Freedom of mind in democracy books and stories free download online pdf in Gujarati

મનની સ્વતંત્રતા અને લોકશાહી

જીવનની અંદર સૌથી મહત્વની વાત મનની સ્વતંત્રતા છે. જન્મથી જ આપણને વર્ષો જૂની પરંપરાઓ, રિવાજો, વહેમો, રૂઢિઓ, અંધશ્રદ્ધાઓ જાણે વારસામાં જ આપવામાં આવે છે. એટલે મગજ એક જાતનું ચાવીવાળું રમકડું બની જાય છે. નવીન રીતે , ક્રિએટિવલી વિચારતા જ નથી, કોઈએ કહ્યું તો માની લીધું. એટલે જ આપણે વિશ્વમાં પાછળ રહી ગયા. હશે , એક જમાનામાં મહાન હતા, પણ આજે શુ પરિસ્થિતિ છે? વૈજ્ઞાનિક અભિગમ છે જ નહીં. ઈન્ટરનેટ, ફેસબુક.. કોમ્પ્યુટર બધું બહારથી જ આવ્યું.

હંમેશ આપણી રીતે, નવીન વિચારો. ઘેટાની માફક કોઈની પાછળ પાછળ ચાલવાથી દેશનો વિકાસ નહિ થાય.
ભારતની અંદર લોકશાહી જરૂર છે પરંતુ હકીકતમાં લોકશાહી જેવું કશું નથી . લોકશાહી એટલે લોકોનું શાસન પરંતુ આપે જોયું હશે કે અહીં લોકોનું શાસન જેવું કંઈ છે નહીં પરંતુ તમને જે શાસન જોવા મળે છે તે નેતાઓનું અને રાજકારણીઓનું શાસન જોવા મળે છે. આપે જોયું હશે કે મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો સરકારશ્રીની જુદી જુદી કચેરીઓમાં કાયમ લાઈનમાં ઉભા રહેતા હશે,
એતો સમજ્યા હવે, લોકોનું કામ જ છે ટાંટિયા તોડવાનું, પરંતુ બીજી બાજુ જોઇએ તો જે ચૂંટાયેલો ઉમેદવાર છે તે શું યોગ્ય ઉમેદવાર છે ? શું તે ભણેલો છે ? એને કોઈ ભૂતકાળનો અનુભવ છે ? તો જવાબ આવશે, ના. ઘણીવાર તો મોટાભાગની પાર્ટીઓ જે લોકો ફેમસ છે દાખલા તરીકે ફિલ્મી હીરો-હીરોઈનો અથવા કોઈક ખ્યાતનામ સ્પોર્ટ્સ પર્સનાલિટી, તો ભલે આવા લોકો અંગૂઠાછાપ હોય તેમ છતાં તેમને પક્ષની ટિકિટ આપીને ચૂંટણી લડવા માટે મોકલી દેવામાં આવે છે. આવા લોકોને મધ્યમ વર્ગ શું છે ગરીબ લોકો કેવી રીતે ગુજારો કરે છે ? એમના રોજબરોજના પ્રશ્નો શું છે? તેની કોઈ જ માહિતી હોતી નથી.
હવે આવા ઉમેદવારો ચૂંટાઈને પણ શું કરવાના છે!! હવે આ પણ ઠીક પરંતુ જે ઉમેદવારો વર્ષોથી રાજકારણમાં હોય છે તે લોકોનું કાર્ય પણ વખાણવાલાયક નથી. જો વખાણવા લાયક હોય તો પ્રજા એટલી દુઃખી ના હોય આથી સ્પષ્ટ થાય છે કે એક વખત ચૂંટાઈ ગયા પછી આ લોકો ઘોર નિંદ્રામાં સરી પડે છે જોકે અમુક સમય જાગીને પોતાની ધનસંપત્તિ વધારવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે જેથી બીજી વાર ચૂંટણી લડવામાં આવા કાળા નાણાનો ઉપયોગ થઈ શકે અને હકીકત જોઈએ તો રાજકીય પાર્ટીઓ પણ એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે કે જેમની પાસે ખૂબ પૈસા હોય તેમજ જ્ઞાતિ બળ હોય, અમુક ઉમેદવારો દબંગ અને બાહુબલી હોય છે, તો આ તો થઈ ટિકિટ કોને મળે એ માટેની લાયકાતો. આપે જોયું હશે કે કોઈ જાતનું ભણતર કે યોગ્યતા ચકાસવામાં આવતી નથી. આપણે સૌ પટાવાળાનો પણ ઇન્ટરવ્યૂ લઈએ છીએ,
દુકાનમાં કોઈ માણસ રાખવો હોય તેનો પણ ઇન્ટરવ્યૂ લઈએ છીએ , કોઈ એન્જિનિયર હોય ડોક્ટર હોય, કેટલીય પરીક્ષાઓ પાસ કરી જોબ મેળવે છે. જ્યારે આપણા રાજકીય મુરતિયાઓ કોઈપણ જાતની લાયકાત વિના સત્તા રૂપી કન્યાનો હાથ ગ્રહણ કરતા અચકાતા નથી.
આ ગંભીર બાબત છે અને ભવિષ્યમાં રાજકારણ માટે ભણતર આવશ્યક લાયકાત કરાવવી પડશે. એક લુલો હોય ને બીજો લંગડો હોય.. પ્રજાને તો એમાંથી જ ચૂંટવાના છે ને!! આમાં ક્યાં લોકોની ચોઇસ આવી!!
તો પછી લોકશાહી શાની? હવે બીજું ફેક્ટર લઈએ, જ્ઞાતી નું, જ્યાં જે જ્ઞાતિની સંખ્યા વધારે હોય ત્યાં એજ જ્ઞાતિના ઉમેદવાર ઉભો રાખશે, તો પછી બીજી પબ્લિકની પસંદગીનું શુ? વળી આ ઉમેદવાર ડબાશંકર હોય તો પણ ચલાવી લેવો પડશે!! 😢😢 અહીં પક્ષ પણ મજબુર છે તેવાને ટિકિટ આપવા. જીતવું છે માટે. ત્રીજું ફેક્ટર : ઉમેદવાર પાસે મની પાવર છે ?? હા છે. યસ ટિકિટ મળશે. લો કરલો બાત, અહીં પણ તમને સારો ઉમેદવાર મળવાની નહિવત સંભાવના જોવા મળશે. અને હવે તમે જેને વોટ આપી જીતાડયો હોય એ જ પાછો સત્તા, પૈસાનું સેટિંગ કરી રુલિંગ પાર્ટીમાં જતો રહે છે. અહીં પણ તકસાધુઓનો જમાનો છે. સત્તાધારી પક્ષ જ એવાં સુધારા લાવે કે સમય જતા જનતાના પૈસા પણ બચે અને વિકાસ થાય. પરંતુ આવા સુધારા લાવવા માટે રાજકીય પાર્ટીઓની નૈતિક હિંમત નથી, પોતાના પગ ઉપર કોણ કુહાડો મારે!!
હજી માંડ 55 થી 60 ટકા મતદાન થાય છે,
હજી અભણ ઉમેદવાર મેજોરીટીમાં છે,
હજી ક્રિમિનલને ટિકિટ મળે છે,
હજી ગમે તે ગમે ત્યારે યોગ્ય ભાવ લઈ પાટલી બદલી નાખે છે, ખરાબ કહેવાય, દુષણ છે આ. નેતા ખરીદાય છે.
જો ઉપરના તમામ દુષણ અને ખામીઓ દૂર થાય તો જ લોકશાહી મજબૂત થાય, લોકોના કામ થાય.
પરંતુ આ કાયદાથી કડક અમલ કરવો જોઈએ, એવા કાનૂન બનાવવા જોઈએ, જોકે આ સ્વાર્થી રાજકીય પાર્ટીઓ આવું થવા ન દે.
આગળ જતા લોકોએ જ આંદોલન કરી આવા સુધારા દાખલ કરાવવા જોઈએ.
80 ટકા મતદાન માટે ઓનલાઇન મતદાન જરૂરી છે.પક્ષ ન બદલી શકાય એવો કાનૂન લાવવો જોઈએ, આજીવન એક જ પક્ષમાં રહી શકાય.
ધારાસભ્ય માટે ગ્રેજ્યુએટ, સાંસદ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ફરજીયાત કરવું પડે.

જય હિન્દ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED