સમજણ પછી નો પ્રેમ બિંદી પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજણ પછી નો પ્રેમ





અમદાવાદ શહેર , જેના રસ્તા 24 કલાક્માંથી માંડ 6 કલાક શાંત રહેતા હશે . એવા માં સાંજની વેળાએ તો ટ્રફિક એટલો બધો હોય કે સહીસલામત ઘરે આવ્યા તો આપણું નશીબ. આમ જ એક દિવસ ની સાંજ હતી બધા પોતપોતાના કામો પતાવી ઘર તરફ ડોટ મુકી રહ્યા હતા એટલે કે સાંજ નો ટાઈમ હતો તો ટ્રાફિક ના લીધે રસ્તા બધા જામ રહેતા . દરેક ને ઉતાવળ હોય કામે થી કંટળી ને જલ્દી ઘરે જવાની. રસ્તા પર જાણે વ્હીકલ વાળા તો રેસમા ના નીક્ળ્યા હોય એમ એક્બીજાને ઓવરટેક કરી આગળ જતાં .પરંતુ આ ઉતાવળ ક્યારેક સજા બની ને ઉભી રહે છે.

આજના જમાના અને વ્યસ્ત જીવનથી તદ્દ્ન અલગ એવો અશોક . જે ક્યારેય પોતાની જીંદગીમાં પોતાનું વ્હીકલ લઇને નથી નીકળ્યો. હવે તેને ડરપોક કહો કે પછી હોશીયાર એતો વિચારવું રહ્યું . આમ જ એક દિવસ અશોક પોતાના સહકર્મી જોડે ઓટોરીક્ષામાં ઘર તરફ જઇ રહ્યો હતો . ત્યાં રીક્ષાવાળા તરફ થી વારંવાર બ્રેક લગાવવાને કરણે તે રીક્ષાવાળા પર ગુસ્સે થયો અને શાંતીથી રીક્ષા ચલાવવા માટે ઠપકો પણ આપ્યો. થોડી વાર રહી ફરીથી રીક્ષાવાળા દ્વારા બ્રેક મારવામાં આવી . આથી તે ફરીથી ગુસ્સે થયો ત્યારે સામે જોતા જણાંયુ કે આગળ ઘણો ટ્રફીક જામ હતો જાણે કોઇનો એક્સીડેંટ થયો હોય એમ જણાઇ રહ્યું હતું . આ જોઇ અશોક બોલી પડ્યો

“જો હુ કહેતો હતો ને કે લોકો શું કામ એકબીજા શાથે રેસ લગાવી હોય તેમ ગાડીઓ ભગાવતાં હશે? આ ઉતાવળીયા લોકો ના લીધે બીજાનો જીવ પણ જોખમમાં મુકાય . હવે પોતે પણ હેરાન થાશે બીજા ને પણ હેરાન કરશે અને ઘરના લોકો પર મુશીબત આવે એ અલગથી. ભગવાન બચાવે આવા ઉતાવણી લોકોથી. “

અશોકનું ઘર અકસ્માત થયો હતો તે જગ્યાથી થોડુંક જ એટલે ચાલી ને જવાય એટલું જ દુર હતું આથી તે રીક્ષામાંથી ઉતરીને ચાલતો ઘરે જવા લાગ્યો. આગળ જતાં તે પેલા અકસ્માત વાળી જગ્યા પાસે પહોંચી ગયો ,જોયું તો ત્યાં એક સ્કુટી પડેલી હતી , જેની હાલત તદ્દ્ન ખરાબ થઈ ગઇ હતી . એકે એક સ્પેરપાર્ટ અલગ પડી ગયા હતા. અને રસ્તો લોહીવાળો થઈ ગયો હતો. ત્યાં ઊભેલા લોકોના કહેવા પ્રમાણે જેનો અકસ્માત થયો છે એને બહું વાગ્યું છે અને કદાચ જ જીવે એ , એવું સાંભણવા મળતાં અચાનક તેના મોઢામાંથી નીકળી ગયું

“ હે ભગવાન એનું અયુષ્ય વધારજો એને કાંઈ થવા ના દેતા જાણે કોના ઘરની વ્યક્તિ હશે એ અને એના ઘરનાનું શું થશે જો એને કાંઈ થયુ તો . ભગવાન એની ઠીક કરી દેજો”
વધારે એનાથી ત્યાં ઊભું ના રહેવાયું આથી તે ત્યાંથી ઘરે આવતો રહ્યો. ઘરે આવીને જોયું તો ઘરમાં તાંળુ લાગેલું હતું. થોડો પરેશાન થયો પછી લાગ્યું કે કદાચ શીતલ ઓફિસમાં રોકઈ ગઈ હશે. પોતે થોડો ફ્રેશ થઈને બેઠો અને વીચારવા લાગ્યો કે ખોટો તેણે શીતલજોડે ઝઘડો , કર્યો બિચારી પોતાની ઇચ્છાઓને મારી સાથે તો પુરી નથી કરી શકતી તો એને એની મરજી મુજબ જીવવા માટે શું કામ હું રોકી રહ્યો હતો? ચાલ આજે તો એ આવે એ પહેલા તેના માટે જમવાનું તૈયાર કરી દઉં એટલે એ આવે ને અમે બન્ને સાથે જમીશું , અને રાતે એને મુવી જોવા લઈ જાઉં.

અશોક અને શીતલના અરેંજ મેરેજ હતાં . સામાન્ય પરીવારમાંથી તેઓ હતા. એટલે માં – બાપ ના કહેવાથી તેઓ ના સગપણ થયા હતાં. અશોક દુનિયાદારી થી થોડો દુર રહેતો હતો તે આજ ના છોકરઓની જેમ સોસીયલમીડીયા અને જાકમજાક દુનિયા થી દુર રહેતો હતો. જ્યારે શીતલને તેની આ આદત થોડી નડતી હતી. પરંતુ છત્તાં બન્ને વચ્ચે સારા સંબંધો હતા . ખુશ હતા બેઉ એકબીજા સાથે , અને પતીપત્ની વચ્ચે થોડો ઝઘડો તો થયા કરે એતો દરેક દાંપત્યજીવનમાં સ્વાભાવીક વસ્તું છે. લગ્નને થોડા સમય પછી બેન્ને જણા અમદાવાદ શહેર્ માં રહેવા આવ્યા . અશોકનો સ્વભાવ એવો હતો કે તેને પહેલી વાર જે પણ મળે એ એને ડરપોક જ સમજે કેમ કે તે એમ સમજતો હતો ટ્રાંસપોટર હોવા છતાં પોતના વ્હીકલ લઈને શું કામ નીકળવું . કેમ કે જો આટલા ભીડભાળ વાળા રસ્તામાં અકસ્માત થાય તો જવાબદાર કોણ ? જાણીબુજીને શું કામ મુશીબત ને નોતરું આપવું.?

શીતલને એની અમુક આદતોથી થોડું દુખ થતું ક્યારેક ગુસ્સો પણ આવતો પરંતુ તેનો પોતાના માટે નો પ્રેમ જોઈ એ બધું ભુલી પણ જતી. થોડા દિવસ ઘરે બેસી રહ્યા પછી તેણે પણ એક જોબ ચાલુ કરી દીધી. હવે તે ત્યાં બરાબર સૅટ થઈ ગઈ હતી. અશોક અને શીતલ એક્બીજાને પ્રેમ તો બઉ કરતા હતા . પરંતુ શિતલને બહાર ફરવા જવું , મુવી જોવું , અને હોટલમાં જમવા જવું પસંદ હતું જ્યારે અશોક ને આ બધામાં થોડો ઓછો રસ . ધીરે ધીરે આ વાતના લીધે બન્ને વચ્ચે ઝધડા વધવા લગ્યા. શીતલ કંટાળીને ઓફિશની સહેલીઓ સાથે મન હળવું કરી દેતી. શીતલ અશોક્ના માટે પોતાની જાતે જ સ્માર્ટ્ફોન જીંસ અને ટીશર્ટ લઈ આવી . પરંતુ અશોક તેની આ આપેલી વસ્તુઓને ગિફ્ટ સમજીને કબાટ્માં જ મુકી રાખી . આથી પોતે સમજી ગઈ કે અશોક ને બદલવો બહું ભારે છે. આથી હવે તે પોતાની વાતો ને દિલમાં જ રાખતી. ક્યારેય અશોક ની સામે જતાવવતી નહીં .

ઓફિસમાં બધી સહેલીઓ એ મુવી જોવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો એતલે શિતલને પણ સાથે આવવા તેઓએ જીદ કરી . શિતલને તો ખબર જ હતી કે તેને અશોકને કહેશે તો પણ ના જ કહેશે . છતાં તેણે એ દિવસે અશોકની પાસે પોતની સહેલીઓ સાથે મુવી જોવા જવાની પરવાનગી લેવા વાત કરી તો અશોકે હા પડવાની જગ્યાએ લાંબુ ભાષણ આપવા બેઠો . કહેવા લાગ્યો કે આમ એક્લું જવું સારું ના કહેવાય . એ ક્યારેક તેને પોતાની સાથે મુવી જોવા લઈ જાશે .

હવે શીતલ અશોકના વધારે સાદગીભર્યાં જીવનથી કંટાળી ગઈ હતી . આથી તે ઘણી વાર અશોક્ને કહ્યા વગર જ તેની ઓફિસ ટાઈમમાં ઓફિસની સહેલીઓ જોડે ક્યારેક હોટલમાં જમવા જતી તો ક્યારેક એ ટાઈમમાં મુવી જોવાનો પ્લાનિંગ કરી લેતી. એવું નહોતું કે તેને અશોક્ને પ્રેમ નહોતી કરતી પરંતુ અશોક ની આ આદતો તેને નથી પસંદ એ એને જણાવા નહોતિ માંગતી , કેમકે જો અશોકને જાણ થાય તેના વીશે તો તેને દુખ થતુ . આમ તે પોતાની લાઈફ પણ જીવી લેતી અને અશોકનું મન પણ રખી લેતી.

આજે સવારે શીતલ પોતના કામમાં વ્યસ્ત હતી એવામા એના મોબાઈલની રીંગ વાગી .શિતલે અશોક્ને પોતાનો ફોન રિશિવ કરીને વાત કરી લે એમ કરવા જણાવ્યું . અશોક શિતલના પર્શ માંથી મોબાઈલ લેવા જતો હતો ત્યાં તેના પર્શમાંથી મુવીની ટીકીટો નીચે પડી જે અશોક્ના હાથમાં આવી . અશોકને લાગ્યું તે ટીકીટ શીતલ પોતાના માટે લાવી હશે કદાચ સરપ્રાઈઝ આપવાની આદતના લીધે તેણે અશોકથી છુપાવી હશે . એટલામાં શીતલ આવી જાય છે અને અશોકના હાથમાં મુવીની ટીકીટો જોઈને ગભરાઇ જાય છે . આથી તે નક્કી કરે છે કે તે અશોકને સાચી વાત કરી દેશે . સચ્ચાઈ જાણ્યા બાદ અશોક થોડો વધારે ગુસ્સે થાય છે ને અને કયારેય ન બોલવાના શબ્દો તે શીતલને બોલી જાય છે . જેથી શીતલને પણ ઘણું દુખ થાય છે કે બધું સાચુ બોલવા છત્તાં ન સાંભણવાનુ સાભણવું પડ્યું.

એ દિવસે બેઉ જણા જમ્યા વગર જ પોતપોતાની ઓફિસ જવા રવાના થાય છે . જતા જતાં શીતલ ગુસ્સેમાં બોલી જાય છે કે હું હવે ઘરે પાછી જ નહીં આવું .
વિચારો ને વિચારો માં રાતના 8 વાગી જાય છે. અશોક શિતલને મનાવવા માટે જમવાનુ પણ તૈયાર કરી ને બેઠો હોય છે, છ્ત્તાં શિતલની કોઈ ખબર નથી કે એ કેમ આટલી મોડી પડી . અશોક શિતલના મોબાઈલ પર કૉલ કરે છે પરંતુ મોબાઈલ બંધ બતાવે છે. અશોકની ચિંતા વધતી જાય છે અને એટલા માં તેના મોબાઈલ પર રિંગ વાગે છે.

“હૅલો અશોક્જી સાથે વાત થઈ શકશે?”
”હા બોલો હું અશોક બોલુ છું, આપ કોણ બોલો છો?”
”સર હું સરદાર હોસ્પિટલમાંથી બોલુ છું , આપની વાઈફ શીતલ ને અહી રખવામા આવ્યા છે તેમનો અકસ્માત થયો હતો તો એમને અહિં અમારી હોસ્પિટલમાં સારવાર કરવા લવાયા છે”

આ સાંભળી અશોક તૈયારીમાં સરદાર હોસ્પિટલમાં પહોંચી ગયો ત્યાં હાથે અને પગે અને માથા ના ભાગમાં પાટા બાંધેલી એવી શીતલ નજરે પડે છે . આ જોઈ અશોક ભાંગી પડે છે , અને પોતાની જાતને કોસવા લાગે છે . થોડીવાર રહી ને શીતલની આંખો ખુલે છે અને પોતાને જીવતી જોઈ રડી પડે છે સામે અશોક્ને જોઈને તેને વધારે રડું આવે છે કેમ કે તે ઘરેથી નીકળતી વેળાએ એવુ બોલી ને ગઈ હતી કે તે હવે ઘરે પાછી નહીં આવે. અને તેનો અકસ્માત થયો. આના કરતા વધારે તેને એ દુખ હતું કે તેને ન પસંદ હોવ છત્તાં પણ તે ઘરે આવતી વેળા પોતાની સહેલી ની સ્કુટી લઈને આવી કેમ કે તેનું મન આજે ઓફીસ માં લાગતુ ન હતું અને ક્યારે જલ્દી ઘરે પહોંચી અશોક્ને સામે માફી માંગે .

આ તરફ અશોક્ને પણ એ વાત નો અહેસાસ થાય છે કે જેના માટે અકસ્માત વાળી જગ્યાએ ભગવાનને પ્રાર્થના કરી એ વ્યક્તી પોતાની શીતલ જ હતી . બન્ને જણાને પોતપોતની ભુલનો અહેસાસ થાય છે અને એકબીજા ને પ્રત્યે માફી માગે છે .

થોડા દિવસો સુધી શીતલની બધી જ સેવા અશોક કરે છે અને જેવી એ સાજી થઈ જાય છે તો અશોક એક દિવસ શીતલની લાવેલી ગીફ્ટ એવું જીંસ ટીશર્ટ પહેરી શીતલને સરપ્રાઈઝ આપે છે ને તેને માટે અખો દિવસ તેને ગમે તેવું પહેલા મુવી જોવાંનુ , પછી તેણીને મનપસંદ વસ્તુંની શોપીંગ કરાવાનું અને ત્યાર બાદ હોટલમાં ડીનર કરાવાનો સરસ પ્લાન કરી શીતલનું દિલ જીતી લે છે.

સાચે જ સમજણ વગર ક્યારેય કોઇ સબંધ લાંબો ચાલતો નથી . સંબંધ જાણે કોઇ પણ હોય એક્બીજાને સમજવાની તેવદ જો આપણા મા હશે તો ગમે તેવો ભેદભાવ હોવા છતાં એ સંબંધમાં પ્રેમનું સ્થાન જણવાઈ રહેશે.

“બિંદીયા”