Panjaranu pakshi books and stories free download online pdf in Gujarati

પાંજરાનું પક્ષી

' પાંજરાનું પક્ષી '

મામાનું ઘર એટલે માં જેટલી જ નિરંતર લાગણીની હૂંફ આપતું ઘર
શિલ્પા માટે પણ એમજ હતું .

અઢી-ત્રણ વર્ષની હતી ત્યારેજ માતાપિતાનું કાર એકસિડેન્ટમાં મૃત્યુ થયું હતું . એ પછી શિલ્પા માટે કોઈ આશરો નહોતો
શિલ્પાના મામા-મામીને સંતાનની ખોટ હતી . એટલે ઈશ્વરની દેન સમજી એ લોકોએ શિલ્પાને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી .
બાળપણ તો ખૂબ સરસ રીતે વીતી ગયુ .મામા મામીએ તો એને દીકરીની જેમ ખૂબ લાડપ્રેમથી સાચવી .


બસ એક ઉંમર જે ભલભલાને હરાવી દે છે . એ છે જવાની
એકવીસ વર્ષની ઉંમર થતા જ શિલ્પાની પાંખો ફડફડવા લાગી .

એને મામીની રોકટોક ગમતી નહોતી એક એક ડગલે એમના તરફથી આવતા આદેશનું પાલન કરવાનું .
ક્યાં જવું ? , ક્યારે બહાર ન જવું ? સમયસર સુઈ જવું , ખાવામાં , પીવામાં
આખરે બધામાં એમનો જ હુકમ...
એ હંમેશા વિચારતી કાશ ! , પોતાની માઁ હોત તો કેટલાય લાડ લડાવત ..પણ ...આ મામી તો...
એક તો જુવાની અને એમાં અહંકાર , ગુસ્સો ...
મામીની દરેક વાતને ઘરની અભેરાઈ પર ચડાવી દેતી .

શિલ્પાને હવે કોલેજના દિવસો શરુ થયા હતા . એટલે ફુલ ધમાલમસ્તીના દિવસો
શિલ્પાનું વર્તન પણ થોડું અલ્લડ ટાઈપ બનતું જતું હતું . એમાં પણ જુવાની એટલે આંધળાપાટાની રમત સાચો રસ્તો પકડાયો તો ઠીક નહીં તો ખોટો રસ્તો તમને ક્યાંય ધકેલી દે .

મોડે સુધી જન્મદિવસની પાર્ટીઓમાં જવું કે કોઈપણ લેટ નાઈટ મુવી જોવી....

મામી હળવાશથી કહેતા ' દીકરા જમાનો ઘણો ખરાબ છે . તારી સમજદારી જ તારી સાવચેતી છે . જે ડગલું ભરે એ ખૂબ ધ્યાનથી . જુવાનીમાં તો ભલભલા લોકો ફાંફા મારતા રહી જાય છે . બને તો સારા દોસ્તોની સંગત રાખજે . અને સાચો અને સારો રસ્તો ગ્રહણ કરજે .

શિલ્પા મામી વાતનો જવાબ દેતા બોલી
' મામી તમે ઘણા જુના વિચારોને વળગીને રહો છો . આજનો જમાનો જોવો કેટલો ફાસ્ટ છે . આજ ઇધર તો કલ કિધર ....
મને એવું લાગે છે મામી કે તમને નાનપણથી આઝાદી મળી નથી . એટલે તમે મારી આઝાદી પણ છીનવી લેવા માંગો છો .

ઘરમાં નાહક ઝગડો થાય એટલે મામી શિલ્પાના શબ્દોને અવગણીને પોતાના કામમાં લાગી જતી . મામાની પાસે જઈને શિલ્પાની કોઈ જાતની ફરિયાદ કરવાની આદત પણ નહોતી .

હા , પણ મામાની નજરથી પણ આ બધું છાનું તો નો ' તું જ
સમય બધુ શીખવાડી દેશે એમ માની શાંત રહેતા .


આજના આધુનિક યુગમાં શિલ્પા બેંકના દરેક કામ શીખી ગઈ હતી .
પોતે જ્યારે જન્મી ત્યારે જ એના પિતાએ એના નામની ફિક્સ કઢાવી રાખી હતી . જે એને એની એકવીસ વર્ષની ઉંમરે પુરા છ લાખની રકમ મળે એમ હતી . અને એની માઁ ના દાગીના એ પણ લોકરમાં મુકેલા હતા . ધીરે-ધીરે આ બધી જ રકમ અને ઘરેણાં કઈ રીતે પોતાના હાથમાં આવી જાય એ બધું જ શીખી લીધું .

એકદિવસ આ બધુ જ લઈને પોતાના મિત્ર રોહન સાથે રફુચક્કર થઈ ગઈ . બસ એક ચિઠ્ઠી મૂકીને ગઈ હતી . મામી મને તમારા લોકોના બંધનમાં રહીને ગૂંગળામણ થાય છે .' હું આઝાદ પંખીની જેમ ઉડવા માંગુ છું . મને શોધવાનો પ્રયત્ન ના કરશો .'


મામા-મામી માટે તો સમાજમાં બદનામી સિવાય કંઈ હાથ લાગે એમ નો' તું

સમાજ તો એ જ કહેશે માઁ-બાપ વગરની છોકરીનું શુ ધ્યાન રાખ્યું ,
આવા સંસ્કાર આપ્યા મામીએ !!!
મામા અને મામીને આ બાબતમાં ચૂપ રહેવા સિવાય કોઈ વાત યોગ્ય લાગી નહી .
મામીએ પોતાના તરફથી સારા નરસા દરેક રસ્તે એને આંગળી ચીંધી હતી . પણ કહેવત છે ને કે ' ગામના મોઢે ગરણા થોડા બંધાય .
શિલ્પા સાથે સંપર્ક કરવા મામાએ કેટલી વાર રિંગ કરી પણ ફોન સ્વીચઓફ જ આવતો હતો .

☘ ☘ ☘

ધીરે ધીરે મામા મામી ફરી પોતાના રૂટિનમાં વ્યસ્ત થવા લાગ્યા . બને જણાએ શિલ્પાને પોતાની સગી દીકરી જેટલો જ પ્રેમ આપ્યો હતો . ઉલ્ટું ઘણીવાર એવું પણ બનતું કે એમની જીદ આગળ એ લોકો નમી જતા . એના તોછડાઈ વાળા સ્વભાવ આગળ લાચાર બની જતા .

મામીએ પોતાની એકલતાને દૂર કરવા સામાજિક સંસ્થામાં જોડાય અને લોકોની સેવા કરવાનો માર્ગ અપનાવી લીધો .
આમને આમ લગભગ પાંચેક વરસનો ગાળો વીતી ગયો . મામી જે સામાજિક સંસ્થામાં જોડાયા હતા ત્યાં અનેક વિધવાઓ , ત્યકતા અને બાળ કુવારીકાઓ પણ હતી . ત્યાં એ લોકોને યોગ્ય માર્ગદર્શન આપી . એમને રોજની રોજીરોટી મળી રહે તેવી જોગવાઈ કરી દેતા .
આ સંસ્થામાં જ એવા અનેક કામો ચાલતા હતા . જ્યાંથી ઘણી મહિલાઓ પોતાનો રોજગાર ઉભો કરી સ્વનિર્ભર બની જતી .

સંસ્થાને હજુપણ સારા રોજગાર મળી રહે એની માટે દર પંદર દિવસે એક બેઠક બોલાવામાં આવતી. લોકો પોતાના નવા નવા વિચારોની રજુઆત કરતા અને મહિલાઓને એક નવી દિશા આપવા માટે એકઠી થયેલી માહિતીની રજુઆત કરતા .

એ દિવસે એક મહિલાનું વક્તવ્ય હતું . માટે બધાને સભાખંડમાં એકત્ર થવાનું કહ્યું . બહારની મહિલાઓને પણ નિમંત્રણ હતું .એટલે સભાગૃહ ખચોખચ ભરાઈ ગયું હતું .

વક્તવ્ય આપવા આવનાર એ મહિલાના હાથમાં બે-ચાર પક્ષીઓથી ભરેલું એક પાંજરું હતું .

પોતાના વક્તવ્યને ચાલુ કરતા બોલી ' સંસ્થાની વ્હાલી બેનો મારા હાથમાં આવું સુંદર રૂપાળું પાંજરું જોઈને તમને લોકોને જરુર નવાઈ લાગશે .
પરંતુ આ જ વસ્તુ એવી છે જે મને મારા ભૂતકાળની યાદ દેવડાવે છે . મેં કરેલી ભૂલો મને વારંવાર તાજી થતી રહે છે .જેના કારણે જીવનના ડગલે ને પગલે હું ખૂબ સજાગ બનીને ચાલુ છુ .

સાચું કહું તક મારુ બાળપણ એટલે રુ જેવી હલકી ફુલકી જેવી હતી મારી જિંદગી , ફૂલોની સુગંધ સમાન મહેકતી હતી મારી જિંદગી ...
પડ્યો બોલ જિલનારા હતા મારા માતા-પિતા , જીદ કરીને એક વસ્તુની માંગ કરતી તો ચાર-ચાર વસ્તુઓ મારી સામે ધરી દેતા ,
ખૂબ સોહામણું હતું મારુ બાળપણ ,
પરંતુ જુવાની આવી ત્યાંતો મારી પાંખો આ પક્ષીઓની જેમ ફડફડવા લાગી .
હું પણ આ પક્ષીઓની જેમ આઝાદ ઉડવા માંગતી હતી . મને કોઈની રોકટોક ગમતી જ ન્હોતી .
પોતાનું વક્તવ્ય આપતા આપતા જ એણે પાંજરાનો દરવાજો ખોલી દીધો . અને અંદર રહેલા પક્ષીઓ ઉડીને બહારની તરફ ભાગ્યા....

બસ , હું પણ આ પક્ષીઓની જેમ એકવાર આજ રીતે ભાગી હતી . પણ એ તો પક્ષી હતા અને હું જીવતો જાગતો મનુષ્યજીવ .
જ્યાં મને પ્રેમનો વરસાદ વરસતો હતો . જેમની લાગણીભીના અમી છાંટણાની મેં કદર ના કરી . મારા માતા-પિતા જેમની રેશમી મુલાયમ હથેળીઓમાં રહી હું મોટી થઈ . છતાં એમને હાથતાળી દઈ હું ભાગી છૂટી ,
એમની દરેક વાતો જેને હું મારા અહંકારમાં આવીને અવગણતી .

ઘરથી ભાગ્યા પછી જે મારી અવદશા થઈ છે . ખૂબ ઠોકરો ખાધી છે .
જેનું હું વર્ણન કરી શકું તેમ નથી . જે યુવકને પ્રેમ કર્યો એણેજ મારી સાથે દગો કર્યો . મને કોઈ વિલાયતીના હાથે એણે પુરા પચીસ લાખમાં વેચી મારી હતી .
મારા એ જ માતા-પિતાની પ્રાર્થના અને દુવાઓમાં કેટલી શક્તિ હશે અને મારી સાથે જોડાયેલી હશે જેના કારણે હું ગમે તેમ કરી એ નર્કમાંથી ભાગી છૂટી અને આવી મહિલા સંસ્થાના સંપર્કોમાં આવીને મેં મારા અમૂલ્ય જીવનને બચાવ્યું છે .
મારા જીવનની આ ગાથા આવી સંસ્થાઓમાં જરૂર સંભળાવું છું .
જેના કારણે કોઈ માસૂમ અબળાની જિંદગી સારે પાટે ચડે .

અને છેલ્લે એટલું જ કે
માઁ ની મમતા અને પિતાના વાત્સલ્યને સમજી ન સકનાર એવી અભાગી મારા જેવી બીજી કોઈ ન બને
પક્ષી પણ પૂરો દિવસ ઉડીને અંતે વટવૃક્ષની છાયામાં બનાવેલ પોતાના માળા ભેગું થાય છે .
પરંતુ ભટકેલું મન તો ઠોકર ખાધા પછી જ સીધુ થાય છે .

ખુરશીમાં બેસી મુક પ્રેક્ષક બની સાંભળી રહેલી તમામ મહિલાઓએ એમના વક્તવ્યને વધાવી લીધું .
વક્તવ્યના છેલ્લા સમય દરમ્યાન ખાલી થયેલી એક ખુરશી પર બેઠેલી મહિલા ઉભી થઈ બહાર પ્રાંગણામાં આવીને આંસુ સારતી ઉભી રહી ગઈ .
વક્તવ્ય આપનાર મહિલાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી .
થોડા જ સમય પછી છૂટી પડેલી ભીડમાં મામી ભાણેજ નહીં પરંતુ એક માઁ-દીકરીનું મિલન થઈ રહ્યું હતું .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED