પ્લાન મુજબ તેઓ, સાંજના સમયે સુરજ ડુબતાની સાથે નીકળી ગયા. ત્યાં, જંગલમાં અંદર પ્રવેશ કરતા જ તેમણે મનુષ્યોની ગંધ આવી જતી. પરંતુ, અહીં સાથે કેટલાક વેમ્પાયર પણ હતા. અને તેમની પાસે કોઈ એવી ચીજ હતી જે થી તેઓને, માનવી કે, વેમ્પાયર ની ગંધ ન આવી શકે.આમ, તેઓ શાંતિપૂર્વક આગળ વધી રહ્યા હતા. જંગલ આવ્યું. પ્લાન મુજબ બધાય ગોઠવાઈ ગયા. પોઝીશન લઈ લીધી હતી. કન્ફર્મેશન આવી ગઈ હતી. હવે, એ ચીજ જે શરીર પર લગાવી હતી. તેનો અસર રહ્યો નહોતો. આમ, પિસાચો ને તેમની ગંધ આવી ગઈ હતી. અને અહીં આવવા માટે તેઓ, નીકળી ગયા હતા. તેઓ, એક વૃક્ષ થી બીજા વૃક્ષ પર કુદી રહ્યા હતાં. તેમની ઝડપ કોઈ રેશીંગ કાર થી પણ તેજ હતી. આમ, તેમને પહોંચવામાં વાર લાગી નહીં.
"તેઓ આવી ગયા. ધ્યાનપૂર્વક કાર્ય કરવાનું છે. અને કોઈ ચિંતા કરવાની નથી. એક પણ ગલતી અને આ લોકો નું જીવ ગયું. તોહ, ધ્યાન આપજો." જિમી એ કહ્યું.
બધાય એ જિમી ને સાંભળ્યું. તેની વાત પર અમલ કરવા લાગ્યા. તેમનું ધ્યાન એ વૃક્ષો તરફ હતું. ત્યાંથી જ તેઓ, કુદી ને આવી રહ્યા હતા. આ વેમ્પાયર ને પકડવા જરૂરી હતાં. આ બધા વિચારો વરચે, નયન અને તેના મિત્રોનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. તેમના મો પર થી પસીનો ટપકી રહ્યો છે. એવું સાફ દેખાઈ રહ્યું હતું.
"યાર, જીવન નો આ છેલ્લો દિવસ તોહ, નથી ને?" રવિ એ પ્રશ્ન કર્યો.
"અરે, હિંમત રાખ. આ લોકો છે ને? આપણને કઈ નઈ થવા દે." નયન એ કહ્યું.
"અરે, આ બધું પહેલી વાર જોઈ રહ્યો છું. આ વેમ્પાયર ને આ બધું ફિલ્મોમાં જોયું છે. ફિલ્મોમાં તેઓ, આટલા શક્તિશાળી છે તોહ, ખરેખરમાં કેવા હશે? મને તોહ, ડર લાગી રહ્યો છે."
"અરે, ડર નહીં યાર. અમે, છીએ ને? તોહ,ડરી શા માટે રહ્યો છે?"
આ વખતે રવિ એ જવાબ ન આપ્યો. રવિ ડરી ગયો હતો. તે બેભાન તોહ, નહીં થઈ જાય ને? પરંતુ, એ ઉભો રહ્યો. તેનામાં થોડી હિંમત આવી. અને ત્યારેજ પીસાચો ત્યાં આવી પહોંચ્યા. અને એ પીસાચોએ આ લોકો પર હુમલો કર્યો. જિમી અને તેના મિત્રો આ બધું જોઈ જ રહ્યા. જિમી બચાઓ..... બચાઓ... ની બુમો ચારે બાજુ ગુંજી રહી હતી. જિમી જોરજોર થી હસી રહ્યો હતો. અને અચાનક ત્યાં આકાશમાં વીજળી થઈ. અને એ વીજળી જિમી અને, તેના સાથીઓ પર જઈ પડી. તેઓ, ભાગ્યા. અને ત્યાં આવેલા અન્ય પીસાચો પણ ભાગ્યા. અને જતા પહેલા બ્રેન્ડન એ રાજ પર હુમલો કર્યો. રાજ ની ગરદન અલગ થઈ અને પડી ગઈ. રાજ ત્યાં જ મૃત્યુ પામ્યો. બધાય લોકો ડરી ગયા હતા. ચોંકી ગયા હતા. રાજ હવે, આ દુનિયામાં રહ્યો નહોતો. જિમી એન્ડ કંપની એ દગો કર્યો હતો. કદાચ, આ દુનિયામાં સારા અને ખરાબ વેમ્પાયર જેવું કંઈ હોતું જ નથી. એવા વિચારો આવવા લાગ્યા.
" આ લોકો પણ દગાબાજ નીકળ્યા. માનવી તોહ, ઠીક પરંતુ, હવે તોહ, પીસાચો પર પણ ભરોસો ન કરી શકાય." નયન એ કહ્યું.
"હા! તું સાચો છે નયન. કદાચ, આપણે અહીં આવ્યા જ નહોત. તોહ, કદાચ રાજ આપણી સાથે હોત." રવિ એ કહ્યું.
અને રાજ આપણી સાથે હોત. આ વાક્ય સાંભળીને બધાય ની આંખોમાં પાણી આવી ગયું. તેઓ, જોરજોરથી રડવા લાગ્યા. અને ત્યારે જ કેટલાક જીવો વૃક્ષ પરથી કૂદતાં નીચે આવી રહ્યા હતા. એ પીસાચો હતા? કે પછી કંઈક બીજું જ હતું? એવા વિચારો આ બધાયના મનમાં ચાલી રહ્યા હતાં. અને ત્યારે જ તેઓ, આ બધાય ની પાસે આવી ઉભા રહ્યા. અને બધાય મિત્રો તેમને જોઈ અને, થોડા પાછળ ખસી ગયા. કોણ હતા એ લોકો? આમના થી ડરવું જરૂરી હતું? પરંતુ, તેમણે ફેસ પર માસ્ક પહેર્યા હતા. આ લોકો હતા કોણ?
"અરે, ડરો નહીં. હું જ છું. યાદ છે? આપણે ઝૂંપડીમાં મળ્યા હતા?"
આ શબ્દો સાંભળી અને બધાય ચોંકી ગયા. ઝૂંપડી માં તોહ, દગાબાજ એન્ડ કંપની. સોરી જિમી એન્ડ કંપની મળ્યા હતા. પરંતુ, આ લોકો છે કોણ? અને એવું કેમ, કહી રહ્યા છે કે, આપણે ઝૂંપડીમાં મળ્યા હતા? અને અમને આ લોકો એ જ બચાવ્યો હતો? આવા તોહ, કેટલાય વિચારો મનમાં આવી રહ્યા હતા. કોણ છે આ લોકો? શું થવાનું છે આગળ? આ બધું જ જાણવા માટે વાંચતા રહો.
ક્રમશ: