દિલ કહે છે - 7 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

દિલ કહે છે - 7

રુચિકેશ પહોચ્યા પછી મન એટલું ભારી હતું કે દિલ અને દિમાગ બંનેએ મને જકડી રાખી હતી. અહીં આવતા જ એક અહેસાસ ધેરી વળતો હતો ને લાગતું કે એવું ધણું છે જે મને અહીં બુલાવે છે. કંઇક તો લગાવ છે આ ભુમિ સાથે મારો જે મને કંઈ જ સમજાતું ન હતું. આમ તો આ જગ્યા જ એટલી રમણીય છે કે કોઈનું પણ મન મોહી લે.

"વિશાલ, આ જગ્યા જોઇને મને એવું લાગે છે કે હું અહીં પહેલાં કયારે આવી છું. જયારે હું કયારે પણ નથી આવી. શું આ ખાલી મારો આભાસ હોય શકે???? " જે વાત મને નથી સમજાતી તે વિશાલને કેવી રીતે સમજાય.

" હા, સાયદ તને પહેલાં જન્મની યાદ હોય. આમેય તને કોઈ વાત ભુલાઈ કયાં છે. "

" હમમમમ, એવું હોય શકે........!!!!!!" વિશાલની મજાકમાં મારા વિચારો ખોવાઈ ગયા ને હું તે લોકો સાથે ફરી મસ્તીમાં લાગી ગઈ. આમેય મારે કયાં જાણવું હતું કે મારે આ શહેર સાથે શું સંબંધ છે.

આખો દિવસની મોજ મસ્તી પછી પણ મારુ મન થાકયું ન હતું. બીજા બધા તો અવર જવર અહીં આવતા એટલે તેમને આ જગ્યા વધારે પસંદ ન હતી પણ મને એક અદભુત જ નજારો લાગયો. બધા થાકી ને સુઈ ગયા પણ હું હજું પણ બાહાર બાલકનીમા ઊભી રહી તે ઉછળતી કૂદતી ગંગા ને જોઈ રહી હતી. તે કેટલી નિર્મળ હતી. ફરી ત્યાં જ વિચાર આવી ને થંભી જતો કે આ શહેર મને આટલું કેમ ગમે છે.

બીજે દિવસે અમે ફરી ફરવા નિકળી ગયા. એક બજારમાં ગયાં. હું બંગડીની દુકાને જ્ઈ બંગડી ખરીદી રહી ત્યાં જ પાછળ એક અવાજ આવ્યો.

" સુનિતા............."મે પાછળ ફરી જોયું તો એક દાદા જે મને જોઈને કંઈ કહી રહયા હતાં.

" બેટા, તું અહીં કેવી રીતે. તે તો આ શહેર ને છોડી દીધું હતું ને....!???"

" દાદાજી, તમને કોઈ ગલતફેમી થાય છે. મારુ નામ સુનિતા નહીં ઈશા છે. ને આ શહેરમાં હું પહેલી વાર આવી છું"

" બેટા, મારી આખ કયારે ધોકો ન ખાઇ શકે......"

" પણ, દાદાજી....... "

" હા, બેટા સમજી ગયો. તું સુનિતા નથી. કેમકે સુનિતા તો તારી ઉંમર કરતા થોડીક વધારે મોટી હતી. પણ તને જોવ છું તો એવું લાગે છે કે તું જ સુનિતા છે. આ જ ચહેરો, આવી જ મીઠી બોલી, ને આમ જ તારી જેમ તેનું હસવું. હજું પણ મારા કાનમાં ગુજી ઉઠે છે." આટલું જ બોલતા જ તેની આંખો આશુથી છલકાઈ ગઈ

" સોરી, દાદાજી હું તમારી સુનિતા નથી. જો હોત તો હું તમારી આંખના આશું ના બની હોત."

" ના, બેટા આ તો તેની યાદ આવી ગ્ઈ." તે દાદા આટલું કહીને ચાલવા લાગયાં. ખબર નહીં કેમ પણ મને તે સુનિતા વિશે જાણવાનું મન થયું. જો હું તેમની સુનિતા બની તેમની આશું તો ના રોકી શકું. પણ તેમના મનનો ભાર તો હલ્કો કરી શકું ને.

" એક મિનિટ દાદાજી, " મે તેમને અવાજ લગાવ્યો ને તેને પાછળ ફરી જોયું. હું તરત જ તેમની પાસે ગ્ઈ ને મે કહયું,

" આમ તો દાદાજી હું તમને નથી ઓળખી પણ તમારી આંખના આશું મને સારા નથી લાગતાં. જો કોઈ વાત હોય તો તમે મને કહો....... સાયદ તમારુ મન હલકું થઈ જાય." તે દાદા મારી સામે જોતા રહયાં. તેના ભાવ પરથી એવું લાગતું જ હતું જે મને કંઈ કહેવા જ માંગતા હોય.

"બેટા, વાત બહું લાબી છે. જો તું અહીં બેસી સાંભળતી રહી તો બીજી જગ્યાએ ફરવાનો તને સમય નહીં મળે."

" ચાલશે. ફરવા માટે ફરી કયારેક અમે અહીં આવી શકીશું પણ, તમારી વાત સાંભળવાનો ફરી મોકો નહીં મળે."

" ખરી, જીદી છે તું.........બિલકુલ સુનિતા જેવી જ. તે પણ તારી જેમ જ મારી પાસે વાત જાણવા બધું જ કામ છોડી દેતી ને મારી વાતોમાં ખોવાઈ જતી." તેનું મન થોડું હળવું થયું હોય તેવું લાગયું. અમારી વાત શરૂ જ હતી ને વચ્ચે વિશાલનો ફોન આવી ગયો.

"કયાં છો તું ને બાકી બધા...???"

" વિશાલ બધા બજારમાં ફરે છે ને હું એક દાદા સાથે બેસી વાતો કરુ છું. જો તારે વાત સાંભળવી હોય તો અહીં આવી જા. "

"ના, તું સાંભળ........ને વાતોમાં ભુલી નહીં જતી કે હું અહીં એકલો છું "

"અત્યારે એકલા મજા લઈ લે હું આવી પછી તને તારો બોરીગ સમય નહીં મળે,"મજાક કરતા મે તેને ટોન્ડ માર્યો ને ફોન કટ કર્યો.

"સોરી........." તે દાદાની માફીં માગી. ફરી અમે વાતની શરૂઆત કરી. "

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ઈશાની જિંદગી જેટલી ખુશ હતી તેટલી ઉલજી પણ રહી હતી. જે જગ્યાને તે જાણતી પણ નથી તે જગ્યા તેને પોતાની લાગતી હતી. શું હશે તેની જિંદગીનું રહસ્ય આ શહેર સાથે ???? આ સુનિતા કોણ છે ને તેનો ચહેરો ઈશા સાથે મેચ કેમ થાય છે તે જાણવા વાંચો દિલ કહે છે (ક્રમશ:)