એવું પણ બને 2.0 Er.Bhargav Joshi અડિયલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

એવું પણ બને 2.0


નમસ્કાર મિત્રો,

"એવું પણ બને_2.0" એ આગળ ના ભાગ નું નવું સંસ્કરણ છે જે પૂર્વવતના ભાગ ને મેં આગળ ધપાવવા પ્રયાસ કર્યો છે, તમામ વાચક મિત્રો આ ભાગને વાંચી અને તમારો પ્રતિભાવ અને સૂચન જણાવશો જેથી કરીને હું આમાં રહેલ ભૂલો ને સુધારી શકું અને ભવિષ્યમાં સારી રચનાઓ તમારા માટે રચી શકું, તમારા સૂચન અને પ્રતિભાવ મને હમેશા નવું લખવા સતત પ્રેરિત કરતા રહશે.. આભાર 🙏


તમારો મિત્ર.
... ✍️ ભાર્ગવ જોષી "બેનામ"




એવું પણ બનેે_2.0

રખે દગો મુજથી મારા દુશ્મનો જ કરે,
મને મારા પોતાના જ છળી જાય ક્યારેક એવું પણ બને..


એકસાથે રહેવા છતાં પોતાના ન બની શકે,
દૂર હોવા છતાં એ દિલ પર રાજ કરી જાય એવું પણ બને..


ક્યારેક નદી ને આરે તરસ ન છીપે મારી,
ને મધદરિયે એના લાગણીઓના નીર મળે એવું પણ બને...

પૂજીએ જેને ભગવાન માનીને આપણે,
ને સાચેજ એ પથ્થરના જ સાબિત ક્યારેક એવું પણ બને....

હોય અઘોર અંધારું જ્યારે ધરા પર,
ને એક દીપક તે દી સૂરજ બની નીકળે ક્યારેક એવું પણ બને..

આમ તો જિંદગી સાવ નીરવ છે મારી,
પણ એનો એક ટહુકો જીવન કલરવ કરી મૂકે એવું પણ બને..

આમ તો શાંત સાગર જેવું આ જીવન મારું,
ને એના કોમળ પગરવથી ખળભળી ઉઠે ક્યારેક એવું પણ બને..

બેહિસાબ સાહિલ ને ચિરી નાખનાર નાવ મારી,
બસ તારે જ કિનારે આવી ને ડૂબે ક્યારેક એવું પણ બને..


ક્યારેક તલવારના ઘા મારાથી ઝીલી પણ જવાય,
ને એની વાણીના ઘા ગહેરો જખ્મ આપી જાય એવું પણ બને..


સરેઆમ દુનિયાને ગજવતો એ શૂરવીર યોદ્ધો,
ને એક નમણી નાર સામે નિશબ્દ થઈ જાય ક્યારેક એવું પણ બને..


તને જોવાનો ગુનો આ આંખોએ કર્યો હોય,
ને સજા એની બેગુનાહ દિલ ભોગવે ક્યારેક એવું પણ બને..

ઘણીવાર લોહી કેરા સબંધો ન નિભાવી શકે,
ને ક્યારેક બેનામી સબંધ હૂંફ આપી જાય ક્યારેક એવું પણ બને...

ધસમસતો એ પ્રવાહ ન ડુબાડી શકે મને,
ને શાંત દેખાતા ઝરણામાં તણાઈ જાઉં ક્યારેક એવું પણ બને...

આસાનીથી પૂરી કરી લઉં હું સફર જિંદગીની,
જન્નત ને દ્વાર આવી ને ભૂલો પડું ક્યારેક એવું પણ બને...

દેખાતા હોય દૂરથી જે સબંધો રળિયામણાં મને,
ને પાસે જઈ જોવો નરા ઉઝરડા જ નીકળે એવું પણ બને...

દૂરથી દેખાય છે ખૂબસૂરત ચાંદની મને,
ને પાસે જઈએ તો સફેદ પથ્થર નીકળે ક્યારેક એવું પણ બને...

તું ચમકતી ચાંદની હોય પૂનમ તણી,
ને મારા આવવાથી ગ્રહણ લાગી જાય ક્યારેય એવું પણ બને...

દેખાઉં છું દુનિયાને ધગધગતો સૂરજ હું,
ને તારા માટે અંદર શીતળ ચાંદ હોઉં ક્યારેક એવું પણ બને..

દીસતી હોય નીરવ શાંતિ બધાને અહીં,
ને મનમાં વિચારોનું ધોડાપૂર ઉમડ્યું હોય ક્યારેક એવું પણ બને...

ક્યારેક બેભાન અવસ્થામાં એ ના ભુલાય તું,
ને ક્યારેક સજાગતા માં તને છોડી જવું પડે એવું પણ બને...

તારી "ના" પણ મને ન રોકી નીકળવા માટે,
ને તારી "હા" પગમાં બેડીઓ નાખે ક્યારેક એવું પણ બને...

તને શોધું હું દરબદર રસ્તા કે ગલીઓમાં,
ને તું મારા હર્દય મહીં જ નીકળે ક્યારેક એવું પણ બને...

હું એને દ્વાર સ્વપ્ન કેરી દુનિયા સજાવી દઉં,
ને કદીએ દુનિયા જોવા પણ ના કયારેક આવે એવું પણ બને..

લખું છું આ અઢળક ગઝલો બેનામ જેના માટે હું,
એ વાંચીને પણ શાયદ અજાણ રહે ક્યારેક એવું પણ બને..

ઘણાં બધાં નામી શાયરો ગુમનામ થઈ રહે,
કોઈ 'બેનામ' અહીં મશહૂર બની જાય ક્યારેક એવું પણ બને...

=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=