" ઇશા, શું છે આ બધું, હું કયારનો જોવ છું તને. ના તું મારી સાથે બરાબર વાત કરે છે, ના મને બોલવાનો કોઈ મોકો આપે છે. જાણું છું મારી ભુલ થઈ ગઈ. પણ હું તારી પાસે માફી પણ માગવા આવેલો. કોઈ પણ જગડાની એક લિમિટ હોય છે. તું તેને સુલજાવવાની જગયાએ મોટો કરતી જાય છે. શું ખરેખર તારે હવે મારી સાથે નથી રહેવું..??? તેના સવાલ પર જ મારો અવાજ બંધ થઈ ગયો.
" વિશાલ, મારે તો હંમેશાં તમારી સાથે જ રહેવું હતું. પણ, તમે તેને લાઈક જ કયા રહયા."
"તો તે ફેસલો કરી લીધો ને ઠીક ,કાલે તલાકના પેપર મળી જશે હવે ખુશ"
" વાહ વિશાલ, મને ખબર જ હતી. તું હંમેશાંની જેમ જ કંઈક નવી સ્પરાઈઝ મારા માટે લાવી. ને તે મને આપી પણ દીધી. થેન્કયું, " મારી આંખો તેની સામે જ રડી પડી. તે કેવી રીતે મને તલાક આપી શકે.
" ઈશા મારે પણ તને તલાક નથી આપવી પણ તું એકવાર મારી વાત સમજ ને આ રીશતાને સુલજાવાની કોશિશ કર. ત્યારે જે બન્યું તે બધું એક ગલતફેમીમાં બન્યું"
" વિશાલ, સંબધમાં વિશ્વાસ હોવો જોઈએ તે કોઈની વાત માની ને રીશતાને તોડીના દે." તે દિવસની એક એક પળ મારી સામે તરવરતી હતી. હું કેવી રીતે ભુલું કે તેને મને આટલા લોકો વચ્ચે બહાર ફેકી દીધી હતી. હું ફરી મારા ભુતકાળમાં સરી રહી હતી.
હું તેને ત્યારથી જોતી હતી જયારથી અમે હનિમુનથી ધરે આવ્યાં. ચલો મે વિચાર્યુ કે સાયદ વધુ કામના કારણે તે થાકી જતો હશે એટલે હું પણ તેની સાથે ઓછી વાત કરતી. એક દિવસ બે દિવસ નહીં પણ આ ત્રણ મહિના ચાલ્યું. તો પણ મારા મનમાં કોઈ સવાલ જ ન હતો. ના તે મને કંઈ પુછતો ના હું તેને. સવાલો થાય તો જવાબ મળે પણ અહીં સવાલ જ કયાં હતાં. તે દિવસે અમારા લગ્નની તારીખ હતી. પપ્પાએ મોટી પાર્ટી રાખી હતી એટલે હું સવારથી વસ્ત હતી.
'' ઈશા, તે દિવસ કેટલો અલગ જ લાગતો. એમ લાગતું જાણે એક મોટી જગ જીતવા જ્ઈ રહયા હોય. પણ પછી ખબર પડી આ જગ તો બહુ મુશકેલ છે. "
" ઓ......!!!! તો..... જનાબને હવે હું મુશ્કેલ લાગું છું" કેટલા દિવસ પછી અમારા વચ્ચે થોડી વાતચીત થઈ. થોડીક મજાક મસ્તી હી સહી તેને મારી સાથે વાત તો કરી. હું ખુશ હતી આજે. ફાઈનલી એક વર્ષ પુરુ થયું હતું અમારુ. મને કયારે પણ તેનાથી સિકાયત ન હતી. કેમકે તે ઓલરેડી મારા માટે ધણો બદલી ગયો હતો.
અમે બને તૈયાર થઈ નીચે ઉતર્યા. મને નથી ખબર કે હું સુદર લાગતી હતી કે નહીં, પણ લોકો કહેતા હતા કે હું આજે ખરેખર બહું સુદર દેખાવ છું. પણ મને મારા કરતા વધારે સુંદર વિશાલ લાગતો હતો. તેનું લુક આમ તો સિપલ હતુ જ પણ કંઈક અલગ જ હતું. હવે તે એક મવાલી જેવો બિલકુલ નહોતો લાગતો. તે એક બિઝનેસમેન હતો. તે ખરેખર મારા માટે ધણો બદલ્યો હતો.
પાર્ટી શરૂ થઈ ગઈ હતી. અમારે આજે ડાન્સ પણ કરવાનો હતો. અમારા નામનું એનાઉસ થતા જ અમે આગળ આવ્યાં ને ડાન્સ શરૂ કર્યો.
" ચાંદની જબ તક રાત દેતા હૈ હર કોઈ ખાબ
મગર અંધેરોમે ના છોડના મેરા સાથ
જબ કોઈ બાત બિગડ જાયે
જબ કોઈ મુશ્કેલ પડ જાયે તુમ દેના સાથ મેરા "
આ ગીત પર અમે એકબીજામાં એવા ખોવાઈ ગયાં હતાં કે આસપાસની દુનિયા પણ ભુલાઈ જાય. હજું મારા મનમાં તે ગીત વાગતું હતું ને હું વર્તમાનમાં આવી
"યાદ છે વિશાલ તે દિવસે આપણે ડાન્સ કરતા હતા. ત્યારે મે તને કંઈ કહેલું, પણ તને યાદ કેવી રીતે રહે જો રહયું હોત તો આજે આપણે સાથે હોત"
"તું પણ મારો સાથ આપી ને એમ જ કહેલું ને, બસ એ જ વાયદો નિભાવવા તારુ આટલું સાંભળવા છતા પણ ઊભો છુ"
"વાવ, ગ્રેટ...!! તો તે દિવસે તું કયાં હતો જયારે તે મને પોતાની નજરથી પોતાના ઘરથી અલગ થવાનું કહયું હતું."
" ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ હતી. ત્યારે મને ખુદ હોશ જ કયાં હતું."
" વિશાલ, હોશની વાત તું ના કર તો જ બરાબર છે. "
" ઠીક છે, હું તને કોઈ સફાઈ નહીં દવ, નિકાળી દે તારામાં જેટલો ગુચ્ચો હોય તેટલો હું પણ જોવ છું તું કયાં સુધી મને નફરત કરી શકે છે"
"તું જાણે છે કે હું મારા દિલ આગળ મજબુર છું. તે તારા પર ગુચ્ચો જરુર કરી શકે પણ તને પોતાનાથી અલગ નહીં"
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું બન્યું હતું એવું કે ઈશા તેને માફ કરવા તૈયાર જ ન હતી??? શું હતું તેમની જ એનિવર્સરી સાથે જોડાયેલ સચ તે જાણવા વાચંતા રહો દિલ કહે છે....... (ક્રમશ:)