આર્યરિધ્ધી - ૩૮ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૩૮

નિધિ અને ખુશી બધા ને નમસ્કાર કરી ને લિફ્ટ તરફ ગયા એટલે મેઘના તેમની પાછળ ગઈ. રિધ્ધી, ક્રિસ્ટલ ત્યાં જ ઉભા રહ્યા. એટલે ભૂમિ બોલી, "ચાલો, હું તમને બહાર ફરવા માટે લઈ જાવ છું. " આટલું કહીને ભૂમિ તે બંને ને હાથ પકડી ને બહાર લઈ ગઈ. એક બટલર ભૂમિ ને કાર ચાવી આપી ગયો. એટલે ભૂમિ તે કાર ને ગરાજ માં થી બહાર કાઢી લાવી એટલે ક્રિસ્ટલ અને રિધ્ધી કાર માં સવાર થયા ગયા.

રાજવર્ધન થોડી વાર હોલ માં ઉભો રહ્યો પછી તે મેઘના ની પાછળ ચાલ્યો ગયો. તે ચારેય મૈત્રી ને જે રૂમ માં રાખવા માં આવી હતી ત્યાં ભેગા થયા. અત્યારે મૈત્રી દવા ની અસર હેઠળ સુઈ રહી હતી. એટલે ડો. નિધિ એ મૈત્રી ના શરીર માં સિરિન્જ ઇન્જેકટ કરી ને મૈત્રી નું બ્લડ સેમ્પલ લઈને ખુશી ને આપ્યું. એટલે ખુશી એ બ્લડ ને એક બોટલ માં લઈને તે બોટલ પર માર્કર પેન 'x' લખી દીધું.

ત્યાર બાદ તે ચારેય અંડરગ્રાઉન્ડ લેબોરેટરી માં પહોંચ્યા જ્યાં પહેલા રિધ્ધી ને બેહોશ રાખવા માં આવી હતી. લેબોરેટરી માં પહોંચી ગયા પછી રાજવર્ધન બોલ્યો, “અહીં આપણે સિરમ ને સિન્થેસાઇસ કરતાં પહેલાં તેની અસર ને તપાસવા માટે તેનું સેમ્પલ બનાવવું પડશે.

ખુશી આ સાંભળી ને બોલી, “ આપણે આ બધી મહેનત કરવા ની જરૂર નથી. તમે બધા એકવાર આ જોઈ લો.” આટલું કહીને ખુશી એ લેબોરેટરી માં રહેલું કમ્પ્યુટર ચાલુ કર્યું. તેમાં પાવરપોઇન્ટ ઓપન કરી ને એક એલગોરીધમ પ્રોગ્રામ બનાવ્યો. પછી બધા એ તે પ્રોગ્રામ જોયો પણ કોઈને તે પ્રોગ્રામ માં કઈ સમજ પડી નહીં.

એટલે ખુશી બધા ને સમજાવતાં કહ્યું, “ આ પ્રોગ્રામ મૈત્રી ના બ્લડ સેમ્પલ ને સિરમ અલગ અલગ વેરીએસન્સ સાથે મેચ કરી ને જણવાશે કે કયું વેરીએસન્સ રેડિયેશન ના અસર ને નહીવત કરી દેશે.” આ સાંભળી ને બધા ખુશ થઇ ગયા. મેઘના એ ખુશી ને પૂછ્યું, “ તો તે આ પ્રોગ્રામ ને શરૂ કરી દીધો છે ? ”

ખુશી એ ના પાડી એટલે રાજવર્ધને તેનું કારણ પૂછ્યું. "હજી આ પ્રોગ્રામ માં સિરમ નો ફોર્મ્યુલા અપલોડ નથી કરી એટલે પ્રોગ્રામ શરૂ નથી થયો." ખુશી એ કહ્યું. એટલે રાજવર્ધને તેના પોકેટ માં થી પેન દ્રાઈવ કાઢી ને ખુશી તરફ નાખી. ખુશી એ પેન દ્રાઈવ ને કેચ કરી ને કમ્પ્યુટર ના યુએસબી સોકેટ માં પ્લગ કરી દીધી. એટલે પેન્ડરાઈવ નો બધો ડેટા કમ્પ્યુટર માં કોપી થવા લાગ્યો.

થોડી વાર બધો ડેટા કોપી થઈ ગયા પછી ખુશી એ ડેટા ને ઍક્સેસ કર્યો ત્યારે ખુશી ને ડીએનએ વેરીએસન્સ જોવા મળ્યા પણ ખુશી ને તે સમજાયા નહીં. એટલે તેણે રાજવર્ધન સામે જોયું. રાજવર્ધન ખુશી પાસે આવ્યો અને ખુશી ને તે વેરીએસન્સ નીચે જોવા માટે ઈશારો કર્યો.

એટલે ખુશી એ બધા ડીએનએ વેરીએસન્સ ને અલોગોરીધમ પ્રોગ્રામ માં દાખલ કરી ને પ્રોગ્રામ શરૂ કરી દીધો. નિધિ અત્યાર સુધી એના ફોન માં કંઇક કરી રહી હતી પણ જેવો ખુશી એ અલગોરીધમ પ્રોગ્રામ શરૂ કર્યો એટલે તેણે કમ્પ્યુટર સ્ક્રીન પર નજર કરી. પછી તે બોલી, “ ખુશી, આ પ્રોગ્રામ ને તેનું કામ પૂર્ણ કરતાં ચાર થી પાંચ કલાક જેટલો સમય થશે તો ત્યાં સુધી આપણે બહાર ફરી આવીએ."

ખુશી એ હકાર માં માથું હલાવ્યું. મેઘના કે રાજવર્ધન બે માં થી કોઈ કઈ બોલ્યું નહીં. એટલે બધા મહેલ ના હોલ માં આવ્યા. ત્યાં થી તેઓ ગાર્ડન માં ફરવા માટે ગયા. બીજી બાજુ ભૂમિ એ કાર દ્રાઈવ કરતાં કરતાં રિધ્ધી ને મજાક માં પૂછ્યું, “રિધ્ધી, તારો કોઈ બોયફ્રેન્ડ છે ?" આ સવાલ સાંભળી રિધ્ધી હસી પડી.

તેણે હસતા હસતા હા પાડી. એટલે ભૂમિ એ રિધ્ધી ને તેનું નામ પૂછ્યું. રિધ્ધી એ આકાશ તરફ એક નજર કરી ને ઉંડો શ્વાસ લીધો અને બોલી, ‛ આર્યવર્ધન'. ભૂમિ અને ક્રિસ્ટલ આ સાંભળી ને હસવા લાગ્યા. થોડી વાર પછી ભૂમિ એ બેકસીટ પર બેઠેલ ક્રિસ્ટલ ને એ જ સવાલ પૂછ્યો. આ સવાલ સાંભળી ને ક્રિસ્ટલ નો ચહેરો શરમ થી લાલ થઈ ગયો.

ક્રિસ્ટલ કઈ બોલી નહીં. એટલે ભૂમિ કાર ને રસ્તા પર એક બાજુ એ ઊભી કરી દીધી. રિધ્ધી એ ભૂમિ ને પૂછ્યું, “ કાર ને કેમ અહીં બ્રેક કરી? ” એટલે ભૂમિ એ એક સ્માઈલ સાથે જવાબ આપ્યો, “ અહીં તારા માટે એક સરપ્રાઈઝ રાખેલું છે એટલે.” આટલું કહીને ભૂમિ એ પગદંડી એ આગળ વધી ત્યાર પછી ક્રિસ્ટલ અને રિધ્ધી પોતાની સાથે આવવા માટે ઈશારો કર્યો.

એટલે ક્રિસ્ટલ અને રિધ્ધી ભૂમિ ની પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડી વાર પછી તેઓ હૉર્સરાઈડીગ કોર્સ પાસે પહોંચ્યા. ત્યાં વિશાળ મેદાન માં ઘોડા ફરી રહ્યા હતા. આ જોઈને રિધ્ધી ના શરીર માં એક ખુશી ની લહેર દોડી ગઈ. રિધ્ધી એ ભૂમિ સામે જોયું. એટલે ભૂમિ હસી ને બોલી, “ મને ખબર છે કે તને ઘોડેસવારી કરવી ખૂબ જ ગમે છે. એટલે તને અહીં લાવી છું.”

આ સાંભળી રિધ્ધી દોડીને ચેન્જઇંગ રૂમ માં ગઇ. ત્યાં થી પ્રોટેકટિવ ગિયર્સ પહેરીને બહાર આવી. ભૂમિ એ રિધ્ધી નો ફોટો પાડવા માટે તેનો ફોન માં કેમેરો ઓપન કર્યો. એટલે રિધ્ધી પોતાનું હેલ્મેટ કાઢી નાખ્યું. એટલે રિધ્ધી ખુલ્લા સોનેરી વાળ હવામાં ઉડવા લાગ્યા. એ વખતે ભૂમિ એ રિધ્ધી ફોટોગ્રાફ લઈ લીધા પછી રિધ્ધી ને થમ્સ અપ સિગ્નલ આપી દીધો.

એટલે રિધ્ધી આગળ વધી. રેસકોર્સ ઇન્ચાર્જ જોકી એક ઘોડોની લગામ પકડી ને લઈ ને ત્યાં લઈને આવ્યો. એટલે રિધ્ધી તે ઘોડા પર સવાર થઇ ગઇ. ઘોડા ની લગામ પકડી ને ખેંચી એટલે ઘોડો આગળ વધ્યો. રિધ્ધી તે ઘોડા રેસકોર્સ ના ગોળ ગોળ ચક્કર લગાવવા લાગી. ભૂમિ અને ક્રિસ્ટલ બેન્ચ પર બેસી ને રિધ્ધી ને જોવા લાગ્યા.

રિધ્ધી જયારે ભૂમિ અને ક્રિસ્ટલ આગળ થી પસાર થતી ત્યારે ભૂમિ રિધ્ધી ના ફોટા પાડી લેતી. અડધા કલાક પછી દસ રાઉન્ડ પુરા થયા પછી રિધ્ધી સ્ટાર્ટટિંગ પોઈન્ટ પર પાછી આવી એટલે ઘોડો ઉભો રહી ગયો. એટલે ઇન્ચાર્જ જોકી ઘોડા પાસે ગયો અને રિધ્ધી ને ઘોડા પર પર થી નીચે ઉતરવા માં મદદ કરી.

પછી રિધ્ધી ભૂમિ અને ક્રિસ્ટલ તરફ ફરી ને બે હાથ ઊંચા કરી ને વિકટરી સાઈન બનાવ્યો એટલે ક્રિસ્ટલ અને ભૂમિ તાળી પાડવા લાગી. ત્યાર બાદ રિધ્ધી ચેન્જઇંગ રૂમ માં જઇ પ્રોટેકટિવ ગિયર્સ ઉતારી ને બહાર આવી ત્યાં સુધી માં ભૂમિ એ રિધ્ધી ના પાડેલા બધા ફોટોગ્રાફ આર્યવર્ધન ને મોકલી દીધા.

ત્રણેય પાછા આવી ને કાર માં બેસી ગયા. કાર સ્ટાર્ટ કરતી વખતે ભૂમિ એ રિધ્ધી ને પૂછ્યું, “કેવો રહ્યો હૉર્સરાઈડિંગ નો એક્સપિરિયન્સ." રિધ્ધી એ એક સ્માઈલ સાથે બોલી, " ખૂબ જ સારો " આ સાંભળી ને ભૂમિ એ કાર આગળ જવા દીધી. અડધા કલાક પછી તેઓ કિલ્લા પર પાછા પહોંચ્યા.

રાજવર્ધન અને નિધિ ગાર્ડનમાં ફરી ને પાછા મહેલ ના હોલ માં આવ્યા ત્યારે રિધ્ધી ,ભૂમિ અને ક્રિસ્ટલ તેમને હોલ માં મળ્યા. તેઓ બધા એકસાથે અલગ અલગ લિફ્ટ માં મૈત્રી ના રૂમ તરફ જતાં હતાં ત્યાં લાસ્ટ ફ્લોર પહોંચ્યા ગયા પછી અચાનક રિધ્ધી ને ચક્કર આવતાં તે બેહોશ થઈ ગઈ.

એટલે નિધિ એ રિધ્ધી ના પલ્સ ચેક કર્યા. રિધ્ધી ના પલ્સ નોર્મલ હતા. એટલે નિધિ રાજવર્ધન તરફ જોયું એટલે રાજવર્ધને રિધ્ધી ને ઊંચકી લીધી અને પાસે ના રૂમ માં લઇ ગયો. નિધિ એ તરત ખુશી ને કોલ કરી તેનો ડોક્ટર કીટ લઈને આવવા માટે કહ્યું. થોડી વારમાં ખુશી અને મેઘના નિધિ નો ડોક્ટર કીટ લઈને આવી ગઈ.

નિધિ થોડી વાર સુધી રિધ્ધી ને ચેક કર્યા પછી તેનો પોતાનું સ્ટેથોસ્કોપ ઉતારી ને ઉભી થઇ. એટલે રાજવર્ધન બોલ્યો, “નિધિ, રિધ્ધી ને શું થયું છે ?” નિધિ હસીને બોલી, “ રાજવર્ધન ગભરાવાની કોઈ વાત નથી. ગુડ ન્યુઝ છે. રિધ્ધી પ્રેગનન્ટ છે. એટલે તેને ચક્કર આવી ગયા હતા. " આ સાંભળી ને તે તમામ પગ નીચે જાણે જમીન સરકી ગઈ.

તે સમયે ભૂમિ ના ફોન પર કોઈ અજાણ્યા નંબર પર થી કોલ આવ્યો. એટલે ભૂમિ એ રૂમ માં થી બહાર નીકળી કોલ રિસીવ કર્યો, સામે થી અમુક શબ્દો બોલાયા પછી કોલ કપાઈ ગયો. એ શબ્દો સાંભળી ને ભૂમિ ના હાથમાં થી ફોન પડી ગયો. મેઘના ભૂમિ ની પાછળ ઊભી હતી.

મેઘના જોયું કે ભૂમિ ના ચહેરા પર થી રંગ ઉડી ગયો હતો. મેઘના એ તેને પૂછ્યું, “ ભૂમિ શું થયું છે ? કોનો કોલ આવ્યો હતો ?” ભૂમિ બોલી, “ એર ઇન્ડિયા એજન્સી માં થી કોલ આવ્યો હતો. મુંબઈ થી ન્યૂયોર્ક જઈ રહેલું પ્લેન ક્રેશ થઈ ગયું અને તેના બધા પેસેન્જર માર્યા ગયા છે. આર્યવર્ધન પણ. આર્યવર્ધન તે જ ફ્લાઇટ માં ન્યુયોર્ક જઇ રહ્યો હતો.


શું રિધ્ધી ખરેખર પ્રેગનન્ટ હતી ? આર્યવર્ધન ની ફ્લાઇટ ક્રેશ થઈ તે અકસ્માત હતો કે કોઈ પ્લાનિંગ હતું ? જાણવા માટે વાંચતા રહો આર્યરિદ્ધ...

વાચકમિત્રો આપ આપના અંગત કિંમતી અભિપ્રાય 8238332583 નંબર પર whatsapp મેસેજ કરીને મને આપી શકો છો.
- અવિચલ પંચાલ