ટ્રુથ બિહાઇન્ડ લવ - 36 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 36

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-36
સ્તુતિ ઓફીસમાં હતી અને અનાર એની પાસે આવી અને શ્રૃતિ અંગે કંઇક કોન્ફીડીન્શીયલ વાત છે એમ કહીને એણે જે વાતો કરી એ સાંભળીને સ્તુતિની તો બુધ્ધિજ બ્હેલ મારી ગઇએ વિચારમાં પડી ગઇ કે શ્રૃતિતો ખૂબ જ ખુશ છે અને એ એટલી ચાલાક છે કે એ આવા કશામાં ફસાય એમ જ નથી...
છતાં આટલી વાત સાંભળ્યાં પછી સ્તુતિની ધીરજ ના જ રહી એણે સ્તવનને ફોન લાગડયો ના લાગ્યો સ્વીચ ઓફ જ આવતો હતો વાંરવાર ટ્રાય કર્યો પણ રીંગ પણ નહીં બંધ જ હતો એ અકળાઈ ગઇ... સ્તવન ફોન કેમ બંધ કરે ? શું કારણ છે ? એણે એનાં ફ્રેન્ડ -રૂમ પાર્ટનર મયંકને ફોન કર્યો એણે પ્હેલી જ રીંગે ઉપાડ્યો... હેલ્લો હાં મયંકભાઇ ? હું સ્તુતિ અને મયંકે કહ્યું "હાં હા બોલો સ્તુતિ ... ભા.. ભી.. બોલો ?
સ્તુતિએ બીજું કાંઇ સાંભળ્યા વિચાર્યા વિનાં પુછ્યું અરે સ્તવનનો ફોન જ નથી લાગતો સ્વીચ ઓફ આવે છે હજી મારે સવારે તો વાત થઇ છે શું કારણ છે ? મારે એનું ખાસ.. ખૂબ જ અગત્યનું કામ છે.
મયંકે કહ્યું "અરે પણ હું તો સુરત છું હું પાછો સુરત આવેલ છું મારાં ફાધરની તબીયત ઠીક નહોતી એટલે.. આઇ એમ સોરી હું કંઇ મદદ નહીં કર શકું.. અગેઇન સોરી...
સ્તુતિએ કહ્યું "ઓહ.. ઇટ્સ ઓકે કેમ છે તમારાં ફાધરને ? મયંકે કહ્યું હવે ઠીક છે હું બે દિવસ પછી બેંગ્લોર જવાનો છું મનેડે સ્તુતિએ ઓફે થેંક્સ કહીને ફોન મૂક્યો.
હવે સ્તુતિ બોબાકળી થઇ એણે વિચાર્યું હું પાપાને ફોન કરીને ઘરે જ જઊં શ્રૃતિને ફોન નથી કરવો અને એવો પાપાને ફોન કરી કહુ. પાપા હું ઘરે થોડું કામ છે જઇને આવુ છું અને તમારી પાસે ઓફીસની ચાવી છે ને ? ઓકે તો વાંધો નહીં હું જઇને આવું છું કહીને ફોન મૂક્યો.
સ્તુતિ રીક્ષામાં સીધી ઘરે પહોચી ફલેટ પર પહોચીને એણે જોયું. દરવાજો બંધ હતો અને એણે બેલ માર્યો તો થોડીવારે શ્રૃતિએ જ ખોલ્યો. શ્રૃતિ ખૂબ જ ઊંઘમાં હતી મોમ પાલિકા ગયેલી હતી. શ્રૃતિએ સ્તુતિને કહ્યું "કેમ અત્યારે આવી ? કંઇ નહીં. દરવાજો બંધ કરજે મને ખૂબ ઊંઘ આવે છે હું સૂઇ જઊં બોલીને સૂવા ગઇ.
સ્તુતિએ ધીરજ રાખી જવા દીધી દરવાજો બંધ કર્યો અને પહેલા બાથરૂમમાં જઇ ફ્રેશ થઇ મોં ધોયુ અને ચહેરો લૂછતી લૂછતી આવીને સોફા પર બેઠી એ વિચારવા લાગી કે કેવી રીતે વાત ચાલુ કરું ? શું પૂછું ? એને કોઇ એવો વિચાર કે વહેમ ના આવે કે હું ઉલટ તપાસ લઊં છું... અનારે કીધુ એ કેટલું સાચું કેટલુ ખોટું શી ખબર ?
નેપકીન પાછો લટકાવી એ તરત જ કીચનમાં ગઇ અને ચા બનાવીને લાવી બે કપ લઇ સીધી શ્રૃતિ પાસે ગઇ અને બોલી "બિટ્ટુ ખૂબ થાકી છે ? ક્યારની ઊંઘે છે ? જાણે કેટલા દિવસોથી ઊંઘી જ ના હોય.. ઉઠ... મને એકલા ચા પીવાનો પણ કંટાળો આવે છે ઉઠને... તે દરમ્યાન એણે સ્તવનને ફરીથી ફોન લગાવ્યો ફરી સ્વીચ ઓફ જ આવ્યો. આ સ્તવન પણ... બવડીને ફરીથી શ્રૃતિને ઉઠાડવા માંડી...
શ્રૃતિ કંટાળા સાથે બોલી.. એય દી... શું છે ઊંઘવા દેને પ્લીઝ.. સ્તુતિએ કહ્યું "ના ઘણી ઊંધી છું તું પ્લીઝ ઉઠ રાત્રે સૂઇ જજે પછી રાત્રે ઊંઘ નહીં આવે.. તારી સાથે તો મારે હમણાંથી કોઇ વાત જ નથી થઇ... ઉઠ.. કેવી રહી તારી ટ્રેઇનીંગ આગળ શું કરવાનું છે ? બોલને મને પણ રસ પડ્યો છે જણાવાનો એય બિટ્ટુ, બોલને
શ્રૃતિએ કહ્યું "દી.. થોડીવાર સૂવા દેને પ્લીઝ બહુજ ઊંઘ છે આંખો જ નથી ખૂલતી... પછી બધી જ વાત કરું થોડીવાર.. એમ બોલીને પાછી સૂઇ ગઇ... સ્તુતિ એની સામે જ જોઇ રહી... એટલીવારમાં શ્રૃતિનાં મોબાઇલમાં મેસેજ ટ્યુન વાગ્યો અને સ્તુતિની નજર પડી એણે મોબાઇલ ઉઠાવ્યો અને મેસેજ ઓપન કરીને રીડ કર્યો એમાં લખેલું હતું....
સ્તુતિ વાંચી જ રહી.. એણે બે ત્રણ વાર મેસેજ વાંચ્યો અને પોતાનાં નંબર પર સેન્ડ કર્યો પછી મેસેજ બોક્ષમાં જોયુ બીજા કોઇ આવા મેસેજ છે ? જોયું આવા કોઇ જ મેસેજ નહોતાં બાકીનાં ફોન પ્રોવઇડર - કંપની ઈન્કવાયરી, બેંક બેલેન્સ વગેરે ફોન હતાં. એણે ફોનમાંથી એ મેસેજ ડીલીટ કરી દીધું. પોતાને એ મેસેજ ફોરવર્ડ થયો છે એ બધું જ શ્રૃતિનાં ફોનમાંથી ડીલીટ કરી દીધું અને ફોન પાછો ત્યાં મૂકીને એ ચા પીવા લાગી ચા પીતાં પીતાં ઊંડા વિચારોમાં પડી ગઇ..
સ્તુતિએ ચા પીને પાછો ફોન હાથમાં લીધો મેસેજ ફરીથી વાંચવા માટે તો ભૂલ સમજાઇ કે એણે એનો નહીં શ્રૃતિનો ફોન લીધો બંન્ને ફોન બાજુ બાજુમાં પડેલાં... બંન્નેના ફોન મોડલ કવર બધુ જ સરખુ એ ભૂલાવામાં પડી... એણે શ્રુતિને ફોન પાછો મૂક્યો એમાં થી તો મેસેજ ડીલીટ કરી દીધેલાં અને પાછો પોતાનો ફોન લઇને ઓપન કરી મેસેજ ફરી ફરી વાંચ્યો સાથે સાથે એક વિચાર્ય સ્ફૂર્યો અને મનમાં મલકાઇ ઉઠી... સ્તુતિએ મનમાં કોઇ પ્લાન બનાવ્યો અને ફોન લઇને બહાર નીકળી ગઇ.
સ્તુતિએ સ્તવનને ફોન કર્યો પણ ના જ લાગ્યો. એણે પેલો મેસેજ વાંચીને કંઇક વિચારીને પાછી રૂમમાં ગઇ ત્યારે શ્રૃતિ ચા પીતી હતી.. દી તમે ચા પી લીધી ? મને ખૂબજ નીંદર આવતી હતી સોરી... પણ ચા મારી ઠરી જ ગઇ કંઇ નહીં ચાલશે.. થેંક્યુ દી ચા બનાવી તમે.. પણ તમે અત્યારે અહીં ઘરે કેમ આવ્યા ? શું થયુ પાપા ઓફીસે છે ? હું ઓફીસ આવવાનું જ વિચારતી હતી ફ્રેશ થઇને.
સ્તુતિએ કહ્યું "અરે સાચુ કહુ તું ટ્રેઇનીંગ પતાવીને આવી ત્યારથી થાકેલી લાગતી હતી વળી સવારે તેં ઓફીસે આવવા ના પાડી કે આરામ કરવો છે તો મને તારી ચિંતા થઇ કે એવી શું થાકી તું ? એટલે તારી ખબર લેવા જ આવી.
શ્રૃતિએ કહ્યું "એવું કંઇ નથી પણ સળંગ આટલા દિવસ અપડાઉન કર્યા અને સાંભળ સાંભળ કર્યું. લેપટોપ પર બધી એપ સમજાવી.. સારુ કહું મારું માથું ચઢી ગયેલુ યાર આટલા બધાં દેશ બધાનાં કાયદા કાનૂન જુદા-વીઝા- પાસપોર્ટ એ લોકોની હોલીડેઝ. એમાંયે કેટલાય કલાયન્ટ કંઇક જુદી જ જાતની રજાઓ માણવા જાય.. મારું માથું પાકી ગયેલું અને લોકલ ફાઇવસ્ટાર બુકીંગ પણ જોવાનાં...સાચું કહું આ વચ્ચે પૈસા ના આપ્યાં હોત તો છોડી જ દેત કોણ આ બધી પંચાતમાં પડે ભલે ઢગલો રૂપિયા મળતાં હોય..
સ્તુતિ રસપૂર્વક સાંભળી રહી.. પછી બોલી "પણ બિટ્ટુ બધાં બુકીંગ કરવાનાં હોય તો એ બધું કેવી રીતે કરવુ કલાયન્ટ એપ્રોચ કેવી રીતે કરવાનો એ લોકોની પસંદગી પ્રમાણેનાં કન્ટ્રી-સીટી -હોટલ -સાઇટસીન બધુ જ જોવું સમજવું ના પડે ? તો બધું શીખવું તો પડે ને ? તમને ટ્રેઇનીંગ કોણ આપતું હતું ? કોણ કોણ આવતાં હતાં તમને ગાઇડ કરવા ?
દી... છોડને કંટાળનજક છે પણ પૈસા ભરપૂર મળવાનાં એટલે જ કરુ થોડાં પૈસા ભેગા થઇ જાય પછી છોડી દઇશ પછી એમની જ કંપની માંથી ફોરેન ટૂર આપણે જઇ આવીશું એમ કહીને હસી પડી..
સ્તુતિએ ધીરજ બાંધતા કહ્યું "અરે એમ નહીં માણસો કેવાં છે આમ તો તું ખૂબ જ ચતુર અને ચાલાક છે ખાસ કરીને પુરુષોને તો તું તરત જ ઓળખી જાય છે એમની ? આંખ અને બોડીલેગ્વેજ થી તું જાણી જાય છે એ રીતે પૂછ્યું છું. સ્તુતિએ એનાં વખાણ કરીને પૂછ્યું.
શ્રૃતિએ કહ્યું દી આ લાઇન જ એવી છે ફાસ્ટ ફોરવર્ડ બધાનાં મન ક્યાં જાણવાનાં 90% બધાં... સમજી જાને આપણે સારાં તો જગ સારું અમને વિક્રમસર ટ્રેઇનીંગ આપતો હતાં ધર્મેશ સર ખાસ કંઇ બોલે નહીં બેસીને જોયા કરે એમનું ઓબ્ઝર્વેશન રહેતું પણ હાં દીદી...
પેલો મુંજાલ સર.. મને પહોંચેલો હરામી લાગ્યો મારી બોડી લેંગ્વેજ થી એ મારાથી દૂર રહ્યો હશે પણ બીજી ઘણી સાથે એણે રીતસર ફલર્ટ જ કરેલું અને એ છોકરીઓ પણ જાણે તૈયાર હતી.. ઠીક છે આપણે શું ? હું સાવધ છું.
સ્તુતિએ કહ્યું "ઓકે ચાલો સારું તું એલર્ટ છે એટલે વાંધો નહીં પણ મને આવું સાંભળીને પણ ચિંતા થાય છે.
શ્રૃતિએ કહ્યું "અત્યારે 90% લોકો, બીઝનેસ મેન બધાં જ આવી જ નજરનાં અને આડા ધંધાવાળા છે શું કરીશું ? કોને પહોચીશું કામ તો કરવાનુ જ છે.. પણ જોઇએ આગળ શું થાય છે ?
શ્રૃતિએ આગળ વધતાં કહ્યું "કલ્યાન્ટ એપ્રોચ અને સર્વિસ માટે અમારાં ઉપર મેસેજ આવે એમાં એમનો ફોન નંબર હશે અમારે સંપર્ક કરવાનો પછી એ લોકો કહે એ પ્રમાણે એમની હોલીડે અમારે પ્લાન કરી આપવાની... જોઇએ હવે આગળ કેવી રીતે કરવાનું છે ? પ્રેક્ટીસ હવે જ ખબર પડશે.
સ્તુતિ વિચારમાં પડી ગઇ... ઓકે તો આ એજ મેસેજ આવ્યો છે પણ હવે એ હું જ... વિચારવાનું છોડી એણે કહ્યું કંઇ નહીં ચાલ ઓફીસ જઇએ એમ કહી બંન્ને ઉઠ્યાં.
વધુ આવતા અંકે-- પ્રકરણ-37