જૂનું ઘર - ભાગ ૧૦ Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જૂનું ઘર - ભાગ ૧૦


આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદ

આગળ ના ભાગ માં આપડે જોયું કે અમે જૂનાં
ઘર માં પ્રવેશ કરી રહ્યા હતા હવે આગળ

************************************


સહદેવે મને ધીમે થી કાન માં કહ્યુ"દિવ્યેશ આ બધા ને અંદર લઈ જવા જરૂરી છે?"

મે તેને કાન માં કહ્યુ"તારી વાત સાચી પણ હવે આ કોઈ નહિ માને હવે જે થાય તે જોયું જાશે"

તેને મને કહ્યું "હા તારી વાત સાચી છે "

પછી અમે ખૂબ ડરતા પગલે અંદર પહોંચ્યા અંદર નો નજારો જોવા જેવો હતો,તે એટલી હદે ડરામણો હતો કે તેણે શબ્દો માં ન વર્ણવી શકાય ત્યાં સન્નાટો હતો કે પછી કોઈ આવાજ આવી રહ્યો છે એ કેવું પણ ખૂબ મુશ્કેલ હતું

પછી મેં કહ્યું કે" આપડે હવે ખાલી અહી તે જાદુઈ છળી અને તેનું જાદુઈ પુસ્તક ગોતવા નું છે "

હાર્દિકે કહ્યું"હા..અને એ ના માટે તે જાદુગર નો રૂમ ગોતવો પડશે"

પછી સહદેવે બધી બાજુ નજર કરતા કહ્યું કે આવડા મોટા બંગલા જેવા ઘર માં આ રૂમ કેવી રીતે ગોતશું??"

મે થોડું વિચારીને કહ્યું" મુશ્કેલ છે પણ એક કામ કરો તમે સહદેવ,અલ્પા,હાર્દિક ડાબી બાજુ જાવ અને હું,કવિતા,શિવ,અને માનવ અમે જમણી બાજુ જઈએ છીએ જેને મળે એ ભગવાન નું નામ લઈ ને બૂમ પાડી દેજો"

કવિતા એ મને કહ્યું"કેમ ભગવાન નું નામ લઈ ને ?"

મે કહ્યુ" કારણ કે કોઈ ભૂત ભગવાન નું નામ ન લઈ શકે એટલે અને તેથી કોઈ ભૂત આપણને ઉલજાવી ન શકે તે પેલું આવ્યું તું ને અલ્પા ના પપ્પા બનીને એ રીતે.."

બધા મારી વાત થી સહમત થયા

બધા ચાલતા થયા એટલે મે સહદેવ ને ધીમેથી કીધું "ધ્યાન રાખજે બધાનું"

એટલે એણે મને હસતા મુખે કહ્યું"હા ભાઈ ભાભી અને બીજા બધા નું ધ્યાન રાખીશ..."

એટલે મે પણ હસી ને એણે કહ્યું"ઑય ભાભી કોઈ નથી"એમ કહી ને મેં એને તાપલી મારી

એણે કહ્યું"ભઈલા હું તો મસ્તી કરું છું"

મે કહ્યુ"મસ્તી છોડ અને મે કહ્યું એમનું ધ્યાન રાખજે અને હા હું બીજી ટોર્ચ લાવ્યો છું સાથે લેતો જા અને સાંભળી ને તારી પાસે મોબાઈલ છે ને કઈક પ્રોબ્લેમ પડે તો મને ફોન કરજે"

પછી તે હા કહી ને ટોર્ચ લઈને ચાલતો થયો કારણ કે પેલા એમ પણ ચાલતા થઈ ગયા હતા

હા સહદેવ અને કવિતા બંને મારી અને અલ્પા ની સારી દોસ્તી ના લીધે આવા મજાક કર્યા કરે

ત્યાં પાછળ થી આવાજ આવ્યો "ભઈલા ચાલ જલ્દી એમ પણ મને અહી ખૂબ ડર લાગે છે"

મે કહ્યું"હા દીદી બસ આવ્યો"

પછી હું પણ ચાલતો થયો


હું દોડતો દોડતો કવિતા પાસે ગયો અને કહ્યું"હા હા આ આવ્યો"

કવિતા એ કહ્યું" તું મારો હાથ પકડી રાખજે સાચું કહું તો મને ખૂબ ડર લાગે છે"

એટલીજ વાર માં શિવે પણ મારો હાથ પકડી લીધો

મે કહ્યું "હવે માનવ તને તો ડર નથી લાગતો ને"

માનવે મને કહ્યું"અત્યાર સુધી તો નહિ.."

મે કહ્યું "સબાશ...પણ હવે તું મારી પાછળ ચાલ"

" હા ભઈલા"

તે મારી પાછળ ગયો

હવે અમારી આજુ બાજુ નકરા રૂમ જ હતા એવું લાગતું હતું કે કોઈએ કોઈ માયાજાળ રચી હોય હું અને માનવ એક એક રૂમ ચેક કરી રહ્યા હતા

હવે પેલો માળ પૂરો થવા આવ્યો હતો આગળ
બીજા માળે જવાના પગથિયાં હતા

પણ અમે એ નોટિસ કર્યું બાજુ ના જ રૂમ માં કોઈક બે લોખંડ ને ધીમે ધીમે અથડાવતું હોય એવો અવાજ આવી રહ્યો હતો

આ સાંભળી ને અમારા બધા પગ નીચે થી જમીન સરકી ગઈ અમારા બધા ના પગ સ્થિર થઈ ગયા

કવિતા એ જે મારો હાથ પકડ્યો હતો એ હાથ પર તે જે દબાણ આપી રહી હતી એ મને સ્પષ્ટ અનુભવાય રહ્યું હતું

મે કહ્યું "ડરો નહિ આપડી પાસે મુનીવરે આપેલી માળા છે એટલે એ ખાલી આપણને ડરાવી શકશે બીજું કાઈ ના કરી શકે"

શિવે કહ્યું"પણ ભઈલા તમારા હાથ માં ક્યાં તે માળા છે એ તો તમે અલ્પા દીદી ને આપી દીધી ને..."

મે તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે"મારી સાથે જ ભગવાન છે તો મારે માળા ની શી જરૂર!"

એમ પણ કહેવાય છે ને કે નાના બાળકો ના હદય માં ભગવાન હોય છે.

પછી અમે બધા ધીમે ધીમે તે રૂમ તરફ આગળ વધી રહ્યા હતા

હવે અમે તે રૂમ માં પહોંચવાની અણી ઉપર હતા મે દરવાજો ખોલ્યો અને તે દરવાજો ખુલવા નો આવાજ જ એટલો ભયાનક હતો કે અંદર શું હશે એ વિચારી ને મારા શરીર ના સાડા ત્રણ કરોડ રુવટા બેઠા થઈ ગયા પણ અંદર જવા સિવાય કોઈ રસ્તો નહોતો

મે અંદર એક નજર નાખી પહેલી નજર માં તો કાઈ ન દેખાણું પણ જેવા અમે અંદર પ્રવેશ્યા કે એક મોટું ચમાચિડયા નું ઝુંડ ઉડી ને અમારી ઉપર થી ગયું અને એ સાથે જ કવિતા માનવ અને શિવ ત્રણેય એક સાથે બૂમ પાડી અને એ બૂમ મને લાગ્યું કે આખા ઘર માં ગુંજી હસે અને તરત એ લોખંડ નો અવાજ આવતો બંધ થઈ ગયો મે આખો રૂમ ચેક કર્યો પણ ત્યાં કોઈ નહોતું કોઈ તો છોડો લોખંડ ની કોઈ વસ્તુ જ નહોતી

એ વખતે અમે બધા એક ડર ભરેલા આશ્ચર્ય સાથે એક બીજા ની સામે જોઈ રહ્યા હતા

પછી મને થયું કે હવે વધારે અહી રોકવું સારું નથી એટલે મે કહ્યું"માનવ ચાલો જલ્દી અહીંથી"

પછી અમે બધા જલ્દીથી તે રૂમ ની બહાર નીકળી ગયા અને બીજા માળ ના પગથિયાં ચડવા લાગ્યા

કવિતા એ ફરીથી મારો હાથ એજ રીતે પકડી લીધો અને મને કાન માં કહે છે " ભઈલા આ જે કંઈ હતું એ ખૂબ ખતરનાક હતું"

મે કહ્યું"હા હતું તો ખરું પણ હવે થાય શું હવે આના સિવાય કોઈ રસ્તો નથી આપડી પાસે.."

પછી અમે ઉપર ની તરફ ચાલતા હતા ત્યાં ઉપર થી ક્યાંક પાણી નો નળ ચાલુ હોય એવો આવાજ આવી રહ્યો હતો

એટલે શિવ બોલી ઉઠ્યો"નહિ બીજી વાર નહિ"

મે કહ્યું"ડરો નહિ,બધા મારી સાથે રહેજો"

અમે ધીમે ધીમે ઉપર ચઢી રહ્યા હતા એટલીજ વાર માં મારી નજર ત્યાં પગથિયાં પર દીવાલ માં એક બારી હતી તેની બહાર ગઈ એટલે મે જોયુ કે ત્યાં કોઈ વ્યક્તિ મેદાન મા આમ થી તેમ દોડી રહ્યો છે મને અંદાજો આવ્યો કે તે જરૂર કોઈ ભૂત કે આત્મા છે એટલે બીજા ન ડરે એટલે એમણે હકીકત ન જણાવી પછી બીજી વાત તો મને એ ખબર પડી કે તે પગથિયાં ઘર ના ગ્રાઉન્ડ બાજુ છે એટલે કે પૂર્વ દિશા માં છે.

એટલું વિચારતા અમે ઉપર પહોંચી ગયા

સામે દ્રશ્ય જોઈ ને અમારી આખો ફાટી રહી તે જૂનું ઘર હવે જૂનું નહોતું રહ્યું પણ એક આલીશાન ઘર બની ગયું હતું જોઈ ને લાગેજ નહિ કે આ ઘર આટલા વર્ષો થી બંધ છે

કવિતા એ મને કહ્યું"આવું કેવી રીતે બની શકે આ ઘર ૧૦૦ થી પણ વધારે વર્ષો થી બંધ છે તો પછી આવું નવું કેમ છે અને નીચે ના મા તો તે ખૂબ ખંડેર જેવું હતું"

એ બીજા માળ ઉપર વચ્ચોવચ એક મોટો અગ્નિ સળગી રહ્યો હતો અને તેની આજુ બાજુ હાડકા અને અગ્નિ દેવ ની મૂર્તિ મૂકેલી હતી અને બધી બાજુ મસાલું સળગતી હતી એક અલગ જ સુગંધ ત્યાં આવી રહી હતી અને તે અવાજ ત્યાં કંકાલ ઉપર લોહી નો અભિષેક થતો હતો તેનો આવી રહ્યો હતો

આ બધું જોઈ ને અમે એટલા ડરી ગયા કે ન પૂછો વાત.....

ક્રમશ: ..........

હવે આગળ શું થશે વિચારી ને મને comment ના માધ્યમ થી જણાવી શકો છો.

ધન્યવાદ