Juth bole kaua kante પ્રદીપકુમાર રાઓલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Juth bole kaua kante • જુઠ બોલે કૌવા કાટે ?

  આજના સમાજનું વરવું વાસ્તવિક સત્ય : ખોટું બોલવું

  વર્ષોથી હું જોતો આવ્યો છું કે ખોટું બોલવું તે આપણાં સમાજમાં કોમન કોલ્ડની માફક પ્રસરીને એક સહજ વૃતિ / વર્તન થઈ ગયું છે. જેનો અફસોસ થવો તો દૂરની વાત છે પણ સંકોચ કે પશ્ચાતાપ પણ થતો નથી. પહેલા કહેવામા આવતું હતું કે કોઈ સારા કામ માટે કે કોઈનો જીવ બચાવવા ખોટું બોલવું પડે તો તો તેને પાપ ગણવામાં આવશે નહીં. એટલેકે ફાલતુ કારણોસર કે પોતાના લાભ માટે ખોટું બોલવું તે પાપ કર્મ છે. હવે આ વાત પણ કોઈ ઉચ્ચારતું નથી તેને એક સાવ સામાન્ય દોષ જ માનવામાં આવે છે. કોઈને તે વાતનું દુખ પણ નથી. ઉલ્ટાનું સામે જે બોલાતું હોય તેને તમે સત્ય માનીલો તો તે વાતને તમારી મૂર્ખતા માનવામાં આવે છે. તમને કઈ ખબર પડતી નથી, તમે ભોળા છો તમે ભોટ છો. વગેરે વગેરે.

  એક વાર અમે બધા મિત્રો ચા-પાણી પીવા ઊભા હતા. ચર્ચાઓ ચાલતી હતી, તેવામાં એક મિત્ર ઘણી બધી વાતો કરવા લાગ્યા. તેના ગયા પછી મેં પ્રશ્ન કર્યો ‘ શું આ બધુ સાચું હશે?’ તરતજ એક મિત્રે જવાબ આપ્યો, ‘ ૮૦ % કાપ મૂકીને સત્ય સમજવું, મોટા ભાગે ગપગોળા જ હોય છે. ‘મને પણ અચરજ થયું કે આમા પણ ટકાવારી? ધીરે ધીરે ખ્યાલ આવતો ગયો કે લોકો સામાન્ય વાત માટે પણ ખોટું બોલતા રતિભાર પણ અચકાતા નથી. આ પણ એક કળા છે. એટલા માટે કે સત્ય બોલવામાં તો ફટ કરીને જે છે તે કહેવાનું હોય છે. જ્યારે જુઠ્ઠું બોલવામાં ઘણી બધી મહેનત, આયોજન, વિચારવાનું, તર્ક લગાડવાનું વગેરે કરવું પડે છે. ત્યારેજ સામેની વ્યક્તિને તે સત્ય તરીકે પીરસી શકાય.

  ઘણા વ્યક્તિને જુઠ્ઠું બોલતા આવડતું નથી . તરતજ પકડાઈ જાય. ચોર કે કોઈ પણ ક્રિમિનલ કાયદાથી બચવા માટે સત્ય બોલતા નથી. પરંતુ જો થર્ડ ડિગ્રીનો ઉપયોગ થાય તો પાછા પોપટની માફક બોલી જાય. તેજ ગુનેગારો કોરટમાં જજ સાહેબની હાજરીમાં બોલેલું ફરી જાય.

  બાળકોને પણ આ જુઠ નામના સત્યનો ડગલેને પગલે ટીચર્સના કે મમ્મી- પપ્પાના તાડન થી બચવા માટે આશરો લેવો પડતો હોય છે. માતા- પિતામાં પણ વાતે વાતે જુઠ્ઠું બોલવાની આદત હોય તો પછી વારસાગત આ ગુણ વિકસવામાં ખુબજ જડપ કરે છે. મોટા ભાગે ઓફિસોમાં ગુટલી મારવા માટે , કામચોરી કરવા માટે જુઠનો બેફામ ઉપયોગ કરવાની પ્રણાલી પ્રચલિત હથિયાર બની ગયું છે. તો ઘરો, કુટુંબો પણ આમાથી બાકાત નથી . પતિ –પત્ની, બાળકો, કિશોરો , સગા – વ્હાલા કોઈ પણ મારા ખ્યાલ મુજબ અરસ-પરસ સામાન્ય બાબતો કે જ્યાં કોઈ નુકશાન થવાનો ડર નથી તેમ છતાં ખોટું બોલતા અચકાતા નથી.

  હવે તો મોબાઈલે અધૂરી કસર પૂરી કરી નાખી. થોડા ટીપીકલ કેસ જોઈએ:

  (૧ ) પત્ની : ક્યાં છો ? પતિ: ઓફિસે

  પત્ની : પણ આંઠ વાગ્યા , પતિ : આજે કામ વધારે છે. ( હકીકતે અન્ય કોઈ સાથે રસભરી વાતો ચાલતી હોય છે. )

  (૨ ) માતા પુત્રને : લેશન કરવા બેસ , પુત્ર : આજે લેશન નથી આપ્યું.

  માતા : તો ટ્યૂશનનું લેશન કર બેટા. પુત્ર : ટ્યુશન માં આજે રજા હતી.( ખરેખર તો રજા રાખવામા આવી હતી .)

  (૩) ક્લાર્ક : સર, બપોર પછી રજા જોઈએ છે. સર: કેમ શું થયું? હજુ પરમ દિવસે તો રજા લઈ ગયા હતા.

  ક્લાર્ક : સર, વાઈફને એડમિટ કરાવવાના છે. સર : ઓકે. ઓકે. ( સાહેબ પણ મનમાં બધુજ સમજે છે.)

  (૪) “કેમ છો ?” “બિલકુલ આનંદમાં”

  બાબાને કેટલા ટકા આવ્યા? “૯૭ ની આસપાસ કહેતો હતો”

  “સારું સારું, વેરી ગુડ, અભિનંદન”

  “તમારો સન શું કરે છે.” “એ તો બોમ્બેમાં છે, ને જોબ કરે છે. પચાસ હજાર પગાર છે. કોઈજ ચિંતા નથી બધી ઉપરવાળાની મહેરબાની છે.”

  (૫) “ આની શું કિમત છે? “૫૫૦૦ રૂપિયા”

  “આટલો બધો ભાવ હોય કોઈ દિવસ? વેપારી : માલતો જુઓ તમે , નંબર વન છે.”

  “વ્યાજબી કરો”

  વેપારી: : “ ૩૫૦૦ છેલ્લો ભાવ, આથી ઓછો મને નહીં પરવડે.” ( છેલ્લે ૨૫૦૦માં વસ્તુ ખરીદાય છે. મૂળ કિમત વેપારી જ જાણે.)

  (૬) “ઈમરજન્સી છે, ફક્ત પચાસ હજાર જોઈએ”

  “એટલા તો નથી, હમણાજ તારી ભાભીના દાગીના કરાવ્યા”

  “કેટલા થાય તેમ છે?” “૧૫૦૦૦ હજાર, મારે પણ તારા માટે કોઈ પાસે માંગવા જવું પડશે.”

  “ચાલશે?”

  “પાછા ક્યારે આવશે?” “બસ, સગવડ થાય ત્યારે, તરતજ. ( મનમાં, : હવે ભૂલી જજે.)

  (૭) “વધુ બોલીને આપનો કિંમતી સમય નહીં બગાડુ” તેમ બોલીને વક્તા અડધી કલાક માઇક છોડતો નથી.

  આમ આપણે ટીપીકલ કેસ જોયા(કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં) ધંધામાં, સામાજિક વ્યવહારોમાં, ઘરમાં, ઓફિસોમાં, રાજકારણમાં .... બધેજ જૂઠનો આશરો નીચેના કારણોસર લેવામાં આવતો હોય છે.

 • નાના – મોટા અપરાધની સજામાંથી બચવા માટે.
 • સામેની વ્યક્તિની નારાજગીથી બચવા કે કૃપા મેળવવા માટે.
 • ખોટી રીતે પૈસા કમાવવા માટે.
 • સમાજમાં વધુ રુઆબ / વટ મારવા.
 • લાયકાતથી વધારે લાભ મેળવવા.
 • પોતાની ખરાબ લતો , ટેવો, વર્તણૂકો છુપાવવા માટે.
 • ટીવી /અખબારોમાં આવતી જાહેરખબરો પણ જુઠ્ઠી હોય છે. જો બધાનાજ પ્રોડક્ટ બેસ્ટ રિજલ્ટ આપતા હોય અને નંબર વન હોય તો ગ્રાહક ને કોઈ ચિંતાજ નથી. લક્ષ્મી યંત્ર, નજર સુરક્ષા કવચ, એક મુખી રુદ્રાક્ષ વગેરે કેટલાય પ્રોડક્ટ નીકળી પડ્યા છે. ગળામાં પહેરો, પાસે રાખો,પૂજામાં મૂકો,તમામ દુખ-દર્દ ગાયબ, પૈસાના ઢગલા થઈ જશે. જો આમજ હોય તો તમામ ગરીબો અને બેરોજગારો માટે આવા કવચો અને યંત્રો ખરીદી લેવા જોઈએ. ધાર્મિક રીતે પણ બાવા સાધુઑ પોતાનું જોર લગાવી રહ્યા છે. નાના ઉધ્યોગપતિથી લઈ મોટા કોર્પોરેટ હાઉસ પણ ખોટા પેપર્સ રજૂ કરી, ખોટું બોલીને બેન્કોને બુચ મારી દેતા હોય છે. વધુમાં છાસવારે એકના ડબલ કરી આપવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતાજ હોય છે.

  પણ ભારતીય પ્રજાને આવું બધુ ગમે છે. છેતરાવાની ટેવ પડી ગયેલ છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. જુઠ બોલવાની વ્યાપ્તતા વધવાનું મુખ્ય કારણ એ છે કે દિન પ્રતિદિન આપણા સમાજમાં નૈતિક મૂલ્યો ઘટતા જાય છે. સાચું બોલવાની હિંમત નથી, ગુનાનું ફળ ભોગવવું નથી. લોકવાયકા પ્રમાણે સત્ય ઘણાને કડવું લાગે છે. વાત સાચી છે ખોખલા આત્માને સાચું સ્વીકારવાની હિંમત જ ક્યાં છે. “મીઠું બોલનારથી સાવધાન” કારણકે સુગર કોટેડ ટેબલેટ ની અંદર પોઇજન હોય છે. તેના સાચા ઈરાદાઓનો સામેવાળાને ખ્યાલ આવતો નથી. “હંસ ચૂનેગા દાના, કૌવા મોતી ખાયેગા” સાચા, સારા અને મૂલ્યનિષ્ઠ માણસોની નોધ લેવા કોઈ નવરું નથી.

  પુરુષો જૂઠ બોલતા હોય છે અને સ્ત્રીઓ પણ.કઈ બાબતમાં?પુરુષ પ્રત્યક્ષ વાતોમાં એમની આવક અને એમની ઊંચાઈ વિષે જૂઠું બોલતા હોય છે,જ્યારે સ્ત્રીઓ એમની ઉંમર અને વજન બાબતે જૂઠું બોલતી હોય છે અને બંને પુરુષ અને સ્ત્રી એમના જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનરની સંખ્યા વિષે જૂઠું બોલતા હોય છે.પણ બંનેના જૂઠ વિષે એક મહત્વનો ફેર હોય છે.
  પુરુષ એની આવક હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.તેવી રીતે પુરુષ એની ઊંચાઈ હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.અને એવી જ રીતે એના જીવનમાં આવેલી સ્ત્રીઓની સંખ્યા પણ હોય તેના કરતા વધુ બતાવતો હોય છે.ઘણીવાર તો એની પત્ની સિવાય એક પણ આવી ના હોય એના જીવનમાં તો પણ ઘણી બધી આવી હોય તેવું બતાવતો હોય છે.
  જ્યારે સ્ત્રી એની ઉંમર હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે,તેવી રીતે એનું વજન હોય તેના કરતા ઓછું બતાવતી હોય છે.અને તેવી જ રીતે એના જીવનમાં આવેલા સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે.એમાં પણ ભારતીય સ્ત્રીઓ તો પતિ સિવાય કોઈ જ ના આવ્યું હોય તેમના જીવનમાં તેવું બતાવતી હોય છે.શક્ય છે કે ભારતીય સંસ્કારો મુજબ કોઈ આવ્યું ના પણ હોય.
  હવે ઉંમર સમય સાથે વધતી હોય છે આવક પણ અનુભવ અને ઉંમર વધે તેમ વધતી હોય,વજન પણ મેટાબોલીઝમ ઉંમર વધતા ધીમું પડે તેમ વધતું જતું હોય છે.ઊંચાઈ ઉંમર વધે તેમ વધવાની નથી.અને જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનર પણ જે થઈ ગયા હોય તે ઓછા થવાના નથી અને કદાચ ઉંમર વધે તેમ વધે,ઘટે તો નહિ.આનો અર્થ સ્ત્રીઓ ભૂતકાળમાં જેવી હોય તેવું બતાવવા માંગતી હોય છે જ્યારે પુરુષો ભવિષ્યમાં જે શક્યતા હોય તે બતાવવા માંગતા હોય છે.
  પુરુષો હોય તેના કરતા વધુ ઊંચા છે તેવું બતાવતા હોય છે કારણ કે સ્ત્રીઓ જનરલી ઊંચા પુરુષો પસંદ કરતી હોય છે,તેવું જ આવકનું છે.સ્ત્રીઓને હાઈ સ્ટેટ્સ અને વિપુલ સંપદા ધરાવતા પુરુષો વધુ પસંદ પડતા હોય છે.પુરુષ પોતે જાતીય બાબતે વધારે પાવરફુલ છે તેવું બતાવતો હોય છે.કારણ માનવજાતમાં પોલીગમી બાયોલોજીકલ છે,માટે એના પાર્ટનર વધુ હતા તેવું બતાવતો ફરતો હોય છે.
  સ્ત્રીઓ હોય તેના કરતા ઓછી ઉંમર અને વજન બતાવતી હોય છે કેમકે પોતે હજુ જુવાન અને સુંદર છે,જ્યારે પોતે વધુ વિશ્વસનીય તેવું બતાવવા કોઈ પાર્ટનર નથી અથવા ઓછા છે તેવું બતાવતી હોય છે.જે પુરુષને ગમતું હોય છે.ઈવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે.

  શાસ્ત્રોમાં સત્યને ઈશ્વર બરાબર માનવામાં આવે છે. “સત્યમ શિવમ સુંદરમ”. હવે આ શ્લોક બદલાઈ ગયો છે.

  “જૂઠમ શિવમ સુંદરમ” અથાર્ત જુઠ કલ્યાણકારી અને સુંદર છે.

  --- પ્રદીપકુમાર આર. રાઓલ