વેમ્પાયર - 13 - અંત Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેમ્પાયર - 13 - અંત

ખીમજીલાલ એ વિશાળ મહેલ તરફ આગળ વધી રહ્યા હતા. એ આલીશાન મહેલ! પરંતુ, દીવાલો નો રંગ કાળો! એ કાળી દીવાલ ને કારણે, મહેલ ભયાનક લાગી રહ્યો હતો. ચારેય તરફ પીસાચો નો પહેરો હતો. મહેલ ની અંદર જવા માટે એક વિશાળ , દરવાજા માંથી પસાર થવાનું હતું. ખીમજીલાલ એ દરવાજા તરફ આગળ વધ્યા. ચુપચાપ તેઓ મહેલ ની અંદર પ્રવેશ્યા. મહેલ ની પહોળાઈ અને ઊંચાઈ જોઈ તેઓ ચોંકી ગયા. લઘભગ પાંચ એક કિમિ લાંબો એ મહેલ હતો. ત્યાં રાજા ના મુખ્ય કમરા સુંધી પહોંચવા માટે, પણ અલગ પ્રકારની સિસ્ટમ હતી. ઉડતા પ્રાણીઓ! જે, દેખાવે વિશાળ હતા. તેમની સવારી કરી અને, રાજા ના મુખ્ય કમરા સુંધી પહોંચવાનું હતું. ત્યાં બે લોકો કંઈક ચર્ચા કરી રહ્યા હતા. ખીમજીલાલ એ ચર્ચા ને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા.

"રાજા એ મંત્રી ને દંડ આપ્યું છે. કારણ કે, મંત્રી એ રાજા ને મારી નાખવા નો પ્રયત્ન કર્યો હતો. અને રાજા ને મારી નાખવાની સાજીશ એ, કેટલાક વર્ષોથી ઘડી રહ્યો હતો."


"પરંતુ, મંત્રી તોહ તેમના ખાસ હતા. તોહ, આ બધું કરવાની જરૂરત કેમ પડી?"



"અરે, રાજ્ય પર રાજ જે કરવું હતું. આ લોભ તોહ, કોઈ પણ પીસાચ નું ટકતું નથી. હવે, ભોગવો બીજું શું!"


"વાત તોહ, સાચી છે. લોભ સારા મા સારા પીસાચ ને પણ છોડતો નથી. એક વાર લોભ આવી ગયો તોહ, એ સાથે લઈને જ ડૂબે છે. પરંતુ, મંત્રી ને સજા શું આપવના છે?"


"કહેવાઈ રહ્યું છે કે, લાખો વર્ષો થી ભૂખ્યાં એ, વિચિત્ર પ્રકાર ના જીવને અંતે તેનું ભોજન મળશે."



"એ જીવ? એ જીવ તોહ, એક જ ક્ષણ માં કોઈ પણ ચીજ કે, વસ્તુનો ખાત્મો કરી નાખે છે. આ મહેલ ની લંબાઈ તોહ, તેની સામે કંઈજ નથી. પરંતુ, એ દાનવ ના શ્રાપ નીચે દબાયેલો છે. તે હલનચલન કરી શકતો નથી. પરંતુ, આ ચર્ચાઓ પછી કરીશું. મુખ્ય કમરામાં આપણી રાહ જોવાઈ રહી હશે. જો, સમયસર ન પહોંચ્યા તોહ, આપણે પણ એ જીવ નું ભોજન ન બની જઈએ."




આ ચર્ચા સાંભળ્યા બાદ, ખીમજીલાલ નું ડર વધી ગયું હતું. આ કાર્યમાં જોખમ છે! એવું તેમને સમજાઈ ગયું હતું. પરંતુ, હવે પાછળ હટવાનો કોઈ જ ફાયદો નહોતો. હવે, આ કાર્ય કરી ને જ જપવાનું હતું. ખીમજીલાલ તે લોકો ની સાથે એ, ઉડનાર જીવ પર મુખ્ય કમરા તરફ નીકળી ગયા. એ મુખ્ય કમરો વિશાળ હતો. અને ત્યાં હજારો ની સંખ્યામાં લોકો હાજર હતાં. આજ મંત્રી ને સજા અપાઈ રહી હતી. અને ત્યારે જ રાજાનો આગમન થયો. એ કાળા કપડાં, એ વિશાળ કદ, એ વિશાળ આંખો, એ તેમનો ભયાનક ચેહરો. એમના આગમન ની સાથે જ, લોકો તેમની સામે જુક્યા. રાજા એ તેમનું સ્થાન ગ્રહણ કર્યું. અને તેંમના એ ભારી અવાજે, સભા ને હચમચાવી દીધો.


" પીસાચો! આજે, આ કપટી વ્યક્તિ ને સજા થવાની છે. મંત્રી એલિસ વિયાન! રાજ્ય પ્રત્યે વિશ્વાસ પાત્ર રહ્યા હતા. પરંતુ, એ તેમનો ઢોંગ હતો. તેઓ, વર્ષોથી આ રાજ્ય પ્રત્યે, સાજીશ રચી રહ્યા હતા. અને આની જાણ થતાં જ તેઓ, ભાગી નીકળવા નો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ, સિસ્ટમએ તેમને ઝડપી પાડ્યો હતો. આ સિસ્ટમ એમની સમજ બહાર હતી. જે, વ્યક્તિ આ સિસ્ટમ ને જ સમજી નથી શક્યો! એ વ્યક્તિ! મને મારી નાખવાની સાજીશ ઘડી રહ્યો હતો. આ સિસ્ટમ શું છે? તમારી પાસે કોઈ પણ પ્રકાર ની શક્તિ હોય! તેમ છતાં. આ સિસ્ટમ તમને શોધી કાઢવામાં સમર્થ છે. અને આપણી વરચે આજે, મંત્રી સિવાય હજુ એક વ્યકતિ છે! જે, સિસ્ટમ ને ચકમો આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ, સિસ્ટમ એ તેને ઝડપી પાડ્યો છે. અને એ વ્યક્તિ એક માનવ છે."

આ સાંભળી આખી સભા ચર્ચા કરવા લાગી ગઈ. માનવ...માનવ... બસ ચારેતરફ થી આજ શબ્દ સંભળાઈ રહ્યો હતો. ખીમજીલાલ ને સમજાઈ ગયું હતું કે, હવે તેમનો અંત આવી ગયો છે. આ લડાઈમાં એ સાચા પીસાચો ની હાર થઈ હતી.

to be continue with new season