દિલ કહે છે - 4 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

દિલ કહે છે - 4

વિશાલે મુકેલા પ્રસ્તાવ પર હું શું કહું તે સમજમાં નહોતું આવતું. દિલ તેની વાત સાંભળી ગુજી તો ઉઠયું હતું પણ આટલી જલદી......!!! વિચારોની સાથે જ હું દરીયાઈના લહેરાતા મોજાને જોવામાં તલ્લીન બની ગઈ. મે સપને પણ કયારે વિચાર્યુ ન હતું કે હું વિશાલ સાથે જિંદગી જીવી. ને અચાનક તેને મુકેલી પ્રપોઝ પર તેને મને વિચારવા મજબુર કરી દીધી. અમારી વચ્ચે ખાલી દોસ્તીનો સંબધ છે તે હું જાણતી હતી. પણ તેના મનમાં મારા પ્રત્યે શું છે તે હુ નહોતી સમજી શકતી.

" સાયદ, એવુ બની શકે. પણ હજુ હું તે વાતમાં પ્રિપેર નથી. જે સંબધ ખાલી દોસ્તીનો જ છે તેને દોસ્તીનો રહેવા દેવો જોઈએ. મને નથી લાગતું કે આ સમય યોગ્ય હોય. કેમકે, જે વ્યક્તિ ને હજું આપણે સમજી પણ નથી શકયા તેની સાથે જિંદગી જીવવાની વાતો....!!! શું તારા મનમાં મારા માટે કોઈ એવી ફિલિગ છે??? " જે શબ્દો પુછયા પછી મને વિચાર આવ્યો કે મે કોઈ ગલત સવાલ કરી દીધો, જે મારે ન કરવો જોઈએ.

ખબર નહીં તેને મારા વિશે શું વિચાર્યુ હશે. તેને કંઇ જવાબ ન દીધો ને ઊલટા નો તે ત્યાથી ઊભો થયો ને થોડો આગળ જ્ઈ ઊભો રહયો. હું તેને એમ જ જોતી રહી. મને લાગ્યું કે તે કંઈ કહશે પણ તેને મને કંઈ ન કહયું ને દરીયાની સામે જ મીટ માંડી ને ઊભો રહયો. હું પણ તેની પાસે જ્ઈ ઊભી રહી ને ઉછળતા મોજાને જોવા લાગી. તે આજે થોડાક વધારે ઉછળી રહયા હોય તેવું લાગતું હતું. આ સાહતનો દરીયો મારી દોસ્તીને ખતમ કરી શકે તેમ હતો. હજુ તો કોઈ મળ્યું હતું ને તે એમ જ ચાલ્યો જશે તો...!!! હું હંમેશા વધારે જ કંઈક વિચારી લવ છું. તેની નજર દરિયા સામે સ્થિર હતી ને મારી તેના સામે. કયાં સુધી હું વિચારતી રહી ને તે એકી નજરે દરીયા ને જોતો રહયો. થોડીવાર થઈ પછી તેને મારી સામે નજર કરી. પણ તેનું મને આવી રીતે જોવું મને અજીબ લાગ્યું. તે મારી સામે કયાં સુધી જોતો રહયો ને હું પણ તેને જોતી રહી.

"ઈશા, દિલ કહે છે કે હું તને અત્યારે જ કહી દવ કે મારા દિલમાં શું છે. પણ મન કહે છે કે હું અત્યારે તને કંઈ ના કહું કેમકે, તે જાણે છે છતાં પણ ડરે છે. કંઈક તને ખોવાનો ડર, કંઈક તારા વિચારોનો ડર મને અંદરોઅંદર જ ડરાવે છે." તે મારી પાસે તેમની ભાવના વ્યક્ત કરતો હતો કે તે હજું કંઈ બીજું જ કહેવા માંગતો હતો તે મને ખુદ સમજાતું ન હતું.

" દિલ અને મનની ઉલઝન વચ્ચે હંમેશા આપણે દિલની સાંભળવી જોઈએ. કેમકે, દિલ હંમેશા અહેસાસથી ધબકે છે. " હું કંઈ વધારે તેને સમજાવું તે પહેલાં જ તે વચ્ચે બોલ્યો ,

"આ્ઈ લવ યુ ઇશા, " મારુ જાણે ચિંત ભંગ થઈ ગયું હોય તેમ હું તેને ખાલી જોતી રહી. દરીયો જાણે આજે વધારે તોફાની બન્યો હોય તેમ અમારા પ્રેમની સાક્ષી પુરવા વધારે ઉછળી રહયો હોય તેવું લાગતું હતું. જે શબ્દો મારે તેને કહેવા હતા તે શબ્દો તેને મને કહી દીધા. વિચારો વિચરાઈ ગયા હતા ને હું તેને કંઈ પણ કહયા વગર જ તેને ગળે લાગી ગઈ

"આઈ લવ યુ ટુ વિશાલ, " જે મોકો મને મળે તે હું કેવી રીતે ભુલું મે પણ તેને કહી જ દીધું કે હું પણ તને પ્રેમ કરુ છું. તેને મને ગળે લગાવી દીધી ને અમે કયા સુધી એકબીજાની બાહોમાં ખોવાઈ રહ્યા. દિલ બધી જ વાતો ભુલી ગયું હતું ને અમારી પ્રેમની દુનિયા શરૂ થઈ ગઈ હતી.

કોણે વિચાર્યુ હતું કે કોઈ ખડુસ આવી રીતે પ્રપોઝ કરશે. આજે પહેલી વાર તે મને ખડુસ નહોતો લાગયો કેમકે તેને આજે પહેલ કરી હતી. અમે કયાં સુધી દરીયાના કિનારે એકબીજાની બાહોમાં ખોવાઈ રહ્યા.

" ઈશા, એક વાત પુછું??? "

"હમમમમ......."

" શું આપણે હમણાં લગ્ન કરી શકયે, આઈ મીન બે-ચાર દિવસની અંદર.....??????" તેને મને એક જોરદાર ઝટકો આપી દીધો હતો. એકવાર તો મને એવું થયું કે હું તેમને અહીં છોડી ને નિકળી જાવ. પણ મે મારા મનને સમજાવી લીધું.

" વિશાલ, મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ એતરાજ નથી. પણ આ થોડું મને જલદી લાગે છે. હજું તો આપણે મળયા છીએ. પ્રેમની શરૂઆત થઈ છે, તેને શું ખાલી યાદો વગરની જ રહેવા દઈશું?? મારે તારી સાથે આવી જ રીતે દરીયાના ઉછળતા મોજા વચ્ચે પ્રેમની કેટલી વાતો કરવી છે. રાતે મોડા સુધી પથારીમાં સુતા સુતા કલાકો તારી સાથે ફોનમાં વાત કરવી છે. દિલને તારા ઇતજારમાં થોડુક તડપાવું છે. આંખો દિવસ નહિં પણ એકવાર તારો ચહેરો જોવા માટે તને મળવું છે. આવી કેટલીક યાદો મારે તારી સાથે લગ્ન પહેલાં મેળવવી છે. "

"તો શું આ બધું લગ્ન પછી ના થઈ શકે??? શું લગ્ન પછી પ્રેમ ના હોય?? ""

" મે એવું કયાં કીધું કે લગ્ન પછી પ્રેમ ખતમ થઈ જાય. પણ જે સમય બેસ્ટ છે તે જ બરાબર કહેવાય, કેમકે લગ્ન પછી આપણી જિંદગી એકબીજાના સાથથી ચાલે છે ને લગ્ન પહેલાં એકબીજાના વિચારોથી. ત્યારે આપણે હંમેશા સાથે હોયે એટલે એવું બની શકે કે આવી વાતોથી બોરિંગ થઈ જ્ઈ્એ. પણ અત્યારે થોડા ઇતજારને કારણે વાતો કરવાનો કંઈક અલગ જ આનંદ હોય છે. પણ મને લાગે છે તું આ વાત નહીં સમજી શકે."

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

દિલ કહે છે ને તે સાભળે છે. ઈશાની જિંદગી ખીલતા ગુલાબની જેમ અચાનક જ ખીલી ઉઠી ત્યારે શું તેની આ કાહાની હવે શું વળાંક લેશે??? શું વિશાલનું લગ્નનું પ્રપોઝ ઈશા સ્વિકારી શકશે??? શું તે બંને ના લગ્ન થશે કે પછી એમ જ આ પ્રેમ કાહાની અહીં સુધી પહોંચી ને અટકી જશે તે જાણવા વાચંતા રહો 'દિલ કહે છે '.....(ક્રમશઃ )