મર્મનાદ Er.Bhargav Joshi અડિયલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

મર્મનાદ


ક્યારેક હસી ને હું ફરી ફરી રોયા કરું છું,
તૂટેલું એ શમણું ફરી ફરી જોયા કરું છું..

******* ******* ******* ******* *******

એ અંધારી ગલીઓમાં તમારી હાજરી નો પ્રકાશ અસ્ત પામ્યો,

ભીના કાજળ સાથે જાણે અમાસની મેહફીલ નો રંગ જામ્યો..

******* ******* ******* ******* *******

તૃષ્ણા રહે જે જળ ની એ મોત પછી મળે,
જિંદગી બની જેને ચાહો અંતે અજાણ મળે...

******* ******* ******* ******* *******

ચાલો ને ફરી એકવાર જિંદગીને જીવી બતાવીએ...
ઘણું રડ્યા છીએ આપણે હવે ફરી હસી બતાવીએ...

******* ******* ******* ******* *******

કલમ ની શમશેર જ્યારે મ્યાન ધારણ કરે,
માણસ ની સાથે ઘણા સબંધોનું મારણ કરે..

******* ******* ******* ******* *******

બહુ ઝડપી હશે ઘડિયાળ કેરા કાંટાઓ જે દોડી જાય છે,
કાં તો કોઈ નો સાદ હશે એને જે ઊંડે થી સંભળાય છે...

******* ******* ******* ******* *******

લાગણીઓ કઈ પાણી જ નથી સાવ,
એનું પણ એક સન્માન હોવું જોઈએ...

દરેક વખતે પ્રેમમાં ફક્ત સ્ત્રી જ ના ઝૂકે,
પુરુષ પણ નમે એવું વાન હોવું જોઈએ...

******* ******* ******* ******* *******

એમની યાદો ની હુંફ મારા પર અસર કરી જાય છે,
સારો છું કે કેમ જોવા માટે એ નજર કરી જાય છે..

******* ******* ******* ******* *******

ખબર જ છે કે નથી મળતા કોઈ કિનારા અહી ક્યારે,
તોય સાહિલ ટકરાય જ છે મળવા હરદમ એના આરે...

******* ******* ******* ******* *******

આજે પણ હું એના માટે એક આશ છું,
મને જ ખોટો વહેમ છે હું એનો ખાસ છું.

******* ******* ******* ******* *******

મને બધા ચાહે એ તો શોહરત છે,
હું એને ચાહું એજ તો કિસ્મત છે..

******* ******* ******* ******* *******

આ અશ્ક અને આંખનું મિલન પછી ગજબ કહેર મચાવશે,

બેનામ એમની આ પ્રેમની સજા પછી નાહક દિલ ચૂકાવશે...

******* ******* ******* ******* *******

ના જાણે પ્રણયનો આ કેવો તે અવતાર છે,
એની ખુશીઓ સાથે આંસુઓ સ્વીકાર છે...

******* ****** ******** ******* *******

ક્યારેક પોતાની લાગણીઓ બીજા ને દઝાડી જાય છે,
ત્યારે સબંધો નો માળો પછી પળમાં પીંખાઇ જાય છે.

******* ****** ******** ******* ********

પ્રેમમાં કયા કોઈ હિસાબ હોય છે,
સરવાળે હંમેશા દર્દ હજાર હોય છે..

******* ****** ******** ******* ********

કોઈ ની યાદો વગર તો શ્વાસ કેમ શ્વસાવે??
જેને કિસ્મતમાં લખ્યા એને કોઈ કેમ ભુલાવે?

******* ****** ******** ******* ********

શબ્દો ખૂટ્યા કે પછી કલમને હવે ધાર નથી??
કેમ આવું થયું ? શું પ્રણય હવે મજેદાર નથી??

******* ****** ******** ******* ********

હદ તો અમે શબ્દો તણી ક્યારેય વટાવી જાણી છે,
તમારી સોચ હજુ પણ મારા ઉંબરે જ અટવાણી છે...

******* ****** ******** ******* ********

આ હ્ર્દયમાં હજારો શબ્દો ની આવ જા છે ક્યાંથી યાદ રહે,

અસંખ્ય રાહ નો મુસાફર છું તારી રાહ મને ક્યાંથી યાદ રહે...

******* ****** ******** ******* ********

હું જ્યારે પણ તને યાદો રૂપે આવીશ,
આંખો સાથે તારા હ્રદયને પણ રડાવિશ..

******* ****** ******** ******* ********

લાગણીઓને ક્યાં હોય છે ક્યારે કોઈ ઢાંકણા,

દર્દ આપણું કહ્યા વગર જે સમજે તે આપણાં.

******* ****** ******** ******* ********

એક વૈચારિક લડાઈ લડે છે તું ખુદ ની સાથે,

પછી ક્યાંથી દિલ મિલાવી શકે તું મારી સાથે..

******* ******** ******* ******** ******

મને ખબર નહિ પ્રણય રોજ આમ ઘાત આપશે,

સહન કરવાની બહાર ના એ જજબાત આપશે.
******* ******* ******* ******* *******

તારા શબ્દોને કહે તો એક ઊંચી ઉડાન અર્પી દઉં,
પણ માળો બનાવી ને સહેજવાનો હવે સમય નથી;

તારા એ ફુલબાગ ને હું પાનખરમાં ખીલવી દઉં,
પણ વસંતમાં મોર બની ટહુકવાનો હવે સમય નથી..

******* ******* ******* ******* *******






મારી રચના કેવી લાગી તેનો અભિપ્રાય જરૂર આપજો..
જેથી કરીને હું મારા લખાણમાં રહેલ ખામીઓ અને ભૂલો ને સુધારી શકું.... જય હિન્દ મિત્રો..



આપનો દોસ્ત..
...✍️ભાર્ગવ જોષી "બેનામ"