દિલ કહે છે - 6 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

દિલ કહે છે - 6

જાન માંડવે પહોચી ગઈ હતીને ગોર દાદા ત્રીજીવાર બોલવાની તૈયારીમાં હતા કન્યા પધરાવો સાવધાન. હું થોડી વધારે એકસાઈટેડ હતી પરણવા માટે. ફાઈનલી અમે બન્ને એક થવાના હતા આજે. બસ ગોરદાદા જલદી બોલાવે તે ઇતજારમાં હું નીચે દાદર પણ ઉતરી ગ્ઈ હતી. ગોરદાદાનું ત્રીજીવાર પુરુ ના થયું તે પહેલાં તો મંડપમાં હું હાજર હતી. મને જોઈને બધા હસતા હતા પણ એમા મારો શું વાક દિલ જલદીમાં હતું. લગ્ન વિધી સંપન્ન થઇ ને મારી વિદાઈ શરૂ થઈ. દુઃખ તો હતું જ કે જે ધરને મે બાળપણનથી પોતાનું માનયું તે ધર એકપળમાં જ અલગ થવાનું હતું. અહીંના લોકોએ મને એવો પ્રેમ આપેલો કે હું જિંદગીભર તેની રુણી રહીશ. આખમાં આશુંની સાથે ખુશી પણ હતી કે મને કોઈ પરિવાર મળયો છે ન જેને હું પોતાનો માની શકુ.

જાન પરણીને ધરે આવી. નવા ઘરમાં કુમકુમ પગલી પાડી મે ગ્રૃહપ્રવેશ કર્યો. હવેથી આજ મારુ ધર ને આજ મારી જિંદગી. થોડીક રસમો પુરી થયા પછી હું રૂમમાં ગઈ જે પહેલા વિશાલ નો હતો તે અમારા બંને નો થઈ ગયો. થોડીવાર પછી વિશાલ પણ રૂમમાં આવ્યો. દિલ વધું જોરથી ધડકવા લાગયું હતું. વિશાલ જેમ મારી પાસે આવતો હતો તેમ મારુ દિલ તેનાથી ભાગતું હતું. ધીરે ધીરે અમારી નજીકી વધતી જતી હતી. બે આત્માં નું મિલન દિલની ડોરથી બંધાઈ રહયું હતું. રાત અંધકારમાં ખોવાઈ ગઈ ને અમે બંને એકબીજાની બાહોમાં.

સવાર ના પહેલા સુર્ય કિરણ સાથે જ મારી આખ ખુલી ગઈ. વિશાલ તો મસ્ત ભરનિદરમા સુતો હતો ને મે તેના મથા પર કિસ કરી ને હું રેડી થવા બાથરૂમમાં ગઈ. આજ ક્ઈક અલગ જ રોનક લાગતી હતી. ફટાફટ હું તૈયાર થઈ ને નીચે ગઈ. લગભગ હજું બધા જ સુતા હોય તેવું લાગયું. પણ મમ્મી પુજા રૂમમાં બેસી પુજા કરતા હતા ને એક કામવાળા માસી હતા તે રસોઈમાં કંઈ કામ કરી રહયા હતા. હું પુજા રૂમમાં ગઈ. મમ્મી ને પગે લાગી ને મે તેના આશિવાદ લીધા

" બેટા, આટલી જલદી જાગવાની શું જરૂર હતી. અહીં કોઈ એવો નિયમ નથી કે સવારમાં વહેલું જાગવું જોઈએ."

" મમ્મી આ ધરનો નિયમ તો મને નથી ખબર પણ મારા નિયમ પ્રમાણે સ્ત્રી ને કયારે પણ મોડા સુધી સુવુ શોભા નથી દેતું. અત્યાર સુધી તો મારો પણ કોઈ સમય ન હતો પણ હવે મારી જવાબદારી છે કે હું વહેલા ઊઠું."

" મને લાગે છે કે જરુર તારી મમ્મી કોઈ મહાન વ્યક્તિ હશે એટલે તો તેને તેના ઉદરમાં તને બધું શીખવી દીધું."

" મને મારા મમ્મીની તો ખબર નથી. પણ મારા અનાથ આશ્રમમાં મેમે મને બહું સારુ શીખવ્યું છે. " સવાર સવારમાં જ અમારુ સાસ -બહુની રામાયણ શરૂ થઈ ગઈ. હું મારા સંસ્કારના ગુણ તેના સામે એકદમ ખોટા જ ગાતી હતી. જયારે મારામાં કોઈ ગુણ જ ન હતા. જો આ વાત વિશાલ સાંભળી જાય તો તે જ કહે કે તું એક જ ધરમાં અનેક રુપ લે છે. પણ તેમાં મારો શું વાક જેવા સાથે તેવું બનવું પડે.

પુજા પાઠ પુરો થયા પછી મે ટેબલ પર ખાવાનું તૈયાર કર્યુ ત્યાં સુધીમાં બધા જ નાસ્તાના સમય પર આવી પહોંચ્યા. હજું પણ મેહમાન થી ધર ગુજતું હતું. બધા જ એકસાથે ટેબલ પર હાજર હતા ને તે માસીએ ખાવાનું પિરસી દીધું. નાસ્તો ઓછો થતો ને વાતો વધારે. તેમા જ અમારા હનિમુનની વાત નિકળી ને મને પુછવામાં આવ્યુ કે કયાં જવું છે.

" હા, ભાભી બતાવો ને તમે હનિમુન માટે કંઈ જગ્યા પંસદ કરી

" હા, ઈશા બેટા બોલ.........."

" પપ્પા, એકસુલી મે અને વિશાલે એવું નકકી કર્યુ છે કે જયા સુધી વિશાલ પોતાની કમાઈ કરી મને ન લ્ઈ જાય ત્યાં સુધી અમે કંઈ પણ જગ્યાએ નહીં જ્ઈ્એ"

"એવું થોડું હોય બેટા, મારા પૈસા તમારા જ છે ને. તેને તમે ગમે ત્યારે વાપરી શકો "

"હા, પપ્પા, પણ કયાં સુધી તમે કમાશોને વિશાલ એશ કરશે તેને પણ એક મોકો આપો કે તે પણ તમારી જેમ જ રુતબો કમાઈ શકે"

" ઠીક છે તને જે સારુ લાગે તે કર પણ, એક બે દિવસે આપણે બધા જ સાથે ફરવા જઈશું કેમકે આ છેલ્લી વાર હું તમને બધાને ફરવા લઇ જવા માગું છું પછી આપણને વિશાલ લઇ જશે. હા તો હવે બોલ કયા જ્ઈ્એ"

" આમ તો મને વધારે કંઈ ખબર નથી પણ જો તમે કહો તો આપણે રુચિકેશ જ્ઈ્એ"

"રુચિકેશ......... " બધા મારી સામે આશ્ચર્ય તકિ જોઈ રહયા જાણે મે કોઈ વિદેશ જવાનું કહી દીધું હોય તેમ.

મારી વાતમાં બધાએ હા તો ભરી પણ કોઈનું પણ મન ત્યાં જવામાં માનતું ન હતું. પણ મારે જવું હતું તે જગ્યાને મારે જોવી છે. વિચારો મારા રુચિકેશમાં ફરતા હતા ને બધા રેડી થઈ પોતપોતાનો સામાન ભરી રહયા હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

બધું જ ખુશીથી સંપન્ન થયું. ઈશાને એક પરિવાર મળયો હતો જે તેને બેટી કરતા પણ વધું માનતો હતો. શું ઈશાની જિંદગી નું કોઈ રહસ્ય રુચિકેશમાં જોડાયેલ હશે કે પછી એમ જ ઈશા ને તે જગયાએ જવું હશે તે જાણવા વાચંતા રહો દિલ કહે છે... (ક્રમશઃ)