"ઈશા, એકવાર તો મને માફ કરી શકે ને.....!! એકવાર તો ભગવાન પણ વિચારે છે તો પછી તું કેમ નહી...!!!!" તે મારી સામે કેટલી આજીજી કરતો રહયો ને હું પથ્થર દિલ બની તેને બસ જોતી રહી. દિલ તેના વિશે વિચારતું જરુર હતું. પણ, હવે બીજીવાર વિશ્વાસ કરતા ડરતું હતું.
"પ્લીઝ......ઈશા..... એકવાર...... "
" વિશાલ, હવે હદ થઈ પ્લીઝ......!!!! તું જો ખરેખર આજના દિવસે મને ખુશ જોવા માગતો હોય તો અહીંથી ચાલ્યો જા. ના હું તને માફ કરી શકું, ના તને આવી હાલતમાં જોઈ શકું " હું તેને ખાલી એટલું જ કહી શકી. હું મારા મનને મનાવી રહી હતી. સમજાવી રહી હતી પણ દિલ તેના પ્રેમમાં આજે પણ એટલું જ પાગલ હતું જેટલું પહેલાં હતું.
" જો તું મારા વગર ખુશ છે તો પછી હું તારા રસ્તામાં કયારે નહીં આવું. બાઈ હું જાવ છું " તે બહાર નિકળી ગયો ને હું તેને બસ જતા જોઈ રહી. મારે તેને રોકવો હતો. બધું જ ભુલી તેને ફરી ગળે લગાવો હતો પણ, નહીં , હું એવું ના કરી શકી. કદાચ હું તેને માફ કરી શકતી હોત પણ કેવી રીતે કરુ, કેવી રીતે તેના પર ફરી ભરોસો કરુ.... દિલ હિબકા લેતું હતું ને હું વિચારે જતી હતી.
" મેમ.........બહાર કોઈ આદમી....... "
" જે પણ, હોય તેને કહી દે કે અહીં હવે કોઈ કામ નથી."
"પણ..... મેમ...... "
"એકવાત સમજ નથી આવતી મે તને શું કહયું " આજે પહેલી વાર હું તેના પર ગુચ્ચે થઈ હતી.
" મેમ....તેને કંઇક થઈ ગયું છે" તે ડરતા ડરતા એટલું જ બોલી શકી ને હું ભાંગતી બહાર ચાલી ગઈ. મે જોયું તો ત્યાં વિશાલ બેભાન હાલતમાં પડયો હતો. હું વિશાલ વિશાલ કરતી રહી પણ તેને આખો ના ખોલી. મારો જીવ પણ હવે અધર ચડવા લાગયો હતો. મને કંઈ જ સમજાતું ન હતું કે હું શું કરુ. ફટાફટ મે મારી ગાડી કાઠીને હું તેને હોસ્પિટલ લઈ ગઈ.
તેને હોસ આવતા જ હું તેને ગળે લાગી ગઈ. બધું જ વિચરાઈ ગયું હતું ને અમે એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા. મારી પાસે કોઈ સવાલ ન હતા બસ દિલ કહેતું હતું કે હંમેશા આમ જ જીંદગી તેની બાહોમાં ગુજરી જાય. દિલ ફરી હસવા લાગ્યું. કંઈ કહયા વગર એમ જ ખુશ લાગવાં માંડયું. કદાચ આ પળ કયારે એકબીજાથી દુર થઈ ના હોત તો.....વિચારો ફરી તેની સાહતમાં ખોવાઈ રહયા હતા. જાણે એવું લાગતું હતું કે કેટલા વર્ષોની દુરી અમારા પ્રેમ આગળ ઊભી હતી. કેટલી ખુબસુરત હોય છે ને આ પ્રેમની દુનિયા જો તેમા કયારે પણ દુરી ના હોત તો.......
"ઈશા, રીપોર્ટ આવી ગયો છે" ડો. ખુશીના અવાજથી અમે એકબીજાથી દુર થયા. તેના ચહેરા પર થોડી ખામોશી જોતા મને પણ થોડો ડર લાગયો. મે તેના હાથમાંથી રીપોર્ટ લીધો ને જોયો.
"સોરી, ઈશા પણ હવે તારા પતિનું બચવું મુશ્કેલ છે. તેના ફેફસાંમાં એટલા ચાદા પડી ગયા છે કે કોઈ ઓપરેશન પણ તેને ઠીક નહીં કરી શકે. તું પણ એક ડોકટર છે ને તું જાણે છે. આ બિમારી બહું મોટી કહેવાય. સોરી... "
"ઈટ ઝ નોટ પોસિબલ......" હું મારી જાતને સંભાળી નહોતી શકતી તો વિશાલને કેવી રીતે સંભાળું. મારુ ધડકતું હદય ધબકારા ભુલી ગયું. હું કોઈને સાંભળી નહોતી શકતી બસ જોઈ શકતી હતી. દિમાગ ચારે બાજુ ધુમતું હતું ને હું બસ પડવાની જ હતી ને વિશાલે મને પકડી લીધી.
"ઈશા, જાણું છું તું આ વાત એકક્ષેપ નહીં કરી શકે. દુઃખ તો મને પણ તારાથી અલગ થઈ જવાનું છે પણ કિસ્મતના ફેસલા આગળ કોનું ચાલવાનું. મે કર્યું જ એવું છે, તો મને પાપની સજા મળવી જોઈએ ને મને મળી. ઈશા આ્ઈ એમ સોરી આ વાત હું છેલ્લા છ મહિનાથી જાણતો હતો. મારે તને કહેવું હતું કે હવે મારી પાસે સમય નથી રહયો. પણ, તારી લાગણી મારા શબ્દોને બહાર આવતા રોકી રહી હતી. ઈશા, જયારે આ વાત મને ખબર પડી ત્યારે મે તને તરત કહેવાનું વિચાર્યુ પણ હું તને ના કહી શકયો. ઓલરેડી મે તને બહું જ પરેશાન કરી પણ હવે નહીં, બસ થોડાક દિવસની જિંદગી પછી બધું જ ખતમ થઈ જશે. "
" તને અદજો પણ છે કે તું શું બોલે છે..!!! તને એવું લાગતું હશે ને કે, તારી જિંદગી ખાલી તારી છે તેમાં કોઈનું કોઈ વજુત નહીં હોય....સમજાતું નથી કે તું કેવો ઈનશાન છે, જે હંમેશા જ પોતાનું વિચારી જીવે છે. વિશાલ આ કોઈ જિંદગીની રમત નથી જો વિચાર આવ્યો ને ખતમ થઈ ગઈ." આખું હોસ્પિટલ મારી તકલીફથી હેરાન હતું ને તે એકલો મારી વાતો સાંભળી હસતો હતો.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ઈશાની જિંદગી ફરી એકવાર તેના પ્રેમની કસોટી કરવા આવી હતી ત્યારે શું તે વિશાલને આ બિમારીથી બચાવી શકશે???? શું હશે તેની જિંદગીની આગલી રમત તે જાણવા વાચંતા રહો દિલ કહે છે .....(ક્રમશ:)