દિલ કહે છે - 13 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

દિલ કહે છે - 13

જિંદગીના આટલા વર્ષો પછી પણ તે દિવસને હું ભુલી શકતી નથી. સવારથી જ વ્યસ્ત હોવા છતાં પણ તે પલ નજર સામે તરવરે છે. ઘડીમાં સાંજના પાંચ વાગ્યા હતા. મારી નજર બહાર દરવાજા પર હતી. હમણા જ વિશાલ આવશે ને આજના દિવસની કંઈક નવી સ્પરાઈઝ લાવશે. હંમેશા એનિવર્સરી પર તે આવી જ રીતે મને સાંજ સુધી તડપાવે છે. ને પછી કંઈક એવી સ્પરાઈઝ લઇ ને આવે છે કે હું વિચારી પણ નથી શકતી. પળ પળ તે યાદો ન યાદ કરવા છતાં પણ તે જ નજર સામે આવે છે. હું કેમ તેને ભુલી નથી શકતી. તે હવે મારી જિંદગીમાંથી નિકળી ગયો છે. તેની અને મારી જિંદગી વચ્ચે કોઈ સંબંધ નથી રહયો છતાં પણ હું તેને જ યાદ કરુ છું. હજું પણ એક આશ છે કે વિશાલ આવશે. સમય ભાગતો હતો પણ મારી આશ હજૂ પણ દરવાજા સામે જ ઊભી હતી. ત્યાં જ દરવાજાની ડોરબેલ વાગી ને હું દરવાજો ખોલવા ભાગી ચાલી ગઈ. જરુર વિશાલ હશે. મે ફટાકથી દરવાજો ખોલ્યો તો ત્યાં કોઈ ના હતું. પણ, એક પાર્સલ પડયું હતું. મે તેને ઉઠાવી અંદર મુકયું ને જલદીથી ખોલ્યું. તેમા અમારા વિતેલા દિવસોની કેટલી યાદો હતી.

"વિશાલ, જે યાદોને હું ભુલવાની કોશિશ કરુ છું તે જ યાદો તું ફરી મારા જીવનમાં લાવવાની કોશિશ કરે છે. શું કામ તું મારી સાથે આવું કરે છે. તારે મારાથી દુર પણ રહેવું છે ને મને તારાથી દૂર જવા દેવી નથી. હવે તો આ રમત રમવાનું બંધ કર. જયારથી હું તને ઓળખું છું ત્યારથી તું મારી લાગણી સાથે રમતો આવ્યો છે. કયાં સુધી હું દિલનું માની તને યાદ કરતી રહી, ને આ ગીફ મોકલવાની શું જરુર હતી." મે તેને ફોનમાં જ કેટલું સંભળાવી દીધું. તેનો મને થોડો પણ અંદાજ ન હતો. હું બસ બોલે જતી હતી. જે સંબધને મારે ફરી એક કરવો જોઈએ તેની જગ્યાએ હું વધારે તેને અલગ કરવાની કોશિશ કરુ છું. મે તેની કોઈ વાત ન સાંભળી ને ફોનને કટ કરી બેસી ગઈ.

મને ખુદ કંઈ સંમજાતુ નથી કે હું શું કરી રહી હતી. આ અલગ થવાનો ફેસલો પણ મારો જ હતો ને, તો પછી મને આટલો ફરક કેમ પડે છે. વિશાલ, તું મને કમજોર બનાવવાની કોશિશ કરે છે પણ હું કમજોર નથી. નથી મારે કોઈની જરુર. હું એકલી જ હતી ને એકલી જ રહીશ. વિચારો એકમિનિટ માટે પણ થમે તો મને બીજુ કંઈ યાદ આવે ને. એક પછી એક તસ્વીર તેની સાથે વિતાવેલ પળોની યાદ આપતી હતી. મન થતું કે તેને બહાર ફેકી દુ પણ દિલ આમ થોડું કરવા દે.

ફરી દરવાજાની ડોરબેલ વાગી ને મે ઊભી થઈ દરવાજો ખોલ્યો. ત્યાં કોઈ ના હતું. હું સમજી ગઇ હતી કે આ વિશાલ જ હોય શકે. મે દરવાજો ખુલ્લો જ છોડી દીધોને હું અંદર આવી બેસી ગઈ. હવે તે મને વધારે ગુચ્ચો આપવી રહયો હતો. તે ખડુસ હંમેશા જ મારી રાહ જોઈને બેસી રહશે પણ કંઈ નહીં બોલે.

" વિશાલ હું જાણું છું કે તું બહાર જ ઊભો છે. અંદર આવવાની હિંમત ના થતી હોય અહીં સુધી શું કામ આવ્યો." જાણતી થી તે કંઈ જવાબ નહીં આપે આમ તે ખડુસ બોલવાની હિંમત કયાં કરે છે કયારેક. મારે પણ શું મે તેને એકવાર કહી દીધું તેને આવવું હોય તો આવે

હું ફરી કામમાં વ્યસ્ત બની ગ્ઈ ને તે હજું પણ બહાર ઊભો હતો. મારી પાસે કયાં સમય હતો કોઈના માટે. હા મારુ દિલ તેને હજુ પણ એટલું જ પ્રેમ કરે જેટલું પહેલાં કરતું હતું પણ તેને મારી સાથે જે કર્યુ તેનાથી મને તેના પર વિશ્વાસ નથી રહયો. મને આદત છે એકલા જીવવાની પણ તેને....મને ફરી તેની ફિકર થતી હતી. લાગતું હતું કે મુકી દવ આ બધું ને તેને પોતાની જિંદગીમા ફરી સામેલ કરી દવ પણ........ શબ્દો ફરી ગુથ્થાઈ રહયા હતા.

વિચારોની ગતી ઝડપી ચાલતી હતી ને તેના કદમ ધીમા. તે હોલમાં આવી કયારે બેસી ગયો તે પણ મને ખબર નથી. મારી નજર તેના પર ગ્ઈ. તે વિખરાયેલ તસ્વીરને ફરી તે ડબ્બામાં પેક કરી રહયો હતો. તેના માસુમ ચહેરા પર મને પ્યાર ઊભરાતો હતો પણ મારા પર ચડેલ ગુચ્ચાનું ભુત તેની નજીક મને નહોતું જવા દેતું.

"વિશાલ, શું છે આ બધું તું મને ફરી તારી જાળમાં ફસાવા આવ્યો છે ને....!!! પણ આ વખતે હું તારી જાળમાં નહીં ફસાવ, મે મારા મનને મકકમ બનાવ્યું છે. તારે આખો દિવસ આખી રાત અહીં બેસી રહેવું હોય તો બેસી રહે. પણ, મને મનાવાની કોશિશ નહીં કરતો. "

" ઈશા, ના તો હું અહીં તને ફસાવા આવ્યો છું ના તારી સાથે કંઈ વાત કરવા. હું બસ મારી ફરજ બજાવવા આવ્યો છું. જે પુરી થતા ચાલ્યો જાઈ "

" ઓ..... ફરજ..... કેવી ફરજ.....?? " તે તો ચુપ હતો ને હું બોલે જતી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
બને અલગ તો થયા હતા પણ શું કારણ થી??? ઈશા વિશાલ સાથે આવું બિહેવય શું કામ કરતી હતી ??? બંને વચ્ચે શું ચાલી રહયું હતું??? શું ફરી બંને એક થઈ શકશે તે જાણવા વાચંતા રહો દિલ કહે છે..... (ક્રમશ:)