પ્રકરણ-33
ટ્રુથ બિહાઇન્ડ લવ
સ્તુતિ સ્તવન બંન્ને જણાં વેલી રીસોર્ટમાં આવીને ખૂબ પ્રેમ-આનંદ લઇ રહેલાં. રૂમ પસંદ કરીને અંદર રહી જાણે સ્વર્ગની સફર માણી હોય એવો પ્રેમ કર્યો પછી રીસોર્ટ જોવા માટે લોબી પસાર કરીને બહાર નીકળ્યાં અને સ્તુતિની નજર અચાનક જ સ્વીમીંગપૂલ તરફ ગઇ ત્યાં ઘણાં પ્રવાસીઓ હતાં ત્યાં પૂલ સાઇડ બાર હતો અને સ્નેકસ પણ મળતું હતું ઘણાં લોકો સ્વીમીંગ સાથે ડ્રીંક્સની મજા લઇ રહેલાં. ઘણાં કપલ એમજ ડ્રીંક્સ લઇને બેઠાં હતાં બીજા લોકોને જોઇને મજા માણી રહ્યાં હતાં.
એમાં એક કપલ જે એક બીજાની બાહોમાં વીંટળાઇને બેઠેલાં એનાં ઉપર સ્તુતિની નજર પડી અને મોંઢામાંથી ઓહ અનાર એવું સરી ગયું.. અને આ એની સાથે કોણ છે ? મેકવાન ? આ શું ચક્કર છે ? અત્યાર સુધી તો એ... અને એણે વિચાર્યું મારે શું ? પણ આશ્ચર્ય ખૂબ થઇ રહેલું...
સ્તવને કહ્યું "એય મીઠી શું વિચારોમાં છે ? કોના તરફ ધ્યાન ગયું ? કોણ છે ? તું ઓળખે છે ? કોણ... શું નામ બોલી ?
સ્તુતિએ વાત વાળી લેતાં કહ્યું "એય રાજા... છોડને હશે આપણાંમાં જ રહે આ મુડ નથી બદલવાનો આપણે દુનિયા છે જેને જેમ જીવવું હોય જીવે આપણને શું ફરક પડે છે.
સ્તવન કહે આપણામાં જ છું પણ તું જાણે કોઇને ઓળખતી હોય એમ બોલી એટલે પૂછું છું. સ્તુતિ કહે એતો દૂરથી એવું લાગ્યુ કે શ્રૃતિને કોઇ ફ્રેન્ડ છે પણ મને ભ્રમ થયો છોડ.. આપણે અહીં બધુ જોવા જઇએ અને તારે આઇસ્ક્રીમ ખાવો છે ને ? પછી તારો ક્યારે મૂડ બની જશે ખબર જ નહીં પડે એમ કહીને જોરથી હસી પડી અને અનારની વાત મગજમાંથી કાઢી જ નાંખી...
એય... વ્હાલી થોડું ફરી... આઇસ્ક્રીમ ખાઇને પાછાં રૂમમાં કેદ થઇ જઇશું... સમય ક્યાં સરકી રહ્યો છે ખબર નથી પડતી.. રાત્રી... સાંજની તો ફલાઇટ છે અને હજી મુંબઇ દૂર છે.
સ્તુતિ કહે બીજી વાતો પર ના ચઢ... ચાલ જો આઇસ્ક્રીમ કાઉન્ટર આવી ગયું ચલ.બંન્નેએ કોફી આઇસ્ક્રીમ લીધો એ લોકોનો મોસ્ટ ફેવરીટ અને બાજુની બેન્ચ પર બેસીને એકબીજાને ખવડાવી રહ્યાં.
સ્તુતિએ કહ્યું "શું મસ્ત દ્રશ્ય છે જાન... જોને ચારે તરફ કુદરત જ કુદરત છે મને આવું જ ખૂબ ગમે. આપણે જંગલમાં જ રહેવા જતાં રહીએ આવા આવા વૃક્ષોથી આચ્છાદીત વિસ્તારમાં વચ્ચે નાનકડું ઘર.. આખો દિવસ તારે આપણાં ફાર્મમાં કામ કરવાનું અને વચ્ચે વચ્ચે...
સ્તવને લૂચ્ચાઇથી પૂછ્યું "વચ્ચે વચ્ચે તને આવીને ચૂમી લેવાનું એમ જ ને ? સ્તુતિ કહે તેને તો બીજા વિચાર જ નથી આવતાં વચ્ચે વચ્ચે આપણે સીઝનલ ફૂલો શાકભાજી ઉતાડવાની અહી તો સ્ટ્રોબેરી પણ મસ્ત થાય.. કેવી મજા આવે ?
સ્તવને સ્તુતિનાં હોઠ ચૂમીને કહ્યું "મારી તો આખે ખૂબ મીઠી સ્ટ્રોબેરી બસ એનું જ રસપાન કર્યા કરુ આજ મીઠાં લાલ લાલ હોઠ...
એય મારાં મજનું ચાલ આઇસ્ક્રીમ પતાવીને પછી.. હાં હાં ચાલ ચાલ મારો તો તારાં બોલવાથી જ જાણે મૂડ બની ગયો છે પછી ના છૂટકે ઘરે જવું પડશે ને પછી બેંગ્લોર ....
થોડાં સમય માટે બંન્નેનાં ચહેરાં પર ઉદાસી છવાઇ ગઇ.. સ્તુતિએ કહ્યું "સ્તવન મને નહીં ગમે તારાં વિનાં હવે તે લગ્ન કરી લીધાં મારી સાથે હવે તારી કવિતાની જેમ રોજ રોજ મધુરજની કેવી રીતે માણીશું ?
સ્તુતિને કહ્યું "મારી રાણી હું આવી જઇશ... ક્યારેક તને હું બેંગ્લોર બોલાવી લઇશ.. થોડોક સમય છે વિરહનો ... એય. જાન.. એની પણ મજા છે ખબર છે વિરહ પછીનું મિલન કંઇક અનોખો પ્રેમાળ અનુભવ હોય છે.
વાતો કરતાં કરતાં બંન્ને જણાં રૂમ તરફ આવ્યાં અને એમની લોબીનાં છેડાનાં રૂમમાં દરવાજો ખૂલ્યો અને અનાર મેકવાન બહાર નીકળ્યાં... સ્તુતિએ એ તરફ જોયું અને અનાર સાથે આંખ મળી.. અનાર જાણે ઓળખતી જ ના હોય એમ નીચું મોં કરીને મેકવાન સાથે નીકળી ગઇ. સ્તુતિએ વિચાર્યું આ છોકરી શું કરી રહી છે ? હશે.. કાલે વાત એમ કહીને વિચારો વાળી લીધાં.
સ્તવને કહ્યું "કેમ વચ્ચે વચ્ચે ડીસ્ટ્રેક્ટ થાય છે શું વાત છે ? કંઇ વિચારો ચાલે છે ? શું તકલીફ છે ? અત્યારે આપણો સમય છે બીજું કાંઇ ના જોઇએ.
સ્તુતિએ કહ્યું "ચાલ કંઇજ નથી તારાં સિવાય મારાં મન વિચારોમાં કોઇ આવી જ ના શકે. એમ બોલતાં બોલતાં બંન્નેએ રૂમમાં પ્રવેશ કર્યો અને રૂમ અંદર જઇને લોક કર્યો.
સ્તવને અંદર જઇને સ્તુતિને વળગીને સીધો બેડ પર પડ્યો જાણે છૂટાં જ ના પડવાનાં હોય બે શરીર એમ જ.
સ્તુતિએ કહ્યું એ પાગલ શું કરે છે ? સ્તવન કહે પાગલ કીધો એટલે પાગલવેડાં કરું છું અને બંન્ને જણાં હસી પડ્યાં.
લયલા મજનુનું કેરેક્ટર પાછું પડે એવા આ બે પ્રેમી પોતાનો પ્રેમ સાથ માણી રહ્યા.. હોઠ, આંખ, ગળુ, ઉરોજ કેડ, પગ, હાથ, કોઇ અંગ બાકી નહીં એમ એકમેકને ચૂમતાં રહ્યાં. પ્રેમનાં આવેશમાં વસ્ત્રો ક્યારે વચ્ચેથી હઠી ગયાં ખબર જ ના પડી.
સ્તુતિએ બંન્નેનાં નિર્વસ્ત્ર પ્રેમમગન તન જોઇ કહ્યું "એય મારાં નાગ તે સાચેમાં ના નાગણને પ્રેમ કરતાં જોયાં છે ? એકબીજાને ચહેરાથી પૂંછ સુધી વળગીને પ્રેમ કરે ખૂબ ખૂબ સહેલાવે ઉત્તેજનામાં માત્ર પૂંછડી ઉપર ધરતી પર ઉભા રહી જાય ક્યાંય સુધી પ્રેમ આલાપમાં રહે અને કોઇ એમને એ સમયે વિક્ષેપ કરે તો છોડે નહીં..
સ્તવને કહ્યું "મેં જોયાં નથી સાક્ષાત પણ વીડીયો ઘણાં જોયાં છે અને એમનાંથી પણ વધારે હું તને અત્યારે પ્રેમ કરી રહ્યો છું મને પણ કોઇનો વિક્ષેપ નથી જ સહેવાતો અને એજ સમયે સ્તુતિનાં ફોનમાં રીંગ વાગી.. સ્તુતિએ હાથ લાંબો કરી ફોન લીધો અને સ્ક્રીનમાં જોયું તો શ્રૃતિ હતી.
સ્તવને કહ્યું "હજી હું બોલું છું કોઇ વિક્ષેપ ના જ જોઇએ જેનો હોય એનો ઉપાડીશ નહીં ફોન સ્વીચ ઓફ કર સ્તુતિએ સીધો અમલ કર્યો ફોન સ્વીચ ઓફ કર્યો. બોલી મારો નાગ કહે એમ જ કરું કોઇ જ ના જોઇએ વચ્ચે અને બંન્ને જણાં પાછાં પરોવાઇએ ખૂબ જ પ્રેમ કરવા માંડ્યો. સ્તુતિએ તો સ્તવનને આંટી મારીને સાવજ નાગણની જેમ વળગી ગઇ અને નાગણને પ્રેમ કરતો નાગ શ્વાસ ભરાઇ જાય ત્યાં સુધી મંથન કરતો રહ્યો અને એક સાથે થયેલી તૃપ્તિનો એહસાસ અને બંન્ને જીવ શાંત થયાં.
સ્તુતિ.. સ્તવન બધુ જ આરોપીને રીસોર્ટથી બહાર નીકળ્યાં એ સ્તવને કાર હાંકારી.. આજે બંન્ને જણાં ખૂબ આનંદમાં અને તૃપ્ત હતાં. સ્તુતિએ કહ્યું "માય લવ હવે થોડાંક કલાક પછી વિરહ જ વિરહ કેમ વેઠાશે મારાથી ?
મને થાય હું પણ આવી જઊં તારી સાથે સ્તવને કહ્યું કંઇજ બોલ્યા વિનાં મને વળગી જા વિરહની વાતોમાં અત્યારનાં સાંન્ધિયનું સુખ નથી ગુમાવવું આવીજા અને સ્તુતિ સ્તવનને વળગી ગઇ...
**************
સ્તવનની જવાની તૈયારીઓ થઇ ગઇ. માંએ નાસ્તો અને બીજા કપડાં વિગેરે વસ્તુઓ તૈયાર કરીને સ્તવને આપી સ્તુતિ એકલી જ એરપોર્ટ મૂકવા જવાની હતી. સ્તવને સ્તુતિમાં માં પાપા સાથે વાત કરી લીધી હતી. સ્તુતિએ કહ્યું શ્રૃતિ સાથે વાત કરી લે પછી નહીં થાય. એમ કહીને ફોન લગાવી આપ્યો.
"હા બોલ દી.. ફોન કર્યુ ઉપાડે નહીં પછી ફોન સ્વીચ ઓફ કરી દે.. એવી તો જીજુમાં શું હતી કે ફોન ના ઉપાડે ?
સ્તવને કહ્યું "શું કર્યું મારી વ્હાલી સ્તુતિ માંડ બે દિવસ મારી પાસે હોય વચ્ચે કોઇ અંતરાય થોડો લેવા દઊં હા.હા.હા. સ્તવને બોલું છું તારી દી ડ્રાઇવ કરે છે એરપોર્ટ જઇએ છે હું બેંગ્લોર જવાનો અત્યારે બાય ધ વે મારી અર્ધી ઘરવાળી કેવી રહી ટ્રેઇનીંગ પ્હેલો દિવસ હતોને ? "એમ જીજુ આવું ના બોલો પછી અર્ધીઘરવાળી હક જતાવવા માંડશે તો ભારે પડશે. પછી વધુ બોલવું કાબૂમાં કરી કહ્યું.. સરસ હતો પહેલો દિવસ.. જોઇએ આગળ શું થાય કે કંઇ નહીં. હેવ એ ગ્રેટ ટાઇમ જીજુ. લવ યુ હું દી સાથે પછી વાત કરીશ.. બાય ગુડ લક એમ કહીને ફોન મૂક્યો.
સ્તુતિ એરપોર્ટ પહોચી - કાર પાર્ક કરીને એ અંદર જ બેસી રહી રીસ્ટવોચને જોઇ કહ્યું હજી વાર છે અહીં બેસીને વાતો કરીએ. અંદર ગયાં પછી...
સ્તવને સ્તુતિની આંખોમાં આંખ પરોવી અને સ્તુતિએ કાબૂ ગુમાવ્યો.. આખો, ઉભરાઇ આવીએ સાગરની જેમ ખારા પાણી વછૂટયા…
વધુ આવતા અંકે ... પ્રકરણ-34
"""""""""""""""""""""""""""