where are the keys for success? books and stories free download online pdf in Gujarati

ક્યાં છે સફળતાની ચાવીઓ?


આજકાલ મોટિવેશનલ સ્પીકરોનો રાફડો ફાટી નીકળ્યો છે. જોકે આપણા ધર્મમાંજ આ બધું શીખવવામાં આવે છે, સારા બનો, સત્ય બોલો, ખૂબ મહેનત કરો, મુશ્કેલીઓમાં પાછા ન પડો, જીતેગા ઇન્ડિયા, અથાક પરિશ્રમ સફળતાની ચાવી, , જિંદગીની સફળતાની ચાવી, જિંદગીને પણ તાળું બનાવી દીધું, થઈ ગયું લોકડાઉન!! આવી ફાલતુ વાતો હોય છે..."ફાલતુ" એટલે કહીકે આ શિખામણોનો તમે અમલ નથી કરી શકવાના! મોરારીબાપુ હોય કે સ્વામિનારાયણ પંથના સ્વામીઓ હોય, કબીર હોય , મીરા હોય કે નરસિંહ મહેતા હોય , અથવા નિરૂમાં હોય કે જય વસાવડા સાહેબ હોય કે કાજલ ઓઝા વૈદ્ય હોય બધા રોજેરોજ કે અવારનવાર જીવનલક્ષી ઉપદેશોનો મારો ચલાવતા જ હોય છે. મહદઅંશે એ એમનું આજીવિકાનું સાધન છે. અમુક સંતો પરમાર્થ કાજે કરતા હતા, કરી રહ્યા છે. તેઓ સમાજ માટે ઉમદા કામ કરી રહયા છે. તેમ છતાં હું જોતો આવ્યો છું કે સમાજ તો એવો ને એવો જ લુચ્ચો, દંભી અને સ્વાર્થી જ છે. કોઈ સુધર્યું હોય તેમ લાગતું નથી. પ્રથમ તો દરેકની લાઈફ અને એની કેપેસિટી અને ગુણધર્મ અલગ અલગ હોય છે. ટીવીનું એન્ટેના કે અંદરની સર્કિટ ખરાબ હોય તો કોઈપણ સિગ્નલ વ્યવસ્થિત નહિ પકડાય. લોકો એવું માને છે કે મોટિવેશનલ સ્પીચ સાંભળીશું એટલે આપણે સુધરી જઈશું, મોરારીબાપુને, કે રજનીશને સાંભળીશું એટલે બદલાવ આવશે.. ના નહીં આવે. આ ભ્રમ છે તમારો. એ વાતો અંદર નહિ પહોંચે, કેમકે તમારી અંદરની સર્કિટ ફૂંકાઈ ગયેલી છે, ફોલ્ટી છે. કરંટ છેક સુધી પહોંચવા વાયર વચ્ચેથી તૂટેલો ન હોવો જોઈએ. એ વાતો અમલમાં મુકવા જેટલી સમજણ, ટેક્નિક અને એનર્જી તમારી પાસે નથી. ઘણા સજ્જનો જુદા જુદા પંથમાં જોડાય છે. કોઈને મોટા સમૂહમાં જોડાઈ લાભ કે નામ, ઈજ્જત અથવા માનસિક સહારો મેળવવો હોય છે, તો કોઈ મનની શાંતિ માટે પરંતુ એમની પણ આ જ દશા છે, કોઈ ફરક નજરે નથી ચડતો. જરાક સપાટી ખોતરો એટલે અંદરનો કલર દેખાઈ આવે. "ગીતા" નો ઉપદેશ આપણી પાસે 5000 વર્ષથી છે, એથીય જુના ઉપનિષદ, વેદ...પણ કળિયુગી પ્રભાવ વધતો જ જાય છે. Markandey Katju ના કહેવા મુજબ 90 ટકા ભારતીઓના મગજ જાતિવાદ, અને અંધશ્રદ્ધાળું હોય છે. સ્પષ્ટતા કરતા તેઓ જણાવે છે કે:
"When I said that 90 per cent Indians are fools I spoke an unpleasant truth. The truth is that the minds of 90 per cent Indians are full of casteism, communalism, superstition.
શુ કારણ છે કે સમાજ અને લોકો સુધરતા નથી!! પ્રથમ અંદરની સર્કિટ, વાયરીગ બદલો. એ સડી ગઈ છે, બાપદાદાઓનું ધન વાપરો એની ના નથી, પરંતુ બુદ્ધિ તો પોતાની વાપરો. બીજી વાત મોટિવેશનલ સ્પીચો સાંભળવી, બુકો વાંચવી બહુ મદદ નહિ કરે, કેમકે એમાં અપાતા દાખલા, સ્લોગન્સ, કોઈ અન્યના છે, એને તમારી જિંદગી સાથે કોઈ લેવા દેવા નથી, બીજાની જિંદગી અલગ હોય તમે ન જીવી શકો. સૌથી મહત્વની બાબત એ છે કે જે તે ઇસમનું માનસિક વાયરિંગ અને ક્ષમતા તમારાથી ખૂબ ભિન્ન હોવાની. તમે "મેરી કોમ" કે યુવરાજસિંગ ન બની શકો. તમે વોરેન બફેટ, બિલ ગેટ્સ, કે સ્ટીવ જોબ્સ ન બની શકો...આ દરેકની ખૂબી, ખાસિયત, જિંદગી અલગ ભાતની હોય. કુદરતે દરેક જીવ "યુનિક" બનાવ્યો છે. માછલી પાણીની રાણી છે અને સિંહ જંગલનો રાજા, સિંહે પાણીમાં રહેવાના ખ્યાલ ન કરવા જોઈએ, અને માછલીએ તો જમીન પર ઘર બનાવવાનું વિચારવું જ ન જોઈએ. નકલચી બનવાનો કોઈ અર્થ નથી. તમારે તમારી જાતે અલગ જ રસ્તો કંડારવો પડશે, ક્યાંય કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો રૂપાળા સ્લોગનો/લખાણો અને ખોટીવેશનલ/મોટીવેશનલ સ્પીકરો પર ધ્યાન દેવાનું બંધ કરો, કોઈ મદદ નહિ મળે. અંદરની સર્કિટ જે બળી ગઈ છે તે બદલો. ખૂબ અઘરું કામ છે. હજારો વર્ષોથી જે ગ્રંથીઓ ઘુસી ગઈ છે તેને બહાર કાઢો. ટ્રાય તો કરો. આ ટ્રાય કરવાની ઈચ્છા થવી એ માટે પણ પ્રોપર માનસિક ચેતના જોઈએ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED