જૂનું ઘર - ભાગ ૯ Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જૂનું ઘર - ભાગ ૯


મારા સર્વે વાચક મિત્રો એ મને આગળ ના ભાગ માં ખૂબ સારો સપોર્ટ કરવા બદલ હું આપનો આભાર માનું છું.

★★
★★★★★★★★★★★★

આગળ ના ભાાગ જોયું કે અમે બધા જુના ઘરે જવાની તૈયારી કરતા હોઇએ છીએ ત્યાં
મારી દોસ્ત અલ્પા આવે છે અને તે પણ અમારી સાથે આવવા નું કહે છે અને તેના આ પ્રસ્તાવ નો સ્વીકાર કરીએ છીએ પછી અમે બધા દાદી ના સૂવાની રાહ જોતા હોય છીએ

હવે આગળ .......
★★★★★★★★★★★★★★

અમે અડધી પોણી કલાક આમ તેમ વાતું કરી


પછી મે કહ્યું"સહદેવ નીચે પાણી પીવા ના બહાને જા અને જોતો આવ કે દાદી સૂતા છે કે જાગે છે"

સહદેવ નીચે જાય ને પાછો આવ્યો અને કહ્યું કે"દિવ્યેશ દાદી સૂઈ ગયા છે અને એ પણ આંદર ના રૂમ માં સુતા છે"

મે કહ્યુ"ગ્રેટ,ચાલો હવે નીચે થી થોડી વસ્તુ લેવાની છે પછી નીકળીએ"
પછી અમે નીચે ગયા અને એક થેલા માં એક ચપ્પુ મારા
મીણબતી,રાંઢવું,આ ઉપરાતં મે મંદિર માં થી આગરબત્તી ધૂપ,કંકુ અને બીજું ઘણું બધું લઈ લીધુ

પછી અમે ધીમે ધીમે દરવાજો ખોલ્યો જેથી કરી દાદી જાગી ન જાય પછી અમે ખૂબ ગભરાટ ભરી ચાલ થી શેરી માં આગળ વધી રહ્યા હતા લગભગ આખું ગામ સૂઈ ગયું હોય એવો ભાસ થઈ રહ્યો હતો.માત્ર ગામ ના બે ચાર કૂતરા ભુવતા હતા અને ખરેખર તેજ માહોલ ને વધારે ખતરનાક બનાવી રહ્યા હતા પછી અમે ચાલ્યા જતા હતા ત્યારે અલ્પા ના પપ્પા સામે થી કોણ જાણે ક્યાંથી અચાનક સામે આવી ગયા

તેમણે મને પૂછ્યું "આટલી મોડી રાત્રે ક્યાં જાવ છો બધા અને અલ્પા તું મને દિવ્યેશ ના ઘર નું કહી ને અહી શું કરે છે. આ બધું શું છે"

હું જવાબ આપવાની તૈયરીમાં હતો એટલીજ વાર માં મે તેમના પગ તરફ જોયું અને હું એક ક્ષણ માટે સ્તબ્ધ બની ગયો મે જોયું કે તેમનો પણછયો ક્યાંય નથી

એટલે મે મુઠ્ઠી વાળી અને જવાબ આપ્યો" અંકલ, અમે બધા અહી નજદીક એક મિત્ર ના ઘરે જઈએ છીએ કલાક મા પાછા આવતા રહીશું"

તે આટલું સાંભળી ને અમે જે બાજુ થી આવ્યા હતા તે બાજુ જતા રહ્યા

અલ્પા એ મને કહ્યું"દિવ્યેશ,આપડે આવતા લગભગ સવાર થઈ જશે તે પપ્પા ને કેમ એમ કહ્યું કે કલાક મા આવી જશું તે ચિંતા કરશે"

મારે તેમને હકીકત જણાવવા ની કોઈ ઈચ્છા નહોતી પણ અલ્પા ના આવા સવાલ ને લીધે મે એને કહ્યું કે "પાછળ ફરી ને જો"

બધા એ પાછળ ફરી ને જોયું એ જોતાજ બધા એક સાથે બોલી ઉઠ્યા"અંકલ ક્યાં ગયા ??"

સહદેવે કહ્યું કે "રસ્તો તો સીધો જ છે બીજો કોઈ વળાંક નથી તો ક્યાં ગયા"

મેં ઉપર આકાશ માં જોય ને કહ્યું" એ અલ્પા ના પપ્પા નહોતા પણ કોઈક ભૂત કે આત્મા હતી જે આપણ ને જૂના ઘર તરફ જતા રોકવા અને તેની શક્તિ બતાવવા મટે આવેલ હતી"

અલ્પા એ કહ્યું કે"પણ એવું કેવી રીતે બની શકે"

મે કહ્યુ"એક કામ કર તારા પપ્પા ને ફોન કર અને પૂછ કે તે ક્યાં છે."

અલ્પા કહ્યું" દિવ્યેશ તરો મોબાઈલ આપ હું મોબાઈલ ઘરે ભૂલી ગઈ છુ"

મે તેને મોબાઈલ આપ્યો અને તેને તેના પપ્પા ને ફોન કરીને સ્પીકર પર ફોન રાખ્યો

ફોન માથી આવાજ આવ્યો"હા દિવ્યેશ બેટા...."

અલ્પા જવાબ આપ્યો"પપ્પા હું બોલું છું"

" હા બોલ બેટા"

"પપ્પા, ક્યાં છો અત્યારે તમે"

"હું તો તું ગઈ ત્યારનો ઘરે જ છું પણ શું થયું ??.."

"કા...કાઈ નહિ પપ્પા" તેનો અવાજ તરડાઈ ગયો એટલે મેં ફોન મા કહ્યું

"અંકલ અલ્પા આજની રાત અમારા ઘરે રોકાઈ શકે કવિતા સાથે એ પૂછવા ફોન કર્યો છે"

"હા..હા.. બેટા કોઈ વાંધો નહિ તું પણ મારા દીકરા જેવોજ છે"

"Thank you અંકલ" મે ફોન કાપી ખીચા માં મૂક્યો

બધા એક બીજા સામુ જોતા હતા

એટલે મેં કહ્યું કે"જો આ તો હજી શરૂવાત છે આવા તો ઘણા ડરામણા દ્રશ્ય આવશે જેને બીક લગતી હોય તે ઘરે જઈ શકે છે."

બધા એ મને કહ્યું કે"નહિ અમે બધા સાથે આવીશું"

મે કહ્યુ"અલ્પા તું ના આવ તો વધારે સારું તારી જવાબદારી મારા પર છે"

કવિતા એ મને ખૂબ સ્પ્ટતાપૂર્વક જવાબ આપ્યો"દિવ્યેશ
તું કેવી વાત કરે છે મારો એક ખાસ ફ્રેન્ડ મુશ્કેલી માં હોય અને હું ઘરે કેમ જઈ શકું તું ગમે તે કે પણ હું તારી સાથે જ આવીશ"

મને થયું કે હવે અલ્પા નહિ માને એટલે હું તેને સહમતી આપતો હોય તે રીતે તેના ખભા પર હાથ મૂક્યો અને એક સ્માઈલ આપી ને આગળ ચાલતો થયો

હવે અમે જૂના ઘર થી ખૂબ નજીક હતા.પણ અહી કોઈ રહેતું ન હોવાથી ખૂબ અંધારું હતું એટલે મે બેગ માંથી ટોર્ચ કાઢી.

માનવે કહ્યું કે "આપડે સીધા દરવાજે થી પ્રવેશ ના કરવો જોઈએ ફરીથી કોઈ બટન આવશે તો....અથવા કોઈ ભૂત આવશે તો ....અને આપડા માથી કોઈ ને મારી નાખશે તો"

માનવ ની આ વાત સાંભળી ને શિવ ખૂબ ડરી ગયો અને દોડી ને મારી પાસે આવ્યો અને મને બથ ભરી ને રડવા લાગ્યો"

મે માનવ પર ગુસ્સે થતા કહ્યું"ચૂપ..હવે એક શબ્દ વધારે ન બોલતો તે જોયું ને શિવ કેટલો ડરી ગયો"

માનવે કાન પકડતા કહ્યું"સોરી ભઈલા સોરી શિવ"

મેં પછી શિવ ને કહ્યું"જો ભઈલુ એવું કાઈ નહિ થાય હું તારી સાથે છું ને"

પછી કવિતા એ કહ્યું"પણ માનવ ની વાત તો સાચી છે આપડે ડાયરેક્ટ સામેથી ન જવું જોઈએ"

મે થોડું વિચાર્યું પછી કહ્યું"નહીં આપડે સામેથી જ જવું જોઈએ કારણ કે જો છેલ્લે ભાગવા નું થશે તો આ ઘર એક બંગલા થી પણ મોટું છે તો આપણને રસ્તો પણ નહિ મળે જો આપડે સામેથી જશું તો છેલ્લે કામ આવશે અને આમ પણ આતો આત્મા છે તેને કોઈ પણ રસ્તે જશું તો પણ ખબર પડી જશે"

બધા એ મારી વાત માની અને મે એક હાથ અલ્પા નો અને બીજો હાથ કવિતા તો પકડ્યો આજ રીતે બધાએ એક બીજા ના હાથ પકડ્યા અને ઘર માં પ્રવેશ
કરવા માટે આગળ વધ્યા અને જેવા અમે તે મેદાન માં પ્રવેશ કર્યો કે ખૂબ પવન ફૂકાવા લાગ્યો અને બધા વૃક્ષો ના આવાજ એ સાથે જુના ઘર ના જૂની ખખડી ગયેલી બારી અને જૂના દરવાજા નો આવાજ સાથે અમારા પગ નીચે આવતા સુખા પાન અને તેની સાથે જૂના ઘર માં ગુંજતા હવા ના સૂસવાટા નો જે એક સાથે અવાજ આવી રહ્યો હતો તે કોઈ પણ શૂરવીર ના કાળજા કંપાવી જાય એવો હતો તો એની સરખામણી માં આમારી ઉંમર તો ઘણી નાની હતી

અમે બસ હવે જૂના ઘર ના દરવાજા ની બિલકુલ સામે ઉભા હતા અને હવે શું થવાનું છે એની અમને કોઈ ખબર નહોતી આવું અમારી જિંદગી માં પહેલી વાર બનતું હતું બધા બસ મારા ભરોસે ચાલી રહ્યા હતા અને હું ભગવાન ને ભરોસે

વધુ આવતા અંશે.......

હવે આગળ સુ થવાનું છે તમે જો એ વિચારી શકતા હોય તો મને કોમેન્ટ માં જણાવો

બધા ને મારા તરફ થી happy New year
તમારા સુધી આ ભાગ પહોંચશે ત્યારે જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો હશે તેમ છતાં મને comment મા happy new year કહેવાનું ચૂકતા નહીં

★★★★★★★★★★★★★★★

વાચતા રહો.....