"ઈશા, હું તને કયારથી જોવ છું,જયારથી તું તે દાદાને મળી ને આવી છે ત્યારથી ખોઈ ખોઈ લાગે છે. શું તે દાદાએ તને કોઈ ભુત પ્રેતની કાહાની તો નથી સંભળાવી ને..?????"
"પ્લીઝ વિશાલ, હું અત્યારે મજાકના મૂડમાં નથી."
" સોરી........ગલતી હો ગઈ ,હવે તો થોડા હસ લો બેબી. પ્લીઝ......... તારુ આવું ખરાબ મુડ મને બિલકુલ પસંદ નથી." મારે તેની સામે કમજોર નહોતું બનવું પણ હું મારી રડતી આખો ને રોકી ના શકી.
"વિશાલ, મારે મારી મમ્મીને મળવું છે મારે જોવા છે તેને તે કંઈ હાલતમાં છે...." મારે શું કહેવું, ને શું બોલવું કંઈ જ સમજાતું ન હતું. હું બસ રડે જતી હતી. મારા એક જ રટનથી વિશાલ પણ થાકી ગયો હતો. ના હું તેની વાત સાંભળી હતી, ના તેને કંઈ કહી રહી હતી. વધારે વિચારવાના કારણે મારી હાલત પણ ગંભીર બની ગઈ હતી. વિશાલે મને શાંત કરી ને દવા આપી તેના કારણે મારુ મન થોડું શાન્ત બનયું. મને તો નિદર આવી ગઈ પણ વિશાલની હાલત મારી ચિંતામાં ખરાબ થઈ ગઈ. એક બે કલાક પછી જયારે મારી નિંદર ખુલી તો વિશાલ ત્યાં જ બેઠો હતો. હું ઊભી થાવ તે પહેલાં જ તે મારી પાસે આવી ઊભો રહયો. મને તરત જ તેને બેઠી કરી ને પાણી આપ્યું જાણે હું કેટલા દિવસથી બિમાર પડી હોવ.
"આ્ઈ એમ સોરી વિશાલ મે થોડુક વધારે........ "
" નો ઈશા......" અમે બંનેમાંથી કોઈ વધારે ન બોલી શકયું ને હું તેની બાહોમાં ખોવાઈ ગઈ. હજું પણ મારી આંખો રડતી જ હતી પણ હું વિશાલને વધારે પરેશાન કરવા નહોતી માગતી. આમેય અમારે સમય થઈ ગયો હતો ધરે જવાનો. બધા તો સ્ટેશન પર પહોંચી ગયા હતા. સિવાય અમારા. અમે પણ બહાર નિકળયા. આ શહેરને છોડવાનું મન નહોતું થતું. હજું પણ એક જ વિચાર ધુમતો હતો કે તે મારી માં જ હોવી જોઈએ કેમકે મને આ ધરતી પર આવવાથી કંઈક મહેસુસ થાય છે ને તે ત્યારે જ શકય હોય શકે જયારે મારુ અહીં કંઈ છુટી રહયું હોય. હું વિચારોમાં ફરી ખોવાઈ રહી હતી. કદાચ તે દાદા પણ જાણતા હોત કે તે સુનિતા કયાં ગઈ. હજું વિચારો અંકબંધ હતા ને અમારુ ધર આવી ગયું.
મારી હાલત વિચારોના કારણે વધારે બગડતી જતી હતી. જે હંમેશા જ હસ્તી ને હસાવતી રહેતી તે ઈશા બદલી રહી હતી. વિશાલ મને કહેતો પણ કે જે હોય તે કહી દે પણ હું તે વાત તેની સામે મુકી નહોતી શકતી. મારે હજું તપાસ કરવી હતી. જયા સુધી વાત કીલયર ના થાય ત્યાં સુધી વિશાલને કહેવું પણ શું.... !!! હું મનમાં જ મુજાતી ને મનમાં જ વિચારતી રહેતી.
"વિશાલ મારે બે દિવસ માટે આશ્રમ જવું છે શું હું જાવ"
" હું તને જવાની ના તો નથી કહેતો પણ તારી તબિયત બરાબર નથી ને આવી હાલતમાં હું તને ત્યાં એકલી ન જવા દવ"
" હું ત્યાં મારી તબિયત સુધારવાં જ જવા માગું છું. ત્યાં બધાને મળયા પછી સાયદ બધું ઠીક થઇ જાય.પ્લીઝ....... !!!!!!" મારા ખામોશ ચહેરો જોઈ તે ના ન કહી શકયો. તેને મને જવા માટે પરમિશન તો આપી પણ સાથે ત્યાં આશ્રમમાં પણ કહી દીધું કે હું બિમાર છું. મારા જતા જ તે લોકોએ મારી દેખરેખ શરૂ કરી દીધી. પણ હું ત્યાં આરામ કરવા નહોતી ગઈ કે ત્યાં જઈને આરામ કરુ મારે જાણવું હતું મારા મમ્મી- પપ્પા વિશે તે કોણ હતા ને હું અહીં કયાથી.
" તે સાંજે જ મેમે ફી થઈ ને મારી પાસે બેસવા આવ્યા એટલે મે તરત જ પુછયું " શું તમે મારી પહેશાન બતાવી શકશો....???? " તે ખાલી મારી સામે જોતા રહયાં
" ઈશા, હવે તું તે જાણી ને શું કરી..???? આ બધું જાણવાથી ખાલી તકલીફ જ થાય છે. જે વિતિ ગયું તેને ફરી જગવા કરતા તેને તે ખુણામાં જ રહેવા દેવું જોઈએ "
" મેમ તે બધી મને નથી ખબર. પણ, મારે આજે તે જાણવું છે કે મારી માં કોણ હતી, ને હું અહીં કેવી રીતે. જો તમે નહીં બતાવો તો હું કંઇ પણ રીતે તે જાણી લેઈ પણ મારે આ વાત તમારા પાસેથી સાંભળવી છે........????" આજે પહેલી વાર મે તે મેમ પાસે જીદ કરી હતી. મને પણ સારુ નહોતું લાગતું કોઈની પાસે આમ જીદ કરવી પણ આજે સવાલ મારી જન્મ દેનારી માં નો હતો.
" ઈશા હજું પણ એકવાર વિચારી લે તું...!!!!! આ વાત તને ખાલી તકલીફ જ આપશે. જે વાત જાણવા માગે છે તે વાત હું તને જણાવી તો તારો હસ્તો ચહેરો હંમેશા રડી પડશે. ઈશા હું તારા ચહેરાને કયારે રડતો નથી જોઈ શકતી."
" મેમ, હું તમને વચન આપું છું કે મારી જે સચ્ચાઈ હશે તે હું સ્વિકારી લે પણ આ આંખોમાં આશું નહીં આવવા દવ. પણ જો તમે મને હકકિત નહીં બતાવો તો હું હંમેશા એ વિચારી જિવતી રહીશ કે જેને મને જન્મ આપ્યો તેને હું ઓળખતી પણ નથી." મેમ મારી રડતી આખો સામે જોઈ રહયા જે હજું પણ રડતી જ હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
નવી શરુ થયેલી ઈશાની જિંદગી હવે કયું નવું તોફાન લાવવાની હશે..?? શું સુનિતા ખરેખર તેની જ માં હશે કે કોઈ બીજું????? જો તે તેની જ માં હશે તો શું ઈશા તેની ગોતવાની કોશિશ કરશે...?? કોણ હશે ઈશાની ફેમિલિ તે જાણવા વાચંતા રહો દિલ કહે છે...... (ક્રમશઃ )