Sandhyanu aangadu books and stories free download online pdf in Gujarati

સંધ્યાનું આંગણું

"સંધ્યાનું આંગણું " વૃધ્ધાશ્રમ. જેમાં દુનિયાથી કંટાળેલા ઘરડા લોકો સહાય લઇ રહ્યા હતા. અમે અમસ્તા જ ત્યાં પહોંચી ગયા. શાંત અને રમણીય વાતાવરણની વચ્ચે આ વૃધ્ધાશ્રમ આવેલું હતું. અમે બંને જણા કામથી કંટાળીને ફરવા નીકળ્યા હતાં વૃધ્ધાશ્રમથી ૨ કિમી દૂર અમારી ગાડી બગડી ગઇ. ગાડી રીપેર થતા વધારે સમય લાગી જાય તેમ હતું, એટલે અમે આશ્રમમાં સહારો મેળવી લીધો.

શહેરમાં અમે બંને એટલે કે હું અને મારા પતિ રાજુ બે જણા જ રહેતા હતા. અમે કયારેય અમારા માતા-પિતાની સેવા કરવાનો મોકો નથી મળ્યો. પરંતુ અમે બંને શહેરમાં રહેતા હતા, બંને નોકરિયાત એટલે સવારે જઇએ તો સાંજે પાછા આવતા અને માં-બાપને શહેરનું વાતાવરણ ઓછું પસંદ પડતું. એટલે એ ગામડે જ રહેતા.


વૃધ્ધાશ્રમમાં દરેક પ્રકારના વૃધ્ધો હતા. ત્યાં મારી નજર એક વૃધ્ધ કાકા પર ગઈ. તેઓ જીંદગીથી થાકેલા હોય , જાણે જીંદગીમાં તેમને કોઈ રસ રહ્યો જ ન હોય તેમ લાગી રહ્યું હતું. હું તેમની પાસે ગઈ, પરંતુ તેમને કોઈ જ ફરક ન પડ્યો. મેં તેમનું નામ જાણવાની કોશિશ કરી, પરંતુ તેઓ થોડા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા "શું કામ છે તારે મારું નામ જાણી ને?,,,,, હું કઈ ના બોલી શકી અને એમનાથી દૂર જતી રહી.

ત્યાંના મેનેજરથી જાણવા મળ્યું કે તેમનું નામ દલસુખભાઇ છે. એ પોતે એક શિક્ષક હતા. આખી જીંદગી તેઓએ લોકોને જીંદગીના પાઠ ભણાંવ્યા , પરંતુ એમના પોતાના જ એ પાઠને ન ભણી શક્યા. અને એમને તેમની જીંદગીથી દૂર કરી દીધા. મારું મન થોડી વાર દુઃખી થઈ ગયું. મારાથી એ કાકા પાસે ન જવાયું. રાત થઇ ગઇ હતી એટલે અમે આશ્રમમાં જ રોકાઈ ગયા હતા.


રાતે જમવાની સગવડ અમને આશ્રમમાં જ મળી ગઈ હતી. જમી ને અમે બંને બહાર બગીચામાં આવી ને બેઠા. તે સમયે દલસુખકાકા તાપણું કરી ને બેઠાં હતાં.

ઘીરેથી કાકા પાસે હું ગઈ ને મે તેમને પુછ્યું,, "કાકા હું અહીં તમારી પાસે બેસી શકું છું ".... તો કાકા બોલ્યા " એમા મને શું પૂછો છો??? આ મારું તો નથી ને કે હું ના પાડવાનો હતો ......અને એમેય જીંદગીમાં આપણે શું લાવ્યા છીએ ને લઇ જવાના ....બેસ દિકરા તારે બેસવું હોય તો....... "


કાકાના ચહેરા પર ઉદાસીનતા છવાયેલી હતી, મેં ધીરેથી પૂછ્યું "કાકા તમે કેમ આમ ઉદાસ રહો છો? તમને કોઈ પરેશાની છે કાકા? " કાકા એ હસી ને જવાબ આપ્યો "બેટા જીવનમાં હવે કામે શું બાકી રહ્યું છે વિચારો કર્યા સિવાય? કંઈ જ નથી રહ્યું હવે મારી પાસે વિચારો સિવાય....."

મારાથી ન રહેવાયું એટલે હું જાણી જોઈને બોલી કાકા હવે સ્વાથ્ય માટે ના વિચારો કરી વધુ શરીરને કેમ તકલીફ આપો છો , ચિંતા અને વિચારોથી તમારી તબિયત બગડી તો તમે શું કરશો?

" જતો રહીશ ઉપર બીજું શું!! આમેય આપણી જરૂર કોને છે આ દુનિયામાં"?

કાકાના બોલે મને બધું સમજાવી દીધું કે તેઓ પોતાના જીવનમાં પોતાના લોકોથી જ ઘાયલ થયાં છે. મે હળવા અવાજે પૂછ્યું

" કાકા!! તમારો કોઈ પરીવાર નથી"?

કાકા હસીને બોલ્યા " અત્યારે તો આ આશ્રમ જ મારો પરિવાર છે ને આ પરીવાર નો હું સભ્ય છું બાકી મારો પરિવાર હં..હ..... મારો પરિવાર તો ખાલી નામનો જ છે બેટા... બેટા મારો પોતાનો પણ પરીવાર છે મારા પરિવારમા મારો દીકરો છે, દિકરાની વહું છે, મારો પૌત્ર પણ છે. પરંતુ હું એમનો પરીવાર નથી."

ઘીરેથી મે પુછ્યું કેમ કાકા આવું બોલો છો? તમારો પરીવાર છે ને એ પરીવારના તમે જ નથી? તમારા દિકરા વહુ ના પરીવાર તમારાથી જ બને ને કાકા. બેટા એ પરીવાર પણ મારો જ છે પરંતુ તેઓ મને નથી માનતા એમનો પરીવાર . કાકા એ બહુ જ ગંભીરતાથી મને જવાબ આપ્યો. મને અલગ કરી દેવામાં આવ્યો છે પરિવારથી અને અાટલુ બોલતા કાકાના આંખમાંથી આંસુ આવી ગયા


રાજુ મને ઇશારામાં હવે કોઈ સવાલ ન કરીશ એવું સમજાવવા માગતા હતા પરંતુ હું પોતાની જાતને રોકી ન શકી. હું બોલી પડી!!! કાકા તમે બહુ દુઃખી લાગો છો મને તમે, તમારા મનની વાત કરી શકો છો. હું તમારી દીકરી સમાન જ છું. ત્યાં કાકા બોલ્યા,,,, દિકરી મારા જીવનમાં એજ ભૂલ કે મે ભગવાન પાસે દિકરાની જગ્યાએ દિકરો માંગ્યો કુળ નો દિપક કુળને વધારે એ આશા એ ભગવાનની પાસે આજીજી કરી. બેટા તારે મારા મનની વાત જાણવી છે ને તો સાંભળ.

હું અહીં બહુ એકલો છું આશ્રમમાં મારા જેવા ઘણા લોકો છે જેઓ પોતાના સ્વજનોથી દૂર રહે છે. એ લોકો પણ મારા જેવા જ છે. બધાની સાથે મળીને ને સમય તો નિકળે છે પરંતુ પોતાની જાતને એકલો મહેસૂસ કરુ છું. બેટા હું જાતે શિક્ષક છું, કાઠિયાવાડ ના ગામડાનો વતની છું મારો પરિવાર ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતો હતો,. મારા પિતાએ પેટે પાટા બાંધી મને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. મારા મોટા ભાઈ પણ ભણેલા ગણેલા હતા પરંતુ તેઓ ગામ છોડી શહેરમાં વસી ગયા હતા. બસ ગામનો માત્ર એક જ શિક્ષિત વ્યક્તિ હું હતો .ગામના લગભગ તમામ લોકો અશિક્ષિત હતા આથી મે નિર્ણય કર્યો કે હું ગામમાં રહી ને ગામનાં લોકોના બાળકોને શિક્ષણ આપીશ. ને પછી મેં એ કાર્ય ચાલુ કર્યું. મે ગામના દરેક બાળકો ને શિક્ષણ આપવાનું ચાલુ કર્યું. જીવનમાં હંમેશા સચ્ચાઈ અને આદર્શ ના પાઠ ભણાંવ્યા સમય જતાં હું પણ મારો સંસાર લઈ ને બેઠો મારી પત્ની સુશિલ અને સંસ્કારી હતી. પતિની આદર્શતાના વિચારોને તેણે હંમેશાં ટેકો આપ્યો .અને મારા જીવનની સાચ્ચી સાથીદાર તરીકેની બધી જ ફરજ નિભાવી. અમે ગામડામાં રહી ને અમારી જીંદગીની શરૂઆત કરી. વર્ષો સુધી અમારો ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું. બસ ભગવાન પાસે પહેલી અને છેલ્લી વખત એક જ વસ્તુ માંગી ,,,દિકરો ,,,દિકરો હોય તો કુળનો વંશ વધારે એ આશાએ અમે પત્થરે પત્થરે માથા નમાવ્યા હતા. પ્રભુએ અમારી પ્રાર્થના ના રૂપે દિકરો આપ્યો.


હૃદિકરો મોટો થવા લાગ્યો, જીંદગી એજ સરળતાથી ચાલતી હતી, જીવનમાં ઝાઝું મેળવવા માટેની કયારેક આશા ન હતી. પ્રભુએ જે આપ્યું એમાં સંતોષ માન્યો, કોઈનો ખોટો રૂપિયો કયારેય ન લીધો. સામાન્ય જીવન જીવતા હતા. પરંતુ એક દુકાળમાં અમારા ઘરની હાલત કફોડી થઇ ગઇ. સાદા જીવન પર દુકાળની અસર ખાઈ ગઈ, વખત એવો આવ્યો કે પેટે પાટા બાંધીને દિવસો ગુજારવા પડયાં પરંતુ દિકરાને ગરીબીનો અહેસાસ ન થવા દીધો. ફરીથી મહેનત કરીને દિકરા ને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. દિકરો ભણીને મોટો ઓફીસર બની ગયો. ગરીબી પણ ધીરે ધીરે દૂર થતી ગય. માસ્તરની સાથે હું ખેડૂત પણ હતો પરંતુ દુકાળના લીધે ખેતરો નાશ પામ્યા એટલે અમારી જમીન સરકારના હાથમાં જતી રહી, જે જમીનનું વળતર મળ્યું એનુ દિકરા ને શહેરમાં ઘર બનાવી આપ્યું. દિકરો શહેરમાં વસી ગયો. અમે બંને અહીં ગામમાં એકબીજા ને સહારે રહેતા .શહેરનું વાતાવરણ પત્નીને ઓછું માફક આવતુ દિકરો પોતાના કામ માં બહુ વ્યસ્ત રહેતો. માં ને દિકરા ને જોવાનુ મન થાય પરંતુ તે શહેરથી આવી ન શકે


એક દિવસ દીકરાનો પત્ર આવ્યો "પિતાજી હું તમને અને બા ને અહીં શહેરમાં મારા ઘરે આવવા અને રહેવા માટે ગાડી મોકલું છું, તમે અને બા અહીં આવી જાઓ",,,,હરખના માર્યા અમે બંને ફુલ્યા ના સમાયા . દિકરો એના ઘરે આપણને બોલાવે છે એ જાણીને અમારા આનંદનો પાર ન રહ્યો, અને પહોચી ગયા અમે શહેર. દિકરા એ બહુ સારી રીતે અમને થોડા મહિનાઓ રાખ્યા, એની મરજી પ્રમાણે લગ્ન કરાવ્યા. એનુ ઘર બંધાયું એ એની પત્ની સાથે હવે ખુશનુમા જીંદગી જીવવા લાગ્યો.


સમય જતાં એની બા નો ભગવાન નો બુલાવો આવ્યો અને એ સ્વર્ગે સીઘાવી ગઈ. જાણે મારો તો શરીરનો એક અંગ જ કપાઇ ગયો. થોડા સમય પછી વહુનું વર્તન મારા પ્રત્યે બદલાઈ ગયું. શહેરની છોકરીને ગામડાની રહેણીકરણી ઓછી ગમે એટલે એને મારું અમુક વર્તન ઓછુ ગમતું, અને એના કારણે દિકરા વહુ વચ્ચે ઝગડા થતા. દિકરા ઘરે પણ દીકરો હતો, દાદાને પૌત્ર તો વહાલો જ હોય ને. પૌત્ર સાથે મારો આખો સમય પસાર કરી દેતો. દિકરો કયારેક મારી સાથે તોછડું વર્તન કરે પણ હું તેને ધ્યાનમાં ન લેતો.


દિકરો મોટાં દરજ્જા પર નોકરી કરતો એટલે સાંજે એને કયાંક ને કયાંક જવાનું હોય જ. એક સાંજ તેને એક સમારંભમાં જવાનુ થયુ એટલે એના દિકરા ને મારી પાસે રહેવા દીધો. વહુ એ જતા જતા સંભળાવ્યું "મારા દિકરા ને ધ્યાન રાખજો એટલી આશા તો રાખી શકુ છું "
બાળક તોફાની હતું ,, પરંતુ મે તેનું પૂરું ધ્યાન રાખ્યું,, પણ કિસ્મતનું કરવું કે મારી નજર ચૂક થઇ એમા એ પડી ગયો, તેને માથામાં ગંભીર ઇજા પહોંચી,, દિકરા વહુ ને વાતનની ખબર પડી .દિકરાની વહુંને મારા પર આરોપ મુકયો કે મારા લીધે બઘું થયુ. દિકરા એ પણ પહેલી વખત મારી સામે અવાજ ઉઠાવ્યો ,,ત્યારે લાગ્યું કે દિકરા ને શહેરની હવા લાગી ગઈ. ત્યાર પછી તો વહું ને તો હું દુશ્મન જ લાગવા લાગ્યો. દિવસો એવા આવ્યા કે મારા કારણે દિકરા વહુ ના વચ્ચે વિવાદ શરૂ થવા લાગ્યો.


બસ હું સમજી ગયો કે હવે આનું નિરાકરણ લાવવા મારે જ કોઈ ઉપાય કરવો પડશે. દિકરા ને એક રાત્રે મે બોલાવી અને મારો ફેસલો સંભળાયો "જો બેટા! હું મારા વતને પાછો જવા માંગું છું,,,,, આ શહેર મને માફક ના આવ્યું શું તુ મને મારા વતને છોડી દઇશ? પાછલી જિંદગી હવે મારે એ ઘરમાં જ વીતાવી છે જ્યાં તારી બા ની યાદો જોડાયેલી છે,,,, "

વતને પાછા આવ્યા બાદ હવે પત્ની ના યાદીમાં જીવન જીવી રહ્યો હતો ત્યાં એક સવારે હું પલંગ પરથી ઊભો જ ના થઈ શક્યો કેમ કે ઉંમર એનો રંગ બદલ્યો.. મારા દવાદારુ તો પાડોશીઓ એ કરાવ્યા પરંતુ તબિયત વધારે બગડતાં દિકરા ને જાણ કરવામાં આવી. લોહીનો સંબંધ દિકરા ને ખેંચી લાવ્યો હશે એ હરખે હું જાતે સાજો થઈ ગયો. દિકરા એ એની બઘી ફરજો અદા તો કરી પરંતુ તે લોકલાજે.,,,,,

હું દવાખાનામાંથી સ્વસ્થ થઈ ગયો તો લાગ્યું દિકરો હવે મને તેની સાથે જ રાખશે,, જ્યારે અરૂણ ગાડીમાં બેસાડયો ત્યારે હરખ માતું નહોતું . મારી ગાડી ગામની સીમાથી આગળ વધી એટલે વિશ્વાસ આવી ગયો કે હવે તો દિકરો એના ઘરે જ મને લઇ જવાનો,,,, ખૂબ ખુશી થઈ હતી એટલે શાંતિની ઉંઘ આવી............. જ્યારે આંખ ખૂલી ત્યારે સામે હતું "સંધ્યાનું આંગણું "વૃધ્ધાશ્રમ હતું. બધુ સમજી ગયો!!!!!!!!

પિતાને સમજાવતાં દિકરો બોલ્યો "પિતાજી તમારી તબિયત નાજુક છે હજુ ,,,,શહેરનું વાતાવરણ તમને માફક નહીં આવે એટલે તમારી સારવાર તથા આરામ કરવા હું તમને અહીં લાવ્યો છું, આ આશ્રમમાં તમારા જેવા ઘણા લોકો છે ,જે સારવાર માટે આવ્યા છે, તમે સ્વસ્થ થઈ જશો તરત અહીંથી લઇ જઇશ..

ચૂપચાપ દિકરાની વાત સાંભળતો રહ્યો, અને અહીં રહી ગયો. શરૂઆતમાં તો થોડા થોડા દિવસો આવતો મને મળવા,,, પછી ૪ વર્ષથી બંધ જ થઇ ગયું તેનું આવવાનું.. તેનો ચહેરો જોવા માટે આખો તરસે છે. હવે ન તો એ આવતો કે નથી એનો રૂપિયાનો ચેક આવતો... હું સાજો તો થઇ ગયો પરંતુ જીવતે જીવ મરી ગયો હું એના માટે,,,, મારી બઘી જરૂરિયાત મારા પેન્શનથી પૂરી થઈ જાય છે મને અહીં બધુ જ મળી રહે છે મારા જેવા તડછાયેલા ઘણા વ્યક્તિઓ રહે છે

દિવસ આખો વીતી જાય છે ,,,પત્નીને શાબાશી આપુ છું કે જતી રહી નહીં તો આ જીવન શું? એ જીવી શકતી....... મરી જ જતી આટલું બોલતા તો કાકા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં


ૠમે કીધું કાકા નહીં રડો હવે તમે એકલા નથી આજથી આ દિકરી તમારી સંભાળ લેવા માટે આવશે. કાકા બોલ્યા બેટા મારી એક ઈચ્છા છે કે મારો "સંધ્યાનો સૂરજ મારા વતન મા મારી પત્નીની યાદો સાથે આથમે "

એકદમ શાંતી છવાઈ ગઈ. આ વાત સાંભળી હું અને રાજુ ચૂપ જ થઈ ગયા. કાકા ને શાંત્વન આપી એમના રૂમમાં લઈ સુવડાવી દીધા. અમે બન્ને પાછા બગીચામાં આવ્યા, મેં રાજૂ ને કહ્યું

"રાજૂ કાલે સવારે આપણે આપણા ઘરે નહીં પરંતુ આપણા જૂના ઘરે જઈએ બા-બાપુજી ને મલવા, એમને આપણા ઘરે લઇ જઇએ"....

રાજૂ સમજી ગયા અમે બન્ને નક્કી કર્યું કે બા-બાપુજી ને આખી જીંદગી આપણી સાથે જ રાખીશું, દલસુખકાકા ને પણ હું થોડો દિવસે જોવા જવ છું મારી સાથે કયારેક બા-બાપુજી પણ આવે તો તેમનું અને કાકાનુ બન્ને નું મન હળવું બને

હવે મે નોકરી પણ છોડી દીધી અને મારો પૂરો સમય બા-બાપુજીની સેવામાં લગાવી દીધો, એ ખુશ તો અમે ખુશ બસ....

સાચ્ચે સંધ્યા દરેકના જીવનમાં આવે છે પરંતુ સંધ્યાનું આંગણું કોઈ ને ન મળે .


હું બિંદી પંચાલ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED