Vampire - 3 books and stories free download online pdf in Gujarati

વેમ્પાયર - 3

નયન, રવિ , રાજ અને માનસી પેલા વૃદ્ધ વ્યક્તિ જેમનું નામ ખીમજી હતું તેમની સાથે પીસાચો ના ગામ તરફ વધવાના હતા. સવાર ના નવ વાગ્યા ના સમયે તેઓ તેમની પર્સનલ કારમાં વેતાલપુર જવા માટે નીકળી પડ્યા. લોકો અહીં જવાનું ટાળતા. માટે ત્યાં ન કોઈ બસ કે ન કોઈ અન્ય સાધન જવા માટે તૈયાર થતું. ના પેટ્રોલપંપ, ના હોટેલ ના ટેલિફોન ટાવર! આમ, ત્યાં જવામાં ખતરો જ હતો. માટે , સંપૂર્ણ તૈયારી સાથે તેઓ વેતાલપુર જવા નીકળ્યા.

"અંકલ! આ પીસાચો એ ગામમાં આવ્યા કઈ રીતે? અને આ ગામનું નામ પીસાચના નામ પર થી શા માટે રાખવામાં આવ્યું છે?" નયન એ પ્રશ્ન કર્યો.

"દીકરા! તે જ ગામનો એક વ્યક્તિ બ્લેક મેજીક જાણતો હતો. ગામના કેટલાક વ્યક્તિઓ ને તે તેના વશ માં કરી અને તેની બલી ચઢાવી તેની શક્તિઓને વધારતો. આ વાત ની જાણ થતાં ગામના સરપંચ એ તેને ગામથી બહાર જંગલમાં એક ગુફામાં ફેંક્યો. લોકો ને થયું તે મૃત્યુ પામ્યો! પરંતુ, કોઈ રીતે તે જીવિત બચી ગયો. ત્યારબાદ ગામ થી બદલો લેવા માટે તેણે આ શૈતાની તાકતો પીસાચો નો સહારો લીધો. તેના બ્લેક મેજીક દ્વારા તેમને જમીન પર બોલાવ્યા. ત્યારબાદ બંને વરચે એક સોદો થયો કે, પીસાચો તેની મદદ કરશે તેના બદલામાં તેને કેટલાક લોકો નો રક્ત આપવો પડશે."

"પછી આગળ શું થયું?"

"પીસાચોએ ગામના બધા જ વ્યક્તિઓ ને મારી નાખી અને તેમનો રક્ત મેળવ્યો. તેમાંથી કેટલાક વ્યક્તિઓ ભાગી નીકળવામાં સફળ રહ્યા. પરંતુ, આ ઘટના બાદ ગામ આખું ખાલી થઈ ગયું. ત્યાં થી પસાર થતા વ્યક્તિઓ ડરવા લાગ્યા. અને જંગલ માં જનારો વ્યક્તિ બ્લેક મેજીક ના જાણ માં ફસાઈ જાય છે."

"પરંતુ, તમે આ બધું કઈ રીતે જાણો છો?" રવિ એ પ્રશ્ન કર્યો.


"એ ભાગી નીકળેલા પરિવારો માનો હું પણ એક હતો. ખબર નહીં કદાચ લોકો ને આ જાણ કરવા માટે જ અમે બચી ગયા હશું!"

"તોહ, એ વ્યક્તિ હજી જીવિત છે? અને હજી પણ ત્યાં પીસાચો આવે છે? કારણ કે, આટલા વર્ષો બાદ કદાચ બધું પહેલા જેવું થઈ ગયું હોય. પીસાચો પાછા વળી ગયા હોય". નયન એ કહ્યું.

"ગયા વર્ષે જ એ જંગલ પાસે થી કાર લઈને જતા કેટલાક વ્યક્તિઓ ગાયબ થઈ ગયા હતા. એ ગામમાં જવું એટલે મોત ને આમંત્રણ આપવું".

"તોહ, આપણે ત્યાં ગયા તો આપણે પણ?" રાજ એ અધુરો પરંતુ, ખીમજી ભાઈ ને સમજાય એવો પ્રશ્ન કર્યો.

" ના, દીકરા! આપણે કંઈ નહીં થાય. મારા બ્લેક મેજીક ની મદદ થી હું, એ શૈતાની તાકતો ને આપણી આસપાસ પણ ભટકવા નહીં દઉં!"

"બ્લેક મેજીક? તમે પણ બ્લેક મેજીક ના જાણકાર છો?" માનસી એ પ્રશ્ન કર્યો.


"હા! પરંતુ, હું આ મેજીક નો ઉપયોગ માત્ર ને માત્ર લોકો ની ભલાઈ માટે જ કરું છું. મારા ગામને ફરીથી મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું."


"તોહ, અંકલ બ્લેક મેજીક વિષે અમને પણ થોડી જાણકારી આપો". રાજ એ કહ્યું.


" દીકરા! બ્લેક મેજીક જેવું કંઈ હોતું જ નથી. આ એક ઉર્જા છે જેને તમે બે ભાગ માં વહેંચી શકો છો. જો કોઈ વ્યક્તિ આનો સકારાત્મક ઉપયોગ કરી રહ્યો છે તોહ, એ મેજીક ચોખ્ખો અને જો ખરાબ ઉપયોગ કરી રહ્યો છે તોહ, બ્લેક મેજીક કહેવાય છે. બ્લેક મેજીક નકરાત્મક શક્તિઓ ને ઉજાગર કરી મેળવી શકાય છે. કેટલાક લોકો માત્ર કોઈ ખોપરી અને આસપાસ કેટલાક સાધનો મૂકી ને લોકોમાં વહેમ ફેલાવવાનું કામ કરે છે. એ લોકો ખૂબ ચાલાક હોય છે. તેઓ જાણતા હોય છે કે, કોઈ સામાન્ય મનુષ્ય ના મનમાં આ વહેમ ફેલાવવા વધારે પ્રયત્નો કરવાની જરૂરત નથી. આમ કેટલાક મનુષ્યો આવા જાણમાં ફસાઈ જાય છે. પછી શું? તે બધું જ નકારાત્મક વિચારે છે. માટે, તેના જીવનમાં નકારાત્મકતા ફેલાઈ જાય છે. બસ આમ જ આજના લોકો આ નકારાત્મકતા ફેલાવે છે".

"તોહ, અંકલ! આ લોકો પોતાના જ માણસો દ્વારા આ સમસ્યાઓ ને દૂર કરવાના ખોટા ધલાસાઓ પણ આપતા હશે?" માનસી એ પ્રશ્ન કર્યો.

"હા! તે લોકો લોકો ના મનમાં ખોટો વહેમ મૂકી અને તેમના વ્યક્તિઓ જ દ્વારા તેમને આ સમસ્યા દૂર કરવા માટે ખુદ ના જ એક ઢોંગી બાબા પાસે મોકલે છે. આમ જ તેઓ કમાય છે."


આમ, આ લોકો નો સફર હજી લાંબો હતો.શું ખરેખર વેમ્પાયર એ ગામમાં જોવા મળે છે? શું ખીમજી ભાઈ સાચા છે? આવા કેટલાક પ્રશ્નો ના ઉત્તર મેળવવા માટે વાંચતા રહો.

ક્રમશઃ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED