Massal power, money power ane satta books and stories free download online pdf in Gujarati

મસલ પાવર, મની પાવર અને સત્તા

મસલ પાવર, મની પાવર, અને સત્તા....(M M S) નું જોરદાર અનબિટેબલ કોમ્બિનેશન.
આપને યાદ હશે કે મહાભારતમાં આખરી યુદ્ધ થવાની નોબત આવી ત્યારે અર્જુન તપ કરી વરદાનો મેળવવા નીકળ્યો હતો. જુદા જુદા દેવો પાસેથી એવી શક્તિઓ જો મળી જાય તો યુધ્ધમાં હારવું ન પડે. ભીમ પણ હનુમાનજીને પ્રસન્ન કરવા ગયો હતો... આમ જીવનમાં હરપળે શક્તિઓની જરૂર પડે.
આવી શક્તિઓના જુદા જુદા રૂપ હોય છે. દરેકને એવી ગુપ્ત કે જાહેર ઈચ્છા હોય છે કે તેનું ધાર્યું થાય, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. "મની પાવર" થી લગભગ બધાજ કામ થઈ શકે છે. એટલા માટે, મોટાભાગે( જનરલી) પ્રથમ વ્યક્તિ પૈસો ભેગો કરે છે, ઘણાં તો ગાંડપણની હદ સુધી લાગ્યા રહે છે, એક ias દંપતી પાસે 400 કરોડ નિકલ્યા હતા! પૈસાથી ઘણા બધા કામ થાય છે, પણ બધા જ નહિ, ઉણપ વર્તાય છે, એટલે તે વધુ પાવર/શક્તિ મેળવવા સત્તા મેળવવા કોશિશ કરે છે, અને અહીં તો રિવાજ છે જેની પાસે પૈસા હોય એને જ ટીકીટ મળે. હવે માનોકે એને ટીકીટ મળી, જીત્યા એટલે ધારાસભ્ય કે મિનિસ્ટર બન્યા, પૈસા તો આવવાના જ. હવે એની પાસે મનીપાવર અને સત્તા આવી ગઈ, બે પ્રકારની શક્તિ આવી. આ માણસને કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ... આ બે માથાવાળો રાક્ષસ થયો. જોકે હજુ એને કઈક ખૂટતું લાગે છે, એટલે તે ત્રીજું માથું ઉગાડે છે અને તે છે, - મસલ પાવર, અને આ શક્તિ મેળવવા તે ગુંડાઓનો સાથ મેળવે છે, તેમની જોડે અલાયન્સ કરે છે, ભાગીદારી. હવે આ શખ્સ ત્રણ માથાવાળો રાક્ષસ થઈ ગયો, કોઈ કામ એવું ન હોય કે તે કરી ન શકે કે બીજા પાસે કરાવી ન શકે! આવા માણસોનું પતન તો લાંબાગાળે થાય છે. આ માણસ પાસે સત્તા,પૈસા અને મસલ પાવર એમ ત્રણ શક્તિઓ આવી ગઈ, તમામ જરૂરી અને મહત્વના. જો કોઈ પૈસાથી ન માને તો ધમકી, ગુંડાઓથી માર, નહિતર સત્તાનો ઉપયોગ. ઘણા પહેલેથી જ મસલપાવર ધરાવતા હોય, એટલે એ સત્તા મેળવવા જશે, ઘણા દાખલા મળી આવશે, કેમકે ખાલી મસલપાવરથી બધા કામ ન થાય ને! મોટા મોટા કોન્ટ્રાક્ટ જોઈએ તો રાજકીય લાગવગ જોઈએ. બહુ સિફતથી અને ચાલાકીથી આ ત્રણ જાતના પાવર્સ મેળવવા અને ઉપયોગ કરવા મહત્વાકાક્ષી તડપતા હોય છે. મોટાભાગે તો પૈસાથી સત્તા અને મસલપાવર ખરીદી શકાતો હોય છે. આપ ખૂબ ખૂબ ધનાઢય હોવ તો કોઈ તમારી સામે નહિ થાય...મિનિસ્ટરો, આઈએએસ, પોલીસ બધું જ તમારા ખિસ્સામાં હોય છે, લોકોને ખબર છે કે ઉપરવાળા સિવાય કોઈ હાથ નહિ જાલે.
તો ગુંડાઓને પણ ધારાસભ્ય બનવું હોય છે કેમકે ખાલી મસલ પાવરથી કામ ન ચાલે, પોલીસ જેલમાં પુરે, કોઈ ઈમાનદાર ઓફિસર સિંઘમ આવી જાય તો પછવાડે લાલ કરે. આવા ગુંડાને ટીકીટ ન મળે તો એ કોઈ સત્તા પક્ષનો ટેકેદાર કે ધારાસભ્યનો ભાઈબંધ થઈ જાય છે. સામાન્ય લોકો પણ આ ગણિત જાણે અજાણ્યે સમજતા હોય છે, એટલે જ કોઈ
PSI કે કોઈ IAS એમનો સંબંધી કે ઓળખીતો હોય તો કોલર ઊંચા રાખી શહેરમાં ફરશે. ગામમાં અને જ્યા જાય ત્યાં આડકતરી રીતે જાહેર કરતો ફરશે... પેલા ઝાલા સાહેબ તો આપણે ત્યાં ગઈકાલે જ જમવા આવ્યા હતા...
સત્તા સામે કોઈ નહિ, પણ સત્તા સાથે રહેવામાં જ ડરપોક લોકો ડહાપણ સમજતા હોય છે. સત્તાનો સાથ ન મળે તો બે પાંચ ગુંડાઓ જોડે ભાઈબંધી !!
મૂળ તો સમાજમાં લોકો માન આપે, કહ્યું કરે, પોતાના કામ ચપટી વગાડતા થાય એવું ઈચ્છે છે. સમાજમાં જીવવું પણ એક મીની મહાભારતનું યુદ્ધ ખેલવા બરાબર છે. જેમ અર્જુન શક્તિઓ મેળવવા તપ કરવા ગયો હતો એમ દરેક માણસ ટીકીટ મેળવવા, પૈસા મેળવવા તપ કરતો હોય છે, તો મજૂર માણસ ચાલતા ચાલતા / ચાલીને "તપ" કરે છે , કેમકે એની પાસે આ ત્રણ બેઝીક શક્તિઓ જ નથી- મની પાવર, મસલ પાવર, સત્તા.
આમ ત્રણેય શક્તિઓના કોમ્બિનેશન જે શખ્સ પાસે હોય છે તેને ત્રણ માથાવાળો રાક્ષસ સમજવો. આવા રાક્ષસને પરાસ્ત કરવા કોઈ સિંઘમ જ જોઈએ કે પછી " આખરીરાસ્તા" નો ડેવિડ ડિ'કોસ્ટા !!!

બીજા રસપ્રદ વિકલ્પો