TRUTH BEHIND LOVE - 28 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 28

ટુથ બિહાઇન્ડ લવ-28

અનસુયા બહેને સવાર સવારમાં છાપું વાંચન પ્રણવભાઇને કહ્યું "સાંભળો છો ? તમારે વી.આર.એસ. લીધે સમય અને ઓફીસ પણ ધીમે ધેમ સેટ થઇ રહી છે. શ્રૃતિ -સ્તુતિનો કોર્ષ પણ પુરો થવા આવ્યો હમણાં સ્તવન આવેલો છે. સ્તુતિ એનાં ઘરે જમવા ગઇ ત્યારે એ લોકોએ ડાયમંડનાં બ્રેલસેટ વાળી રીસ્ટવોચ આપી. સંબધ વગર કોઇ વિધીએ ભલે સ્વીકારાઇ ગયો છો... બંન્ને છોકરાઓ હવે ખૂબ ઇન્વોલ્વ લાગે છે. મને વિચાર આવ્યો છેકે………

પ્રણવભાઇએ છાપામાંથી ડોકીયં બહાર કાઢતાં કહ્યું "હું અનસુયા શું કહે છે ? મને પણ તારી જૈમ વિચાર આપેલાં જ કાલે.

તમે છાપુ બાજુમાં મૂકો અને મારી વાત ધ્યાનથી સાંભળો. સ્તવન અહીં છે તો આપણે એનાં ઘરે જઇને એનાં પેરેન્ટસને મળીએ... આજે સાંજે ગોઠવી દઇએ અને ઔપચારીક વાતચીત બાકી છે કરી લઇએ. આપણે અને એ લોકોએ સંબંધ સ્વીકારી જ લીધો છે એ લોકોએ સ્તુતિએ ઘરેણું આપ્યું છે હવે આપણે છોકરીવાળા થઇ હાથ પર હાથ દઇ બેસી રહીએ સારું નથી લાગતું આપણે પણ કંઇક સ્તવનને આપી અને સંબંધ નક્કી જ છે એમ વાત કરી લઇએ. આમ તો નક્કી જ છે પણ હવે લેવડદેવડ વ્યવહાર કરી લઇએ. અનસુયા બહેને કહ્યું.

"તારી વાત સાચી છે અનસુયા આજે જ સાંજનું નક્કી કરી લઇએ. સ્તુતિ-શ્રૃતિને જાણ કરી દઇએ. અને નક્કી થાય એમ આગળ વધીએ. પ્રણવભાઇ હા માં હા મેળવી બોલ્યાં.

"અરે એમ નક્કી નહીં તમે સ્તવનને હમણાં ફોન કરી જણાવો. કાલે એણે કીધું એમ એનાં પાપાએ રજા લીધીજ છે વિનોદાબેન પણ ઘરે હશે. તમે ફોન કરી તૈયાર થઇને ભરત ઝવેરીને ત્યાંથી સરસ 1 થી 2 તોલાની સોનાની ચેઇન લઇ આવો આપણે એને આપી દઇએ. અને હું પણ ઓફીસમાં અડધી રજા લઇ લઊં છું. અનસુયાબેને વજન દઇને કહ્યું.

પ્રણવભાઇ બોલ્યાં "એમ નહીં તું આખી જ રજા મૂકી દે સાથે જઇને ચેઇન લઇ આવીએ મને એકલાને સમજણ નહીં પડે હું સ્તવનને ફોન કરું છું. સ્તુતિતો સવારથી ત્યાંજ જશે શ્રૃતિને કહું છું. બપોર સુધી ઓફીસમાં બેસે.

અનસુયા બહેને કહ્યું "ઓકે હું મેસેજ કરી દઊં છું હમણાંજ રજા માટે પછી ફોન પણ કરી દઇશ. અને હાં સાંભળો મારી પાસે વહેલી બુટ્ટીની જોડ અને એક 5 ગ્રામની સોનાની લગડી પડી છે એ સામે આપી દઇશું. એટલે હાલ સામટાં પૈસા કાઢવા ના પડે. આમતો સોનાની ચેઇન પડી છે પણ જૂની નથી આપવી.

પ્રણવભાઇએ કહ્યું "ઠીક છે તને યોગ્ય લાગે એમ કરીએ તું પરવાર અને હું સ્તવનને વાત કરી દઊં છું એમ કહીને પ્રણવભાઇ હીંચકેથી ઉભા થઇ મોબાઇલ લઇને સીધો સ્તવનને ફોન કર્યો. બે રીંગ પછી તરત જ સ્તવને ઉપાડ્યો.

"હાં પાપા ગુડમોર્નીંગ જય મહાદેવ. બોલો હુકુમ કરો પ્રણવભાઇએ કહ્યું "હુકુમ શું દીકરા... સ્તુતિની મંમીએ કહ્યું છે કે આજે અમે તમારાં ઘરે તમારાં મંમી-પપ્પાને મળવા આવવા વિચારીએ છીએ તો પાપા-મંમીને ફાવશે ? તમે પૂછીને મને જણાવો આજે સાંજે આવીશું.

સ્તવને કહ્યું "હાં હાં પાપા જરૂર જરૂર છતાં.. પાપાને મંમી સાથે વાત કરીને તમને કોલ બેક કરું. એમ કહીને સ્તવને ફોન મૂક્યો.

ત્યાંજ સ્તુતિ-શ્રૃતિ ફોનપર વાત થવાનું સાંભળીને રૂમમાંથી બહાર આવી. શ્રૃતિએ પૂછ્યું "પાપા સવાર સવારમાં શેનાં પ્લાન ચાલે છે ?

પ્રણવભાઇએ બંન્ને દીકરીઓને બધી વાત જણાવી શ્રૃતિએ કંઇક યાદ આવ્યું હોય એમ કહ્યું "પાપા અગત્યની વાત કહેવી રહી ગઇ મારાં પર મેસેજ હતો કાલે કે મારે ટ્રેઇનીંગ માટે જોઇન્ટ કરવાનુ છે બધી ડીટેઇલ્સ આવશે ત્યારે જણાવીશ. સાંજે જીજુનાં ઘરે જઇશું જ મજા આવી જશે.

સ્તુતિ-થોડી શરમ સાથે સાંભળી રહી પછી બોલી ઓકે પાપા સ્તવનનો ફોન આવવા દો પછી વાત અને એ સ્તવનનાં વિચારોમાં ગરકાવ થઇ ગઇ.

અનસુયાબહેને ઓફીસમાં એમનાં સીનીયરને મેસેજ કર્યો અને છોકરીઓ પાસે આવ્યાં ત્યાંજ પ્રણવભાઇ ઉપર સ્તવનનો ફોન આવી ગયો.

"પાપા તમે લોકો બધાં જ જરૂર આવો. પાપાએ તો રજા લીધેલી જ છે અને મંમી રાહ જોશો. તમે જ્યારે આવવું હોય ત્યારથી આવી જજો સમયનું કાંઇ વિચારશો નહીં સાંજનું ડીનર સાથે જ લઇશું. એવું મંમીએ ક્યું છે. અને પાપા સ્તુતિને... કંઇ નહીં. એને જ ફોન કરું છું. તમે લોકો આવો બધાંજ અમે અહીં રાહ જોઇશું. કહીને સ્તવને ફોન મૂક્યો.

સ્તુતિ ફોન સાંભળતા જ ખુશ થઇ રૂમમાં સરકી ગઇ અને સ્તવનનાં મોબાઇલમાં ફોન રણકયો. એય લૂચ્ચી તું ત્યાં વાતો સાંભળતી હતીને ? મારાંથી પહેલાં એવું બોલાવા ગયું કે સ્તુતિને ફોન... પણ પછી કહ્યું એને ફોન કરું છું.

એય આજે તું વહેલી આવી જજે. માંએ કહ્યું છે અહીં બધાં સાથે ડીનર લઇશુ પણ પાપાએ અચાનક ફોન કરીને આવવાનું કેમ નક્કી કર્યું ? ખબર ના પાડી...

સ્તુતિએ કહ્યું "એ મને પણ ખબર નથી ઉઠીને મે હું રૂમની બહાર આવી ત્યારે તને ફોન પણ થઇ ગયેલો. હવે જે હશે... પણ આપણે તો મળીશું અને માં ને મદદ કરવાની છે કરીને હું વહેલી આવી જઇશ તારી પાસે મારા સ્તવન. આમ આવો ચાન્સ શું કામ ખોઊં ? આજે ઓફીસ બપોર સુધી શ્રૃતિ જશે. હું હમણાં તૈયાર થઇને આવી જ સમજ. માંએ રજા મૂકી... ક્યા બાત હૈ મને આજે ખૂબ ગમી રહ્યું છે માય લવ.

સ્તવને કહ્યું "તારો જે બહાનું કાઢવું હોય તે કાઢ પણ જલ્દી આવી જા હું પુરજોશમાં રાહ જોઊં છું બાકી રસોઇ માટે તો માં એ કલ્પના આંટીને બોલાવી લીધાં છે.

"એય પુરજોશમાં રાહ જુએ છે એટલે ? એમ કહીને જોરથી હસી પડી... લૂચ્ચા જોશ-હોશ બંન્ને સાચવી રાખ હું આવું પછી છુટ્ટા મૂકી દેજે. આવું કહી સ્તુતિ હસી પડી સ્તવન પણ ખડખડાટ હસતાં બોલ્યો એ સાચું ચાલ અત્યારે બાંધી રાખું તું આવે એટલે છૂટ્ટો મૂકી દઇશ બસ ?

સ્તુતિ કહે સાવ લૂચ્ચો છે દુશ્મન ચલ મૂક હું આવી તૈયાર થઇને પછી આવવા નીકળું છું. માં ને જણાવી દઊં.

સ્તવને કહ્યું "તું તૈયાર કહે ત્યાં સુધીમાં હું તને લેવા આવી જઊં છું. એટલો સમય પણ મારે બગાડવા નથી.

સ્તુતિ કહે "આવી જા લૂચ્ચા હું તૈયાર થઇને તારી રાત જોઊ લવ યુ ડાર્લીંગ... બાય કહીને ફોન મૂક્યો. અને પાછી બહાર આવી. શ્રૃતિએ પૂછ્યું. "સવાર સવારમાં દી જીજુએ ક્યા જોક્સ કીધાં તે આટલી ખખડતી હતી ? સ્તુતિએ આંખનાં તોફાની ઇશારા સાથે કહ્યું "હતાં ચાંપલી તારે શું કામ છે ? ચલ હું બાથ લેવા જઊં અને પરવારું પછી બોલી "મંમી હું પરવારીને વહેલી જઊં છું ત્યાં મંમીને હેલ્પ થાય એટલે. હમણાં સ્તવન લેવા જ આવે છે.

શ્રૃતિએ કહ્યું "એય દી.. મને સમજ પડે છે હાં ને કંઇ નહીં. તમારો સમય છે એન્જોય કરી લો પણ જોક્સ મને પણ સમજાય છે.. વટ છે ને કાંઇ જીજુ લેવા આવે છે કંઇ નહીં હું પણ તૈયાર થઇ જઊં મને ઓફીસે ડ્રોપ કરીને જજો ઓફ ? એમ કહીને એ પણ ઉઠી.

સ્તુતિ દોડીને બાથરૂમમાં ભરાઇ ગઇ અને બોલી તું તૈયાર હોઇશ તો લઇ જઇશ નહીતર જજે તારી જાતે.. શ્રૃતિએ કહ્યું "જીજુ મને લીધા વિના ઘરની બહાર નહીં નીકળે એ તું પણ જોજે.

અનસુયાબહેન કહે "અરે લડયા વિનાં તૈયાર થાવને બંન્ને જણીઓ હજી નાની હોય એમ લડયા કરે છે. પરણાવાની થઇ હોય એવી ને એવી એમ બબડતાં કીચનમાં ગયાં.

**************

સ્તવને આવીને બેલ માર્યો અને સ્તુતિએ દરવાજો ખોલવા જાય એ પહેલાં શ્રૃતિ પહોચી ગઇ અને એર ઇન્ડીયાનાં સિમ્બોલ રાજાની જેમ હાથ કરીને બોલી "પધારો જમાઇ રાજા પધારો આ નાચીઝ આપનું સ્વાગત કરે છે.

સ્તવને નાક ખેંચીને કહ્યું "કેમ ચાંપલી આજે સવાર સવારમાં ચાલુ થઇ ગઇ છે ? શ્રૃતિએ કહ્યું "જીજુ નાક ના ખેંચોને પ્લીઝ બહુ અગત્યની જગ્યા છે આ નાક માટે વર્લ્ડવોર થયાં છે અને તમે મારું નાક ?

તો બીજું શું ખેંચુ કાનમાં ચારે બાજુ બુટ્ટી-કડીઓ પહેરી છે વણઝારણની જેમ જગ્યા જ નથી કાનમાં. સ્તવને કહ્યું.

"અરે એ તો મારો વૈભવ છે કાનવૈભવ.... કહે હસીને કહુ "આ તમારી દાસી તમારી રાહ જોઇ જોઇને અડધી અડધી થઇ ગઇ છે જો બિચારી.. અને સ્તુતિની સામે જોયું..

સ્તુતિ કંઇક બોલવા ગઇ અને સ્તવને કહ્યું "અચ્છા ? એ અડધી કે પોણી મારી જ છે જેવી હોય એવી સ્વીકાર છે. અને શ્રૃતિની નજરમાં ફરી ઇર્ષ્યાનો તીખાર ફૂટયો....

વધુ આવતાં અંકે પ્રકરણ-29

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED