100 વર્ષના યુવાન પ્રદીપકુમાર રાઓલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

100 વર્ષના યુવાન

થોમસ મુર બ્રિટનના આર્મી ઓફિસર તરીકે ફરજ બજાવેલ અને ભારતમાં પણ ફરજ પર હતા, સેકન્ડ વર્લ્ડ વોર માં ભાગ લીધેલ. તેમનો જન્મ 30 એપ્રિલ 1920 માં થયેલ. આ ડોહાએ 100 વર્ષ પુરા કરી લીધા છે. આ પણ એક મોટી સિદ્ધિ ગણાય. જોકે મારે એમની બીજી અનોખી એચિવમેન્ટ વિશે વાત કરવી છે. પરંતુ પ્રથમ થોડી બીજી વાતો. તેઓ કેપ્ટન ટોમ તરીકે વધુ ઓળખાય છે અને દુનિયાભરમાં સુવિખ્યાત થઈ ગયા છે. સર્વિસ મેડલમાં તેમને "પ્રાઇડ ઓફ બ્રિટન" અને "યોર્કશાયર રેજીમેન્ટ મેડલ" મળેલ હતા. એટલે એક વાત તો નક્કી કે આ દાદામાં દમ તો પહેલેથી જ હતો ખરા. યુદ્ધ પછી રીટાયર થઈને તેઓ એક કૉન્ક્રીટ કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર રહ્યા હતા. તેઓ જોરદાર મોટર સાઇકલ રેસર પણ રહી ચૂક્યા છે. એટલે જીંદાદીલ અને ખૂબ વિલપાવર ધરાવતા ઇન્સાન તો ખરાજ . હવે હું એમના અનોખા કારનામા વિશે વાત કરીશ જે જાણી તમે ચોકી જશો. મનોમન શર્મિન્દગી પણ અનુભવો તો નવાઈ નહિ.
6 એપ્રિલ 2020ના રોજ એમણે ચાલવા માંડ્યું...એ પણ 99 વર્ષની ઉંમરે....વિચાર તો કરો! હા , એમના જ ગાર્ડનમાં એક છેડે થી બીજે છેડે, તમે કહેશો કે એમાં શું યાર! ચાલવામાં શુ નવાઈ, નવરા હોય તો ચાલે પણ ખરા. પણ અહીં જ નવી નવાઈ છે , આટલી બધી ઉંમરે તેઓ બીજાની મદદ કરવા ચાલતા હતા, યસ એક ભાવના હતી દિલમાં , એક ઉચ્ચ ભાવના કે આ કોવિડ19ની મહામારીમાં હું કોઈને જો હેલ્પ કરી શકું તો કેવું? અને એમણે NHS Charities Together નામની સંસ્થાને મદદ કરવા આ અનેરું કદમ ઉઠાવ્યું. તેઓ પોતાના ગાર્ડનમાં ચાલવા લાગ્યા. રોજના 10 આંટા , laps મારવા અને 100 laps પુરા કરવાનું મક્કમ નિર્ધાર કર્યો. એક lap ની લંબાઈ 25 મીટર હતી. લગભગ 100 વર્ષ ના દાદા માટે આ હિમાલય ચઢવા જેવું કામ ગણાય. આમ 16 એપ્રિલે તેમણે પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો તેમ છતાં ચાલવાનું ચાલુ રાખેલ. ફક્ત 1000 પાઉન્ડ જો દાનમાં મળે , એમનો 100 મો જન્મ દિવસ આવે ત્યાં સુધીમાં તો કામ થઈ જાય એવો ટાર્ગેટ હતો.
આ 24 દિવસના એમના કાર્યક્રમ દરમ્યાન તેઓ મીડિયા સમક્ષ પણ આવ્યા, પોતાની જિંદગી વિશે પણ વાતો કરી અને જબરદસ્ત લોકચાહના મેળવી અને દોસ્તો, 100 માં જન્મદિવસ સુધીમાં 30 મિલિયન પાઉન્ડ ક્રોસ કરી ગયું. અને દિવસ પૂરો થતાં થતા 32.79 મિલિયન પાઉન્ડ ભેગા થઈ ગયા. એમને લગભગ લાખો લોકોએ દાન કર્યું, આ બધું જ દાન બ્રિટીશ નેશનલ હેલ્થ સર્વિસ કે જે હાલ કોરોના સામે જંગ ખેલી રહી છે તેને મળશે.
એમના આ બર્થડે ને બ્રિટિશ આર્મી દ્વારા ઉજવવામાં આવ્યો. દોઢ લાખ ઉપર બર્થડે કાર્ડસ , લોકોએ બર્થડે વિસ મોકલી.
અને 20 May 2020ના રોજ એમને "સર" નો ઇલકાબ મળવાનો છે. નાઈટહુડ નો ઇલકાબ મળશે. કેપ્ટન ટોમના આ હીરોઈક એફોર્ટ ની નોંધ વડાપ્રધાને લીધી અને વખાણ કર્યા.
આ સ્ટોરી ફક્ત અહીંના, ભારતના વ્યક્તિઓ કે જે છે તો 50 વરહના પણ મનથી ડોહલાઓ થઈ ગયા છે તેવાઓ માટે લખેલ છે. અને 25 થી 35 ના યન્ગ વૃદ્ધો માટે તો ખાસ!
દોસ્તો, 100 વર્ષની ઉંમરે કોઈ બીજાને મદદરૂપ થવાનું "વિચારવું " એજ ગંગાને પૃથ્વી પર લાવવા જેવું ભગીરથ કામ છે. કહેવાય છે કે જીવનની અંદર મુશ્કેલીઓ જ માણસનું સત્વ અને તત્વ બહાર લાવે છે. નહિતર ખબર જ ન પડે કે અંદર પોલું છે કે નક્કર. સર કેપ્ટન થોમસ મુર સમય આવ્યે એવાજ એક અદના, અનેરા બહાદુર સૈનિક સાબિત થયા. સો વર્ષ ની આયુ થવામાં ચંદ દિવસ બાકી હોય અને કબરમાં ટાટિયા લટકતા હોય ત્યારે એવો વિચાર આવે કે મેડિકલ સ્ટાફ માટે ફંડ ભેગું કરું ત્યારે ખરેખર એવું માનવું પડે કે દેવદૂત જમીન પર આવ્યો છે. એ પણ ભીખ માગી કે આજીજી કરીને નહીં પણ એકદમ ક્રિએટિવ આઈડિયા રૂપે ચેલેન્જ કરી. ભારતીય જનતાને પ્રેરણા મળે , કઈક શીખે તો કોરોના સામેની લડાઈ સહેલી થઈ જાય.
વૃદ્ધાવસ્થામાં પોતાની સ્થિતિ દયાજનક કરી મુકતા અસંખ્ય વડીલોને કઈક વિચારતા કરી મૂકે એવા કેપ્ટન ટોમને 1000 સલામ.