ઑટોગ્રાફ તારા પ્રેમનો  બિંદી પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑટોગ્રાફ તારા પ્રેમનો 








ઑટોગ્રાફ તારા પ્રેમનો



એક સુંદર સંધ્યાની શરુઆત. અમદાવાદનો મંગળદાસ ટાઉનહોલ જે અનેક સુંદર પ્રસંગોનો સાક્ષી બન્યો છે. ત્યાં વધુ એક સુંદર સંધ્યાનું અયોજન થવા જઈ રહ્યું છે. અને તે છે કવિ સંમેલન. આ કવિ સંમેલનમા કવિઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ રચનાઓને લોકો સમક્ષ રજુ કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં ક્યાંક વાંચન , લેખન , વાર્તા , તથા કવિતાઓને અવગણવામા આવી રહી છે ત્યાં કેટલાક લેખકો અને કવિઓ દ્વારા આપણી સાહિત્ય સાંસ્કૃતિનો વારસો વધારવાના પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આવો જ એક પ્રયત્ન આજે આ સંમેલનમાં થવાનો છે. આ કવિ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વિસરી રહેલી આપણી સાહિત્યીક સંસ્કૃતીને નવું રુપ આપવાનો છે અને લેખકોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ સંમેલનમા વિધવાન લેખકો , ઉચ્ચ કવિઓ , તથા મહાન ગઝલકારો ને આમંત્રિત કરવામા આવ્યા હતા. સાથે સાથે નવા ઉભરતા લેખકોને પણ આજે મોકો મળવાનો હતો પોતાના લખાણને શ્રોતાઓ સુધી પહોંચાડવા માટેનો.

કવિઓ અને લેખકો માટે એમ કહેવામાં આવ્યું છે કે તેઓને દુનિયાની પરવા નથી હોતી. તેઓ પોતાની મસ્તીમા જ રહેતા હોય છે. આનો ઉત્તમ નમુનો આજના આ કવિ સંમેલનમા જોવા મળ્યો હતો. આખો હોલ લોકોથી ખીચોખીચ ભરેલો હતો. પરંતુ નવા ઉભરતા કવિઓમા ક્યાંય કોઈ ગભરાટ કે સંકોચ જોવા મળતો નહોતો. તેઓ તો ઉત્સુક હતા પોતાના વિચારોને લોકો સમક્ષ રજુ કરવા માટે.

કાર્યક્રમની શરુઆત કરવામા આવી , વિધવાન લેખક અને આમંત્રિત મહેમાન દ્વારા દિપ પ્રાગટ્ય કરવામા આવ્યું. સાહિત્યના ભગવાન એવા ગણેશજી અને દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવી. નાની ઢિંગલીઓ વડે નૃત્ય પેશ કરવા માં આવ્યું. આમંત્રિત મહેમાનો અને કવિઓ તથા ગઝલકારો વડે પોતાની શ્રેષ્ઠ રચનાઓ ને પ્રસ્તુત કરવામાં આવી. અને હવે સમય આવી ગયો હતો નવા ઉભરતા કવિઓને તેમની કવિતાઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનો.

એક પછી એક નવા લેખકો દ્વારા પોતાની રચનાઓને લોકો સમક્ષ રજુ કરવામા આવી. દરેક કવિઓની કવિતા ઉત્તમ હતી. જેના કારણે પ્રેક્ષકોને વધુ મજા આવી રહી હતી. હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. અને આખરે એક નામ બોલાયું.

“તમારી સમક્ષ હવે પોતાની કવિતા લઈને આવી રહ્યા છે શાલીની પટેલ.........”

શાલીનીનું નામ બોલાતા જ શાલીની મંચ ઉપર આવી પહોંચી. સામાન્ય બાંધો, પરંતુ સુંદરતાની દેવી. મરુન કલરની સિલ્કની સાડી , હથોમાં એક એક બંગડી , કાનોમાં ચમકતી ડયમંડની બુટ્ટી , માથે મરુન કલરની નાની એવી “બિંદી” અને હોઠો પર આછી ગુલાબી લીપસ્ટીક તેની સુંદરતાને વધારી રહ્યા હતાં. તેના લાંબા વાળ જો ખુલ્લા હોત તો કોઈ તેના રૂપને જોઈ મોહી જતું. દેખાવમા સાદી પરંતુ બધાને આકર્ષિત કરનારી શાલીની કોઈના પણ મનમા વસી જાય તેવી હતી. સાલીની એ પોતાના પરીચયની શરુઆત કરતાં જણાવ્યું

“હું શાલીની પટેલ..... હું એક ગૃહિણી છું. પરંતુ મારો શોખ મારા વિચારોને કાગળ પર ઉતારી તેનું નામ આપવાનો છે. આજે મારું વર્ષો જુનું સપનું એક કવિ તરીકે મારી ઓળખ બનાવવાનું આ મંચ પર પુરૂ થવા જઈ રહ્યું છે. જેના માધ્યમથી હું મારી કવિતાને આપની સમક્ષ રજુ કરવા જઈ રહી છું. આપ શ્રોતાઓનો સાથ અને સહકારની આશા રાખું છું. હું એ દરેક પ્રેક્ષકોનો આભાર વ્યકત કરવા માંગુ છું કે જેમણે મને અહિં મોકો આપ્યો."

અને શાલીની એ પોતાની કવિતાની શરુઆત કરી.


તારી યાદોને મારા દિલમાં વસાવી
તારા ચહેરાને મારા નયનમા છુપાવ્યો

તારી વાતોથી હું એટલી ભિંજાણી કે......
રણમાં પણ પાણી ની ખોટના જણાવી

ખીલી ઉઠશે પ્રેમતણા પુપ્ષો તુજ બાગમાં
જ્યારે મારી હજરી હશે તુજ પરિવારમાં

તું ખુશ છે તો હું પણ હરખાઈશ દરેક વાતમાં
તારા જીવનની ખુશીને હું રાખીશ મારા ધ્યાનમાં

દુ:ખના વાદળોને સામે હું કેળ પાન બનીશ
ખુદ ભિંજાઈને તારો સહારો બનીશ

એક જીવન મળ્યું છે ઉપરવાળાના રાજમાં
બસ વિતાવી દેવું છે તારી બહોપાશમાં


કવિતા સાંભળ્યા બાદ પ્રેક્ષકો દ્વારા તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. ઉભરતા કવિઓમાં શાલીની ખરેખરે એક સિતારાની જેમ લોકોમા ચમકતી હતી. પ્રેક્ષકોને શાલીનીની કવિતા બોલવાનો અંદાજ અને તેની કવિતા બન્ને ખુબજ પસંદ પડ્યા હતાં. ત્યાં આમંત્રિત મહેમાનો દ્વારા શાલીની ને ફુલોના ગુલદસ્તા દ્વારા સમ્માનીત કરવામા આવી. નવા લેખકોની કવિતા એટલા હદે લોકોને પસંદ પડી હતી કે ત્યાંના વિધવાનો અને કવિઓ દ્વારા એક નિર્ણય કરવામા આવ્યો કે દરેક કવિઓની બેસ્ટ કવિતાઓ માંથી સૌથી શ્રેષ્ઠ કવિતાઓને પસંદ કરીને એક પુસ્તકમાં સ્થાન આપવામા આવશે. શાલીનીની કવિતાને પણ તેમા સ્થાન મળ્યું.

શાલીની સાથે પ્રોગ્રામ પુરો થયા પછી મોટા કવિઓ અને લેખકો દ્વારા પ્રશ્નો પુછવામા આવ્યા. તેમના ખુબ જ સારી રીતે તેણે જવાબ આપ્યા. અને પોતાના જીવન વિશે અને પોતાના વીશે તેણે વિસ્તારથી બધી વાત જણાવી. આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે ખૂણામાં એક યુવાન શાલીનીને જ જોયા કરતો હતો. શાલીનીની નજર તો તેના પર નહોતી પરંતુ શાલીની ને જાણે તે મોહિ ગયો હોય તેમ એકીટસે તેને તે જોયા કર્તો હતો.

****************************************

શાલીની વિશે વાત કરીએ તો તે એક મધ્યમ પરીવારની ગૃહિણી છે. તેના લગ્નને ૧૫ વર્ષ થઈ ગયા છે. તે તેના પતિ નિરજ અને તેનો દિકરો વિહાન. નાનું ફેમીલી છે. નિરજ ખાનગી કંપનીમા જોબ કરે છે. લગ્નના લગભગ ૪ વર્ષ પછી વિહાનનો જન્મ થયો હતો. શાલીનીનું લગ્ન જીવન ઘણી સમસ્યાઓથી ભરેલું હતું. પરંતુ તેના માટે સમસ્યાનો ઈલાજ કાગળ અને કલમ જ હતા. નિરજ અને શાલીનીના લગ્નજીવનમા એવો પણ સમય આવી ગયો હતો કે તેઓ પોતાનું લગ્નજીવન ટુંકાવવા પણ તૈયાર થઈ ગયા હતા.

શાલીની સ્વભાવે ઉદાર છે. ભોળપણમા એ કોઈને પણ ઓળખી શકતી નહોતી. તે કોઈની પણ વાતમાં આવીને નિર્ણય કરી લેતી. તેણે જીવનમાં ના શબ્દ ને ક્યારેય સ્થાન આપ્યું જ નથી. બધાને સારા અને સાચા સમજી તે પોતે જેવી છે એવા જ બધા છે તેમ વિચારતી. સામે નિરજ એક્દમ સમજુ અને વ્યક્તિના કપટને જાણવાની સારી એવી ખુબી ધરાવતો હતો. સ્વાભાવે તે થોડો જીદ્દી હતો , વાતે વાતે ગુસ્સે પણ થઈ જતો. પણ દિલનો સાફ હતો. એવું નહોતું કે તેને શાલીની માટે પ્રેમ નહોતો. પરંતુ શાલીની ના વધુ પડતા ભોળપણ અને ઉદાર સ્વાભાવથી તેને ભવિષ્યની ચિંતા સતાવતી રહેતી હતી. તે સમજતો હતો કે શાલીની ના આવા સ્વભાવથી ક્યારેક જીવનમા મોટી મુશીબતનો શાલીનીને સામનો કરવો પડશે.

નિરજ અને શાલીનીના વિપરીત સ્વાભાવના કારણે બન્ને વચ્ચે ઘણી વાર મનદુખ થતું હતું. નિરજ પણ પોતાના કામે એટલો વ્યસ્ત રહેતો કે શાલીનીને પુરતો સમય નહોતો આપી શકતો. બન્નેને એકબિજાને સમજવાની જગ્યાએ એકબિજાથી દુરી વધવા લાગી હતી. આવા સંજોગોમા બન્ને વચ્ચે પ્રેમ ની કોઈ પહેલ થતી નહોતી. સમય એવો આવ્યો કે બન્ને સાવ એકલા અને એકબીજાથી વિખુટા પડી ગયા હોય તેમ થઈ ગયા હતાં. વડિલો દ્વારા તેમના સંબંધને વધુ એક મોકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. અને ફરીથી એકબીજાને સમજીને જીવને ને માળવાનું નક્કી કર્યું. એવામા વિહાનો જન્મ થયો. અને હવે બન્ને ની જાણે ફરજ તેની સારી પરવરીશ કરવાની બની ગઈ હતી.

***************************************

પ્રોગ્રામ પત્યા પછી શાલીની નિરજ અને વિહાન સાથે ઘરે જવા માટે નિકળી. ત્યાં પાછળથી એક અવાજ સંભળાયો.

“એક્સ્ક્યુઝ્મી મેમ...................”

શાલીની પાછળ વળીને જોયુ તો એક નવયુવાન ઊભો હતો. ફોર્મલ કપડામાં તે એકદમ શાંત અને દેખાવે એકદમ હેંડસમ અને આંખો પરના ચશ્મા તેના શાંત વ્યક્તિત્વની ચાડી ખઈ રહ્યા હતાં.

શાલીની તેને જોઈને બોલી............

”તમે મને બોલાવી?”

”હા મેડમ ....હું તમને જ બોલાવું છું. શું આપ આપનો ઑટોગ્રાફ મને આપશો?”

આ સાંભળી શાલીની નવાઈ પામી. કેમકે તેના માટે પણ ખુશી ની વાત હતી કે પહેલી વાર કોઈ તેની પાસે ઑટોગ્રાફ માંગી રહ્યું હતું.

તેણે પેલા યુવાનને કીધું

“હા શ્યોર હું તમને ઑટોગ્રાફ આપીશ. પણ કહો ક્યાં આપું?”

”મેમ આ તમારી કવિતાની નીચે જ તમારો ઑટોગ્રાફ જોઈએ છે.”

શાલીની વધારે નવાઈ એ લાગી કે આ એજ કવિતા હતી જે તેણે હમણાં સ્ટેજ પર બોલી હતી. અને કેટલી જલ્દી આણે પોતાની ડાયરીમા તેને ઉતારી દીધી. અને તે હવે તેની નીચે તેનો ઑટોગ્રાફ માંગે છે. એક તફર તેને ખુશી હતી કે તેની કવિતાની કદર કરવા વાળા છે. તેણે કુતુહલ વશ પેલા છોકરાને પુછ્યું......

“તમારી ઉંમરના છોકરઓ મોબાઈલ અને ફિલ્મોની દુનિયામાં વ્યસ્ત હોય છે ત્યારે તમને કેવીરીતે આ કવિતામાં રસ પડવા લાગ્યો છે?”

સામે પેલા છોકરાએ જવાબ આપ્યો

“જરુરી નથી કે આજની દુનિયામાં બધા સરખા જ લોકો હોય કેટલાક દુનિયાથી અલગ પોતાની દુનિયામા જીવવા વાળા લોકો પણ છે અહિં. હા કદાચ આવા લોકોને આજના જમાના મા રહેવા વાળા લોકો પાગલની ઉપમા આપે છે.”

આ વાત શાલીની ના મગજમા ઘર કરી ગઈ કેમકે કેટલાક અંશે શાલીની પણ એમાની જ એક છે. તેણે પેલા છોકરાની વાત મા પોતાની જાત ને અનુભવી. એક સમય પોતે પણ આવી જ હતી. અને તેના કારણે પોતાનો મજાક પણ બનાવતા હતા લોકો. તેણે કાંઈ પણ આગળ પુછ્યા વગર પેલા છોકરાની ડાયરીમાં પોતાનો ઑટોગ્રાફ આપવા તૈયાર થઈ ગઈ. તેણે તેનું નામ પુછ્યું.....જવાબ આવ્યો...........

“સુમિત શાહ.......મારું નામ છે. આપ મને બંજારા કહીને પણ બોલાવી શકો છો.”

નિરજ શાલીનીને ઘરે જવા માટે બોલાવી રહ્યો હતો આથી શાલીની આગળ વાત ન કરતા ત્યાંથી નીકળી ગઈ. ગાડીમા બેસતા જ નિરજે શાલીની ને સવાલ કર્યો.......

”શાલીની કોની સાથે વાત કરવા ઉભી રહી હતી?”

ત્યારે શાલીની એ તેને બધી વાત કરે કે તે છોકરો તેનો ઑટોગ્રાફ માંગી રહ્યો હતો. અને તેણે એની અત્યારે બોલેલી કવિતા સાથે જ મારો ઑટોગ્રાફ માંગ્યો એટલે તે ઘણી ખુશ છે. નિરજ પણ તેના વખાણ કરતા બોલ્યો..........

”શું વાત છે શાલીની તું તો સ્ટાર બની ગઈ. તારા ફેન તારો ઑટોગ્રાફ માંગતા થઈ ગયા ને કહેવું પડે હો તારું તો.”


ઘરે આવીને નિરજ ફ્રેશ થઈને સુઈ ગયો અને વિહાન પણ સુઈ ગયો હતો. શાલીની આજની વાતો યાદ કરતા જાણે ઉંઘને ભુલી જ ગઈ હોય તેમ વિચારોમા ખોવાઈ ગઈ હતી. ત્યાં તેના ઈંસ્ટાગ્રામ પર એક રીક્વેસ્ટ આવી. તેણે પોતાનું પેજ ખોલતા જોયું તો તેમા તે રીક્વેસ્ટ્નં નામ હતું “બંજારા આશિક”

શાલીનીએ તે પેજ ને ઓપન કરીને જોયુ તો તેમા મશહુર શાયરો ની શાયરી. કવિતા અને બ્લોગ હતા. તે વધારે રસ પડતા તેણે વાંચવાનું શરુ કર્યું. વાંચતા વાંચતા છેલ્લી પોસ્ટ તેની કવિતાની હતી. અને તે સમજી ગઈ કે આ હોના હો પેલો ઑટોગ્રાફ વાળા છોકરનું જ પેજ છે. એટલામાં તેના પર ઈનબોક્ષમાં એક મેસેજ આવ્યો. મેસેજ જોતા તેમાં લખ્યું હતું કે......

“હેલો મેમ..... આપનો એક શ્રોતા જેને આપની કવિતા એ ઘાયલ કર્યો છે. આપની કવિતા આપના જેવી જ સુંદર છે. ખ્યાલ નહોતો કે આજના જમાની સ્ત્રી પણ આટલી સુંદર કવિતાની રચના કરી શકે છે. આપના વિચારો અને આપના શબ્દોમાં જાદુ છે જેણે મારા પર અસર કરી દીધી છે. બસ આમ જ આપની કવિતાઓથી અમારા જેવા વાચકોને ખુશ કરતા રહો. આપનો એક મોટો સપોર્ટર “સુમિત બંજારા."

મેસેજ વાંચીને શાલીનીને ખ્યાલ આવી જ ગયો કે આ પેલો ઑટોગ્રાફ વાળો જ છે. તેને મેસેજ ના રીપ્લાયમાં એને કહ્યં

“ તારીફ કરવા બદલ થેંકયું. પરંતુ હું જાણવા માંગુ છું કે આપ એ જ સુમિત છોને જેણે મારી પાસે આજે આૅટોગ્રાફ માંગ્યો હતો?”

સામેથી જવાબ હા માં આવ્યો. અને બીજો ગુડનાઈટ નો મેસેજ આવ્યો અને પછી તે ઓફ્ લાઈન થઈ ગયો. શાલીની પણ વિચારોમાં ક્યારે સુઈ ગઈ ખબર જ ના પડી. બીજા દિવસે નિરજ અમદાવાદ થી બહાર જવાનો હતો પોતાના કામે અને વિહાન પણ સ્કુલે જવા નિકળી ગયો હતો. આજે શાલીની પાસે થોડો વધારે સમય હતો નવરાશ નો. તે પોતાનો મોબાઈલ લઈને બેઠી ત્યાં તેને પેલા સુમિતનો મેસેજ જોયો. મેસેજ મા સુમિતે શાલીનીની તારીફ મા એક નાની શાયરી મોકલી હતી.


તેરી આંખોમે વો બાત હૈ
જો તેરે લબ્ઝો કો બયા કરતી હૈ
તેરે બારે મે સોચકે હી
યે દિલ બૈઠા જા રહા હૈ.


શાલીની મેસેજ વાંચી થોડી વિચારમા પડી ગઈ. કે આ શું કોઈ તેની સાથે મજાક તો નઈ કરી રહ્યો ને? થોડા વિચાર કર્યા પછી તેણે સામે મેસેજ કર્યો....

“ હેલો સુમિત આપ નો અંદજ જ આવો છે કે કે આપ મજાક કરી રહ્યા છો મારી સાથે?”

સુમિતે તેનો જવાબ આપતા કહ્યું કે" મેડ્મ મને મજાક કરવાની આદત છે પ્લીસ આપ મારી વાત નો ગલત મતલબ ના લેતા.”

“પણ ક્યારેક કોઇ ને આવો અંદાજ ના પસંદ આવે તો ?” શાલીનીએ તેને સામે સવાલ કર્યો.

”તો આ આશિક માફી માંગી લેશે એની પાસે તેની”


શાલીની અને સુમિતની વાતો થોડી વધારે ચાલી. બન્ને એક્બીજા વિશે જાણવા લાગ્યા. અને એકબીજા ના વિચારો ને વહેંચવા ની શરુઆત થઈ. શાલીની અને સુમિતની વાતો નો શિલશીલો હવે રબેતા મુજબ ચાલવા લાગ્યો. શાલીની દરેક કવિતા અને વાર્તા સુમિત ને ખુબ જ પસંદ આવતી અને સામે શાલીની પણ તેની દરેક રચના પહેલા સુમિતને મોકલી આપતી. આ બધી વાતો થી નિરજ અજાણ હતો.

શાલીની પહેલા ચુપચાપ અને વિહાનની પાછળ જ વ્યસ્ત રહેતી હતી. પરંતુ હમણાની તે પોતાના મોબાઈલમા વધુ પડતી વ્યસ્ત રહેતી જોઈ નિરજ વિચારમા પડવા લાગ્યો. તેની સમજ મુજબ ક્યાંક શાલીની કોઇની વાત મા ન આવી હોય તેનું ટેંશન થતું હતું.તે શાલીની પર શક નહોતો કરતો પણ તે થોડો તેના માટે ચિંતીત હતો.

સુમિત એક આર્ટીસ્ટ હતો તેને પેઈંટીંગ બનાવવાનો બહુ શોખ હતો. તે કોઈનું પણ આબેહુબ ચિત્ર બનાવી દે. સાથે તેને વાંચન નો પણ ખુબ શોખ હતો એથી જ તેને શાલીનીની દરેક રચનાઓ વાંચી હતી. તે મજાકીયો તો હતો પરંતુ તે શાલીનીની ખુબ કદર કરતો હતો. શાલીનીની અત્યાર સુધીની તમામ રચનાઓ તેણે વાંચી હતી અને તેનો સહિ અર્થ તે સમજ્તો હતો. આ તરફ નિરજ હંમેશા પોતાના કામમા જ વ્યસ્ત રહેતો હતો તે શાલીનીને પોતાનો સપોર્ટ પુરો આપતો પરંતુ ક્યારેય તેની કોઈ પણ કવિતા કે વાર્તા વાંચવામાં તેને રસ નહોતો. શાલીની ને તેની આ વાતથી દુ:ખ હતું.

શાલીની સુમિતની સાથે વાત કરીને ખુશ રહેવા લાગી હતી. સામે સુમિત શાલીની અલગ અલગ તસવીરો બનાવીને તેને સરપ્રાઈઝ આપતો રહેતો. સુમિત પોતાના ચિત્રોનુ એક પ્રદશન કરવા જઈ રહ્યો હતો. તેણે શાલીનીને તેના પરીવાર સાથે તેમા આવવા આમંત્રણ આપ્યું હતું

એક દિવસ વિહિપ પોતાના દાદા-દાદીના ઘરે રહેવા ગયો હતો. શાલીની ઘરે એકલી હતી. નિરજ ક્યારેય ઘરે ટાઈમ પર આવતો નહતો. શાલીની પોતાનું બધુ કામ પતાવી સુમિત જોડે મેસેજથી વાત કરી રહી હતી. સુમિત તેને પોતાના એક્સિવિઝનનું સરનામુ મોકલી આપ્યુ હતું. સુમિત તેને આજે કહી રહ્યો હતો કે શાલીની માટે એના એક્સિવિઝનમા એક સરપ્રાઈઝ હશે. શાલીની તેની જોડે વાત કરતા કરતા ક્યારે સુઈ ગઈ તેની ખબર જ ના પડી. એવામાં નિરજ ઘરે વહેલો આવી પહોંચ્યો.

નિરજ શાલીની આમ શાંત સુતેલી જોઈ તેને જોતો જ રહ્યો. તેને આજે શાલીની કાંઈક અલગ જ લાગી રહી હતી. શાલીનીનો ઊંઘમાં પણ હસ્તો ચહેરો જોઈ આજે નિરજ શાલીની માટે પ્રેમની લાગણી અનુભવી રહ્યો હતો. તે શાલીની પાસે જઈ તેના ગાલને એક પ્રેમભર્યું ચુંબન આપવા જઈ રહ્યો હતો એવામાં શાલીનીના મોબાઈલમાં મેસેજ આવ્યો. નિરજ તેના પર બહું ધ્યાન ન આપતા તેની બધી જ લાગણી આજે શાલીનીને નામ કરવા માંગતો હતો. તે વિચારી રહ્યો હતો કે પોતાની કામની જંજટના કારણે તે પોતાની આટલી સુંદર અને ભોળી પત્નીને સમય જ ન આપી શક્યો. હવે તે શાલીનીને બધી ખુશીઓ આપવાનો પ્રયત્ન કરશે. તે વિચારે તે શાલીની સમક્ષ જાણે ગુનેગાર હોય તેમ તેની સામે જોતો જ રહ્યો.

નિરજ શાલીનીન ચહેરને જોવામા ડૂબેલો હતો ત્યાં વળી ફરીથી એક પછી એક ૪ થી ૫ મેસેજ શાલીનીના મોબાઈલમાં આવ્યા. નિરજ ને લાગ્યું કે શાલીની ના કામનો મેસેજ હશે કે તો એ જોઈ લે. નિરજે મેસેજ ખોલીને જોયું તો બંજારા સુમિત નામ પરથી ૪ મેસેજ આવેલા હતા. નિરજ હવે રહી ના શક્યો તે મેસેજ ને વાંચ્યા વગર. તેમા સુમિતે શાલીનીને પોતાના એક્સિવિઝન ના દિવસે શું પહેરશે પોતે તે પુછતો હતો અને શાલીની પોતે શું પહેરવાની છે તે પણ પુછી રહ્યો હતો.

નિરજ આ વાંચીને ખુબ હેરાન થઈ ગયો કે શાલીની તેનાથી છુપાઈને કોઈ બીજા પુરુષ સાથે વાતો કરે છે?
ક્યાંક શાલીની તેને દગો તો નથી આપી રહીને આ વિચારે તે અત્યાર સુધીના જેટલા પણ બન્ને વચ્ચે મેસેજ હતા તે તેણે વાંચી લીધા. મેસેજ વાંચ્યા પછી તેને પોતાની જાત પર ખુબ જ ગુસ્સો આવવા લાગ્યો . કારણ હતું કે પોતે ક્યારેય શાલીનીની ભાવનાઓને સમજી શક્યો નહિં. જે પ્રેમ તે પોતાના પાસે ઈચ્છતી હતી તે બીજા દ્વારા પરોક્ષ રીતે તેને મળી રહ્યો છે. તેને એ વાત ની ખુશી પણ હતી કે શાલીની તરફ થી કોઇ ખોટી વાત સુમિતને કહેવામાં આવી ન હતી.

આ બનાવ પછી નિરજના મનમાં શાલીની માટે માન વધી ગયું. તેને શાલીનીના મોબાઈલ થી સુમિતને મેસેજ કર્યો અને તેના સવાલનો જવાબ આપતા લખ્યું

“સુમિત તારા પર બ્લ્યુ કલરરનો કુર્તો સરસ લાગશે તારા સ્પેશિયલ દિવસે તું એજ પહેરજે. અને હું પણ બ્લ્યુ કલરની સાડી પહેરીશ.”

નિરજે આવું એટલા માટે કર્યું હતુ કે તે જાણવા માંગતો હતો કે સુમિત તેના માટે શું વિચારી રહ્યો છે. સુમિત ના એક્સિવિઝન માટે ૩। દિવસ ની વાર હતી. શાલીનીની આંખો એકદમ ખુલી ગઈ. તે પોતાની આટલી નજીક નિરજને જોઇને ચોંકી ગઈ. શાલીની કાંઈ પણ બોલ્યા વગર નિરજ માટે પાણી લેવા રસોઈ મા ગઈ. ત્યાં નિરજે પોતે કરેલો મેસેજ ડીલીટ કરી દીધો. વિહાન ને ઘરે પાછો લાવવા શાલીની નિરજ ને જણાવે છે. તો નિરજ હજી વધારે તેને ત્યાં રોકાવાની વાત કરે છે. અને શાલીની ને કહે છે કે એ બહાને આપણને પણ એકબીજા સાથે સમય વિતાવવા મળશે. તે શાલીનીને સાંજે તૈયાર રહેવા કહે છે.

શાલીનને નિરજના બદલાયેલા અંદાજને જોઈ થોડી હેરાન થઈ ગઈ પરંતુ તેને એમ કે કદાચ હશે કાંઈક એટલે તે નિરજની વાત માની જાય છે. સાંજ પડતા નિરજ શાલીનીને સાડીઓની દુકાનમા લઈ જાય છે. તે શાલીનીને સાડી પસંદ કરવા કહે છે. નિરજનો બદલાયેલો અવતાર જોઈ શાલીની દિલથી ખુશ થાય છે. તે પોતાની પસંદગીની એક સાડી લે છે. આ બાજુ નિરજ પણ તેના માટે એક સાડી પસંદ કરે છે. તે સાડીનો કલર બ્લ્યુ હોય છે. સિલ્કની બ્લ્યુ અને ગાજરી કલરની સાડી જોઈને તે ખુબ જ ખુશ થઈ જાય છે.

સુમિત પોતાના કામમા વ્યસ્ત હોવાથી તે છેલ્લા બે દિવસથી શાલીની જોડે વાત નહોતો કરી શક્યો. એક્સિવિઝનના દિવસે શાલીની પર તેનો મેસેજ આવે છે. અને તેને ટાઈમે આવી જવા જણાવે છે. સામે શાલીની પણ તેને ઓક નો રીપ્લાય જ આપી શકે છે. કારણકે નિરજ આજે કામે રજા લીધી હતી. નિરજ શાલીનીને પેલી બ્લ્યુ કલરની સાડી પહેરવા કહે છે અને જણાવે છે કે તેઓને એક પ્રસં મા જવાનું છે તો જલ્દી તૈયાર થઈ જાય. સામે શાલીની પણ તેને જણાવે છે કે આજે તે તેના એક દોસ્તના એક્સિવિઝન મા જવા માંગે છે તેણે નિરજને પણ આમંત્રણ આપ્યુ છે. તો શું તે આવશે એની સાથે?

નિરજ શાલીની વાત માની જાય છે. પરંતુ નિરજ તો શાલીનીને ત્યાં જ લઈ જવાનો હતો. શાલીની તૈયાર થઈને બહાર આવે છે ત્યારે નિરજ તો તેને જોઈ જ રહે છે. તેને લાગે છે કે સાચ્ચે શાલીની ના આ રૂપને તે આટલા વર્ષો સુધી જોઈ જ ના શક્યો. તે બન્ને એજ જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં સુમિતનું એક્સિવિઝન રાખવામા આવેલ હતું. શાલીની ને જોઈને સુમિત તેની પાસે આવી ગયો અને તેનો આભાર વ્યક્ત કરવા લાગ્યો. શાલીની હજી સમજી નહોતી શકી કે આ શું થઈ રહ્યું છે. નિરજને કેવી રીતે ખબર પડી કે તે અહિં જ આવા માંગતી હતી.

શાલીની તેના એક્સિવિઝન માં જવા જઈ જ રહી હતી કે સુમિત તેને રોકે છે. અને તેના એક્સિવિઝનનું ઉદ્ધાટન શાલીની પાસે કરાવે છે. શાલીની આ બધું જોઈ એક તરફ ખુશ થાય છે અને બીજી તરફ નિરજને શું કહેશે તેના અને સુમિતની મિત્રતા વિશે તેનો ડર સતાવે છે. એક્સિવિઝનમાં જતાં નિરજ અને શાલીની ચોંકી ઉઠે છે. આખું એક્સિવિઝન શાલીનીના ફોટાઓ સાથેની તેની કવિતાઓ થી બનેલું હતું. આ બધું જોઈ નિરજ પર જાણે શાલીની ના દુર થવા નો ભય લાગવા લાગે છે. ત્યાં ઉપસ્થિત લોકો શાલીની અને સુમિતને ધેરી લે છે ત્યાં નિરજ સાવ એકલો એક તરફ રહી જાય છે.

શાલીની નિરજ ને શોધતી હોય છે ત્યાં દુર એક ખૂણામાં નિરજ ઉભો હોય છે. શાલીની બધાને સાઈડ પર રાખી નિરજ પાસે જાય છે. અને તેને પુછી લે છે કે તેને કેવી રીતે ખબર પડી કે સુમિતનું એક્સિવિઝન રાખવામાં આવ્યું છે અને પોતાને પણ આમંત્રિત કરવામાં આવી છે. ત્યારે નિરજ શાલીનીને આખી વાત કરી દે છે. શાલીની પોતાની જત પર બહુ પસ્તાય છે તેને પોતે ખોટી હોવાનો અહેસાસ થાય છે કે પોતે સુમિત જોડે આટલા સમયથી વાતો કરી રહી હતી નિરજ થી છુપાવીને.

નિરજે તેને કાંઈ પણ ન બોલવા કહી પોતાના દિલની વાત કરી. કે તે તેના માટે શું વિચારી રહ્યો છે. તે પોતે શાલીનીને હવે પ્રેમ કરતો થઈ ગયો છે. પહેલાં કરતાં વધારે અને હવે તે શાલીનીને પોતાનાથી દુર જવા દેવા નથી માંગતો. શાલીની અને નિરજ ઘરે પાછ આવે છે પરંતુ તેના મનમા ક્યાંક સુમિત માટે લાગણી બંધાઈ હોય તેમ લાગે છે. બીજા દિવસે તેને કવિ સંમેલનમાથી ફોન આવે છે કે ૫ દિવસ પછી ફરીથી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પોતાના વિષય પર કવિતાઓ બોલવાની છે. અને તે વિષય હતો પ્રેમ અને સમર્પણ .


શાલીની એ નિરજ સાથે થયેલ વાત સુમિત ને જણાવી નહતી. બસ ખાલી ફરીથી કવિ સંમેલન છે તે જણાવ્યું. સંમેલનનો દિવસ આવી ગયો. આજે પણ સુમિત ત્યાં શાલીની ને સાંભળવા આવ્યો હતો. શાલીની આજે પણ સુંદરતા ની દેવી લાગતી હતી. નિરજ પણ તેના સંમેલન મા આવ્યો હતો. બાંધણીની લીલી સાડી , નાની “બિંદી” આછીએ ગુલાબી લિપસ્ટિક અને કાનો મા એજ ડાયમંડની બુટ્ટી. સુમિત અને નિરજ બન્ને તેના રૂપ પર મોહિ પડ્યા હતા. પરંતુ આજે સુમિત એકલો ન હતો. તેની સાથે એક છોકરી પણ હતી. જેના હથો માં હાથ નાખીને સુમિત આગળ બેઠો હતો. શાલીનીથી આ જોઈ ન શકાયું અને તેણે થોડીવાર રહીને પોતાની કવિતા બોલવા જણાવ્યું. ક્યાંક તેનો સુમિત માટેનો પ્રેમ જલસી બની ને ઉભરી આવ્યો હતો. પરંતુ તે કેમ આમ કરી રહી હતી તે પોતે જ જાણી નહોતી શકતી. નિરજ તેને મળવા આવ્યો અને શાલીનીએ પોતાના મનની બધી વાત તેને જણાવી દીધી. નિરજે તેને શાંત પાડી અને જે થયું તેને ભુલી પોતાની કવિતા પર ધ્યાન આપવા કહ્યું. શાલીની સ્વસ્થ થઈ ને સ્ટેજ પર આવી પહોંચી. શાલીની જોઈ તાળીઓનો ગડગડાટ સંભળાવા લાગ્યો. અને શાલીની એ પોતાને કવિતા બોલવાની ચાલુ કરી.


પ્રેમ ..... શબ્દો વડે રમાતી રમત છે
પ્રેમ .......ખુશિયોં વહેચતી નદિ છે.
પ્રેમ .......પાંનખરમાં વસંતની લ્હાણી છે,

પ્રેમ કરશો ખુશિયોં ની નવી દુનિયા મળશે
તેની છાયા માં તમામ ખુબસુરત લાગશે

જેને થાય છે આ પ્રેમ તે નથી જાણી શક્તું પોતે
અને બીજાને સૌથી પહેલા જાહેરાત થાય છે

પ્રેમ મેળવવો એ જરુરી નથી આજ દુનિયામાં
તેની ખુશિયોં હરખાવવું એજ તેની સાચી ઓળખ છે.

આજ મુજને થયો છે તુજ થી પ્રેમ
તું ખુશ છે જેની જોડે થયો છે તુજને પ્રેમ
તું ખુશ રહે આબાદ રહે મારા પ્રેમે તેવી લાગણી રાખી છે.


શાલીનીના પ્રોગ્રામ પત્યાં પછી તે નિરજ સાથે ગાડીમાં બેસવા જઈ રહી હતી ત્યાં ફરીથે તેને અવાજ સંભળાયો....

“એક્સ્ક્યુઝ્મી મેમ................... શું આપ આપનો ઑટોગ્રાફ મને આપશો?”


શાલીની સુમિતની જોઈ હેરાન થી ગઈ કેમકે તેની સાથે પેલી છોકરી હતી. શાલીની એ તેને ઑટોગ્રાફ આપી દીધો અને નિરજને ત્યાંથી જવા કહ્યું. તો સુમિતે બન્ને રોક્યા અને પેલી છોકરી જોડે તેમની ઓળખાણ કરાવી.

"શાલીની મેમ નિરજ સર આને મળો મરી મંગેતર મારી સગાઈ થઈ છે આની જોડે પુજા શેઠ. શાલીની મેમ આપનો ખુબ ખુબ આભાર કે આપની કવિતાઓ સભળાવીને જ હું આને પામી શક્યો છું. બસ દુઆ કરો અમે હંમેશા ખુશ રહીએ એક બીજા સાથે.

શાલીની અને નિરજ બન્ને ધન્યવાદ આપી ત્યાંથી જતા રહ્યાં. શાલીની રસ્તામાં ખુબ જ રડે છે કે તેને પ્રેમ શું તે સુમિત પાસે થી મળ્યુ છે. પ્રેમની કવિતઓ તો તેણે ધણી લખી પરંતુ તેનો અહેસાસ સુમિતે કરાવ્યો. પરંતુ તેની પાસે પહેલીથી જ પ્રેમ કરવા વાળો પતિ હતો જેની સાથે તેણે ખોટુ કર્યું બધુ છુપાવીને. નિરજ શાલીનીની વ્યથાને સમજી શકતો હતો કેમ કે આની પાછળ ક્યાંક શાલીનીનો ગુનેગાર પોતે જ હતો સમયે તેના પ્રેમ ને સમજવામા તેને વાર લાગી અને જ્યારે તેને પ્રેમ નો અહેસાસ થયો તો દુખી શાલીનીને થવુ પડ્યુ.

આ તરફ સુમિતને પુજા પુછે છે......

“ સર આપને ખબર હતી કે શાલીની મેમ આપને પ્રેમ કરે છે તો શું કામ તેનમી સામે મને તમારી મંગેતર બતાવી? હું તો તમારા કહ્યા પ્રમાણે કર્યું બધુ પરંતુ તેમને દુખી કરવાનો મતલબ ખબર ના પડી.

સુમિતે તેના જવાબ મા કહ્યું કે "હા હું શાલીની મેમ ને પ્રેમ કરું છું પરંતુ મારા પ્રેમનો કોઈ મતલબ જ નથી. કેમ કે નિરજ સર અને શાલીની મેમની વાતો હું સાંભળી ગયો હતો એક્સિવિઝનમા. નિરજ સર શાલીની મેમને મારા અને તેમના મેસેજ વાંચ્યા પછી પણ મેમ ની ખુશી માટે તેમને લઈને આવ્યા. અને શાલીની મેમ પણ નિરજ સરના પ્રેમના ઈંતજારમા હતા જે તેમને મળી ગયો હતો. અને શું કરતો હું? મેમ અને હું એકબીજાના થોડીના થઈ શકવાના હતા. એમની દુનિયા ને મારી દુનિયામાં બહું તફાવત છે. મારી વાત થી એમને થોડું દુખ પહોંચશે પરંતુ તેઓને સાચા પ્રેમની સાથે ખુશિથી જીવવા મળશે.

ખરેખર પ્રેમ એક એવી લાગણી છે કે કોઈની પણ સાથે બંધાઈ જાય છે. તેને સમજ્વો , જાણવો , મહેસુસ કરવો બહું અઘરો છે. સમયે તેને ના પારખવા માં આવે તો કદાચ હાથમાં થી સરકી પડવાનો ભય રહે છે. આ પ્રેમ સુમિતને માટે લાગણી હતી. પરંતુ શાલીની અને નિરજ માટે નવા જીવનની શરુઆત હતી.


બિંદીયા