ટ્રુથ બિહાઇન્ડ લવ - 34 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 34

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-34
સ્તુતિ-સ્તવનને મૂકવા એરપોર્ટ આવી.. સ્તવનની ફલાઇટની થોડીવાર હતી સ્તુતિએ કહ્યું સારુ થોડીવાર કારમાં જ બેસીએ પ્લીઝ અંદર ગયાં પછી નજરો જ મળશે.... હાથ નહી... અને સ્તુતિની આંખોમાં સાગર આસુઓનો ખારો ઉભરાયો પણ યાદ મીઠી મીસ કરી રહ્યો.
સ્તવને સ્તુતિની આંખમાં આંખ પરોવીને કહ્યું એય જાન કેમ ઓછું લાવે ? આપણે ત્રણ દિવસ કેટલો મીઠો પ્રેમ વાતો અને સાંન્ધિય માણ્યુ એ યાદ કર... વિરહ તો આવે ને જાય યાદ માત્ર સાથ સાથની જ રાખવાની.
સ્તુતિએ કહ્યું "સ્તવન તું સમજાવે સમજુ છું પણ આમ મારાથી વિરહ નથી સહેવાતો... આટલો સહેવાસ માણ્યા પછી તારો અભાવ કેમ કરીને સહી શકીશ ? નથી મારામાં એટલી શક્તિ... એય સ્તવુ તારા વિના હું સાવ પાંગળી.. સ્તુતી એ ડૂસ્કુ ખાધુ અને ધુસ્કે ધૂસ્કે સ્તવનનાં ખભે માથું મૂકીને રડી પડી.. આઇ કાન્ટ લીવ વીધાઉટ યુ. પ્લીઝ બીલીવ મી.
સ્તવને કહ્યું "એય હું પાછો આવી જઇશ બીજા 15 દિવસ ક્યાં વિતી જશે ખબર પણ નહીં પડે.. પાપા સાથે તું ઓફીસમાં કામ કરીશ.. આમ.. સમય વિતી જશે તને ખબર પણ નહીં પડે. અને દિવસ બપોર-સાંજ - રાત આપણાં સમયે વાત તો કરીશું જ અને અનૂકૂળ સમયે તો વીડીયો કોલ.
હું તને તૂં મને વીડીયો કોલ પર જોઇ શકીશું માણી શકિશું તારાં ચ્હેરાની એક એક રેખા હું વાંચી શકીશ.. તને એહસાસ કરાવીશ કે જો હું ફક્ત તને જે જીવું છું.
સ્તુતિ ભીંસ દઇને સ્તવનને વળગી ગઇ.. એય જાન લવ યુ. સ્તવુ સાચું કહું એક વાત મારાં મનમાં ઘર કરી ગઇ છે એને હું કાઢી જ નથી શક્તી... એ વધુને વધુ મારામાં વ્હેમની જેમ પરોવાતી જાય છે અને મને અસલ પીડા આપી રહી છે. તને લાગશે હું વહેમ કરુ છું પણ...
સ્તવને કહ્યું "એવી શું વાત છે ? દીલ ખોલીને વાત કરને.. સ્તુતિએ કહ્યું" પેલા દિવસે આપણાં ઘરે માંના કહેવાથી આપણે સેવામાં દર્શન સાથે કરવા બેઠાં માં એ દીવો કરવા કીધેલો અને મેં દીવો પ્રગટાવેલા.. પ્રગટી ગયો. અને પછી કોઇ કારણ વિના અચાનક જ બૂઝાઇ ગયો હતો. એ સમયે ના બીલકુલ પવન હતો ના કોઇ બીજુ કારણ.. અને તું કાયમ કહે છે કારણ વિના કાંઇ જ ના બને એ દીવો આપણે પહેલીવાર સાથે બેસીને કરેલો. બસ એ વાત મારાં મનમાંથી નીકળતી નથી.. અશુભ સંકેત જ આવ્યાં કરે છે. સ્તવન મને બસ આજ બીક બેસી ગઇ છે. કાલે અને આજે આટલો પ્રેમ-વ્હાલ - વાતો કરી પણ અંદર સ્પષ્ટ કાંઇ ડર સતાવી રહ્યો છે. કંઇ થશે નહીં ને સ્તવન ? માંરો તો જીવ કળીએ કળીએ કપાય છે.
સ્તવને કહ્યું "અરે કોઇ વાર થાય એકસીડેન્ટલી એમં વ્હેમ થોડાં રખાય ? ભણેલી ગણેલી થઇને આવું બધામાં માને છે ? કેમ આમ ? રડ નહીં બધું સારું જ થશે.
સ્તુતિએ કહ્યુ "એય આપણે બ્રાહ્મણ જીવ છે અને સૂક્ષ્મ સંકેતો ઉકેલવાની આપણામાં જન્મજાત આવડત હોય છે અને કારણ વિના કેમ કંઇ થાય ? ના-પવન ના પંખો ચાલુ ના કોઇનો ઉચ્છાવાસ હતો છતાં આપણે પ્રગટેલો દીપ એમ જ જાણે કોઇ કાળમુખી પવન આપ્યો અને હોલવાયો.. મને લાગુ મારાં માટે જ કોઇ સંકેત છે. કંઇ નહીં માંબાબા બધુ ધ્યાન રાખે જ છે રાખશે જ.
સારુ બીજુ વાત કહું ? તું મને વહેમથી ના કહીશ પણ ગઇ રાતથી મારાં દીલમાં તોફાન અને મનમાં કોઇ અગમ્ય મંથન ચાલી રહ્યું છે. આપણે એકબીજાને પ્રેમનાં વચન આપી.. અગ્નિ સાક્ષીથી વધુ વચનનાં અગ્નિને પ્રાધાન્ય આપી લગ્નવિધી જાણે કરી તન મન આત્માથી એક થયાં મધરૂરજની માણી. અપાર પ્રેમ કર્યો. ખૂબ સંતૃપ્તી મળી.. અને હવે જાણે કોઇ લાંબો વિરહ આવવાનો હોય એવી લાગણી કેમ થઇ રહી છે સમજાતું નથી.
સ્તવન સ્તવન.. પ્લીઝ તું ના જાને મારું હૈયું પીડાથી પીડાઈ રહ્યું છે મને મને.. બધાંજ અધપતન થતાં હોયએવું લાગે છે મારી આંખ ફરતી રહી છે અને દીલમાં અગમ્ય અસલ પીડા છે. પ્લીઝ તું મને છોડીને ના જા.. કેન્સલ કરાવી દે.. ટીકીટ-- પ્લીઝ ના જા તુ આઇ બેગ યુ. એમ રડતી રડતી સ્તવનનાં પગ પકડી લીધાં અને ખૂબ રડી રહી હતી.
સ્તવને કહ્યું "અરે અરે સ્તુતિ કેમ તું આટલી અમંગળ વાતો કરે છે ? એવું કશું જ નથી થવાનું ધીરજ રાખ 15 દિવસ આમ પસાર થઇ જશે. ખબર પણ નહીં. પડે કેમ આ વખતે તું આમ આટલી ઢીલી થઇ ગઇ છો ?
સ્તવનની આંખોમાં પણ આંસુ ધસી આવ્યાં એની ધીરજ ખુટી ગઇ એણે સ્તુતીને ઉભી કરીને છાતીએ વળગાવી કહ્યું "એય જાન તને કેમ આવું થાય છે ખબર છે ? આપણે વચનવિધીથી જોડાયાં... તન-મન-આત્મા એક થઇ ગયો ખૂબ પ્રેમ કર્યો મધુરજની માણી.. માણ્યાં કરી એ પછીનો પહેલો વિરહ છે જાન.. મને પણ અસહય વેદનાં છે પણ જે કામ છે ભણવાનું છે.. એ છે જ.. ધીરજ રાખ હવે શાંત થા મારી ફલાઇટનો સમય થઇ ગયો. તું શાંતિથી ઘરે જા.. મારે અંદર જવું પડશે. લવ યુ અને એણે સ્તુતિને ફરીથી વ્હાલ કરીને હોંઠ પર ચુસ્ત ચુંબન લઇને કહ્યું પહોચીને તરત ફોન કરીશ. લવ યુ. એમ કહીને પોતાની એટેચી લઇને બહાર આવ્યો કારની..
"તું અંદર જ બેસ હું જઊં છું પછી તું નીકળી જજે એમ કહીને સ્તવન એરપોર્ટ બિલ્ડીંગ તરફ જવા લાગ્યો.
સ્તુતિ જતાં સ્તવનને જોતી રહી.. પોતાનાં દીલથી નીકળીને જાણે પોતાનો જીવ આત્મા-પ્રેમ જઇ રહ્યો હોય એવો એહસાસ એને થઇ રહ્યો.
સ્તવનનાં વધતાં એક એક પગલે એનાં હૃદયમાં જાણે ચીરાડો પડી રહેલો અગમ્ય ભય એને સતાવી રહેલો અને એણે સ્તવન અંદર ગયો અને કારનો ડોર બંધ થતો જોવો એણે ગાડી સ્ટાર્ટ કરી સ્તવનનાં ઘરતરફ ગઇ.
*********
સ્તવનનાં ઘરે પહોંચીને એણે વિનોદાબેનને ચાવી આવી અને કહ્યું મંમી હું ઘરે જઊં છું. માં એ કહ્યું ગાડી લઇને જ મને પછી ગમે ત્યારે મૂકી જજે રાત થઇ જવાની હમણાં સ્તુતિએ કહ્યુ ના માં... હું ટેક્ષીમાં જતી રહું છું એમ કહીને પાછી વળી અને એવો વિનોદાબેનને એકદમ વળગી ગઇ અને ધ્રુસ્કે ધુસ્કે ફરી રડી પડી..
વિનોદાબેન કંઇ સમજે એ પહેલાં પાછીએ છૂટી પડીને કમ્પાઉન્ડની બહાર નીકળી ગઇ. સ્તુતિને જતાં ક્યાંય સુધી જોઇ રહેલા વિનોદાબેન સ્વગત બોલી ઉઠ્યા ? તારી પીડા હું સમજુ છું દીકરી.. ખૂબ સમજુ છું અને નિસાસો નાંખી અંદર જતા રહયાં.
***************
આમને આમ દિવસો વીતતાં ગયાં. સ્તવનને ગયે તો 10 દિવસ ઉપર થઇ ગયું એ લોકોનાં શીડયૂલ પ્રમાણે ફોન પર વાતો થતી રહી. સ્તુતિ હવે પહેલાં કરતાં ઘણી સ્વસ્થ હતી એ વચ્ચે બે વાર સ્તવનનાં પેરેન્ટસને પણ મળી આવી.
ઓફીસમાં પાપા સાથે કામ કરી રહી હતી. બધો સમય પસાર થઇ રહેલો. આ બાજુ શ્રૃતિની ટ્રેઇનીંગ પણ પુરી થવા આવી હતી એ પણ ખૂબ જ ખુશ હતી.
સ્તુતિને રીસોર્ટમાં અનારને જોઇ હતી એ વાત તો સાવ વિસરી ગઇ હતી કારણ કે એ સ્તવનનાં વિરહમાં જ પોતે જ સાવ ડીસ્ટર્બ હતી અને શ્રૃતિને પણ ટ્રેઇનીંગ દરમ્યાન ડીસ્ટર્બ કરવા નહોતી માંગતી.. સહુ સહેવું જાણે.
આમ એક દિવસ પાપા કોઇને મળવા માટે મરીન લાઇન્સ ગયેલાં હતાં સ્તુતિ એકલી ઓફીસનાં બેઠી હતી અને અચાનક જ અનારનું આગમન થયું એણે સ્તુતિને કામ કરતી જોઇ કાચમાંથી અને દરવાજો ખોલી અંદર આવી.
કોમ્પ્યુટર પર કામ કરતી સ્તુતિની નજર અનાર પર પડી એને ખૂબ આશ્ચર્ય થયું અનારે કહ્યું "દી આવું અંદર તમને ડીસ્ટર્બ તો નથી કરી રહીને ? શ્રૃતિ હજી આવી નથી ?
સ્તુતિએ અનારનાં બધાંજ પ્રશ્નનો એક જ લીટીમાં જવાબ આપતાં કહ્યું "ના હજી કાલેજ ટ્રેઇનીંગ પૂરી થઇ છે ઘરે આરામમાં છે હું પાપાએ સોંપેલું કામ કરું છું. શું હતું કેમ અચાનક આવવાનું થયું ? શ્રૃતિ સાથે ફોન પર વાત નથી થઇ ? એ કદાચ સાંજે આવશે.. સ્તુતિ એ એને ટાળવા માટે કહ્યું.
અનાર સમજી ગઇ હોય એમ બોલી "ના દીદી એતો ફોન સ્વીચઓફ આવે છે.. અને મારે તો તમારું જ કામ છે એટલે હું તમને જ મળવા આવી છું અને ખૂબજ કોન્ફીડેન્સીયલ છે એટલે થયું તમને જ કહું... સ્તુતિ આશ્ચર્યથી જોઇ રહી...
વધુ આવતાં અંકે --- પ્રકરણ-35