આર્યરિધ્ધી - ૩૯ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૩૯

રિધ્ધી એ પોતાની આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તે જમીન પર સૂતી છે. એટલે તે તરત ઉભી થઈ ગઈ અને થોડુંક ચાલી પણ તેને આસપાસ ચારે બાજુ સફેદ વાદળ સિવાય બીજું કંઈ દેખાયું નહીં. એટલે તે આગળ ચાલવા લાગી. થોડી વાર પછી તેને એક આકૃતિ તેની તરફ આવતી દેખાઈ.

એટલે રિધ્ધી અટકી ગઈ. રિધ્ધી એ તે આકૃતિ ને ધ્યાન થી જોઈ. આકૃતિ નજીક આવતા રિધ્ધી તેને ઓળખી ગઈ. તે આર્યવર્ધન હતો. આર્યવર્ધન ને જોઈ રિધ્ધી હસીને દોડી ને આર્યવર્ધન ને ગળે મળી. એટલે આર્યવર્ધને પણ રિધ્ધી ને પોતાની બાહો માં જકડી લીધી. થોડી વાર સુધી એ જ સ્થિતિ માં રહ્યા પછી બંને છુટા પડ્યા.

રિધ્ધી બોલી, “ તે આવતાં ઘણો સમય લગાડી દીધો. હું ક્યારનીય તારી રાહ જોઈ રહી છું.” આર્યવર્ધન રિધ્ધી પાસે આવ્યો અને રિધ્ધી નો ચહેરો જોયો. તેના ચહેરા ને પકડી ને બોલ્યો, “ હું અહીં આવ્યો નથી, પણ જઈ રહ્યો છું." રિધ્ધી આ સાંભળી ને નવાઈ પામી. તે બોલી, “ તારે ક્યાં જવાનું છે ?"

આર્યવર્ધન શાંત ચિત્તે બોલ્યો, “ અહીં થી ખૂબ જ દૂર એક જગ્યા પર, જ્યાં થી પાછું આવી શકાતું નથી." આ સાંભળી ને રિધ્ધી એ એક ડર અનુભવ્યો. આર્યવર્ધને રિધ્ધી નો હાથ પકડી ને પોતાના હદય પર મુક્યો. રિધ્ધી આર્યવર્ધન ના હદય ની ધડકન અનુભવી શકી નહીં.

એટલે રિધ્ધી બે ડગલાં પાછળ હટી ગઈ. તે સમજી ગઈ હતી કે આર્યવર્ધન હવે જીવિત નહોતો. એટલે રિધ્ધી ની આંખો માં આંસુ આવી ગયા. તે રડતાં રડતાં કહેવા લાગી, તે મને પ્રોમિસ કર્યું હતું કે તું મને છોડી ને ક્યારેય નહીં જાય. હંમેશા મારી સાથે રહીશ. જો તું મને છોડીને જઈશ તો હું પણ અત્યારે જ તારી સાથે જ આવીશ.

આર્યવર્ધને રિધ્ધી પાસે આવી ને રિધ્ધી ના આસું લૂછી નાખ્યા અને બોલ્યો, તારે અત્યારે ક્યાંય જવાનું નથી. તારે હમણાં જીવવા નું છે આપણા ભવિષ્ય માટે અને આપણી નિશાની માટે. આટલું કહીને આર્યવર્ધને રિધ્ધી નો હાથ પકડી રિધ્ધી નો હાથ તેના પેટ પર મુક્યો.

એટલે રિધ્ધી પોતાના ગર્ભમાં કઈક હલનચલન અનુભવ્યું. રિધ્ધી ના ચહેરા પર એક ચમક આવી. આર્યવર્ધને રિધ્ધી ના કપાળ પર એક હળવું ચુંબન કર્યું અને ચાલવા લાગ્યો. આર્યવર્ધન થોડે દુર ગયા પછી રિધ્ધી એ તેને બૂમ પાડી. એટલે આર્યવર્ધન તેના તરફ પાછો ફર્યો.

એટલે રિધ્ધી બોલી, આપણો પ્રેમ આવ્યા પછી હું તરત તારી પાસે આવીશ.” આ સાંભળી ને આર્યવર્ધને એક હળવું હાસ્ય આપીને ફરી થી ચાલવા લાગ્યો. થોડી વાર આર્યવર્ધન દેખાતો બંધ થઇ ગયો ત્યાં સુધી રિધ્ધી તેને જોતી રહી. અચાનક રિધ્ધી ની આંખો બંધ થવા લાગી.

તેણે ફરી થી આંખો ખોલી ત્યારે જોયું કે રાજવર્ધન, ક્રિસ્ટલ નિધિ અને ખુશી બધા તેની પાસે બેઠા હતા. એટલે રિધ્ધી તરત બેડ પર બેઠી થઈ ગઈ. ત્યાં જ મેઘના અને ભૂમિ રૂમ માં આવ્યા. ભૂમિ ની આંખો ની નીચે કાળા રંગના નિશાન હતા. જેના પર થી જોઈને સ્પષ્ટ થતું હતું કે ભૂમિ ખૂબ જ રડી હતી.

રિધ્ધી એ નિધિ ને પૂછ્યું, “ મને શું થયું હતું અને તમે બધા આ રીતે કેમ બેઠા છો ? નિધિ ધીરેથી રિધ્ધી પાસે આવી અને રિધ્ધી ના ખભા પર હાથ મુક્યો અને બોલી, “ મારે તને કઈક કહેવું છે. હું જે કઈક કહું તે સાંભળી ને તું ખુદને સંભાળજે." આ સાંભળી ને રિધ્ધી એ હકાર માં માથું નમાવી ને ઈશારો કર્યો.

એટલે નિધિ બોલી. “ રિધ્ધી તું પ્રેગ્નન્ટ છે અને તારા પેટમાં બે અઠવાડિયા નો ગર્ભ છે." આ સાંભળી ને રિધ્ધી એ માત્ર સ્માઈલ આપી. આ જોઈને બધા ને નવાઈ લાગી. નિધિ એ વિચાર્યું હતું કે આ વાત સાંભળી રિધ્ધી ને ઝટકો લાગશે કે તે આ વાત નહીં માને પણ અહીં તો તેનાથી બિલકુલ ઊલટું થયું. રિધ્ધી એ તેની વાત સરળતાથી સ્વીકારી લીધી.

રિધ્ધી એ બધા ના નવાઈ પામેલા ચહેરા જોઈ ને બોલી, મારે પણ તમને બધા ને કંઈક કહેવું છે. એ વાત ભૂમિ તમને કહેશે.” આ સાંભળી ને બધા એ ભૂમિ સામે જોયું. ભૂમિ એટલું જ બોલી શકી, આર્યવર્ધન ચાલ્યો ગયો છે સદાય ને માટે." આટલું બોલીને ભૂમિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એટલે ક્રિસ્ટલ તેને શાંત કરવા લાગી.

આ સાંભળી રાજવર્ધન જમીન પર ફસડાઈ પડ્યો. મેઘના ત્યાં જ ખુરસી માં બેસી ગઈ. મેઘના ને સમજાઈ નહોતું રહ્યું તે શું કરે. બાળપણમાં તેણે તેની મમ્મી ને ખોઈ દીધી હતી. રાજવર્ધન સાથે લગ્ન સમયે જ તેના પિતા ને પણ ગુમાવી દીધાં પછી આર્યવર્ધન જ એક વ્યક્તિ હતો જેને તે પિતા સમાન ગણતી હતી. તે અંતિમ વ્યક્તિ ને પણ તેણે ગુમાવી દીધી હતી.

રાજવર્ધન કંઈ સુજી રહ્યું નહોતું. તે જાણે કઈ પણ બોલવા ની સ્થિતિ માં જ નહોતો તેવું લાગી રહ્યું હતું. પણ રિધ્ધી ને જાણે આ વાત થી કોઈ અસર થઈ ના હોય તેમ બેડ પર થી ઉભી થઈ એટલે ક્રિસ્ટલે તેનો હાથ પકડ્યો. રિધ્ધી એ ટેબલ પર થી પાણી નો ગ્લાસ લઈને રાજવર્ધન ને આપ્યો અને તે રૂમ ની બાલ્કની પાસે ગઈ અને બહાર ના દ્રશ્યો જોવા લાગી.

થોડી વાર સુધી એમ જ ઊભી રહી. ત્યાં સુધી ભૂમિ થોડી શાંત થઈ એટલે રિધ્ધી પાછી ફરી ને બોલી, આર્યવર્ધન ભલે ચાલ્યો ગયો છે. પણ તે તેની એક નિશાની મને સોંપી ને ગયો છે. " આમ બોલી ને રિધ્ધી એ પોતાના પેટ પર હાથ ફેરવ્યો.

આર્યવર્ધન ની ફ્લાઇટ નું ક્રેશ થવું તે અકસ્માત હતો કે કોઈની ચાલ ? રિધ્ધી ના માતાપિતા ની બીમારી માટે કોણ જવાબદાર હતું ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી..