Truth Behind Love - 23 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 23

પ્રકરણ-23

સ્તુતિએ સ્તવનને એનાં પાપા પ્રણવભાઇ સાથે વાત કરાવી સ્તવને ખૂબ માન અને આત્મીયતા સાથે વાત કરી એ આજે જ બેંગ્લોરથી આવ્યો છે અને ઓફીસે સ્તુતિને મળવા આવેલો અને ઘરે આજે સ્તુતિ સાથે જમવાનું છે વિગેરે કહી રાત્રે આપને અને ઘરના ને મળવા આવું છું એવું આશ્વાસન આપી સ્તુતિને ઘરે લઇ જવાની રજા લઇ લીધી.

સ્તુતિ કહે તું એક નંબરનો લૂચ્ચો છે. આવીને મને આશ્ચર્યમાં નાંખી મને તરસને તૃપ્ત કરી અને પાપાને ફોનમાં પટાવી મને ઘરે લઇ જાય છે ખૂબ જબરો. સ્તવને કહ્યું એ તો હોઠથી જ તૃપ્ત કરી છે.. હજી... સ્તુતિ કહે લૂચ્ચાઇઓ ના કરીશ વધારે માંડ હું શાંત થઇ છુ હવે દવાનળ ફરીથી ના સળગાવીશ નહીંતર પછી મારી કોઇ જવાબદારી નહીં.. પરિણામ તારે જોવાનું એમ કહીને લૂચ્ચું હસવા લાગી.

સ્તવન કહે મને બધું બરાબર આવડે છે ચિંતા ના કર... ચાલ બેસ ટેક્ષીમાં ઘરે પહોંચી જઇએ. સ્તુતિ કહે ચાલ મંમીને મદદ કરી શકાય વેળાસર પહોચી જઇએ.

સ્તવનનાં ઘરે પહોંચીને સ્તુતિએ તરતજ માં-પાપાનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં. અને કીચનમાં માં ને મદદ કરવા માટે ગઇ. વિનોદાબેને કહ્યું "ના દીકરા તું ઓફીસથી થાકીને આવી છે. મારે આમ પણ બધીજ રસોઇ થઇ ગઇ છે. બસ જો આ દાળ ઉકળે છે પછી ગેસ બધુ બંધ જ કરું છું. તું જા સ્તવન સાથે બેસ શાંતિથી હું બોલાવું ત્યારે આવજો જાવ શાંતિથી બેસો.

સ્તુતિ માં નાં આગ્રહથી બહાર આવી અને સ્તવનને જોઇતું હતું અ વૈદ્યે કીધું એણે લૂચ્ચુ હસતાં કહ્યું "ચાલ સ્તુતિ માં નું કહ્યું કરવાનું હવે ચાલ મારાં રૂમમાં એમ હસતો હસતો સ્તુતિને લઇને રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કર્યો.

સ્તુતિએ ખોટું ખોટું ગુસ્સે થતાં કહ્યું "શું સ્તવન તું પણ આમ કરે ? આમ ઉપર આવી જઇએ કેવું લાગે ? જા મને શરમ આવે છે ચાલ નીચે કોઇ ડ્રૉઇન્ગરૂમમાં કે હીંચકે બેસી વાતો કરશું ચાલ...

સ્તવન કહે "વાહ મારી શાણી રાણી... કહેવું પડે ડ્રોઇંગરૂમમાં પાપાની કે એલ સાયકલની રેકર્ડ વાગે છે હીંચકે પાપા બેઠાં છે મોમ કીચંનમાં વ્યસ્ત છે. એમનો આદેશ છે છતાં તારે નીચે જવું છે ? લૂચ્ચી મને ખરાબ ચીતરીને પોતે શાણી થાય છે એમ બોલતાં બોલતાં સ્તુતિને ઊંચકીને બેડ પર સુવાડી અને એનાં પર આરુઢ થઇ ગયો. સ્તુતિનાં કપાળે, આંખો પર નાક, કાન, ગળુ બધ્ધે ચૂમીઓ ભરવા લાગ્યો.

સ્તુતિએ શરૂઆતમાં આનાકાની કરી પછી એ સ્તવનને સાથ આપવા લાગી અને સ્તવનને જેવી સીમા વટાવીને એનાં ઉરોજને સ્પર્શ કર્યો અને ચૂસવા લાગ્યો અને સ્તુતિ પણ બેફામ બનીને સાથ આપવા માંડ્યો એણે સ્તવનનાં હોઠ ચૂસવા લાગી એને અને એની છાતીપર હાથ ફેરવવા માંડી..

થોડો સમય સ્પર્શનાં આનંદની લંકા લૂટી અને સ્તવનને કહ્યું "એક મીનીટ મારી જાન... એક કહીને ઉઠ્યો અ કબાટમાંથી એક ડબી લઇને આવ્યો. વેલવેટથી ઢંકાયેલી સુંદર મખમલી ડબી માંથી એણે ગળાનો હાર એટલે કે કાળા અને સોનેરી મણકાંથી ગંઠાયેલી સુંદર પેન્ડલવાળી ચેઇન કાઢીને સ્તુતિને કપાળે હોઠે ચૂમીને પહેરાવી દીધી.

"માય લવ આ તારાં માટે.. આજે માં મહાદેવ અને કુદરતની સાક્ષીએ મારી અધાંગ્નિ અને પરણોતર માનું છું માં મહાદેવ જ્યારે સાત ફેરા ફેરાવશે ત્યારે ફરીશું આજે હું મારાં પ્રેમની સાક્ષીએ તને હું મારી બનાવી છું આમે મારો પ્રેમ એ અગ્નિ છે. કુદરત માંબાબા સાક્ષી છે આપણાં તનનું બંધન છે મારાં પરિણયથી પ્રતિજ્ઞા છે અને તને યુગો સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી તન મન થી સ્વીકારુ છું. નીભાવીશ ખૂબ પ્રેમ કરીશ.

મોક્ષ થશે કે એ પછી પણ તારો સાથે નિભાવીશ આમે તું મારી અર્ધાંગિની અને સર્વલ્વ છે બસ તું જ.

સ્તુતિ આશ્ચર્ય અને પ્રેમથી જોઇ રહી સાંભળી રહી. એણે બધું જ સાંભળ્યાં પછી સ્તવનને ચૂમી લીધો સ્તવને એની માંગમાં ચૂમી
ઓ ભરી હોઠથી હોઠ ચૂમો ભરી લીધી. સ્તુતિ કહે કેમ આમ અચાનક ? આપણે તો યોગ્ય સમયની રાહ જોવાનાં હતાંને ? હવે આમ નિર્ણય કેમ ?

સ્તવને કહ્યું "એય મારી સ્તુતિ... વિરહની તરસ તનની ભૂખ, આત્માનો પ્રેમ... કુદરતની સાક્ષી... તને હું શું. કહું ? આપણે સંસ્કારી બ્રાહ્મણ પરિવારનાં સંતાન છીએ આપણે નક્કી કરેલું યોગ્ય સમયની રાહ જોઇશું. પણ બેંગ્લોરમં છેલ્લી રાત જ્યારે હું એકલો હતો સાવ એક્લો રૂમ પાર્ટનર પણ ઘરે ગયેલો એકાંતની એ રાત.. ખૂબ તડપેલો.. કબૂલ કરું કે તનની હૃદયની બધી તડપ હતી. આપણે સંપૂર્ણ પુખ્ત છીએ. આપણામાં પ્રેમનો આવેગ છે... વિરહનો તાવ છે.. એકબીજા માટે અદમ્ય પ્રેમ અને વિશ્વાસ છે. ક્યારે કોઇ દગો નહીં દે.. કોઇ જ ખોટું કામ નહીં કરીએ. પાત્રતા પુરી પવિત્ર રાખીશું કોઇ પણ રીતે એટલે કે મન, વચન, કાયા, વાચા, વિચાર કે વર્તનથી ક્યારેય અભડાઇશું નહીં ખૂબ પવિત્ર પ્રેમ ફક્ત એકબીજાને કરીશું જેવો માંમહાદેવે કર્યો છે. આજે આ ઘડીએ શાસ્ત્રીય શ્લોકની જગ્યાએ આપણે પ્રેમ વિશ્વાસનાં બોલ બોલીએ એકબીજાને વચન આપીને સાચી રીતે પ્રેમ બંધનમાં બંધાઇ જઇએ. બોલ કબૂલ છે ?

સ્તુતિ સ્તવનને જોઇ નહી... શાંતિથી સાંભળી રહી એની આંખોમાંથી હરખનાં આંસુ વહી રહ્યાં. એણે સ્તવનની આંખમાં આંખ પરોવીને કહ્યું "મારાં દેવ, મારાં, મહાદેવ, મરાં સ્તવન... મને બધું જ કબૂલ છે.. સ્તવન અને સ્તુતિ બેડની બહાર આવીને એકમેકને બાહોમાં વળગીને બોલી રહ્યા પછી સ્તુતિએ સ્તવનનો હાથ હાથમાં લઇને કહ્યું "મારાં સ્તવન હું આપણાં પ્રેમઅગ્નિની સાક્ષીએ. માંમહાદેવનાં સોગંદ ખાઇને કહ્યું છું કે"

"હું સ્તુતિ મહેતા પ્રણવ મહેતાંની દિકરી આજે મારાં દેવ સમાન સ્તવનને વચન આપું છું કે હું સદાય તારાંજ સાથે વિશ્વાસમાં રહીશ. હું સદાય મન, વચન, કાયા, વાચા વિચાર, કર્મ, વર્તનથી પવિત્ર રહીશ. સદાય તારીજ રહીશ કોઇ પરપુરુષનો સ્પર્શ શું વિચાર નહીં આવે. તું જ મારો મહાદેવ તું જ મારો પુરુષ મારું તન, મન, સર્વસ્વ બસ તને જ નિછાવર કરું છું. આજે પ્રણય વચન આપું છું. ક્યારેય કોઇ ભૂલ કે છેહ નહીં થાય એવો વિશ્વાસ આપું છું. મારાં સ્તવન મેં ફક્ત તને જ ચાહ્યો છે તને જ ચાહીશ. મારાં તારાં માટેનાં પ્રેમના કોઇ ભાગબટાઇ નહીં કરી શકે એટલે હું અંશ પણ નહીં જણું તારી જ રહીશ.

પ્રેમ ઉભરાવતી આંખે અને લાગણીનાં સમુદ્રનાં તોફાન શમાવતો આંખોથી અમૃત વરસાવતો સ્તવન અસ્ખલિત રીતે વચન આપતી સ્તુતિને આનંદીત થઇ સાંભળી રહ્યો.

સ્તુતિનાં વચન પછી સ્તવને એને આંખો -હોઠ અને કપાળે ચૂમીને બાહોમાં ભરીને ભીંસ દીધી ખૂબ પ્રેમ કર્યો પછી સ્તવને સ્તુતિનો હાથ હાથમાં લઇને કીધું.

"મારી અંર્ધાગ્નિ મારી સ્તુતિ મારાં પ્રેમ, મારાં જીવ, ક્યા શબ્દો કહું હું તને સાંભળ્યા પછી... પણ સ્તુતિ હું આજથી આ ઘડીથી ફક્ત તારો બસ તારો જ.. મારું મન, વચન, કાયા, વાચા, વિચાર, તન, સંસ્કાર, તપ, પુણય, ક્રિયા, વિશ્વાસ બસ તને જ સમર્પિત આજથી હું તને જ જીવીશ. આ જીવનભર અને જન્મો સુધી તને ઇચ્છીશ, તને જ પ્રેમ કરીશ, તારી રક્ષા, પાલન સેવા સંભાળ બધુ જ હું જ કરીશ. મારાં તારાં માટેનાં પ્રેમમાં કોઇ ભાગ બટાઇ નહીં જ થાય અંશ નથી જોઇતો આપણે જ માંબાબા મહાદેવનાં અંશ બનીને એમનાં ચરણોમાં સમર્પિત અને એમનાંથી રક્ષાયેલાં રહીશું.

કોઇ શબ્દ-વિચાર-પ્રણય- પવિત્રતા માટેનો બાકી હોય તો એ પણ તને જ સમર્પિત તારાથી જ બંધાયેલો રહીશ.

સ્તુતિ અને સ્તવન બંન્ને જણાં પ્રેમ નીતરતી આંખે એકમેકનાં જોઇ રહ્યાં ક્યાંય સુધી વળગીને સ્પર્શનું સુખ માણી રહ્યાં પછી સ્તવને માળા જોઇને પહેરાવી અને સ્પર્શ કરીને ચૂમી લીધી અને સ્તવને સ્તુતિને પ્રેમથી ચૂમીને ઉપાડી લીધી અને બેડ પર સૂવરાવી.

સ્તવને કહ્યું "પુખ્ત થયાં પછી પૂરી સમજણ અને પાત્રતા મેળવી લીધાં પછી શેનું વ્રત અને તપ ? સ્તુતિ આપણે સમય વહેતો જાય છે મિલન પછીતો.. અંશ નહીં કરીએ પણ તૃપ્તિનો આનંદતો સદાય લઇશું જ. હું સર્જાયો જ છું પ્રેમ કરવા અને પામવા. તને ખૂબ તૃપ્ત કરીને તૃપ્ત થઇશ.

સ્તુતિ સ્તવનની આંખોમાં આંખ પરોવીને જોઇ રહી. સ્તવનની કીકીમાં પાત્રતાનો વિશ્વાસ અઢળક જોયો એણે એક એક કથન હૃદયમાં ઉતાર્યું. શાસ્ત્રીય વૈદીકદિશી કરતાં પણ જાણે અનેરો પ્રેમ યજ્ઞ હતો.

સ્તવને સ્તુતિનાં અંગ પર એક એક વસ્ત્ર........

વધુ આવતા અંકે - પ્રકરણ -24

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED