મરુભૂમી ની મહોબ્બત - ૧૯ Shailesh Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરુભૂમી ની મહોબ્બત - ૧૯

ભાગ : 19

" ઓફિસર સ્મિત... તમે મને,મારા ડિપાર્ટમેન્ટને અને મારા દેશને છેતરી રહ્યા છો... સોરી, હું તમારી સાથે કામ નહીં કરી શકું.." મારી પ્રિય દોસ્ત હીના તરફથી છૂટેલા એ શબ્દો હતાં.

મારી કમજોરીનો મોટો ફિયાસ્કો થયો હતો.

હું આખી દુનિયાને છેતરી શકું પણ,હીના ને નહીં... એ વાતની મને ખબર હતી. એનાં જેવી ટેલેન્ટેડ ઓફિસર ની બાજ જેવી નજરથી કશુંય બચી શકશે નહીં એનો મને અંદાજ તો હતો જ પરંતુ, હું જાણી જોઈને જુગાર ખેલી રહ્યો હતો.

સોહનજીની મેડી ઉપર મે અને મહેકે કરેલી મુક આપલે ને એ ચાલાક છોકરી તરત જ પામી ગઈ હતી. એ દરમિયાન તો એ સંયમની મુરત બનીને ચુપચાપ પોતાનું ઈન્વેસ્ટીગેશન ખતમ કરી રહી પરંતુ, જેવા અમે મિતલના ઘેર પહોંચ્યા કે એણે પોતાનો ગુસ્સો બહાર નિકાળ્યો.

અધુરામા પુરુ મિતલે પણ હીનાને આખી હકિકત જણાવી દીધી કે કેવી રીતે હું મહેકમા આસક્ત બન્યો હતો.

" માય ગોડ... મારે વિચારવું જોઈતું હતું... મને પહેલા કેમ ન સુઝયુ...હું પણ બેવકૂફ છું કે મે મહેકનુ ઈન્વેસ્ટીગેશન તને સોપ્યું... સ્મિત..." હીના રીતસરની અંગારા વરસાવતી રહી.

" હીના... મે મારી ફરજ બરાબર નિભાવી છે.." મે બચાવ કામગીરી ચાલું કરી..

" અચ્છા..." હીના મારી સામે કટાક્ષ કરતી બોલી.

" હા...મે મહેકની પરફેક્ટ ઉલટતપાસ કરી હતી... આ દરમિયાન મે કડવાં ઝેર જેવા સવાલ પણ પુછ્યા હતા... મિતલ સાક્ષી છે.."

" ઓહ...વેરી ગુડ... એક વાત સાભળી લો...ઓફિસર સ્મિત.. જયાં સુધી માણસ પોતાની લાગણીઓ બાજુમાં નથી રાખી શકતો ત્યાં સુધી કોઈપણ કામ પરફેક્ટ નથી કરી શકતો.."

" હીના... પ્લીઝ... આપણે એ ટી એસની ઓફિસમાં નથી બેઠા.. તું મને ફક્ત સ્મિત કહીશ તો ચાલશે... આ શું ઓફિસર ઓફિસર માડ્યુ છે.."

" સોરી... ઓફિસર.. આપણે ડયૂટી પર છીએ.. મારો દોસ્ત મારા માટે મરી ગયો.."

હીનાની કડવી વખ જેવી વાણી મારા હૈયા સોસરવી ઉતરી ગઈ. મને રીતસરનો ઝાટકો લાગ્યો.

" એમ કહેને તને ઈર્ષા થાય છે.." મારું દિમાગ પણ હલી ગયું હતું ..

" ઈર્ષા...! ..વ્હોટ ડુ યુ મીન્સ.. તું કહેવા શું માગે છે.. સ્મિત.." હીનાની આખો તમતમી રહી.

" સોરી... પણ, તું મારી પર્સનલ લાઈફ ને મારી જોબ સાથે શા માટે ઈન્વોલ કરે છે..? "

" આઈ વોન્ટ યોર આન્સર... સ્મિત... મને તારી ઇર્ષા કેમ થાય..."

" મારી નહીં... મહેકની.."

" કેમ..તારી એ મહેકમા તારલા ટાકયા છે..? "

" માઈન્ડ યોર લેન્ગવેજ... હીના... હું મહેકને ચાહું છું "

" આ શબ્દો તારે મને પહેલા કહેવાની જરૂર હતી.. સ્મિત.. તો કદાચ આ કેસમાં તું મારી સાથે ન હોત.. અને, એક વાત કાન ખોલીને સાભળી લેજે...મને તારી એ ફાલતું મહેક ફહેકમા કોઈ જ રસ નથી... મને મારા દેશની ચિંતા છે..મારી પાસે તારા જેવાં લફરાં કરવાનો સમય નથી... જસ્ટ સ્ટુપિડ ચાઈલ્ડનેસ.. .આઈ ડોન્ટ લાઈક ધીસ..."

" આ ઈર્ષા નહીં તો શું છે.. હીના.."

" સોરી સ્મિત... હું તારી સાથે કામ નહીં કરું...હું હાલ જ વાસ્તવસાહેબ સાથે વાત કરું છું કે જો તું આ કેસમાં રહેવાનો હોય તો હું ખસી જઈશ... ફાલતુ સ્ત્રીઓ પાછળ લટ્ટુ થતાં પુરુષો દેશ માટે શું ધૂળ સમર્પિત થાય..? "

" મહેક કોઈ ફાલતુ સ્ત્રી નથી.... હીના "

" અચ્છા, તો હવે તમે એ છોકરીની મારી સામે વકાલત કરશો... એમ..! "

" હીના... પ્લીઝ, સમજવાની કોશિશ કર.."

" હું તમને સમજવામાં નિષ્ફળ સાબિત થઈ.. ઓફિસર ...તમારી આ વેવલી લાગણીઓ માટે હું મારા દેશને મુશ્કેલીમા ન મુકી શકું. "

" આમાં દેશને મુશ્કેલીમા મુકવાની કોઈ વાત જ નથી આવતી... હીના, ધીસ ઈઝ માય પર્સનલ લાઈફ.."

" પર્સનલ લાઈફ તમે આરામથી જીવી શકશો...ઓફિસર, હજું તમે લોકલ બેઞ પર છો...આરામથી ઘેર જાઓ... ગામડામાં ઘણી મહેક જેવી છોકરીઓ મળી રહેશે... લફરાં કરો...અને..એન્જોય કરો..."

" હીના, હું કોઈ હાલતોચાલતો લોફર નથી.. તું મારા ઉપર આવાં વાહિયાત આક્ષેપ ન મુકી શકે... મહેકને હું દિલોજાન થી ચાહું છું.. "

" જેતપાલ પણ મહેકને દિલોજાનથી ચાહતો હતો.. ઘણા છોકરાઓ મહેકને દિલોજાનથી ચાહે છે... સ્મિત...એ બધાનો અંજામ જોઈને પણ કશું ન શીખે એને શું કહેવું...? અને સવાલ મહેકનો નથી... સવાલ તારી ક્રેડિબીલીટી નો છે...તે મને છેતરી છે.."

" હીના, હું તને બધું કહેવાનો જ હતો પણ, મને ડર હતો કે તું ગેરસમજ કરીશ.. આખરે એ જ થયું..."

" તો પછી હું પાગલ હતી કે તને મારો બેસ્ટ ફ્રેન્ડ સમજતી રહી.. મારી જિંદગીની દરેક મુવમેન્ટ તારી સાથે શેર કરતી રહી અને તું મારી પીઠ પાછળ આવી રમત રમતો રહ્યો..".

" ઓકે સોરી... હીના, ધીસ વોઝ માય મિસ્ટેક... પણ,મે તારી સાથે કોઈ રમત નથી રમી... મને ખબર પણ ન પડી અને હું મહેકના પ્રેમમાં પડી ગયો... પહેલી જ નજરમાં..."

" ઓહ...નાઈસ... લૈલા મજનૂની ઔલાદ હજુય સંસારમાં હયાત છે એ જાણીને આનંદ થયો.."

" તું મજાક ઉડાવી શકે છે મારી... પણ, હું તને કેમ કરી સમજાવું કે એ છોકરી જયારે મારી સામે આવે છે ત્યારે મને કેવાં કેવાં ફિલિંગ ઉપડે છે.."

" ઓહ...રિયલી..."

" હીના... પ્લીઝ... અન્ડરસ્ટેન્ડ.."

" જુઓ ઓફિસર... મને લાગે છે કે તમે થોડા સમય માટે કોઈ સાઈકાટ્રીટ જોડે ટ્રીટમેન્ટ લ્યો... એ દરમિયાન હું આ કેસ સોલ્વ કરું... ત્યારબાદ આપણે મળીએ છીએ.."

" માઈન્ડ યોર લેન્ગવેજ... હીના..."

" યુ માઈન્ડ યોર લેન્ગવેજ... સ્મિત.."

" એક વાત સમજી લેજે...હીના.. આ કેસ તો હું છોડવાનો નથી... "

" મતલબ કે મારે નીકળી જવું પડશે.."

" એઝ યોર ચોઈસ..."

" સોરી ઓફિસર.. પણ,આ કેસને હું લીડ કરું છું અને સીનીયર ઓફિસર તરીકે તમને આદેશ આપું છું કે તમે ડિપાર્ટમેન્ટ સાથે ગેઈમ ખેલવાના મૃદા પર બદનામ થવા ન ઈચ્છતા હો તો ચુપચાપ માફીપત્ર લખીને નીકળી જાવ... નહીંતર, હું મારી ઔકાત પર આવી જઈશ.."

હું રીતસરનો સ્તબ્ધ થઇ ગયો હતો.

મારી પ્રિય દોસ્ત હીના આ શું બોલી રહી હતી..?

આ એ જ છોકરી હતી જે એક સમયે મને ચાહતી હતી.. અરે, સંભવિત આજેય મને ચાહે છે.. એ કેટલી કઠોર બનીને આ શબ્દો ઉચ્ચારી રહી હતી.

મને સમજાતું નહોતું કે મે એવો શું ગુન્હો કરી નાખ્યો છે..? શું મહેકને પ્રેમ કરવો એ કોઈ સંગીન અપરાધ હતો...? કે પછી હદયભંગ થવાને લીધે હીના બેબાકળી બની ગઈ હતી..?

છેલ્લું કારણ વ્યાજબી હતું પણ, એ અર્ધસત્ય હતું કેમ કે હીના દિલથી નહીં, દિમાગ થી કામ લેનારી એક તેજસ્વી યુવતી હતી.

મને મારી જાત પર ગુસ્સો ચઢતો હતો.

હું શા માટે મહેકની મહોબ્બત ને આટલું મહત્વ આપી રહ્યો હતો...?

શું એ મરુભૂમીની મહોબ્બત ખાતર મારી બેસ્ટ ફ્રેન્ડ ગુમાવવાનો વારો આવશે...? અલબત્ત, એ દિવસ આવી જ ગયો હતો.

મને મિતલ પાસે છોડીને હીના એકલી જેસલમેર જવા રવાના થઈ હતી.

હીના મારી સાથે ખાસ્સો સમય ઞઘડી હતી.

કેટલાક ન બોલવાના શબ્દો પણ બોલી હતી.

હું એ અપમાન પીતો રહ્યો.

હું અંદરખાને સમજતો હતો કે હીનાને મારા પ્રત્યે કેટલી લાગણી છે..? પણ,મારે હીનાને કેમ કરીને સમજાવવું કે મારી જિંદગીમા મહેકનુ શું મૂલ્ય હતું..?

ખેર, હીના ગયા બાદ મિતલે મને બહું સમજાવ્યો હતો. હું મારી એ લાડકી બહેનને કેમ કરી સમજાવું કે મહેકની સામે મને સમગ્ર સંસાર ફિકકો લાગતો હતો.

એ મરુભૂમીની મહોબ્બત ખાતર હું મોતની સામે બાથ ભીડવા તૈયાર હતો. જો કે હાલ તો મારે મારા ડિપાર્ટમેન્ટ ની સામે એકસપોઝ થવાનું હતું.

થોડીવાર મા જ સમાચાર મળ્યા કે દિલ્હીથી શ્રીવાસ્તવ સાહેબ જેસલમેર આવી રહ્યા છે અને આ કેસમાં એક મહત્વની સફળતા મળી છે...

મારા માટે મેસેજ હતો કે રાજકુમારી મૂમલના ખંડેર આગળ આવીને મળવું.

મને નવાઈ લાગી કે જયાં માત્ર વિરાન રેગીસ્તાન સિવાય કશું જ નથી... ત્યાં શ્રીવાસ્તવ સાહેબ શા માટે મળવા માગે છે..?

મારી સામે સવાલો ઘણા ઉઠવાના હતાં.

ઉતર એક જ હતો...

મારી બેનમૂન માશૂકા.. મહેક...!