બધું જ શાંતિથી પતિ ગયું હતું ને મહેમાન પણ લગભગ જતા રહયા હતા ને અચાનક જ કંઈક એવું બન્યું કે મારી જિંદગી બદલી ગઈ. હું વિચારી પણ નથી શકતી કે વિશાલ મારી સાથે આવું કરશે. જે વાત હું વિચારતા પણ ડરુ તે વાત તે વાત તેને મને એક જ ઝટકામાં કહી દીધી.
"ઈશા, તું આજે બહું સુદર દેખાય છે." મિતે કહયું, જે મારી સાથે હોસ્પિટલમાં કામ કરે છે. એની સાથે ખાલી મારે કામ પુરતી જ વાતો થતી પણ આજે અચાનક જ તેને આમ કહી દીધું. મને ખરાબ નહોતું લાગયું. ને પછી અમે ફરી કામની વાતોમાં લાગી ગયા.
"ઈશા, આજે એક ઓપરેશન હતું જેમાં અંદરના ભાગની સર્જરી કરવાની હતી. આ કામ મારા માટે બહું મુશકેલ હતું પણ જો તું હોત તો થોડું આચાન બની જાત કેમકે તું જાણે જ છે......." તેની વાતો અધુરી જ રહી ગઈ ને વિશાલ ત્યાં આવી બે જોરદાર થપ્પડ મીતને લગાવી દીધી. હજુ હું કંઈ વિચારુ તે પહેલાં જ આ બધું બની ગયું ને હું જોતી રહી
" વિશાલ, આ શુ હતું બધું, તું વિચાર તો કર કે તે કોણ છે, મને લાગે છે તું હોશ ખોઈ બેઠો હોય તેવું. એટલે જ હું તને કહું છું કે તું આવા સમયે બિયર પાર્ટી ના કર"
" બધું જ સમજું છું હું ઈશા, તને અને તારા આંશિક ને " બસ તેના એટલા જ શબ્દો મારી રોમ રોમમાં ગુજી ઉઠયાં.
" શું સમજે છે તું મને, જો સમજતો હોત ને તો આવું બોલતા પહેલા વિચાર કરત. પણ, નહીં......હું જ પાગલ તારી બધી વાતો સ્વીકારી લવ"
" ઈશા, તું આ લફગા માટે મારી સાથે લડે છે....!!!!"
" વોટ, મને તો અત્યારે તું લફગો જેવો લાગે છે જેને આટલું પીધું છે કે હોશ પણ ખોઈ બેઠો."
" આવી ગઈ ને તારી ઓકાત પર તું, મને વિશ્વાસ જ હતો કે જેનું કોઈના હોય તે કયારે પણ કોઈના ન બની શકે, જેના ખુનમાં જ ખરાબી હોય તે બીજાના ......." તેના શબ્દો ત્યાં જ રુકી ગયા ને હું ત્યાં જ તુટીને પડી ગઈ.
*****************************
આખોમાંથી આશું રુકતા ન હતા ને હું હજું ભુતકાળમાં જ હતી. જે વ્યક્તિ ને મે મારુ બધું જ આપી દીધું તે વ્યક્તિ કંઈક આવું કહી જશે મે નહોતું વિચાર્યું. વિચારો એકમિનિટ માટે પણ કયાં રુકતા હતા.
"ઈશા, તું કંઈક બોલ......તારી ચુપી મારા મનને ખાઈ રહી છે. તું ગુચ્ચો કર, મને માર પણ, પ્લીઝ મારી જિંદગી બની ફરી મારી સાથે આવ." તેના શબ્દો મારા કાને અઠડાણા ને હું વિચારોમાંથી બહાર આવી.
" શું.......???? હું તેને મારુ....... તારા પર ગુચ્ચો કરુ......... ના...... વિશાલ..... હું તે લાઈક જ નથી....... મારા ખુનમાં ખરાબી છે તો પછી તું અહીં મને જોવા શું કામ આવ્યો.....???? આજના દિવસે જ તે મારી ઓકાત બતાવી હતી ને તો અહીં શું ફરી મારી ઓકાત યાદ દેવા આવ્યો છે..... " હું ત્યાં જ સોફા પર પડી ગઈ ને તે મને જોતો રહયો.. તેની આખમાં પણ આશું હતા. રડતા અમે બંને હતા. તે તેની ભુલથી રડતો હતો ને હું મારા દુઃખથી.
" શું કમી હતી મારા પ્યારમાં.........??? શું ચુપાવ્યું હતું મે તારાથી.........??? બધું જ તને અપણૅ કરી દીધું હતું. મને એમ હતું કે તું કામના કારણે મારી સાથે આવું બિહેવય કરતો હતો. પણ, નહીં આ જનાબ ને કોઈનું ચકકર ચડયું હતું. તેને લાગતું હતું કે હું કોઈની સાથે વાત કરુ છું એટલે મારે કોઈની સાથે ચકકર ચાલે છે. જો કોઈની સાથે મારે ચકકર જ ચલાવું હતું તો હું તારી સાથે દિલ શું કામ લગાવત. મારી મેમે મને કેટલી વાર સમજાવી કે તું તારુ પાસ વિશાલને નહીં કહેતી. તો પણ મે કીધું.... કેમકે, મને તારા પ્રેમ પર ભરોસા હતો. પણ હું ગલત હતી કે મે તારા પર ભરોસો કર્યા"
"ઈશા, મે ક્યારે પણ એવું વિચાર્યુ જ ન હતું કે તારુ ચકકર ચાલે છે. પણ તે દિવસે.......... "
" પણ, તે દિવસે શું............ વિશાલ."
" પણ........."
" રહેવા દે .......તું....... તારા શબ્દો.......પણ...... ની આગળ કયારે વધ્યાં છે..... તો આજે વધશે....... વિશાલ કહેવું સારુ લાગે પણ તેને સ્વીકારવું અઘરું હોય છે. થેન્કયું મને ફરી મારી ઓકાત યાદ કરાવવા બદલ.... " મારા આશું અચાનક જ થભી ગયાને મે તેને કેટલું સંભળાવી દીધું. શબ્દોની રેખા ક્યારે પણ ઓળગવી ના જોઈએ તે હું સારી રીતે સમજતી હતી પણ વિશાલને માફ કરવા હવે મારુ દિલ માનતું ન હતું.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
બંને વચ્ચેની એક એવી જગ હતી કે તેમાં હાર જીત ન હતી પણ દિલની લાગણી હતી. શું વિશાલ સમજાવી શકશે ઈશા ને.......??? શું ઈશા, માફ કરી શકશે વિશાલ ને...... જો હા તો આગળ શું હશે તેમની કહાની તે જાણવા વાચંતા રહો દિલ કહે છે........ (ક્રમશઃ)