રાત્રી ના સમયે પ્લાન અંગે થોડી ચર્ચા થઈ. આ પ્લાન થોડો રિસ્કી હતો. આ પ્લાન માં કોઈ નો જીવ પણ જઈ શકતો હતો. જિમી એ આ પ્લાન પર કામ કર્યું હતું. પરંતુ, લોકો આ પ્લાન વિશે વધુ જાણવા માંગતા હતા. જિમી ના કહેવા મુજબ આપણે એ બધાય ને, એક એવા પિંજરામાં પુરવાનું છે જેમાં થી તેઓ, ક્યારે બહાર જ ન નીકળી શકે. અને અમે, આ બધાય પિંજરાનો ઉપયોગ તેમને પકડવા માટે કરતા હતા. પરંતુ, તેઓ અમારી ચાલ સમજી ગયા હતા. હવે, અમારા પાસે તમારી મદદ લેવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. કારણ કે, અમે જો આ બધું કરત તોહ, એ અમારી ચાલ સમજી જાત. અમે, અત્યારે પણ તમારી મદદ લઈ જ રહ્યા છીએ. પરંતુ, આ વખતે તેમની સામે મનુષ્ય હશે. મનુષ્ય! એમનો રક્ત પીવા તોહ, એ ભટક્યા કરતા હોય છે. મનુષ્યના રક્ત ની તેમને તલબ હોય છે. આજ વાત નો ફાયદો આપણે ઉપાડીશું. અને બીજો કોઈ રસ્તો નથી. જો, યુદ્ધ થાય તોહ, એમની સંખ્યા ઘણી છે. માટે, અત્યારે તોહ, તેમને ચેતવણી આપવા આ બધું કરવાનું છે. અને એમની પાસે તેમનું શું પ્લાન છે? એ પણ જાણી લઈશું. કાલે સાંજના સુરજ આથમ્યા બાદ, આપણે આ પ્લાન ને અંજામ આપીશું. " જિમી એ કહ્યું
"ચાલો પ્લાન તોહ, સુરક્ષિત છે. પરંતુ, કેટલો? કેટલો સુરક્ષિત છે? અમારી પ્રોટેક્શન માટે શું કરવાનું છે?" રાજ એ પ્રશ્ન કર્યો.
"તમારી સુરક્ષા માટે ઘણુંય કર્યું છે. પ્લાન મુજબ, તેઓ તમારી તરફ વધશે. ત્યારે જ, તમારે થોડું ભાગી અને ત્યાં થી, જાળીઓમાં કુદી જવાનું છે. આમ, તેઓ અમારા પિંજરાના જાળમાં ફસાઈ જશે. એ પિંજરાઓ અમે , એવી જ રીતે ગોઠવ્યા હશે. જમીન ની અંદર થી બહારની તરફ આવશે. આમ, તેઓ આપણી જાળમાં ફસાઈ જશે."
" એન્ડ આ પ્લાનમાં મારો શું રોલ છે? હું પણ એક જાદુગર છું. એ પણ બ્લેક મેજીસીએન. મારી શક્તિઓ ક્યાંક કામ લાગશે." ખમજીલાલ એ કહ્યું.
"તમે પણ આ પ્લાનમાં જરૂરી છો. અમે, અમારી શકતીઓ વડે પિંજરાઓ ઉપર ખેંચીશું. અને ત્યારે જ, તમારે તમારી શક્તિ વાપરવાની છે. કોઈ પણ વસ્તુ ને અદ્રશ્ય કરવું. એ તોહ, દરેક મેજીસીએન ને આવડતું જ હોય. જો, તમે એ જાણતા હોવ તોહ, તમે પણ મદદ કરી શકો છો."
"હા, હું એ જાદુ જાણું છું. ચાલો કંઈક તોહ, થ્રિલિંગ કરવાનું છે."
"પરંતુ, આપણે આ બધું કરશું. અને તેમણે ખબર પડી ગઈ તોહ? તોહ એ લોકો નો ગુસ્સો વધશે. આમ, તેઓ તબાહી તોહ, મચાવશે જ." રવિ એ કહ્યું.
"ઉપર આવશે! જરૂર આવશે! પરંતુ, લાખો- હજારો ની સંખ્યામાં નહીં. કેટલાક સો લોકો આવશે. કારણ કે, જો બધાય ઉપર આવ્યા તોહ, અમે તેમના સામ્રાજ્ય પર કબજો કરીશું. આમ, તેમની પાસે વધારે પ્રોટેકશન પણ નહીં હોય. આ પ્લાન સો ટકા કારગર નીવડશે."
"કદાચ, તમે સાચા હોવ. પરંતુ, તેઓ આપણાં થી જુદો વિચારે તોહ?" નયન એ પ્રશ્ન કર્યો.
"એ લોકો પોતાના સામ્રાજ્ય પ્રત્યે થોડા પાગલ છે. તેમની સેના ઓછી ભલે થતી. પરંતુ, તેઓ સામ્રાજ્ય છોડશે નહીં." જિમી એ કહ્યું.
"રાત બઉ થઈ ગઈ છે. લાગે છે કે, કોઈનું જમવાનું વિચાર નથી. મને તોહ, ભુખ લાગી છે." ખીમજીલાલ એ કહ્યું
"અંકલ જી આપકી ઉંમર હો ગઈ હૈ." માનસી એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.
"એ તોહ, છે જ બેટા. પરંતુ, આજ ભી હમ અમિતાભ જી સૈ કમ નહીં લગતે." ખીમજીલાલ એ કહ્યું.
આમ, હળવી મસ્તી, ચર્ચાઓ વગેરે થઈ રહ્યા હતા. કાલ સાંજના સમયનો ઇન્તેઝાર હતો. શું થવાનું છે આગળ? આ પ્લાનમાં તેમને સફળતા મળવાની છે? કે, પછી આનું પરિણામ અલગ જ હશે? એ બધું જ જાણવા માટે વાંચતા રહો.
ક્રમશઃ