Truth Behind Love - 27 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 27

ટુથ બિહાઇન્ડ લવ

પ્રકરણ-27

સ્તુતિએ સ્તવનનાં આવ્યાં પછી ઘરેથી લાવેલી ચા નાસ્તો ઢોકળાં કાઢ્યાં. ડીશમાં કાઢી સ્તવનને આપ્યા. સ્તવનનો ખુશ થઇ ગયો. ક્યા બાત હૈ મારાં ભાવતાં ઢોકળાં અને ગરમા-ગરમ આદુવાળી ચા. મજા આવી ગઇ. સ્તુતિ ખુશ થઇ ગઇ. શ્રૃતિએ સ્તવનનાં સવારનાં ટોણાનો જવાબ આપતાં કહ્યું. એય જીજુ હું તો કાયમ સાથમાં જ રહેવાની પણ જ્યારે જોઈશે એકાંત પણ આપીશ જ. સો ડોન્ટવરી.

શ્રૃતિએ એમ બોલીને ફોનમાં આવેલું નોટીફીકેશન સાંભળી ફોન ઓપન કરીને આવેલો મેસેજ વાંચવા લાગી સ્તુતિ એને જોઇ રહી હતી એનાં હાવભાવ આશ્ચર્ય અને ખુશીનાં હતાં. સ્તુતિએ પૂછ્યું "શું આપ્યુ ? કેમ આમ હસે છે ?

શ્રૃતિએ કહ્યુ અરે વાહ મારી દીદી જે જીજીનાં ઓફીસ પગલાં પડ્યાં અને મારાં માટે આનંદનાં સમાચાર આવી ગયાં નવરત્ન કું. માંથી મેસેજ છે બે દિવસ પછી 1 લી તારીખથી મારી ટ્રેઇનીંગ છે અને એ પછી સીલેકશન થશે. વાહ ચાલો એક કામ તો પોઝીટીવ થઇ ગયું. અને પાછી ટ્રેઇનીંગ ક્યાં છે ખબર…? નરીમાન પોઇન્ટ ઓબેરોયમાં... વાહ જલ્સા થઇ જવાનાં....કન્ફર્મ કરતી વખતે બીજી માહિતી મળશે.

સ્તુતિએ કહ્યું "વાહ કોઇ મોટી કંપની લાગે છે ઓબેરોય ટ્રેઇનીંગ ? સ્તવન કહે "આ લોકો ઓબેરોયમાં રાખે ? આટલી મોટી ઓફીસ છોડીને જે થોડાંક જ અંતરે છે ? જબરા ખર્ચા કરે આ લોકો.

શ્રૃતિ કહે "આપણને શું ફરક પડે છે ? હું કન્ફર્મ કરી દઊં છું એટલે બાકીની માહિતી આવશે ત્યારે શેર કરીશ. એતો ખૂબ જ ખુશ થઇ ગઇ અ પાપાને ફોન કરીને આનંદનાં સમાચાર આપી દીધાં.

ચા-નાસ્તો કર્યા પછી શ્રૃતિએ કહ્યું "કંઇ નહીં બોસ તમે લોકો વાતો કરો એન્જોય કરો હું તો ચાલી મારી ફ્રેન્ડસને પણ ખુશખબર આપું ને. ... કેટલીક જલસે કેટલીક ખુશ થશે પણ મને બધાનાં મોઢાં જોવાની મજા આવશે. એમ કહીને એણે એનું પર્સ લીધુ અને ઓફીસમાંથી નીકળી ગઇ.

સ્તુતિ શ્રૃતિને જતી જોઇ રહી અને વિચારમાં પડી ગઇ. સ્તવને સ્તુતિ તરફ જોઇને પૂછ્યું "શું વિચારોમાં છે ?

સ્તુતિ કહે "હું શ્રૃતિનાં વિચારોમાં પડી ગઇ હતી. આટલી બિન્દાસ અને સ્વતંત્ર છે પણ સ્વચ્છંદી નથી. આધુનીક ફેશનો અપનાવે છે પણ અંદરથી કંઇક જુદી જ છે. લગ્ન કરવાની ના પાડે છે પણ.. પચી અટકીને બોલી જબરી હોવાનો દેખાવ કરે છે અંદરથી ખૂબ ભોળી છે.. નાની છે મારાથી ભલે થોડી મીનીટ જ પણ મને ખૂબ વ્હાલી અને લાડકી છે એનાં આવા સ્વભાવથી જ મારે એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. મને ખબર છે એ ગમે તે બોલતી હોય પણ મારા માટે જીવ આપે એવી છે.

સ્તવને કહ્યું તારી વાત સાચી છે સ્તુતિ... એ ગમે તે કરે આપણે એનુ ધ્યાન રાખીશું. કાળજી લઇશું. પણ એ લગ્ન કરાવની ના કેમ પાડે છે ? એને કોઇ દગો કોઇ ધોખો ખાધો છે ? આમતો ઘણી પ્રેમની વાતો કરે છે..

ના ના સ્તુતિએ કહ્યું કોઇનાં પ્રેમ બ્રેકમાં નથી એ નાનપણથી જ આવી છે અમારે કોઇ ભાઇ નથી એટલે એ નાનપણથી એ માં પાપાનો દીકરો હોય એમ વર્તે છે અને ભાઇ થઇને ફરે છે. દેખાવમાં ખૂબ કઠણ અને પત્થર જેવી અંદરથી ખૂબ કોમળ છે નાળીયેર જેવી...

સ્તવન તું આ કંપની વિશે બધુ ડીટેઇલમાં તપાસ કરજે બધુ સારું છે તે ! ખૂબ આકર્ષક બધુ જણાતું હોય અને અંદરથી.. પ્લીઝ મને ચિંતા થાય છે તું તપાસ કરીને કહેજે.

સ્તવને કહ્યું "ચિંતા ના કર.. તારાં કહેતાં પહેલાં જ મેં તને કહી દીધું હું તપાસ કરીશ... આમ ઘરે બેઠં ઓન લાઇન કામ કરવાનું છે એટલે આમ તો કોઇ વાંધો દેખાતો નથી છતાં હું તપાસ કરીશ ચિંતા છોડ...

આમ બોલીને સ્તવને સ્તુતિને બાંહોમાં ભરી દીધી. બંન્ને જણાં એકબીજાને વળગીને હૂંફ ઉષ્મા આપી રહ્યાં અને પ્રેમ કરી ચુંબનોની આપલે કરતાં રહ્યાં.

થોડીવારમાં પ્રણવભાઇ ઓફીસે આવ્યાં. અને સ્તુતિ સ્તવન વાતો કરતાં હતાં. શું કામ સમજી રહેલાં. "પાપ આવી ગયાં સ્તુતીએ કહ્યું "હેલ્લો પાપા ગુડમોર્નીંગ કહીને સ્તવને પાપાને એમની જ ઓફીસમાં આવકાર્યા.

પ્રણવભાઇએ સ્તવનની સાથે હાથ મિલાવીને એમની ચેર પર બેઠાં અને ઓફીસની બધી કામગીરી સમજાવી.

**************

"હાય અનાર શું કરે છે ? શ્રૃતિએ અનારને ફોન કર્યો. અનારે શ્રૃતિનો ઓફ જોઇને આશ્ચર્ય સાથે ખૂબ આનંદ થયો. "અનારે કહ્યું એય શ્રૃતિ શું વાત છે ? ઘણાં દિવસે બહેનપણીની યાદ આવી ? શું તારો કોર્ષ ચાલુ છે કે પુરો ? ઓફીસમાં કામ સેટ થઇ ગયુ કે શું કરે છે સ્તુતિ દીદી ?

એય અનાર આમ એક સામટાં કેટલાં પ્રશ્ન કરીશ ? હું તારાં બધાં જ સવાલનાં જવાબ આપીશ. તું પહેલા હે શું કરે છે ? અનારે ક્યું "નથીંગ ડાર્લીંગ જસ્ટ મોમને થોડી મદદ કરતી હતી ? શુ કરે છે તું ? શ્રૃતિએ કહ્યું "અરે યાર ઘણાં સમયથી મળ્યાં નહોતાં એટલે થયું ચાલો મળીએ આજે આમ પણ રવિવાર છે શું કરીશ.

અનારે કહ્યું "એક કામ કરીએ આપણે મારાં ઘરે જ મળીએ. તો ? ઘરે આમ પણ કોઇ નથી મોમ પણ એની કીટીપાર્ટીમાં જાય છે. આપણે ફ્રેન્ડસ અહીં મળીએ અને પાર્ટી કરીએ શું કહે છે ? તુ અહીં આવીજા હું બીજા બધાને ફોન કરી દઊં છું.

શ્રૃતિએ કહ્યું "ઓકે ડન... ચાલ હું તારાં ઘરે આવું છું. આમ પણ અંધેરીથી જૂહૂ આવતાં વાર નહીં લાગે હું તારાં બંગલે પહોચુ છું બાય એમ કહીને ફોન મૂક્યો. શ્રૃતિએ ટાઇમપાસ કરવા અને સ્તુતિને એકાંતે આપવા આમ ગોઠવણ કરી હતી એ બહાને ફ્રેન્ડ્સને મળાય અને વાતો થાય.

શ્રૃતિ અનારનાં ઘરે પહોંચી એની મંમી પાર્ટીમાં જઇ રહી હતી જસ્ટ હેલો થયું અને એ ઘરમાં આવી. અનારે શ્રૃતિને જોઇને આનંદ વ્હાલથી બાથ ભરી લીધી એય શ્રૃતિ કેટલું સારું લાગે છે તને મળીને... શ્રૃતિએ કહ્યું "મને પણ...

શ્રૃતિ સોફા પર બેઠી અને અનારનાં કહેવાથી મહારાજ પાણી આપવા આવ્યા. શ્રૃતિએ પાણી પીને પૂછ્યું કોને કોને ફોન કર્યો ? કોણ કોણ આવે છે ?

અનારે કહ્યું "અરે મેં માનસી, પલ્લવી, નીલમ, બધાને ફોન કર્યા છે લગભગ બધાં જ આવશે. હમણાં કલાકમાંતો બધાં આવી જ જશે ત્યાં સુધી આપણે ગપ્પા મારીએ.

શ્રૃતિએ કહ્યું "ઓકે. પછી થોડો વિચાર કરીને પૂછ્યુ અનાર પછી આગળ તારે શું થયું મેકવાનનું કંઇ ? અનારે કહ્યું ના કંઇ નહીં એ સમજી ગયો લાગે છે કે એ વધારે કંઇ કરશે તો હું એવું કરીશ કે એને છૂટવાનો આરો જ નહીં રહે. એટલું કહીને અનારે સમજી ને જાણે વાત બંધ કરી દીધી. શ્રૃતિએ આગળ પૂછવું હતું પણ ચૂપ જ રહી.

અનારે કહ્યું બધાં આવે ત્યાં સુધી કોફી પીએ ? શ્રૃતિએ કહ્યું અરે ના હમણાંજ ચા પીને આવી સાથે ઢોકળા દબાવ્યાં છે. અરે વાહ આંટીનાં ઢોકળાં તો મોંઢામાં પાણી લાવી દે.. કંઇ નહીં અડધો અડધો કપ પીએ સમય જશે. પછી નક્કી કરીએ બધાં આવે એટલે આગળ શું કરવું છે ? એમ કહી શ્રૃતિનો જવાબ સાંભળ્યા વિનાં જ મહારાજને કોફી લાવવા કહી દીધું.

શ્રૃતિએ માર્ક કર્યું કે અનાર અંગત વાતો હવે શેર નથી કરતી પેલા દિવસે નીલમ અને એની વાત પુરી થયાં પછી મેં એક કોલ નથી કર્યો બંન્ને ને ના ખબર પૂછી એનું જ આ પરીણામ છે. કંઇ નહીં કહેવું હશે તો કહેશે નહીંતર... આમ વિચારીને એપણ ચૂપ થઇ ગઇ.

થોડીવાર પછી મહારાજ આવીને બે કોફી આપી ગયા અનારે વાત શરૃ કરતાં કહ્યું શું ખબર છે બીજા ? ક્યું મૂવી જોયું છેલ્લું ? ઔપચારીક વાતો સાંભળી શ્રૃતિએ કહ્યું કંઇ જ નવા જૂની નથી અને કોઇ મૂવી જોયું નથી કોઇ સારાં મૂવી આવે જ છે ક્યાં કે જવાનું મન થાય.

અનારે કહ્યું "સાચી વાત છે અને અનારનાં ફોનમાં સંળગ નોટીફીકેશનનાં અવાજ આવ્યાં. અનાર ચૂપ થઇ ગઇ અને એણે સફાળો ફોન ચાલુ કરીને મેસેજ અને ફોટાં જોયાં. એનાં હાવભાવ બદલાઇ ગયા અને ફોન બંધ કરીને શ્રૃતિની સામે જોયું.

શ્રૃતિ બધું જ સમજી ગઇ હોવાં છતાં જાણે કંઇ ખબર જ ના હોય એમ બેફીકરાઇથી કોફી પીતી રહી અને અનાર સામે જોયાં કર્યું. અનારનાં હાવભાવ બદલાઇ ગયાં.

અનારે આંખમાં આંસુ સાથે કહ્યું "સોરી શ્રૃતિ મેકવાન હજી પીછો નથી છોડતો જુદા જુદા નંબરથી ફોટાં અને વીડીયો મોકલે છે મારે નંબર બદલી જ નાંખવો પડશે. હવે એ મારાં એની સાથેનાં નહીં કોઇ બીજીઓ સાથેનાં એવાં ફોટાં વીડીયો મોકલે છે ખબર નથી પડતી શું કરું ? હવે કંટાળી થાકીને પાપાને કહેવું જ પડશે હવે મારાં હાથમાં વાત નથી રહી.

શ્રૃતિ ગંભીરતાથી સાંભળી રહી અને ત્યાં બેલ વાગ્યો અનારે જોયું નીલમ, પલ્લવી આવી ગયાં છે.

વધુ આવતા અંકે ... પ્રકરણ-28 માં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED