ટ્રુથ બિહાઇન્ડ લવ - 35 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 35

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-35
સ્તવનને બેંગ્લોર ગયે 10 દિવસ ઉપર થઇ ગયેલાં અને સ્તુતિને કોઇ કામમાં મૂડ નહોતો આવી રહેલો. એ માંડ માંડ બે દિવસથી પાપાએ સોપેલાં કામમાં મન પરોવી રહી હતી. અને પાપાનો આગ્રહ પણ હતો કે બેટાં આટલી એન્ટ્રીનુ કામ પુરુ કરીને કલ્યન્ટને બે દિવસમાં આપવું પડશે. તું બીજા કામની દોડ ધામમાં છું તું આટલુ જરૂર પતાવી દેજે. જરૂર પડે મોડી સાંજ સુધી આપણે બંન્ને બેસીશું પણ આવવું જ પડશે. અને શ્રૃતિ પણ નથી એ ગઇ કાલથી ફ્રી થઇ છે પણ ખબર નથી કઇ દુનિયામાં જીવે છે એ આખો દિવસ ફોન પર જ હોય છે એને પૂછી લેવું પડશે એનું શીડયુલ એ બાકીનું એનુ કામ પુરુ કરશે કે આપણે જ કરી લેવું પડશે.
સ્તુતિએ કીધેલું કે પાપા કંઇ નહીં એને ગમતું કરવા દઇએ હું જાગીને કે ઘરે લાવીને પણ પુરુ કરીશ આમ પણ મને ફી થવું ગમતું જ નથી કંઇ.
સ્તુતિ કામ કરતાં કરતાં આવાં બધાં વિચારોમાં પરોવાય થોડીવાર સ્થિર થઇ જતી હતી અને ત્યાંજ અનાર ઓફીસે આવી અનારે એને જણાવું કે એને એનું જ કામ છે શ્રૃતિનું નહીં અને એ પણ કોન્ફીડેન્શીયલ છે તો એને ભારે નવાઇ લાગી અને ઉત્કઠાં થઇ રહી કે અનારને એવું મારું શું કામ છે ?
સ્તુતિએ લેપટોપને બાજુમાં કરી અનારને બેસવાનું કહ્યું "અનાર.. કેમ છે ? અને તને શ્રૃતિનું નહીં અને મારું કામ છે એ પણ કોનફીડેન્સીયલ ? એવું તો શું છે ? પહેલા એ જણાવ કે.. તું જે કંઇ કહેવા માંગે છે એમાં મારે કોઇ સીધું કે આડકતરુ કનેકશન છે ? અનાર સ્તુતિની સામે જોઇ રહી..
સ્તુતિએ આગળ બધીને કહ્યું "અનાર મને કોઇ બીજાની વાતો કે તકલીફમાં રસ નથી અને હમણાં મારાં પર કામનો બોજ ઘણો છે. હમણાં શ્રૃતિ પણ ઓફીસ નથી આવી અને પાપા બહારનું સંભાળે છે એટલે બધું જ મારાં માથે છે અને હું માનસિક પણ...
સ્તુતિ આગળ વધે એ પહેલાં જ અનારે કહ્યું "દીદી મને ખબર છે તમને કે શ્રૃતિને હવે બીજાઓનાં પ્રોબ્લેમમાં રસ નથી અને સ્વાભાવિક જ છે પણ હું આજે મારાં કે અમારાં સર્કલની ફ્રેન્ડ કે બીજા કોઇની નહી શ્રૃતિની જ કોન્ફીડેન્શીયલ વાત કરવા આવી છું. અને એટલેજ કે એક સમયે તમે લોકોએ અમને અણીનાં સમયે ખૂબ સધિયારો અને હિંમત આપી હતી.
સ્તુતિ ચોંકી અને બોલી શું ? શું કહે છે ? શ્રૃતિની કોન્ફીડેન્શીયલ વાત ? મમારી બીટ્ટુની એવી શું વાત છે ? અનાર તારું મગજ તો ઠેકાણે છે ને ? તમે લોકો એવી સર્કલ પાર્ટીઓ અને બોયફ્રેન્ડ સાથે ફરો છો તમારી કોન્ફીડેન્શીયલ વાત હોઇ શકે મારી બીટ્ટુની નહીં.. હજી દસ દિવસ પહેલાં જ મેં તને મુંબઇ પૂના હાઇવે પર વેલી રીસોર્ટમાં જોઇ છે એજ પેલાં મેકવાન સાથે તને જોઇને હું ચોંકી ગઇ હતી.. છેલ્લે મળી ત્યાં સુધી તો તું એનાં નામથી ભડકતી હતી.. તારું જીવન બરબાદ કર્યું વગેરે વગેરે અને હવે એ પાછો તારો એવો શું થઇ ગયો કે તું એની સાથે પૂલ સાઇડ બારમાં હતી ? આ શું છે બધું ?
અનાર થોડીવાર માટે સ્તુતિની સામે જોઇ રહી. પછી એની આંખમાં ગુસ્સો અને દયા બંન્ને ભાવ એક સાથે ઉમટયાં. એની આંખો ભરાઇ આવી અને આંસુ ગાલ પર સરકી ગયાં થોડીવાર એ એમજ રોતી રહી અને સ્વસ્થ થઇને બોલી...
"દી તમે મને શું સમજો છો ? મને ઓળખો છો ? હું હા ત્યાં રીસોર્ટમાં મેકવાન સાથે જ હતી તમે સાચાં છો પણ અત્યારે હું મારી વાત કરવા નથી આવી મારે શેર પણ નથી કરવી મારું હું ફોડી લઇશ... પણ તમારી બીટ્ટુ મારી ખાસ ફ્રેન્ડ છે.. અને એનાં વિશે મેં ડેડ પાસેથી સાંભળ્યુ એટલે તમને જ વાત કરવા આવી મેં એની સાથે વાત કરવા પ્રયત્ન કર્યા પણ મારે એક વાર પણ ફોન ના કનેક્ટ થયો. એણે અમને બ્લોક કર્યા હોય એવું લાગે.
"એની વે મારે કશાથી મતલબ નથી એકવાર તમને હું કહી દઊં પછી હું પણ છૂટી મને મારાં દીલમાં અફસોસ નહીં રહે કે મેં તમને વાત ના કરી કે મને જે ડેડે કહ્યું એ તમારી સાથે શેર ના કર્યું.
"અને દી સાચી વાત કહું. ડેડ જ્યારે મારી સાથે શ્રૃતિની વાત કરતાં હતાં ત્યારે એ સાંભળવા સાથે બીજી બાજુ મનમાં મને મારી વાતો મારો પાસ્ટ યાદ આવી રહેલો ફીલ્મની પટ્ટીની જેમ ફરી રહેલો.... હું મારાં ડેડને મારી ફ્રેન્ડની વાત કરતાં અટકાવી ના શકી ના હું મારું ચરિત્ર સારું કહી શકી.. હું તો ફસાઇ છું શ્રૃતિ ફસાય નહીં એટલે અગમચેતી આપવા જ હું આવી છું.
શ્રૃતિને તો ખબર પણ નહીં હોય.. કે એ જે લોકો સાથે કામ કરવાની છે એ લોકો કોણ, કેવા અને પહોચેલાં છે.. એનાં નસીબ સારાં કે પાપા ઓબેરોયમાં જ હતાં.. પણ પાપાએ પણ મને બધી ડીટેઇલ્સ નથી આપી ફક્ત એટલું જ કીધું "અનું.. તારી ફ્રેન્ડને મેં ઓબેરોયમાં જે સર્કલમાં બેઠેલી જોઇ એ લોકોને બધાને હું ઓળખું છું. ઘણો લાંબો ચોડો બીઝનેસ છે. પરંતુ માણસો સારાં નથી એ લોકો.. સફેદ ભેડીયા છે.. બધાંને સારી રીતે જાણું છું ધર્મેશ, મુંજાલ, વિક્રમ... આ લોકોથી દૂર જ રહેવાય હું એને ઓળખી ગયેલો કે તારી ખાસ ફ્રેન્ડ છે. આપણાં ઘરે અને કોલેજમાં સાથે હતાં જોયેલાં છે એટલે ઓળખી ગયો. બને એટલી ત્વરાથી એને સમજાવીને તે જો એ કંપની જોઇન્ટ કરી હોય તો છોડવા કહી દે હજી મોડું નથી થયું.
"દી સાચું ખોટું જે હોય.. પાપાની કદાચ ભૂલ પણ હોય એવું નથી કહેતી કે... એવું જ હશે પણ કંઇક દાળમાં કાળુ દેખાતું મને કીધું તમે તમારી રીતે તપાસ કરી લેજો મને પણ શ્રૃતિ ખૂબ વ્હાલી છે મારી અંગત છે એનું થોડું પણ કંઇ બગડે એ મારાંથી સહન જ નહીં થાય એટલે જે જેવું જાણતું હું તમને કહેવા માટે દોડી આવી. શ્રૃતિ ખૂબ બહાદુર અને હોંશિયાર છે ચાલાક છે છતાં અંતે તો સ્ત્રી છે... પ્લીઝ કોઇ જ ખોટી રીતે ના લેતાં.. સારાં જ આશયથી આવી છું તમને જેવું જાણેલું કીધું તમે જાણી સમજી પૂછીને આગળ નિર્ણય લેજો પ્લીઝ...
"દી હું રજા લઊં તમને કીધાં વિના ના રહી શકી દોડી આવી મારી કોઇ ભૂલ હોય માફ કરજો. રહી મારી વાત એ ક્યારેક કરીશું. હું મારી રીતે કરી રહી છું.. પછી... ખબર નહીં હું શું કરીશ શું હજી પાપા પાસે મોં નથી ખોલી શકી.. પાપાની નજરે ઉતરી જવું મારાં માટે મોત બરાબર છે પણ જોઊં શું થાય છે ?
શ્રૃતિને સંભાળી લો ભલે ચાલાક રહી પણ ક્યાંક કૂંડાળામાં ના પડી જાય એટલે જ જાણું તરત જ આવી. એમ કહી અનાર ઉભી થઇ ગઇ અને સજળ આંખે બાય કહીને ઓફીસની બહાર નીકળી ગઇ. સ્તુતિને ખબર જ ના પડી કે આ 30-40 મીનીટમાં મેં સાંભળ્યું શું બધું ?
અનાર આવીને ગઇ અને સ્તુતિને અજાયબ સ્થિતિમાં મૂકીને ગઇ. અત્યાર સુધી સ્તવનનાં વિરહનો તાવ જ હતો બાકી દીલ હળવું હતું પણ અત્યારે તો શ્રૃતિની નવી જોબનો બોજ મૂકી ગઇ એ સાવ જ જાણએ પત્થર થઇ ગઇ એને થયું આ બધું મેં શું સાંભળ્યું ? અનારે કીધેલું કે એનાં પાપાએ અનાર સાથે જે શેર કર્યું હશે એ સાચું હશે ?
અનાર શા માટે ખોટું બોલે ? શું એને શ્રૃતિને બદનામ કરવી હશે ? તો મને જ શા માટે કહેવા આવે ? નાના એમ જેવી હશે એવી પણ અનાર એવી ગંદી વ્યક્તિ તો નથી જ એની આંખોમાં શ્રૃતિ માટે અપાર લાગણી અને એને સાચવવાની વૃતિ જ દેખાઇ હતી એણે કીધું જ કે મેં સાંભળ્યું છે પણ તમે પ્હેલાં તાપસ કરી લેજો હું માત્ર ચેતવવા આવી છું.
બીટ્ટુ તો રોજ એ કંપનીનાં વખાણ કરતાં નહોતી થાકતી એ પ્રમોટર્સનાં વખાણ જ કર્યા કરતી હતી કેટલી બધી એ લોકોએ થોડાંક જ સમયમાં સફળતા મેળવી છે ઇન્ટરનેશનલ સ્તરે બીઝનેસ કેટલો વિકસાવ્યો છે ટ્રેઇનીંગનાં પાંચ જ દિવસમાં ૩૦ હજાર એડવાન્સ આપી દીધેલાં અને રોજ કોઇને કોઇ ગીફ્ટ મળતી ત્યાં ફાઇવ સ્ટારમાં લન્ચ લેવાનું બસ વખાણ્યાં જ કરતી હતી એ ખુશ પણ કેટલી રહે છે...
શું શ્રૃતિ... નીલમની જેમ જ કોઇ માયાજાળમાં ફસાઇ છે ? એની ચાલાકી અવેરનેસને પેલા લોકો જાણી ગયાં હશે એની સાથે એ રીતે ટ્રીટ કરતાં હશે ? અને ચાલાક પોતાને જાણનારી બિટ્ટુ સૂક્ષ્મ રીતે એ લોકોમાં આવી ગઇ હશે ? શું વાત હશે ? બીટ્ટુ કંઇ પણ આગળ ફસાય એ પ્હેલાં.. પણ એણે નીલમની.. અનારની આટલી વાતો સાંભળી હતી તો શું એ અવેર નહીં હોય ? અનારનાં પાપાને શું દેખાયું કે અનારને આમ બિટ્ટુ માટે કહેવા મોકલી ?
શું ખોટું શું સાચું શું કરું ? સ્તવનને પ્હેલાં વાત કરું ? આમ પણ એ કંપની વિશે સર્ચ કરવાનો હતો એનો સાથ હશે તો પહોંચી વળાશે. માં પાપાને હમણાં કોઇ વાત નથી કરવી હું અને સ્તવન પહેલાં બધુ જાણી લઇએ પછી વાત. એમ વિચારીને એણે સ્તવનને ફોન લગાડ્યો પણ ફોન સતત સ્વીચ ઓફ આવ્યો.
વધુ આવતા અંકે --- પ્રકરણ-36