Benam ni rasdhar books and stories free download online pdf in Gujarati

બેનામ ની રસધાર



       "આ દુનિયા ના લોકો"

હે ઇશ્ચર કેવી બનાવી છે તે આ દુનિયા ??  ને આજ કાલ લોકો એકબીજા ને બનાવે છે,
નથી સમજ પડતી મુજને કે કેમ જાતને જ બનાવે છે,

છે અહીં તો લોકો ને એકમેકની લાગણીઓ ની જરૂર,
પણ ખબર નથી પડતું કે કેમ પૈસા પાછળ જ પડી છે,

શું સાચેજ  સમય બદલાયો છે કે બદલાયા છે લોકો ??
નથી સમજ પડતી કે કોણ ક્યાંથી બદલાયું છે,

ખરેખર શું માનવ ની જીંદગી આટલી પણ છે સસ્તી ???
ને "બેનામ" કેમ આજ લોકો ને બસ પોતાની જ પડી છે??

શું ભૂલ્યા છીએ આજ આપણે આ જિંદગાની માં,
લાગે છે "બેનામ" કે સાચેજ હવે સંસ્કારોની પણ ઘટ પડી છે.






                "નથી ગમતું મને"

સબંધો વચ્ચે નું આ વેર નથી ગમતું મને,
લોકો ની જીભ પર નું આ ઝેર નથી ગમતું મને,


ક્યાં સુધી દુશ્મની પોતાના થી રાખશે લોકો??
અંતે તો સૌ કોઈ પણ રાખ થશે લોકો,


 એકબીજાથી થતી આ ઈર્ષા નથી ગમતી મને,
આ લાગણીઓની પાછળ થતા એ છળ નથી ગમતા મને,

રખે કોઈ સારું કરે તો બીજાને દુઃખ શું કામ,
"બેનામ" લોકો ને થતી આ ખોટી જલન નથી ગમતી મને..






                     "એ દેશ કે વીરો"


ક્યાં યહી હૈ વો દેશ જિસને વીરો કો જન્મ દિયા???  
ક્યાં યહી હૈ વો ધરતી જિસને શૂરવીરો કો  સમાં લીયા ???



ક્યાં ખત્મ હો ગઈ બહાદુરી યા લહુ મે જોશ વો રહા નહિ,
એ  દેશ કે વીરો ક્યાં અબભી તુમ સબ સોયે હો ??


ઊઠો ચલો આગે બઢો યે દેશ કો તુમ્હારી દરકાર હૈ,
આજ નહીં અભી સહી યે વક્ત કી પુકાર હૈ,


દુનિયા કે હર કોને સે મિલતી તુમકો લલકાર હૈ,
ઇસ યે ગહરી નીંદ સે તુમ સબકો અબ જગના હૈ,

આઝાદી તો મિલ ગઈ હમકો ગુલામી કી જંજીરો સે,
પર અભી દેશ કો વો નહિ મિલા જો મિલના હૈ,


વિશ્વ કે પટલ પર નામ તિરંગે કા તુમકો  કરના હૈ,
દુનિયા કે હર કોને મે  દેશ કા નામ હો, યે કામ તુમ્હે અબ કરના હૈ,

બસ ઇતની ઈચ્છા હૈ "બેનામ" હમારી,
નીલે આસમાન મે ફહરે તિરંગા શાન સે..



                  
                     
"એ જિંદગી"


આહિસ્તા ચલ એ જિંદગી કુછ સાથી અભી  પીછે હૈ.

અકેલે મંજિલ પાલે ને સે ક્યા કૂછ ભી હાસિલ હૈ??

અપનો  લેકર ચલના હૈ, સપનો કો લેકર ચલના હૈ,

જરા સી  મુશ્કિલ ડગર હૈ, ખૂબસૂરત વો નગર હૈ,

કુછ દેર સે સહી પર પોહચેંગે, મંજિલ હમારી નિશ્ચિત હૈ,

આજ નહિ તો કલ ભી સહી, 
"બેનામ" યહાં સે જાના નિશ્ચિત હૈ,

આહિસ્તા ચલ એ જિંદગી  કુછ હમરાહ હમારે ધીમે હૈ..





                 
                    કોણ કહે છે???


કોણ કહે છે કે વરસાદ તો ચોમાસામાં જ વરસે છે,
ક્યારેક અમારી આંખોને નિહાળી તો જો,

કોણ કહે છે કે ઉભરાય છે ફક્ત નદીઓના જ પાણી,
ક્યારેક લાગણીઓ ને દ્વાર તું આવીને તો જો,

કોણ કહે છે કે ફૂલો ફક્ત બાગોમાં જ ખીલે છે,
ક્યારેક તો લોકોના દિલો
ને ઉઘાડી તો જો, 


કોણ કહે છે કે દુનિયા ફક્ત સ્વાર્થથી જ ભરી છે,
ક્યારેક મારા ગામડામાં પધારીને તો જો,

કોણ કહે છે કે અમાસ તો ખૂબ જ અંધારી છે,
તું એકવાર પ્રેમ નો દીપ જલાવી તો જો,

કોણ કહે છે કે મહોબત ફક્ત દર્દ જ આપે છે,
ક્યારેક મુજ જેવાને "બેનામ" દિલ તું  આપીને તો જો.





"જાગો એ લોકો"


જાગો જાગો એ જમાના ના લોકો,
જગાવવા તમને આજ સમય આવ્યો છે,

ક્યાં સુધી ઊંઘતા રહેશો ઓ માનવીઓ,
આજ ખુદ ખુદા તમારે આંગણે આવ્યો છે,

આ ધરતીનો કંપારો, ને નદીઓ માં પૂર છે,
અકાળ આજ તમારે આગણે આવ્યો છે,

ક્યાંક વરસે છે અનાધાર મેહુલો ને,
ને ક્યાંક તો કાળનો વાયરો આવ્યો છે,

ક્યાં સુધી છેતરવી છે કુદરત ને યારો,
ખુદા આજ ખુદ તમારે આંગણે આવ્યો છે,

ખોટા એ કામો, ને છેતરવા ના ધંધા,
ખોટી એ કમાઈ નો ઉધારો આવ્યો છે,

કહે છે "બેનામ", ચેતો એ જમાના ના લોકો,
કંઇક પુણ્ય કામ કરવાનો હવે સમય આવ્યો છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED