા આપી દીધી અને તે બંને પાછળની સીટ પર બેસી ગયા. સમીરે કારને આગળ ચલાવી એટલે નિશીથે કશિશનો હાથ પકડી કહ્યું “સોરી કશિશ મને ખબર છે કે, તને પણ મારી એટલીજ ચિંતા જેટલી મને તારી છે પણ તુ મને સમજવાની કોશિશ કર કે હજુ આપણી સગાઇ પણ નથી થઇ છતા તારા મમ્મી-પપ્પાએ તને મારી સાથે મોકલી છે તો તે લોકોએ મારા પર કેટલો બધો વિશ્વાસ મુક્યો હશે? હવે આમા જો તને કંઇ પણ થઇ જાય તો હું તારા મમ્મી- પપ્પા અને મારા મમ્મી-પપ્પાને શું જવાબ આપુ. અને તારા મમ્મી પપ્પાને તો એમજ થાય ને કે જે છોકરો મારી દિકરીનું એક અઠવાડીયુ ધ્યાન ન રાખી શક્યો તે આખી જિંદગી તેને કંઇ રીતે સુરક્ષિત રાખી શકશે? બસ આજ કારણે મે તને ખોટુ બોલી અમદાવાદ મોકલી દીધી હતી.” નિશીથ હજુ કંઇ આગળ કહેવા જાય તે પહેલા તો કશિશ નિશીથને ભેટી પડી. નિશીથ પણ કશિશને પોતાની સાથે જોરથી ભીંસી દીધી. બે મિનિટ પછી બંને અલગ થયા એટલે કશિશે કહ્યું “ઓકે પણ મને પ્રોમિશ આપ કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આજ પછી તું મારાથી કોઇ વાત છુપાવશે નહીં.” આટલુ બોલી કશિશે હાથ લંબાવ્યો એટલે નિશીથે તેના હાથમાં હાથ મૂકી કહ્યું “પ્રોમિસ કે આજ પછી તારાથી કશું જ છુપાવીશ નહીં.”

“ચાલ હવે આ બે દિવસમાં તમે શું શું પરાક્રમ કર્યા છે? તે વિસ્તારથી મને કહે.” કશિશે હસતા-હસતા કહ્યું.

“તે આ બે દિવસમાં ન્યુઝ જોયા હશે. આ જે પૈસા રીઝર્વ બેન્કમાં જમા થયા છે તે અમારુ કારનામું છે.” આ સાંભળી કશિશ સીટમાંથી ઉછળી પડી અને બોલી “શુ વાત કરે છે? મને વિશ્વાસ નથી આવતો. તુ મને બધીજ ચોખવટથી વાત કર.”

ત્યારબાદ નિશીથે કશિશને બધીજ વાત કરી તે સાંભળી કશિશ તો હતપ્રધ થઇ ગઇ અને બોલી “યાર મને તો હજુ પણ વિશ્વાસ નથી આવતો. મને તો એવુ લાગે છે જાણે તુ મને કોઇ ફિલ્મની સ્ટોરી કહેતો હોય.” આ સાંભળી નિશીથ હસી પડ્યો અને બોલ્યો “મને પણ આ એક સ્વપ્ન જેવુ જ લાગે છે તો પછી તને તો લાગે જ ને.”

“ પણ મને એ ના ખબર પડી કે તારા સ્વપ્નમાં આ બધુ ક્યારે આવ્યું? અને પેલા આઇ.બીના માણસો તને ક્યારે મળ્યા?” આ સાંભળી નિશીથે સ્મિત કર્યુ.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED