વેમ્પાયર - 12 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેમ્પાયર - 12

"તોહ, પ્લાન એ છે કે, તમારે અમારા ગ્રહ પર જવાનું છે. અને ત્યાં જઈ અને તમારો જે મંત્ર છે! જેના દ્વારા તમે અદ્રશ્ય થઈ શકો છો. એ મંત્ર નો ઉપયોગ કરવાનો છે. પરંતુ, એની પહેલા તમને ત્યાં જવા માટે આ મંત્ર બોલવાનું છે. આ કાગળમાં એ મંત્ર લખેલું છે. જે, તમને એકીવારમાં બોલી જવાનું છે. અને જો એવું ના થયું તોહ, તમે કોઈ અન્ય દુનિયામાં પણ પહોંચી શકો છો. અને હા ત્યાં થી પાછા પણ નહીં ફરી શકો. કારણ કે, ત્યાં થી પાછા આવવાનું પણ એક અલગ મંત્ર હોય છે. અને ત્યાં કોઈની નજરે ચડી ગયા તોહ, મોત જ નસીબ થવાની છે. જો, તમે અમારા ગ્રહ પર પહોંચો તોહ, સૌપ્રથમ તમને આજ કાર્ય કરવાનું છે. કે, મારા મિત્ર પાસે થી તમારે એ મંત્ર લઈ લેવાનું છે. અમે, તમારી સાથે નહીં આવી શકીએ. કારણ કે, અહીં પણ કોઈ હોવું જોઈએ ને? અને વધારે ગતિવિધિઓ કરીશું તોહ, ત્યાં ના પીસાચો ને કંઈક ગડબડ છે! એવું શક થઈ જશે. તોહ, ધ્યાનપૂર્વક બધું કરવાનું છે. ત્યાં હથિયાર પાસે પહોંચી અને કોઈ પીસાચને વશમાં કરવાનું છે. પરંતુ, તમારા આ મંત્રો ત્યાં કામ કરશે ખરા?" પીસાચ એ પ્રશ્ન કર્યો.




"મારા મંત્રો મને વારસા માં મળ્યા છે. અર્થાત જન્મથી જ સાથે છે. તોહ, હું તોહ સ્યોર છું. અને મારા મંત્રો જરૂર કામ કરશે." ખીમજીલાલ એ ઉત્તર આપતા કહ્યું.



"તોહ, ગાઈસ પહેલા અમારો ઇન્ટ્રો આપી દઈએ. હું બિલ આ જોસેપ છે. આ કાર્લોસ છે. અને આ છે લીલી. સો ગાઈસ સાવધાની પૂર્વક બધું કરવાનું છે. અને હા જીવનું જોખમ તમને નહીં જ થાય! એવી ખાતરી હું આપું છું." બિલ એ કહ્યું.






"પરંતુ, ત્યાં થી પાછા આવવાનો માટેનો મંત્ર તમારી પાસે તોહ, હશે જ ને? ત્યાં તમારા મિત્ર પાસે થી એ મંત્ર લેવો, એનથી સારું તમે જ મને એ મંત્ર શીખવી દો ને"



"ખીમજીલાલ તમે સમજ્યા નથી. આ મંત્ર નો ઉપયોગ માત્ર એક જ વખત થઈ શકે છે. અને આ મંત્રો દરેક વખતે બદલતા રહે છે. ત્યાં જવાનું મંત્ર આ હોઈ શકે! પરંતુ, પરત આવવા માટે કોઈ અલગ જ મંત્ર હશે. આવું એટલા માટે છે કે, દુશ્મનો અમારી દિશામાં ન ઘુશે. અમારી એક પ્રોપર સિસ્ટમ છે. આગળ કયું મંત્ર મળશે? એ અમને પણ જાણ હોતી નથી. આ મંત્રો ત્યાં ના સિસ્ટમ મુજબ અપાય છે."










આમ, અંતે ખીમજીલાલ ને આ સિસ્ટમ અંગે જાણ થઈ. ખીમજીલાલ એ મંત્રોચ્ચાર કર્યો. એકીસાથે મંત્રોનો ઉરચારણ કર્યા બાદ, એ બીજા ગ્રહ પર પહોંચ્યા ખરા. આસપાસ નજર કરતા તેઓ, આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે જોયું તોહ, ત્યાં માત્ર અંધારું અને અંધારું જ. ચંદ્ર જેવી રોશની પરંતુ, ઉપર કોઈ ગ્રહ દેખાઈ નહોતો રહ્યો. આવી અધભુત દુનીયા! લોકો આમતેમ હવામાં કુદી રહ્યા હતા. એક પ્રકારનું પ્રકાશ ખીમજીલાલ ની પાસે થી ઝડપભેર પસાર થયું. ખીમજીલાલ થોડા ચોંકી ગયા. મનોમન વિચારવા લાગ્યા કે, હવે આ બિલ ના મિત્ર ને શોધવું ક્યાં? આ વિચાર દરમિયાન, ફરી એક પ્રકાશ ત્યાં થી પસાર થયું અને ફરી પરત ફર્યું. અને ત્યાં ખીમજીલાલ પાસે આવી ઉભું રહ્યું.


"તમે ખીમજીલાલ?" સામે ની વ્યક્તિએ પ્રશ્ન કર્યો.



"હા! પરંતુ, તમે મને-" ખીમજીલાલ એ અધુરો પ્રશ્ન કર્યો.


"હું જહુ! બિલ નો ખાસ છું. તમારા વિશે બિલે મને જણાવ્યું. તમે ખુબજ બહાદુર લાગી રહ્યા છો. પરંતુ, એક વાતની જાણ એણે નહીં કરી હોય. કે, પકડાઈ ગયા તોહ, કિંગ એવી મોત આપશે કે, તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. અને હા આ તમારું મંત્ર! હું તમને ત્યાં સીમા પાર કરાવી શકું છું. પરંતુ, તમારી સાથે ત્યાં નહીં આવી શકું. ચાલો રેડી થઈ જાઓ. એક અનોખા જીવની શેર કરવા માટે."

જહુ એ સીટી મારી. અને એક વિશાળ ડ્રેગન ત્યાં આવી પહોંચ્યો. દેખાવે ડરાવનો! સિત્તેર માળની બિલ્ડીંગ થી પણ ઊંચો આ જીવ હતો. લાંબા દોરડાઓ જેવી તેની પૂંછ હતી. આગળ થી લાંબા દાંત બહાર દેખાઈ રહ્યા હતા.


"મિસ્ટર ખીમજીલાલ. મીટ માય ફ્રેન્ડ સ્ટોઈની. હેય સ્ટોઈની સેય હાય ટુ હિમ!"

તેના માલીકનો આદેશ માનતો હોય! તેમ, સ્ટોઈનીએ તેનો સિર નીચે જુકાવ્યો. ખીમજીલાલ થોડા ડરી ગયા.


"મિસ્ટર ખીમજીલાલ ડરો નહીં મેન! આ તેનો હાય કહેવાનો તરીકો છે. મેન! આઈ થિંક હી ઈઝ લાઈકિંગ યુ. આઈ મીન તમારો ફ્રેન્ડ બનવા માટે તૈયાર થઈ ગયો છે. સો ચલો એક અનોખી સફરે."

આમ, ખીમજીલાલ ને સ્ટોઈની પર બેસાડ્યા. અને એક સીટીના આદેશ પર સ્ટોઈની હવામાં અદ્રશ્ય થઈ ગયો. અને આ તરફ જહુ હવામાં વાદળો ની વરચે કૂદતો ક ને, સીમા પાર જઈ પહોંચ્યો.


"ઓહ! ચક્કર આવી ગયા. પરંતુ, અનુભવ સારો રહ્યો. આભાર સ્ટોઈની." ખીમજીલાલ એ કહ્યું.



"હા! ચક્કર તોહ, આવે જ ને. માનવીઓ દરરોજ થોડી આવા વાહનોની સેર કરતા હશે." જહુ એ હસતાં મુખે કહ્યું.



"પરંતુ, એક વાત સમજાઈ નહીં. કે, તમે આ સીમા પાર કઈ રીતે કરી શકો? બિલ એ તોહ, કહ્યું હતું કે, બંને સીમાઓની અલગ જ સિસ્ટમ છે!"


"યા મેન! બટ હું અહીં નો રહેવાસી છું. એન્ડ પેલી સાઈડનો જશુશ! આઈ થિંક હવે તમે, કંઈક સમજ્યા હશો. એન્ડ હા! હવે, આપણી પાસે સમય નથી. જલ્દી કરો નહીંતર સિસ્ટમની નજરે ચઢી જવાના છો. આ તોહ, એક નિશ્ચિત સમય હોય છે. જ્યારે, સિસ્ટમ ચારેકોર ફરી અને પરત ફરે છે. આ સિસ્ટમ માત્ર એક મિનિટ માટે એક ચોક્કસ જગ્યાનું નિરીક્ષણ કરે છે. અને ફરી તેની અસર ચારેકોર ફેલાવી મૂકે છે. સો આઈ થિંક તમને હવે જવું જોઈએ. સ્ટોઈની લેટ્સ ગો મેન!"


આમ, જહુ અને સ્ટોઈની એક જ સેકેન્ડમાં અદ્રશ્ય થઈ ગયા. ખીમજીલાલએ તેના મંત્રનો ઉપયોગ કર્યો. અને ત્યારબાદ તેઓ અદ્રશ્ય થઈ ગયા. બિલ ની સલાહના કારણે સિસ્ટમ ખીમજીલાલ ને પકડી નહોતી શકી. ખીમજીલાલ ને મહેલ તરફ આગળ વધાવનું હતું. કારણ કે, એ મહેલની પાછળ જ એક ગુફામાં એ હથિયાર છુપાયેલું હતું. જેની જાણ માત્ર ત્યાંના રાજા ને જ હતી. ખીમજીલાલ જેમજેમ આગળ વધી રહ્યા હતા. તેમતેમ પીસાચોની ભીળ તેમને નજરે ચઢી રહી હતી. એક સ્થળે લોકોની જાજી ભીળ જમાં હતી. ખીમજીલાલ એ તરફ આગળ વધ્યો. એક પીસાચ ને રાજ્ય સાથે દગો કર્યો હોવાથી, સજા આપવામાં આવી રહી હતી. એ પીસાચ ની ગરદન ને કોઈ હથિયાર વડે કાપી રહ્યા હતા. એક જ ઘા મા તેનું ધડ અલગ થઈ ગયુ હતું. ખીમજીલાલ થોડા ડરી ગયા હતા. શું કરવું? એ સમજાઈ નહોતું રહ્યું. પીસાચ ને શું આ રીતે ખતમ કરી શકાય? પરંતુ, આ ટ્રીક એ રાજા પર કામ કરશે ખરી? શું થવાનું છે આગળ?

ક્રમશ: