રવિદ્રષ્ટિ  બિંદી પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રવિદ્રષ્ટિ 

રવિદ્રષ્ટિ


દ્રષ્ટિ ની આંખો લગાતાર ઓપરેશન રૂમના દરવાજા પર ટકી રહી હતી. બસ રૂમનો દરવાજો ખુલે અને કયાંક રવિની ખબર મળે. બહાર આવતી નર્સ ને વારે વારે તે રવિ વિશે પૂછ્યા કરે છે. એનો જીવ ટાળવે ચોટેલો હતો. પોતાની જાતને ગુનેગાર સમજી રહી હતી. બસ હવે તો એક વાર રવિને તે જોવા માંગતી હતી. એની આ હાલત એનાથી સહન નહોતી થતી. વિચારોમાં ચડેલી દ્રષ્ટિ ને ખાલી ને ખાલી રવિ જ હતો દિલ દિમાગ મા અત્યારે અને વધારે પડ્યા ડિપ્રેશન ના કારણે તે બહાર જ ચક્કર ખાઈને પડી હતી. રવિના ફેમીલી દ્વારા તેની પણ ટ્રીટમેન્ટ કરવા ડોકટર ને કહેવામાં આવ્યું.

થોડીવાર રહીને તે થોડી સ્વસ્થ થાય છે. તેની ટ્રીટમેન્ટ કરી રહેલી નર્સ તેને આરામ કરવા જણાવે છે. પરંતુ તેને ફરીથી એ વાત યાદ આવી જાય છે કે રવિ નું તો ઓપરેશન થઈ રહ્યું છે. પોતાની જાતને દોષી માની તે ઓપરેશન રૂમ પાસે જવા લાગે છે પરંતુ તેની પણ તબિયત સારી ન હોવાથી તેને નર્સ ઊભી નથી થવા દેતી. અને જણાવે છે કે એ જેના માટે પરેશાન છે એનું ઓપરેશન પૂરૂ થઈ ગયું છે. થોડીવારમાં તે ભાનમાં આવી જશે. દ્રષ્ટિ નર્સને આજીજી કરે છે કે તે રવિને એકવાર જોવા માંગે છે.

નર્સને સહારે દ્રષ્ટિ રવિના વોર્ડમાં જાય છે. માથામાં લાગેલા પાટા જોઈ તે જાતને રોકી નથી શકતી. તેનાથી રવિના આવી હાલત જોવાતી નથી. તે રવિનો હાથ પકડી તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. અને હજી પણ જાતને કોસતી રહે છે. નર્સ તેને સમજાવે છે કે તેને માટે વધારે રડવું કે ચિંતા કરવી સારી નથી કારણ કે તેને બેભાન થઈ ત્યારે તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. દ્રષ્ટિ ની પણ હાલત મરીઝ જેવી થઈ ગઈ હતી. તે બસ એકી ટકે રવિને જ જોયા કરતી હતી. એની નજરની સામે ઘડીકવાર માટે એ બધી વાતો આવી ગઈ જેના કારણે રવિની આ હાલત થઈ.

થોડા સમય પહેલા

દ્રષ્ટિ:- હેલો રવિ કયાં છે તું? મારે તને આજે ખૂબ જ જરૂરી વાત કરવી છે.

રવિ:- બોલને દ્રષ્ટિ હું મમ્મીની સહેલી આવી છે તો નાસ્તો લેવા જવ છું.

દ્રષ્ટિ:- રવિ તું મને મળીશ ત્યારે જ વાત કરવી છે. આમ ફોન પર કોઈ મજા નહીં આવે અને આ વાત સાંભળ્યા પછી તારા ફેસના હાવભાવ જોવા પણ નહી મળે.

રવિ:- એવી તો શું વાત છે દ્રષ્ટિ કે તું મને મળી ને જ કહેવા માંગે છે. કહી દેને ફોન પર.

દ્રષ્ટિ:- ના રવિ એ તો રૂબરૂ મળીને જ તને કહીશ. પછી તું પણ કહીશ કે સાચે ફોન પર આ વાત ની જે ફીલિંગ આવતી એના કરતા રૂબરૂ મળીને જે ફીલ કર્યું એ આખો માહોલ જ સુંદર છે.

રવિ:- હા તો થોડી વાર રાહ જો....હું કામ પતાવીને ઘરે મમ્મી ને કહી ને આવું છું.

દ્રષ્ટિ ને મળવા રવિ ફટાફટ બધું કામ પતાવીને એની મમ્મીની એકટીવા લઈ ને નીકળે છે. તેને એ વાત નો બિલકુલ ખ્યાલ નથી હોતો કે તે જ્યાં જાય છે તો એની સામે આટલી મોટી મુશ્કેલી આવીને ઊભી રહેશે. આ બાજુ દ્રષ્ટિ પણ પરી ની જેમ તૈયાર થઈ ને ઓટો મા તેમના રોજના અડ્ડા પર જવા નીકળે છે. ત્યાં રવિનો સામે ફોન આવે છે દ્રષ્ટિ પર.

રવિ:- દ્રષ્ટિ શું વાત છે કેહને પ્લીઝ મારા થી નથી રહેવાતુ હવે કે એવી તું શું વાત કરવાની હોઈશ?

દ્રષ્ટિ:- ઓય પાગલ થોડી વાર.....આપણે મળી તો રહ્યાં છીએ ત્યાં જ વાત કરશું ને શું કામ ઉતાવળ કરે છે ?

રવિ:- જો હું કેફે પર પહોંચવા જ આવ્યો છું.

દ્રષ્ટિ:- હું પણ પહોંચી જ રહી છું ૫ મિનિટ મા રવિ.

રવિને ખબર હતી કે દ્રષ્ટિ એ કીધું હતું જે દિવસે એને મારા પ્રત્યે (રવિના પ્રત્યે) પ્રેમ ની લાગણી થશે તો એ તેને કહેવા અને વ્યકત કરવા ગમે તે સમયે મળીને તેને જણાવશે. કેમ કે જ્યારે રવિ એ દ્રષ્ટિ ને પ્રપોઝ કર્યો ત્યારે જ દ્રષ્ટિ બોલી હતી કે જ્યારે તે રવિ માટે પ્રેમ ની લાગણી અનુભવે તો સમય ને નહીં જોવે અને આજે તેણે આમ જ બોલાવી દીધો એટલે ચોકકસ વાત આ જ હશે. રવિ તેની ખુશીને વધારવા માટે દ્રષ્ટિ માટે ફોન પર વાત કર્યા પછી ચોકલેટ ને ગુલાબ લેવા પાછો વળે છે.

દ્રષ્ટિ ને કેફે પર પહોંચ્યા ને ૨૦ મિનિટ થઈ ગઈ પરંતુ રવિ તેને કયાંય ન દેખાયો. દ્રષ્ટિ ની વાત કરવા ઉત્સુકતા પણ હવે ગુસ્સામાં બદલાઈ ગઈ. તે પાછો રવિને ફોન કરે છે ત્યાં તેના ફોન પર કોઈ અજાણ્યા યુવાન નો અવાજ સાંભળી તે ગભરાઈ જાય છે. ને પછી ખબર પડે છે રવિનો અકસ્માત થયો છે. રોંગ સાઈડ આવતા ટેંપાની અડફેટે આવી જતા બહું વાગ્યું છે ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

દ્રષ્ટિ ના હાથમાંથી ફોન પડી જાય છે તે સમજી નથી શકતી કે એણે જે સાંભળ્યું એ ખરેખર બન્યું છે કે કોઈ તેના ફોન પરથી મજાક કરી રહ્યું છે. દ્રષ્ટિ ફરીથી સામે રવિના મોબાઈલ પર ફોન કરે છે ત્યારે હકીકત ફરીથી જાણે છે તે હોસ્પિટલ નું સરનામુ લઈ ત્યાં પહોંચે છે. તો રવિ નું માથું અને પગ લોહીથી લથપથ થયેલા હતા. બેભાન હાલતમાં રવિ પડેલો હતો અને ડોક્ટર ઓપરેશનની તૈયારી કરી રહ્યા હતાં. દ્રષ્ટિ એ પોતાની જાતને કોસવાનુ શરૂ કર્યું કેમ કે એના બોલાવાથી રવિ આવી રહ્યો હતો ને તેને અકસ્માત પડ્યો. તેને આટલી બધી ઈજા થઈ. થોડીવારમાં તેના મમ્મી અને પપ્પા પણ આવી પહોંચે છે. દ્રષ્ટિ બઘી હકીકત તેમને સમજાવે છે.

વર્તમાન પરિસ્થિતિ

દ્રષ્ટિ અને રવિના મમ્મી પપ્પા તેની ભાનમા આવાની રાહ જોઈ રહ્યાં હોય છે. દ્રષ્ટિ રવિના હાથ ને છોડી જ નથી રહી ત્યાં રવિના મમ્મી પપ્પા તેને સમજાવે છે જે થયું એમા તું જવાબદાર નથી સંજોગ વસાત આ ઘટના બની. ત્યાં જ રાવને હોશ આવે છે તે ઘાવની પિડાને મહેસૂસ કરે છે. તેના મમ્મી પપ્પા તેને ભાનમાં આવતા તેને કાંઈના બોલવા કહે છે. તેની આંખો દ્રષ્ટિ ને શોધતી હોય છે.ત્યાં સામે દ્રષ્ટિ આવી ને ઊભી રહે છે. દ્રષ્ટિ રવિના સામે પોતાની લાગણી વ્યક્ત કરી ખૂબ રડે છે અને તેની આ દશા માટે માફી માંગે છે. થોડીવાર ડોક્ટર રવિ અને દ્રષ્ટિ બન્ને ને શાંત રહેવા જણાવે છે. રવિ હવે પહેલાં કરતાં થોડો સ્વસ્થ અનુભવે છે. દ્રષ્ટિ ના મમ્મી પણ ત્યાં આવી પહોંચે છે.

થોડા સમય પછી રવિ બધાની સામે જ દ્રષ્ટિ ને પુછે છે કે હવે તો તું જણાવ શું વાત હતી? દ્રષ્ટિ ના આંખમાંથી આંસુ સરી પડે છે ને એ તેનો હાથ પકડી ને કહે છે

"તે મને જ્યારે પ્રપોઝ કર્યો ત્યારે હું એ લાગણી નહોતી અનુભવી રહી પણ છેલ્લા બે દિવસથી હું તારા જ વિચારો કરી રહી હતી તું જ મને બધી વાતમાં યાદ આવતો. આખરે હું સમજી ગઈ કે આ પ્રેમ છે કે જે મને તારા માટે વિચારવા મજબૂર કરી રહ્યો છે. અને મેં કીધું હતું એમ આજે એ જણાવવા જ અને તને "આઈ લવ યુ" કહેવા જ તને મળવા માંગતી હતી. પણ જોને આ શું થઈ ગયું".

"હું જાણતો હતો કે મારો પ્રેમ સાચો છે એટલે જ તું મને એ જણાવા બોલાવી રહી છે. અને એ ખુશીમા હું તારા માટે ચોકલેટ અને ગુલાબ લેવા ગયો હતો અને જો આવી હાલત થઈ ગઈ" રવિ બોલી પડ્યો.

દ્રષ્ટિ અને રવિની વાતો સાંભળી તેમના મમ્મી પપ્પા ખુશ હતા તેઓને એકલા મુકી બંને ના મમ્મી પપ્પા રૂમની બહાર આવીને એક બીજાની જોડે આ મુશ્કેલીમાં પણ આ સંબંધને ખુશી ખુશી આવકારી રહ્યા હતા. તેઓ પોતાના સંતાનના નિર્ણયથી ખુશ હતાં. બીજી તરફ દ્રષ્ટિ રવિ નો હાથ પોતાના હાથ મા લઈ તેને પોતાના દિલની વાત જણાવે છે

"રવિ હું તને ખુબ જ પ્રેમ કરુ છું એ જાણતી હતી પરંતુ આજે તારી આ હાલત જોઈ મેં જે મહેસૂસ કર્યું છે એના થી હું જાણી ગઈ છું કે તારા માટે મારા દિલમાં કેટલો પ્રેમ છે.
રવિ હું આખી જિંદગી તારી તોડે જ વિતાવવા માંગુ છું. શું તું મારા પ્રેમ નો સ્વીકાર કરીશ? આઈ લવ યુ રવિ......."

"તું મને પ્રેમ કરે છે એ જાણીને હું પણ અત્યારે મારી બધી પીડા ભૂલી ગયો છું પણ શું તું આવા પાટા વાળા રવિને પ્રેમ કરીશ? આઈ લવ યુ દ્રષ્ટિ......"

ને આખરે એક હસી સાથે બન્ને તરફ થી પ્રેમનો સ્વીકાર થયો. બન્નેના પ્રેમને પરીવાર તરફ થી પણ લીલી ઝંડી મળી.


બિંદી પંચાલ "બિંદીયા"